You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વૅક્સિન : ભારતની સ્વદેશી રસી કોરોનાની સારવારમાં કેટલી અસરદાર?
ભારતની સ્વદેશી કોરોના રસી કોવૅક્સિન લીધા બાદ હરિયાણાના મંત્રી અનીલ વીજ સંક્રમિત થતા વૅક્સિનની વિશ્વસનીયતા પર વિવાદ થયો હતો. પરંતું વૅક્સિનના પહેલા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલનો અંતિમ અહેવાલ આવી ગયો છે.
ભારતની સ્વદેશી વૅક્સિન કોવેક્સિનને હૈદરાબાદની ભારત બાયોટૅક અને ભારત સરકારની સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચ (આઈસીએમઆર)એ સાથે મળીને બનાવી છે.
આજ વૅક્સિનની ટ્રાયલ અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં પણ હાલ ચાલી રહ્યા છે.
એક સંશોધન પેપરમાં કંપની ભારત બાયૉટેકે કહ્યું છે કે હાલ સુધી ટેસ્ટમાં તમામ ઉંમરના લોકોમાં આ વૅક્સિન સફળ સાબિત થઈ છે અને તેની કોઈ સાઇડ-ઈફેક્ટ જોવા નથી મળી.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર કંપનીનું કહેવું છે કે પહેલા તબક્કાની ટ્રાયલ પછી વૅક્સિન સામાન્ય પ્રતિકૂળ અસર અથવા સાઇડ ઈફેક્ટ જોવા મળી છે જે જલ્દી ઠીક થઈ ગઈ. આ કેસમાં કોઈ દવા આપવાની પણ જરૂરિયાત પડી નથી.
કંપનીના કહેવા પ્રમાણે સામાન્ય રીતે વૅક્સિન આપતી વખતે તેની અસર જોઈ શકાઈ હતી તે હતી કે ઇન્જૅક્શન જે જગ્યાએ લો ત્યાં દુખાવાનો અહેસાસ થવો જે ધીમે ધીમે પૂર્ણ થઈ જાય છે.
સંશોધન પેપરમાં કહેવામાં આવ્યું છે કે એક કેસમાં વૅક્સિન લીધા પછી દરદીનું સ્વાસ્થ્ય બગડી ગયું પરંતુ તેનો સંબંધ કોરોનાની વૅક્સિન સાથે ન હતો.
જોકે જે સંશોધન પત્રની વાત કરવામાં આવી રહી છે તેમાં પહેલાં તબક્કાની ટ્રાયલના પરિણામો વિશે કહેવામાં આવ્યું છે કે તેમાં 375 વૉલિન્ટિયર્સ સામેલ હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત બાયૉટેકની આ વૅક્સિનને બીજા અને ત્રીજા તબક્કાની ક્લિનિક્લ ટ્રાયલ માટે ડ્રગ્સ કંટ્રોલર ઑફ ઇન્ડિયાની પરવાનગી મળી ગઈ છે. 26 હજાર વૉલિન્ટિયર્સની સાથે વૅક્સિન ત્રીજા તબક્કાની ટ્રાયલ આ વર્ષે નવેમ્બરથી શરૂ થઈ ગઈ હતી.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર આ વૅક્સિનને 2થી 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં રાખી શકાય છે.
કોવૅક્સિન રસીની ટ્રાયલ અમદાવાદમાં સોલા વિસ્તારમાં આવેલી સિવિલ હૉસ્પિટલમાં ચાલી રહી છે. એક હજાર લોકો પર એનું પરીક્ષણ થવાનું છે. 18થી 60 વર્ષની વ્યક્તિ એ ટ્રાયલમાં ભાગ લઈ શકે છે.
કો-વૅક્સિન લેનારને સંક્રમણ અને વિવાદ
હરિયાણાના આરોગ્ય મંત્રી અનિલ વિજે 20 નવેમ્બરે કોવૅક્સિનની રસી લઈને વૅક્સિનના ત્રીજા તબક્કાની શરૂઆત કરાવી હતી. ત્યારબાદ તેઓ 5 ડિસેમ્બરે કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા. આમ વૅક્સિનનો પહેલો ડોઝ લીધા પછી પંદર જ દિવસમાં સંક્રમિત થતા વૅક્સિન પર અનેક શંકાઓ ઊભી થઈ હતી.
ભારત બાયૉટેક તરફથી કહેવામાં આવ્યું હતું કે આ વૅક્સિનની ટ્રાયલ દરમિયાન વ્યક્તિને બે ડોઝ આપવામાં આવે છે અને જે 28 દિવસના સમયગાળા પછી આપવામાં આવે છે.
કંપનીએ કહ્યું હતું કે બીજો ડોઝ આપ્યાના 14 દિવસ પછી વૅક્સિનની અસર વિશે જાણી શકાય છે. આ વૅક્સિનને એ પ્રકારે બનાવવામાં આવી છે કે જે એ લોકો પર અસરકારક હોય છે જે બે ડોઝ લે છે.
વૅક્સિનની ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ વિશે કંપનીએ કહ્યું કે ત્રીજા તબક્કાની ટ્રાયલમાં 50 લોકોને વૅક્સિન આપી છે જ્યારે અન્ય 50 ટકા લોકોને પ્લેસિબો આપવામાં આવે છે.
પ્લેસિબો શરીર પર કોઈ પ્રકારની અસર કરતી નથી. ડૉક્ટર આનો ઉપયોગ એ જાણવા માટે કરે છે કે વ્યક્તિ પર દવા લીધા પછી કેટલી અને કેવી અસર પડે છે.
સામાન્ય બોલચાલની ભાષામાં પ્લેસિબો એક એવી ચિકિત્સા પદ્ધતિ છે જેમાં દવાનો ઉપયોગ ન કરી શકાય. આ ભ્રમ અથવા અહેસાસના આધારે કામ કરે છે. એટલે દરદીને ગોળી આપવામાં આવે છે પરંતુ તે દવા નથી હોતી.
આમ સંશોધકોનું એ પણ માનવું છે કે મંત્રીને પ્લેસિબો આપવામાં આવ્યું કે વૅક્સિન તેનો પણ હજુ ખ્યાલ નથી.
ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે કોઈ વૅક્સિન કેટલી કામિયાબ છે તે તો ત્યારે જ ખબર પડે જ્યારે તમામ ટ્રાયલ પૂર્ણ થઈ જાય અને સંક્રમણનું વિસ્તૃત નિરીક્ષણ કરવામાં આવે. કોઈ એક કેસના આધારે વૅક્સિનના પ્રભાવનું મૂલ્યાંકન ન કરી શકાય.
મોદીએ લીધી હતી મુલાકાત
ભારત બાયૉટેક ઇન્ટરનેશનલ 'કોવૅક્સિન' નામની આ સ્વદેશી રસીની ત્રીજા તબક્કાની ટ્રાયલના પરિણામો ઉત્સાહજનક ગણાવાય છે.
આ સ્વદેશી રસીને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ અને ભારત બાયૉટેક સાથે મળીને વિકસાવી રહ્યાં છે.
આ રસી માટે 25 કેન્દ્રોના 26 હજાર વૉલન્ટિયરો પર ટ્રાયલ ચાલી રહી છે.
જે વૉલન્ટિયરોને રસી અપાઈ રહી છે, એ તમામને આગામી વર્ષ સુધી દેખરેખ હેઠળ રાખવામાં આવશે. આ રસીનો પ્રથમ ડોઝ આપવાના 28 દિવસ બાદ બીજો ડોઝ આપવાનો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં આવેલી ભારત બાયૉટેક ફૅસિલિટીની મુલાકાત લીધી હતી.
મોદીએ જાતે આ મુલાકાત અંગે ટ્વિટર પર જાણકારી આપી હતી અને કહ્યું હતું કે તેમને રસીના વિકાસસંબંધે માહિતગાર કરાયા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાતને ભારત બાયૉટેકે પ્રેરણાદાયી ગણાવી હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો