કોરોના વૅક્સિન : આ સદીનો સૌથી મોટો સવાલ એ છે રસી પર સૌથી પહેલો હક કોનો?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
કોરોના વાઇરસની રસી વિકસિત કરવામાં બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટીને મોટી સફળતા મળી છે. યુનિવર્સિટીએ આ રસીને માણસ માટે સુરક્ષિત ગણાવી છે.
જોકે આ શરૂઆતનું વલણ છે. આગળ તેની વધુ લોકો પર ટ્રાયલ બાકી છે.
યુનિવર્સિટીએ હ્યુમન ટ્રાયલ દરમિયાન એ મેળવ્યું કે આ રસીથી લોકોમાં કોરોના વાઇરસ સામે લડવામાં ઇમ્યુનિટી એટલે કે વાઇરસથી લડવાની પ્રતિરોધક ક્ષમતા વિકસિત થઈ છે.
સોમવારે ચીનમાં ફેઝ-2 દરમિયાન ટ્રાયલ કરાઈ રહેલી રસીનું પરિણામ સામે આવ્યું છે. ધ લૈંસેટના રિપોર્ટ અનુસાર ચીનને પણ સકારાત્મક પરિણામ મળ્યું છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
એક અઠવાડિયા પહેલાં આવા જ સમાચાર અમેરિકાથી આવ્યા હતા. દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકામાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ અને મોડેરના ઇન્કે મળીને જે રસી તૈયાર કરી છે, તેની શરૂઆતની ટ્રાયલમાં લોકોની ઇમ્યુન સિસ્ટમને એવી જ ફાયદો થયો છે જેવી વૈજ્ઞાનિકોને આશા હતી. આ રસીની આગળના ફેઝની ટ્રાયલ હજુ બાકી છે.
હાલમાં દુનિયાભરમાં કોરોના વાઇરસની 23 રસીઓનું ક્લિનિકલ ટ્રાયલ થઈ રહ્યું છે. કોઈ પણ રસીના સફળ પરીક્ષણ બાદ તેનાં પરિણામોને આધારે સંસ્થા સામૂહિક ઉપયોગની પરવાનગી આપે છે અને ત્યારબાદ વારો આવે છે મોટા પાયે બનાવવાનો અને તેને વિતરણ કરવાની જવાબદારીનો.

WHOની પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, PHOTONEWS/GETTY IMAGES
કોરોના વાઇરસની રસીને લઈને સકારાત્મક પરિણામ મળ્યા બાદ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ તેનું સ્વાગત કર્યું છે. જોકે કહ્યું કે કોવિડ-19ના ફેલાવાને રોકવા માટે હજુ પણ કામ કરવાની જરૂર છે.
જીનિવામાં એક પત્રકારપરિષદમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આપાતકાલીન કાર્યક્રમના નિદેશક ડૉક્ટર રેયાને કોરોના વાઇરસની રસી બનાવી રહેલા ઑક્સફર્ડ વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યાં અને કહ્યું કે "આ સકારાત્મક પરિણામ છે, પણ હજુ લાંબી મજલ કાપવાની બાકી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓએ કહ્યું, "હવે અસલી દુનિયાની ટ્રાયલ પણ મોટા પાયે થવી જોઈએ. બહુ બધો ડેટા અને ઇલાજ શોધવાની દિશામાં બહુ બધી રસી પર કામ થતું જોવું સારું છે."

રસ દેશોને રસી કેવી રીતે મળશે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ડૉક્ટર ટેડ્રોસ એડનહોમ ગ્રેબિયસિસે આ વાત પર ભાર મૂક્યો કે સફળ રસી બધાને મળવી જોઈએ.
તેઓએ કહ્યું કે ઘણા દેશો રસી બનાવવાને "એક વૈશ્વિક સાર્વજનિક સેવા'ના રૂપમાં જોઈ રહ્યા છે, જ્યારે કેટલાક 'અવળી દિશામાં જઈ રહ્યા છે."
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખે રસી પર કહ્યું, "જો તેના પર સર્વસંમતિ નહીં હોય તો આ તેની પાસે હશે, જેની પાસે પૈસા હશે અને જેમનામાં તેને લેવાની ક્ષમતા નહીં હોય તેમને રસી મળી શકશે નહીં."
તેઓએ કહ્યું, જ્યાં સુધી રસી પર શોધ થઈ રહી છે ત્યાં સુધી આપણે જિંદગીઓ બચાવવી પડશે."

બ્રિટને કર્યો રસીનો કરાર

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસીના રિપોર્ટ અનુસાર બ્રિટને ન માત્ર ઑક્સફર્ડની રસીના 100 મિલિયન ડોઝ ખરીદવાનો નિર્ણય કર્યો છે, પરંતુ એ સિવાય 90 મિલિયન અન્ય કોરોના રસી, જે બનવાની પ્રક્રિયામાં છે, તેની સાથે પણ કરાર કર્યો છે.
તેમાં 30 મિલિયન બાયોએનટેક અને ફાઇઝરની સાથે કરાર છે. (BioNtech/Pfizer) અને 60 મિલિયન વધુ ડોઝ માટે વેલનેવા (valneva) સાથે કરાર છે. આ ત્રણેય રસી અલગઅલગ રીતે કામ કરે છે.
આ પહેલાં રેમડેસિવિયર ડ્રગના ઉપયોગ મામલે પણ એવો રિપોર્ટ આવ્યો હતો કે અમેરિકાએ આ ડ્રગના મોટા ભાગના ડોઝ પોતાના માટે પહેલેથી જ ખરીદી લીધા હતા.

ભારતની ચિંતા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આથી એ કેવી રીતે નક્કી થશે કે બધા દેશોને, ખાસ કરીને ગરીબ દેશોને પણ રસી-ડોઝ યોગ્ય માત્ર મળી શકે? ભારતમાં વૈજ્ઞાનિક તથા ઔદ્યોગિક અનુસંધાન પરિષદ (CSIR)આ રીતનાં અનુસંધાનોને પ્રોત્સાહિત કરનારી સંસ્થા ગણાય છે.
સીએસઆઈઆરના મહાનિદેશક ડૉક્ટર શેખર સી. માંડે અનુસાર આ ચિંતા વાજબી છે, પણ ભારતના સંદર્ભમાં નથી.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓએ કહ્યું, "ઑક્સફર્ડ વૅક્સિનની સાથે સીરમ ઇન્સ્ટિટ્યૂટે અગાઉથી કરાર કરી રાખ્યો છે, આથી ભારતને મુશ્કેલી નહીં પડે. સીરમ ઇન્સ્ટિટ્યૂટની ક્ષમતા ઘણી છે. રહી વાત અમેરિકાની મોડેરના વૅક્સિનની. તો તેની સાથે પણ ભારતની ઘણી કંપનીઓ છે, જે ઝડપથી કરાર કરી શકે છે."
વાસ્તવમાં કોઈ પણ રસી કોરોનાની સારવારમાં સફળ સાબિત થાય તો ઘણા બિલિયન ડોઝની જરૂર પડશે. જો એક માણસમાં રસીના બે ડોઝની જરૂર લાગે તો આ માત્ર બમણી થઈ જશે.
આથી દુનિયામાં માગ વધશે અને રસી બનાવતી કંપનીઓ પર દબાણ પર વધશે. ડૉક્ટર શેખરનું માનીએ તો, દુનિયામાં કોઈ પણ રસી ભારતીય મૅન્યુફેક્ચરિંગ વિના આખા વિશ્વમાં મળી નહીં શકે. આથી ભારતીયોએ ચિંતિત થવાની જરૂર નથી.
તેમના જણાવ્યા અનુસાર, "ભારતમાં ફેઝ-4ની ચિંતા હોઈ શકે છે. આ રીતની કોઈ પણ રસીનાં 'લૉંગ ટર્મ ઇફેક્ટ' એટલે કે દૂરગામી પરિણામ જોવાની જરૂર હોય છે."
જોકે આ ચિંતા દુનિયાના બાકી દેશોની પણ હશે, કેમ કે તેમાં આઠથી દસ વર્ષ લાગી શકે છે.

રસીનું લાઇસન્સ

ઇમેજ સ્રોત, Getty Images
કોઈ પણ રસીના સફળ પરીક્ષણ બાદ જે કંપની તેને બનાવે, એ દુનિયાના અન્ય દેશોની મોટી કંપનીઓ સાથે અલગઅલગ દેશોમાં તેને તૈયાર કરવા કરાર પણ કરે છે.
તેના માટે કંપનીએ એક કિંમત ચૂકવવી પડે છે. જો આ કિંમત વધુ હોય તો અલગઅલગ દેશની સરકારો પણ રાષ્ટ્રીય સ્તરે આ પેટન્ટને ખરીદી શકે છે. પેટન્ટ ઍક્ટમાં તેની જોગવાઈ પણ હોય છે.
ડૉક્ટર માંડે અનુસાર, આ આફતની સ્થિતિમાં મોટા ભાગની કંપનીઓ કિંમતો સસ્તી રાખે છે, કેમ કે આ મહામારીનો સમય છે.

દરેક દેશમાં ટ્રાયલ અનિવાર્ય
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
ઑક્સફર્ડ યુનિવર્સિટીને કોરોના રસીમાં મળેલી શરૂઆતની સફળતા બાદ સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓએ ટ્વીટ કરીને કહ્યું કે તેઓ જલદી ભારતમાં ફેઝ-3 ટ્રાયલ શરૂ કરશે. જોકે ઑક્સફોર્ડ પણ ફેઝ-3નું ટ્રાયલ હાલમાં કરી રહી છે. તો પછી ભારતમાં અલગથી ટ્રાયલ કરવાની જરૂર શું છે?
આ સવાલના જવાબમાં ડૉક્ટર માંડે કહે છે, "અલગઅલગ દેશોએ તેના માટે પોતાની રીતે નિયમો બનાવ્યા છે. ભારતમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા તેના પર અંતિમ નિર્ણય કરે છે. ઘણી વાર અન્ય દેશોમાં થયેલી ટ્રાયલનાં પરિણામોને જોઈને પણ ભારતમાં ઉપયોગની પરમિશન આપવામાં આવે છે."
"ઘણા કેસમાં જવાબથી સંતૃષ્ટ ન થવા પર ભારતમાં ટ્રાયલ કરવા માટે પણ આદેશ અપાઈ શકે છે. ઘણી વાર લિમિટેડ ટ્રાયલથી કામ ચાલી જાય છે. આથી ચિંતાનું કોઈ કારણ નથી. જે થશે, જલદી થશે અને નિયમોનુસાર. ઑફ્સકોર્ડ યુનિવર્સિટીની ફેઝ-3ની ટ્રાયલ અને આપણા દેશમાં ફેઝ-3ની ટ્રાયલ બંને સાથેસાથે ચાલી શકે છે."

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની આશંકા

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોવેક્સ (COVAX) ફૅસિલિટી નામની એક ફૉર્મ્યૂલા તૈયાર કરી છે, જેમાં દુનિયાના 75 દેશોમાં સામેલ થવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
આ ફૉર્મ્યૂલા એ માટે છે કે વિશ્વના બધા દેશોને જલદી, પારદર્શી રીતે એકસમાન માત્રામાં રસી મળે. ધનિક અને ગરીબ દેશનો તેમાં ભેદ ન રહે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ઇચ્છે છે કે આ 75 દેશ મળીને ન માત્ર તેનું ફંડ નક્કી કરે કે તેમના દેશના લોકોને રસી મળે, પરંતુ 90 અન્ય ગરીબ દેશોમાં પણ તેનું વિતરણ સમય પર થતું રહે, તેની સંભાળ રાખે અને ફંન્ડિગ આપે.
કોવેક્સ ફૅસિલિટીનો મુખ્ય ઉદ્દેશ દરેક દેશની એ 20 ટકા વસતીને સૌથી પહેલા વૅક્સિનેટ કરવાનો છે, જેમનો કોરોનાની ઝપટમાં આવવાનો સૌથી મોટો ખતરો છે.
2021ના અંત સુધીમાં દુનિયા દરેક દેશમાં રસી પહોંચાડવાના ઉદ્દેશથી આ કોવેક્સ ફૅસિલિટીને તૈયાર કરાઈ છે, જેથી બધા દેશનાં સંસાધનોને જોડીને તેનો યોગ્ય ઉપયોગ થઈ શકે.
15 જુલાઈએ આ અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એક પ્રેસ રિલીઝ બહાર પાડી છે. પ્રેસ નોટમાં લખ્યું છે કે આ પ્રોટોકૉલ હેઠળ ઍસ્ટ્રાજેનેકાની સાથે પણ 300 મિલિયન ડોઝનો એક એમઓયુ (કરાર) સાઇન કર્યો છે.
જોકે આ પ્રેસ નોટમાં એ સ્પષ્ટ નથી કે અમેરિકા અને ચીન જેવા દેશ આ ફૉર્મ્યૂલાનો હિસ્સો છે કે નહીં.
જોકે મેડિકલ જર્નલ ધ લૈંસેટના એડિટર ઇન ચીફ રિચર્જ આર્ટને કહ્યું કે એ વાતની આશંકા છે કે સૌથી વધુ જરૂરિયાતમંદોને રસી સૌથી પહેલા ન મળી શકે. ધ લૈંસેટે પોતાના ટ્વિટર પર તેમનો ઑડિયો પૉડકાસ્ટ ટ્વીટ કર્યો છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
રિચર્ડ તેમાં કહેતાં સંભળાય છે કે 'કેટલીક હદ સુધી એ વાત સમજમાં આવે છે કે દરેક દેશની પોતાના લોકો પ્રત્યે કેટલીક જવાબદારીઓ હોય છે. તેઓ ઇચ્છશે કે તેમના લોકોને રસી સૌથી પહેલા મળે. જોકે આવું કરવામાં ખતરો પણ છે. આવી સ્થિતિમાં ઘણા દેશોને રસી તૈયાર થશે, તો મળી નહીં શકે. ધનિક દેશ આ સ્પર્ધામાં જીતી જશે.'
તેઓ આગળ કહે છે કે આજે કોરોના સંક્રમણ અંગે આપણી પાસે જેટલી જાણકારી છે, તેનાથી સ્પષ્ટ છે કે વૃદ્ધોને, પહેલેથી અન્ય બીમારીથી શિકાર લોકોને અને ફ્રન્ટ લાઇન વર્કરો તેની વધુ જરૂર છે.
જો તેના માટે વિશ્વના તમામ દેશ કોઈ એક કરાર, કન્વેન્શન કે પછી ઠરાવ પર પહોંચી શકે અને જેને વર્લ્ડ હેલ્થ ઍસેમ્બલીથી પાસ કરાવી શકે, તો સૌથી ઉત્તમ હશે. આ એકમાત્ર રીત છે, જેનાથી બધા દેશોના જરૂરિયાતમંદોને પહેલા રસી મળી શકશે.
તેમના અનુસાર, આ સમયે સૌથી મોટો ખતરો એ છે કે જરૂરિયાતમંદ લોકોને રસી ન મળે કે તેનો યોગ્ય હિસ્સો ન મળે. આ વૈશ્વિક સ્તરે ચિંતાની નહીં પરંતુ 'ગ્લોબલ શેમ' વૈશ્વિક સ્તરે સામૂહિક શરમની વાત ગણાવી જોઈએ.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













