ગુજરાતમાં કોરોનાની સારવાર માટે જરૂરી પ્લાઝ્મા મેળવવું કેટલું અઘરું?

XAVIER GALIANA

ઇમેજ સ્રોત, કોરોના વાઇરસનું પરીક્ષણ

ઇમેજ કૅપ્શન, XAVIER GALIANA
    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

પોતાના પિતા માટે કૉન્વાલેસન્ટ પ્લાઝમા થૅરપી(CPT) કે પ્લાઝ્મા થૅરપી માટે બ્લડ પ્લાઝ્માની જરૂરિયાત હોવાથી હિતેશભાઈ સોની એ થોડા દિવસો પહેલાં એક ફેસબુક પોસ્ટ મૂકી હતી. તેમના સમાજના ગ્રૂપમાં એ પોસ્ટ ફરતા તેમને થોડાક જ કલાકોમાં બ્લડ પ્લાઝ્મા મળી ગયું હતું અને તેમના પિતાને કોરોના માટેની સારવાર કરવામાં આવી હતી.

જોકે, હાલમાં જ્યારે કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ઘણા લોકો હિતેશભાઈ જેટલા નસીબદાર નથી હોતા જેમને તુરંત જ પ્લાઝ્મા મળી જતું હોય છે.

કોરોનાની સારવારમાં હાલમાં ઘણા લોકો CPT કે પ્લાઝ્મા થૅરપીની મદદથી સાજા થવાનાં ઉદાહરણો જોવા મળ્યાં છે.

જોકે, ઘણા લોકોને નથી ખબર કે આવા દર્દીઓનાં સગાંએ પ્લાઝ્મા મેળવવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

હજુ સુધી એવી કોઈ સૅન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમ બની નથી જ્યાંથી લોકોને સહેલાઈથી જ્યારે જરૂર હોય ત્યારે પ્લાઝ્મા મળી શકે.

માટે ઘણા લોકોને પ્લાઝ્મા મેળવવા માટે ફેસબુક, વૉટ્સઍપ ગ્રૂપ કે સોશિયલ મીડિયાનાં અન્ય પ્લૅટફૉર્મનો ઉપયોગ કરવો પડે છે. ઘણા ને સફળતા મળે છે, ઘણાને મોડી સફળતા મળે છે. તો કેટલાક માટે ઘણું મોડું થઈ જાય છે.

બીબીસી ગુજરાતીએ જેમનાં સગાંને ઇલાજ માટે પ્લાઝમાની જરૂરિયાત પડી હોય તેવા અમુક લોકો સાથે વાતચીત કરી હતી.

line

પ્લાઝ્મા મેળવવામાં પડી રહી છે મુશ્કેલી

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty images

ઇમેજ કૅપ્શન, કોરોના વાઇરસ

હિતેશ સોની પણ આવી જ એક વ્યક્તિ છે, પરંતુ તેમનું કહેવું છે કે તેમના પરિવારમાં ઘણા લોકો તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી તેમને ખૂબ જ જલદી પ્લાઝ્મા મળી ગયું હતું.

હિતેશ સોનીએ પ્લાઝ્મા મેળવવામાં પડેલી મુશ્કેલી અંગે કહ્યું, "પહેલાં તો અમને ચિંતા થઈ, વિવિધ બ્લડ બૅંકમાં ફોન પણ કર્યા પરંતુ કોઈ યોગ્ય રસ્તો દેખાયો ન હતો, પછી અમે અમારા સમાજના સોશિયલ મીડિયા ગ્રૂપ ઉપર એક મૅસેજ મૂક્યો ત્યાર બાદ અમને બે યુનિટ પ્લાઝમા મળ્યું હતું."

જોકે ઘણા લોકો માટે પ્લાઝ્મા મેળવવાનો રસ્તો સરળ નથી.

જેમકે આકાશ નેરપાકર. તેમના 62 વર્ષના પિતાને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને ડૉકટરોએ તેમને પ્લાઝ્મા થૅરપી આપવાની સલાહ આપી હતી.

જ્યારે તેમને દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે તેમને ઑક્સિજનની જરૂરિયાત વધારે હતી.

આ વિશે બીબીસી ગુજરાતીએ આકાશ નેરપાકર સાથે વાત કરી. તેમણે કહ્યું કે પહેલાં તો તેમને ખબર જ ન હતી કે આ થૅરપી શું છે? અને તે માટે પ્લાઝ્મા ક્યાંથી મેળવવું?

રસી

ઇમેજ સ્રોત, Getty Images

તેઓ કહે છે કે, "અમે અનેક લોકોનો પ્લાઝ્મા મેળવવા માટે સંપર્ક કર્યો હતો, પંરતુ કોઈ યોગ્ય જવાબ ન મળ્યો હતો. એક મોટી બ્લડ બૅંકનો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે પ્લાઝ્મા સામે પ્લાઝ્માની માંગણી કરી હતી, જે અમારી માટે શક્ય નહોતું કારણ કે અમારી પાસે કોઈ ડોનર જ ન હતો."

તેમણે વધુમાં કહ્યું કે, "આ માટે અમે અનેક બ્લડ બૅંકનો સંપર્ક કર્યો પરંતુ અમને ક્યાંયથી મદદ ન મળી હતી."

નરપાકરનો પરિવાર અમદાવાદના બાપુનગરમાં રહે છે, તેમણે આગળ કહ્યું કે, "અમે અમારા બાપુનગરના એક વૉટ્સઍપ ગ્રૂપમાં એક મૅસેજ મૂક્યો હતો અને મહેસાણાથી એક વ્યક્તિએ જ્યારે અમારો સંપર્ક કર્યો ત્યારે અમને પ્લાઝ્મા મળી શક્યું હતું."

તેમનું કહેવું છે કે, "પ્લાઝ્મા થૅરપીમાં વ્યક્તિએ લોહી આપવાનું હોય છે, પરંતુ ઘણા લોકોમાં જાગૃતિ ન હોવાને કારણે તેમને બીક લાગે છે અને તેઓ પ્લાઝ્મા આપતા નથી."

line

સૅન્ટ્રલાઇઝ સિસ્ટમનો અભાવ

રસી

ઇમેજ સ્રોત, Getty Images

જોકે, હજુ સુધી એવી કોઈ સૅન્ટ્રલાઇઝ સિસ્ટમ નથી બનાવવામાં આવી જ્યાંથી લોકો ઓછા સમયમાં પ્લાઝ્મા મેળવી શકે.

આ વિશે બીબીસી ગુજરાતીએ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.

તેમજ આ મુદ્દે સ્પષ્ટતા કરવા માટે આરોગ્ય કમિશનર જયપ્રકાશ શીવહરેનો પણ સંપર્ક થઇ શક્યો ન હતો.

તેઓને મોકલેલ મૅસેજનો આ આર્ટિકલ લખાય છે, ત્યાં સુધી કોઈ જવાબ મળ્યો ન હતો.

CPT અંગે વધુ માહિતી મેળવવા માટે બીબીસી ગુજરાતીએ કોવિડ-19ના નિષ્ણાત ડૉક્ટર તુષાર પટેલ સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું કે, "હજુ સુધી આવી કોઈ કટોકટી સર્જાઈ નથી. લોકો સ્વેચ્છાએ પ્લાઝમા આપતા રહે છે અને દર્દીઓને પણ તે જ રીતે તે મળતું રહે છે. જોકે યોગ્ય સમય પ્લાઝ્મા મળવું ખૂબ જ જરૂરી છે."

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

આ વિશે બીબીસી ગુજરાતીએ પ્રથમા બ્લડ બૅંકના મેડિકલ ડિરેક્ટર ડૉ. રીપલ શાહ સાથે વાત કરી.

તેમણે કહ્યું કે, "પ્લાઝ્મા મેળવવું એક સ્વૈચ્છિક પ્રક્રિયા હોવાથી પ્લાઝ્મા મેળવવામાં તકલીફ તો પડે છે, ઘણી વખત તો અમારે અમારા સ્ટાફના પરિવારના લોકો વગેરેથી પણ પ્લાઝ્મા મૅનેજ કરવું પડે છે."

ડૉ.શાહે કહ્યું કે, "સામાન્ય રીતે લોકો કોવિડ-19ની માંદગમાંથી બેઠા થઈ ગયા હોવા છતાં પણ પ્લાઝ્મા આપતા નથી. કારણ કે ઘણા લોકોને કોવિડ-19ની માંદગી પછી અશક્તિ આવી થઈ જતી હોય છે અને તેમને એવું લાગવા માંડે છે કે પ્લાઝ્મા આપવાથી અશક્તિ વધશે, પરંતુ એવું ખરેખર હોતું નથી."

તેમણે કહ્યું કે "દરેક ડોનરમાંથી બે યુનિટ પ્લાઝ્મા મળતું હોય છે અને તે પ્લાઝ્માનાં વિવિધ પરીક્ષણ કર્યાં પછી જ તે ઉપયોગ માટે તૈયાર કરાય છે."

સામાન્ય રીતે એક યુનિટની કિંમત 5,500 રૂપિયા હોય છે. દરેક દર્દીને ઓછામાં ઓછા બે યુનિટની જરૂરિયાત હોય છે.

line

કોણઆપીશકેછેપ્લાઝ્મા?

કોરોનાની રસીનું પરીક્ષણ

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, કોરોનાની રસીનું પરીક્ષણ

ICMRની ગાઇડલાઇન પ્રમાણે જે વ્યક્તિને કોવિડ-19નો ચેપ લાગ્યાના 14 દિવસ થઈ ચૂક્યા હોય તે વ્યક્તિ પ્લાઝ્મા આપી શકે છે.

કોઈ પણ પુરુષ કે મહિલા જેમની ઉંમર 18થી 60 વર્ષની વચ્ચે હોય તેઓ પ્લાઝ્મા આપી શકે છે.

જોકે જે મહિલા ક્યારેય ગર્ભવતી ન થયાં હોય તેવાં મહિલા જ પ્લાઝ્મા આપી શકે છે.

આ માટે તેમનું વજન 50 કિલોથી વધારે હોવું જરૂરી છે. તેઓ રૅપીડ એન્ટિજન અથવા તો RTPCR ટેસ્ટમાં પૉઝિટિવ આવ્યા હોવા જોઈએ.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો