KBC 12 વિજેતા નાઝિયા નસીમ : સામાન્ય વિદ્યાર્થિની જે બની ગયાં કરોડપતિ

નાઝિયા નસીમ

ઇમેજ સ્રોત, BBC/RAVI PRAKASH

ઇમેજ કૅપ્શન, નાઝિયા નસીમ
    • લેેખક, રવિ પ્રકાશ
    • પદ, રાંચીથી,બીબીસી માટે

તે સુંદર છે, તેમની ભાષા સારી છે, સારી રીતે વાત કરે છે, તમામ સવાલોના જવાબ આપવામાં કૉન્ફિડન્ટ છે, ફેમિનિસ્ટ છે, ઘણું વાંચે છે અને નોકરી કરે છે, ઘર પણ ચલાવે છે.

આ નાઝિયા નસીમ છે જેમણે ભારતીય ટેલિવિઝનના ચર્ચિત શો 'કૌન બનેગા કરોડપતિ' (કેબીસી)ની હાલની સિઝનમાં એક કરોડ રૂપિયા જીત્યા છે અને આની સાથે જ તે આ સિઝનના પહેલાં કરોડપતિ બની ગયા છે.

11 નવેમ્બરની આ ઘટનાએ તેમનું જીવન બદલી નાખ્યું છે અને હવે તે સામાન્યથી ખાસ બની ગયા છે.

10 અને 11 નવેમ્બરની રાત્રે તેમના આખા પરિવારે કેબીસીનો એ શો જોયો, જેમાં નાઝિયા શોના હોસ્ટ અને ભારતીય સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે હતાં.

હવે તેઓ દિલ્હીથી રાંચી આવ્યાં છે જ્યાં તેમનાં માતા-પિતા અને પરિવારના બીજા બે સભ્ય રહે છે. તેમનું બાળપણ આ જ શહેરની શેરીઓમાં વિત્યું છે અને તેની અનેક યાદ તેમને સશક્ત બનાવે છે.

નાઝિયા નસીમે રાંચીની એ ડીએવી શ્યામલી સ્કૂલ (હવે જવાહર વિદ્યામંદિર)માં ભણ્યાં છે. જ્યાં ક્યારે ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોની પણ ભણતા હતા.

પછીનાં વર્ષોમાં તેઓ દિલ્હીની પ્રતિષ્ઠિત ભારતીય જનસંચાર સંસ્થા (આઈઆઈએમસી)માંથી ભણ્યા. હવે તેઓ મોટરસાઇકલ બનાવનારી એક ખ્યાતનામ કંપનીમાં વરિષ્ઠ પદે કાર્યરત છે.

તેઓ દિલ્હીમાં પોતાના પતિ મહંમદ શકીલ અને દસ વર્ષના પુત્ર દન્યાલ સાથે રહે છે.

line

કેબીસીની સફર

નાઝિયા નસીમ

ઇમેજ સ્રોત, BBC/RAVI PRAKASH

નાઝિયા નસીમ કેબીસી સાથે જોડાયેલા અનુભવને યાદ કરતાં કહે છે, "હું ગત 20 વર્ષથી કોન બનેગા કરોડપતિમાં જવા ઇચ્છતી હતી. ભગવાનનો આભાર માનો કે મને તક મળી."

"મને સૌથી વધારે ખુશી ત્યારે થઈ જ્યારે અમિતાભ બચ્ચને મને કહ્યું કે 'નાઝિયાજી, આઈ એમ પ્રાઉડ ઑફ યુ (મને તમારી પર ગર્વ છે.)'. આ વર્ષ બીજા કોઈ માટે ખરાબ હશે. મારા માટે તો આ વર્ષ સારું રહ્યું. આ યાદ આખી જિંદગી રહેશે."

"મારી અને મારી માતાની ઇચ્છા પૂર્ણ થઈ છે. આનું શ્રેય મારા પરિવારને જાય છે, જેણે મને બહાર નીકળવા અને વાંચવા-બોલવાની આઝાદી આપી. ખાસ કરીને મારી માતા, જેમણે નાની ઉંમરે લગ્ન થઈ ગયા હોવા છતા ન માત્ર પોતાનું ભણવાનું પૂર્ણ કર્યું પરંતુ એક બિઝનેસ વુમન બન્યાં. તેઓ બ્યુટિક ચલાવે છે અને આત્મનિર્ભર છે."

line

જોખમ લેવાથી શું ડરવાનું?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

નાઝિયા કહે છે, "હું અમિતાભજીની સાથે બેઠી હતી અને તેરમો સવાલ 25 લાખ રૂપિયાનો હતો. હું કૉન્ફિડન્ટ હતી પરંતુ જવાબને લઈને શ્યૉર નહોતી ત્યારે મેં કહ્યું - રિસ્ક તો લીધો જ છે મેં જિંદગીમાં, એક વખત ફરીથી લઈ લઉં. પછી મેં જે જવાબ આપ્યો તે સાચો નીકળ્યો. આની સાથે 25 લાખ જીતી લીધા."

"મારી આંખમાં આંસુ હતાં. મેં પાછળ વળીને મારી માતા અને પિતા સામે જોયું. મારો આત્મવિશ્વાસ વધારે મજબૂત થઈ ગયો અને જોત-જોતામાં હું સોળમાં સવાલ સુધી પહોંચી ગઈ"

"એ બાદ જે પરિણામ આવ્યું, એ તો તમે જાણો જ છો. મેં એક કરોડ રૂપિયા જીતી લીધા અને આટલી રકમ જીતનારી આ સિઝનની પહેલી વિજેતા બની ગઈ."

line

ઘરમાંથી મળી નારીવાદની શીખ

નાઝિયા નસીમ

ઇમેજ સ્રોત, BBC/RAVI PRAKASH

ઇમેજ કૅપ્શન, નાઝિયા નસીમ

નાઝિયા પોતાને નારીવાદી ગણાવે છે અને કહે છે કે તેમને માતા તરફથી આ વારસો મળ્યો છે.

તેમણે કહ્યું, "મેં એક ફિલ્મ જોઈ હતી સોનચિડિયા. તેમાં ફૂલન દેવીનો રોલ કરનારી ભૂમિ પેડનેકર કહેતી હતી કે - "મહિલાની કોઈ જાત હોતી નથી" આ ઘણી મોટી વાત છે."

"આજે પણ અમારા સમાજમાં મહિલાઓને એ આઝાદી નથી મળતી, જેની તે હકદાર છે. હું એક એવા સમાજની ઇચ્છા રાખું છું, જ્યારે માતા-પિતા પોતાની છોકરીઓને એટલા માટે ન ભણાવે કે તેને સારો છોકરો (જીવનસાથી) મળે, પરંતુ એટલા માટે ભણાવે કે તે ભણી-ગણીને સારી છોકરી બને. છોકરાઓ તો પછી પણ મળી જશે."

નાઝિયા કહે છે, "બાળપણમાં મારાં માતા અને પિતાના વ્યવહારથી આ શીખ મળી અને લગ્ન પછી મારા પતિએ એવો માહોલ તૈયાર કર્યો. હું ઇચ્છું છું કે મારો દીકરો પણ મોટો થઈને મહિલાઓની ઇજ્જત કરે અને મારા પરિવારમાં મહિલાઓની આઝાદીની પરંપરા કાયમ રહે. આ અમારા સમાજની સૌથી મોટી જરૂરિયાત છે."

line

'શિક્ષણમાં સામાન્ય પરંતુ હોશિયાર'

વીડિયો કૅપ્શન, કચ્છ : રણમાં મીઠું પકવતા અગરિયાના પુત્ર પુત્ર બનશે વાયુદળમાં અધિકારી

નાઝિયાના માતા બુશરા નસીમે બીબીસીને કહ્યું "બાળપણમાં નાઝિયા એક સામાન્ય વિદ્યાર્થિની હતી. તે સુસંસ્કૃત તથા શાંત છોકરી હતી. પોતાનાં ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી વધારે હોશિયાર હતી."

"ભાઈ-બહેનોના ઝઘડાનો નાઝિયા પોતે નિવેડો લાવી દેતી. ઘરવાળાઓને તો એની જાણ પછી થતી. ત્યારે લાગ્યું કે આગળ જઈને આ અમારું નામ રોશન કરશે. આજે અમે ખુશ છીએ અને તેનું કારણ મારી દીકરી છે."

નાઝિયાના પિતા મહંમદ નસીમુદ્દીન સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા(સેલ)માંથી રિટાયર થયા છે.

તેમણે કહ્યું, "હું પોતાનાં દીકરા-દીકરીઓમાં કોઈ ફરક કરતો નથી. તમામ લોકો એક સાથે સ્કૂલમાં ભણ્યાં."

"આ કારણે આજે સૌ પોતાની જિંદગીમાં વ્યવસ્થિત છે. કોઈ માતા-પિતાને આનાથી વધારે અને શું જોઈએ, મને ભરોસો છે કે નાઝિયાના જીવનમાં હજુ ખુશીના બીજા મુકામ આવશે. કેબીસી તો માત્ર એક પડાવ છે."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો