ગ્વાલિયરમાં રસ્તા પર ભીખ માગતા મળી આવેલા પોલીસ ઇન્સ્પેક્ટરની કહાણી

ઇંસ્પેક્ટર મનીષ મિશ્રા

ઇમેજ સ્રોત, SHUREIH NIAZI/BBC

ઇમેજ કૅપ્શન, ઇન્સ્પેક્ટર મનીષ મિશ્રા
    • લેેખક, શુરૈહ નિયાઝી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

મધ્ય પ્રદેશના ગ્વાલિયરના સ્વર્ગ સદન આશ્રમમાં આજકાલ મનીષ મિશ્રા નામના એક શખ્સને મળવા પોલીસ અધિકારીઓ આવતા જતા થયા છે.

મનીષ મિશ્રા વર્ષોથી પોતાનું જીવન રસ્તા પર વિતાવી રહ્યા હતા પરંતુ અમુક દિવસો પહેલાં તેઓ આ આશ્રમમાં આવ્યા છે. મનીષ મિશ્રાને મળવા આવનાર પોલીસ અધિકારી એ લોકો છે જેઓ ક્યારેક તેમના બૅચમેટ હતા.

સ્વર્ગ સદન આશ્રમના સંચાલક પવન સૂર્યવંશીએ જણાવ્યું કે, “મનીષ મિશ્રા સારી રીતે રહી રહ્યા છે. આશ્રમની અંદર તેમની સારી દેખરેખ રાખવામાં આવી રહી છે. અને તેઓ ઘણું સારું મહેસૂસ કરી રહ્યા છે.”

“મનીષ મિશ્રાને મળવા સતત તેમના બૅચમેટ આવી રહ્યા છે અને તેઓ પોતાની સાથે વીતાવેલા સમયના કિસ્સા યાદ કરી રહ્યા છે. અત્યારે પ્રયત્ન કરાઈ રહ્યો છે કે તેમને ઓછામાં ઓછા ચારથી પાંચ મહિના અહીં રાખવામાં આવે જેથી તેઓ સંપૂર્ણપણે ઠીક થઈ જાય.”

મનીષ મિશ્રાની કહાણી જાણવા માટે થોડું પાછળ જવું પડશે. વાત 10 નવેમ્બરની છે જ્યારે ગ્વાલિયરમાં પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી હતી.

તે દરમિયાન લગભગ દોઢ વાગ્યે પોલીસવિભાગના બે ડીએસપી સુરક્ષાવ્યવસ્થામાં લાગેલા હતા. તે દરમિયાન તેમણે એક ભિખારીને ઠંડીમાં ઠૂંઠવાતા જોયા.

line

ગ્વાલિયરના ઝાંસી રોડ વિસ્તારમાં

મનીષ મિશ્રા

ઇમેજ સ્રોત, SHUREIH NIAZI/BBC

તેની આ પરિસ્થિતિ જોઈને એક અધિકારીએ પોતાનાં ચપ્પલ તો બીજાએ પોતાનું જૅકેટ એ ભિખારીને આપી દીધાં. ત્યારબાદ એ અધિકારીઓ ત્યાંથી જવા લાગ્યા તો તે બંને અધિકારીઓને એ ભિખારીએ તેમના નામથી બોલાવ્યા.

પોતપોતાનું નામ સાંભળીને બંને થોડા આશ્ચર્યચક્તિ થયા અને પાછા ફરીને તેની પાસે ગયા અને જ્યારે તેમણે તેની સાથે વાત કરી ત્યારે ખબર પડી કે એ ભિખારી તેમની બૅચના સબ ઇંસ્પેક્ટર મનીષ મિશ્રા છે.

જાણકારી પ્રમાણે મનીષ પાછલાં દસ વર્ષોથી આવી રીતે જ રસ્તા પર પોતાનું જીવન પસાર કરી રહ્યા છે.

ગ્વાલિયરના ઝાંસી રોડ વિસ્તારમાં વર્ષોથી રસ્તા પર લાવારિસ ભટકી રહેલા મનીષ મિશ્રા મધ્ય પ્રદેશ પોલીસના વર્ષ 1999ના બૅચના અધિકારી હતા.

તેમના વિશે જાણવા મળી રહ્યું છે તે અનુસાર તેઓ અચૂક નિશાનબાજ પણ હતા. શહેરમાં મતગણતરીની રાત્રે સુરક્ષાવ્યવસ્થાની જવાબદારી ડીએસપી રત્નેશ સિંહ તોમર અને વિજય ભદૌરિયા અપાઈ હતી.

મતગણતરી પૂરી થયા બાદ બંને વિજય જુલૂસના રૂટ પર તહેનાત હતા. આ દરમિયાન ફૂટપાથ પર ઠંડીમાં ઠૂઠવાઈ રહેલા મનીષ મિશ્રાનો સામનો થઈ ગયો.

તેમને સંદિગ્ધ અવસ્થામાં જોઈને ઑફિસરોએ ગાડી રોકી અને તેમની સાથે વાત કરી. તેની પરિસ્થિતિ જોઈને ડીએસપી રત્નેશ સિંહ તોમરે તેમને પોતાના જૂતા અને વિજય ભદૌરિયાએ પોતાનું જૅકેટ આપી દીધું.

ત્યારબાદ તેમને નામથી બોલાવવાના કારણે તેમને ખબર પડી કે આ ભિખારી તેમના જૂના સાથીદાર છે.

line

માનસિક સંતુલન ગુમાવવાના કારણે...

મનીષ મિશ્રા

ઇમેજ સ્રોત, SHUREIH NIAZI/BBC

રત્નેશ સિંહ તોમરે જણાવ્યું, “તેમની આવી સ્થિતિ તેઓ માનસિક બીમાર હોવાના કારણે થઈ છે. પહેલાં તેઓ પરિવાર સાથે રહેતા હતા પરંતુ બાદમાં તેઓ પરિવારથી પણ દૂર ભાગી જતા હતા તેથી તેમણે તેમને પોતાના હાલ પર છોડી દીધા.”

રત્નેશ સિંહ તોમરે જણાવ્યું કે જ્યારે તેમની મુલાકાત મનીષ સાથે થઈ ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.

મનીષ બંને અધિકારીઓ સાથે વર્ષ 1999માં પોલીસ સબ ઇંસ્પેક્ટર તરીકે ભરતી થયા હતા. બંને અધિકારી તેમને પોતાની સાથે લઈ જવા માગતા હતા પરંતુ તેમણે ના પાડી દીધી.

ત્યાર બાદ તેમણે મનીષને સમાજસેવી સંસ્થા થકી આશ્રમમાં મોકલાવી દીધા જ્યાં હવે તેમની સારસંભાળ રખાઈ રહી છે.

મનીષ મિશ્રા શિવપુરીના નિવાસી છે, ત્યાં તેમનાં માતાપિતા રહે છે જેઓ હાલ વૃદ્ધ થઈ ચૂક્યાં છે. તેમની પિતરાઈ બહેન ચીનમાં છે.

line

સામાન્ય જીવન

મનીષ મિશ્રા

ઇમેજ સ્રોત, SHUREIH NIAZI/BBC

આશ્રમસંચાલક પવન સૂર્યવંશીએ જણાવ્યું કે ચીનમાં રહેલાં તકેમના બહેને ફોન લગાવીને તેમના ખબરઅંતર પૂછ્યા. તેમણે કહ્યું, “તેમનાં બહેને કીધું કે તેઓ જલદી આવશે અને તેઓ શી મદદ કરી શકે છે તે જોશે.”

શિવપુરીમાં રહેતા તેમના કુટુંબ સાથે સંપર્ક કરવાના પ્રયત્ન કર્યા પરંતુ હજુ સુધી તેમનો સંપર્ક સાધી શકાયો નથી. મનીષ મિશ્રાએ વર્ષ 2005 સુધી નોકરી કરી અને તે દરમિયાન તેઓ દતિયા જિલ્લામાં હતા. ત્યાર બાદ તેમનું માનસિક સંતુલન બગડી ગયું.

શરૂઆતનાં પાંચ વર્ષો સુધી તેઓ ઘરે રહ્યા. તેમના વિશે જાણકારી મળી છે કે સારવાર માટે જે સેન્ટર અને આશ્રમમાં તેમને દાખલ કરાયા, તેઓ ત્યાંથી પણ ભાગી ગયા. પરિવારને પણ તેઓ ક્યાં રહે છે તે વાતની ખબર નહોતી રહેતી. પત્ની સાથે તેમના છૂટાછેડા થઈ ચૂક્યા છે.

તેમજ મનીષ મિશ્રાના અન્ય બૅચમેટ જેઓ તેમને મળવા માટે આવી રહ્યા છે, તેમણે પણ તેમના માટે દરેક સંભવ મદદ કરવાની વાત કરી છે. પવન સૂર્યવંશીએ જણાવ્યું, “તેમના સાથીદારો તેમની મદદ માટે તૈયાર છે અને તેઓ ઇચ્છે છે કે મનીષ મિશ્રા હવે સામાન્ય જીવન પસાર કરે. તેથી ન માત્ર તેઓ તેમને મળવા આવી રહ્યા છે પરંતુ તેમની મદદ પણ કરવા માગે છે.”

ગ્વાલિયરના લોકોએ જણાવ્યું કે મનીષ મિશ્રા રસ્તા પર ભીખ માગીને પોતાનો ગુજારો કરી રહ્યા હતા. તેમને ગ્વાલિયરના રસ્તા પર ઘણા લોકોએ ફરતા જોયા છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો