અમેરિકાની ચૂંટણી : ગુજરાતના આ ગામમાં ટ્રમ્પ અને બાઇડનની ચર્ચા કેમ થઈ રહી છે?

ડોનાલ્ડ ટ્રમ્પ અને જૉ બાઇડન
    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

આગામી 3 નવેમ્બરના રોજ અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી સાત સમંદર પાર વિદેશમાં યોજાઈ રહી છે, પણ એની ચર્ચા ગુજરાતનાં કેટલાંક ગામોમાં પણ થઈ રહી છે.

ગુજરાતના ખેડા અને આણંદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાંથી ઘણા લોકો અમેરિકામાં જઈને વસ્યા છે. કેટલાંક ગામોમાંથી લગભગ અડધોઅડધ વસતી અમેરિકા સહિત વિદેશમાં સ્થાયી થઈ છે. આ વિસ્તારોમાં સોજિત્રા, કરમસદ સહિત ચરોતર પ્રદેશનાં ગામોનો સમાવેશ થાય છે.

આ વિસ્તારોમાંથી ઘણા લોકો અમેરિકામાં સ્થાયી થયા છે. પરંતુ તેમનાં મૂળ આ વિસ્તારોમાં હોવાથી અમેરિકાના રાજકારણની ચર્ચા આ વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે.

સોજિત્રા તાલુકાના ડભોઉમાં કુલ 5800 લોકોની વસતી છે અને ગામના અંદાજે સાતસો લોકો અમેરિકામાં રહે છે.

અમેરિકામાં 60 વર્ષ ગાળી ચૂકેલા અને હાલ ડભોઉમાં રહેતા સુરેશ પટેલનું માનવું છે કે અમેરિકામાં ગુજરાતી લોકોના મત વહેચાઈ ગયા છે.

તેઓ કહે છે કે, "આવું એટલા માટે થઈ રહ્યું છે કે ઘણા લોકોને ભય છે કે ટ્ર્મ્પની અમેરિકા ફર્સ્ટની નીતિથી ભારતીયો અને ગુજરાતીઓને નુકસાન થશે. પરંતુ તેવું નથી. તકોની બાબતમાં અમેરિકામાં ક્યારેય આવો ભેદભાવ થતો નથી."

લાઇન યૂએસ

'રેડિકલ ઇસ્લામનો સામનો કરી શકે છે ટ્રમ્પ'

સુરેશ પટેલ

ઇમેજ સ્રોત, Suresh patel

ઇમેજ કૅપ્શન, સુરેશ પટેલ

સુરેશ પટેલ અમેરિકાની ચૂંટણીમાં ગુજરાતીઓ માટે રેડિકલ ઇસ્લામ એ મુદ્દો બની રહેશે તેવી શક્યતા વ્યક્ત કરે છે.

તેઓ કહે છે કે, "વિશ્વની મહાસત્તા અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પમાં રેડિકલ ઇસ્લામનો સામનો કરવાની હિંમત છે. જે ડૅમોક્રેટિક પક્ષના ઉમેદવારમાં દેખાતી નથી."

"ઉદ્યોગસાહસિક ગુજરાતી પ્રજા માટે અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી પણ ટ્રમ્પ ચૂંટણી જીતે એ ફાયદાકારક છે. પરંતુ હાલ અમેરિકન ગુજરાતી પ્રજા આ ચૂંટણીમાં વહેંચાયેલી જોવા મળે છે."

લાઇન યૂએસ

'વ્યવસાયની તકો પૂરી પાડવામાં ટ્રમ્પ મદદરૂપ'

વિપુલ પટેલ

ઇમેજ સ્રોત, Vipul Patel

ઇમેજ કૅપ્શન, વિપુલ પટેલ

ડભોઉ ગામના અન્ય એક નિવાસી વિપુલ પટેલના ઘણા સંબંધીઓ અમેરિકામાં વસે છે.

તેઓ કહે છે કે, "અમેરિકાની ચૂંટણીને લઈને સ્થાનિક સ્તરે ઘણી ચર્ચા થઈ રહી છે. આ સિવાય ટેલિફોનના માધ્યમથી અમારા સંબંધીઓ સાથે પણ તે અંગે ચર્ચા થાય છે."

તેઓ કહે છે કે, "અમેરિકામાં રહેલા મિત્રો અને સંબંધી સાથે થયેલી ચર્ચા અનુસાર એવું કહી શકાય કે મોટા ભાગના ગુજરાતી મતદારો ટ્રમ્પની તરફેણમાં છે. અમેરિકામાં ગુજરાતના સ્કૉલરો માટે ઘણી તકો છે અને તેમના માટે માર્ગ પણ ખુલ્લો છે."

"આ સિવાય ટ્રમ્પ પ્રશાસનમાં ત્યાં રહેતા ભારતીયો માટે પોતાના બ્લડ રિલેશનમાં રહેલા લોકોને અમેરિકા બોલાવવા માટે તક છે. પરંતુ ટ્રમ્પ નહીં હોય એવી પરિસ્થિતિમાં જો બાઇડનના સમયમાં આવી તકો ઉપલબ્ધ નહીં હોય તેવું અમેરિકાના ગુજરાતીઓ માની રહ્યા છે."

લાઇન યૂએસ

'ચીન સામે ભારત સાથે ઊભા રહેશે ટ્રમ્પ'

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

અમેરિકામાં 20 વર્ષ ગાળી ચૂકેલ કરમસદના દિલીપ પટેલ અમેરિકાની ચૂંટણી બાબતે પોતાના વિસ્તારની આસપાસ અનેક લોકો સાથે રૂબરૂ તેમજ ટેલિફોનના માધ્યમથી અમેરિકાની ચૂંટણી અંગે ચર્ચા થતી હોવાની વાત કરે છે.

તેઓ કહે છે કે "અમેરિકામાં મારા પરિવારના ઘણા લોકો રહે છે. જેટલા લોકો સાથે મારી ચર્ચા થઈ છે તેના આધારે હું કહી શકું કે અમેરિકામાં ગુજરાતી સમાજ રિપબ્લિકન પક્ષના ઉમેદવાર ટ્રમ્પની તરફેણમાં છે."

ટ્રમ્પની તરફેણની પાછળના કારણ વિશે પૂછતાં તેઓ કહે છે, "ગુજરાત સહિત સમગ્ર ભારત માટે અમેરિકામાં ટ્રમ્પ ફરી વાર ચૂંટાઈ આવે એ મહત્ત્વપૂર્ણ રહેશે."

"કારણ કે અમેરિકામાં કોરોનાની મહામારીને કારણે નોકરી ગુમાવનાર લોકોને અમેરિકામાં બેરોજગારી ભથ્થું મળ્યું છે. તેમજ સારા દિવસો દરમિયાન ઉદ્યોગસાહસિકોને અમેરિકામાં ટ્રમ્પપ્રશાસને સારી એવી આર્થિક મદદ કરી છે. જેનો લાભ લગભગ તમામ અમેરિકનોને થયો છે તેમાં ભારતીય અમેરિકનો પણ સામેલ છે."

અમેરિકાનું નાગરિકત્વ ધરાવતા પરંતુ હાલ વલ્લભવિદ્યાનગરમાં રહેતા રાજુ પટેલ પણ માને છે, "અવારનવાર થતી ચર્ચાઓ પરથી એ વાત કહી શકાય કે અમેરિકામાં ભારતીયો માટે રોજગારીની નવી તકો સર્જવા માટે પણ ટ્રમ્પપ્રશાસન શ્રેષ્ઠ સાબિત થશે."

"તેમજ ત્યાં પહેલાંથી રહેતા ભારતીયોનાં નાણાકીય હિતો સચવાય એ માટે પણ ટ્રમ્પ પ્રયત્ન કરે છે. આમ મૂળ ભારતીય નાગરિકોને વ્યાવસાયિક તકો મળી રહે તે માટે ટ્રમ્પને ગુજરાતી અમેરિકનો હાલ શ્રેષ્ઠ વિકલ્પ માની રહ્યા છે."

ટ્રમ્પ અને જિનપિંગ

ઇમેજ સ્રોત, Reuters

રાજુ પટેલ માને છે કે, "એશિયામાં ભારતની સ્થિતિ મજબૂત બનાવવા માટે તેમજ ચીનનો સામનો કરવા માટે ટ્રમ્પ ચૂંટણી જીતે આ જરૂરી છે."

"આ બાબતે અમારી ઘણી વખત અમેરિકામાં અમારા સંબંધીઓ અને મિત્રો સાથે ચર્ચા થતી હોય છે. એશિયામાં ચીનનું પ્રભુત્વ ઘટે એ માટે ટ્રમ્પ ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવે એ જરૂરી છે."

કંઈક આવો જ અભિપ્રાય દિલીપભાઈ પટેલ પણ રજૂ કરે છે.

તેઓ કહે છે કે, "ચીનની વિસ્તારવાદી નીતિની ટ્રમ્પના પ્રશાસનમાં અનેક વાર ટીકા થઈ ચૂકી છે. એ વાતને ધ્યાને લેતાં ટ્રમ્પ પ્રશાસન આગળ પણ ભારતનું ચીન મામલે સમર્થન કરશે તેવું કહી શકાય."

"તેમજ અમેરિકા જેવા શક્તિશાળી દેશનું પીઠબળ ભારતને મળશે તો પાકિસ્તાન અને ચીનની પજવણીનો ભારત સામો પ્રતિકાર કરવા માટે વધુ સક્ષમ બનશે."

લાઇન યૂએસ

ટ્રમ્પ વિરુદ્ધ બાઇડન

ટ્રમ્પ અને બાઇડન

અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી હંમેશાં નવેમ્બર મહિનાના પ્રથમ મંગળવારે યોજાય છે. આ વર્ષે ચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાશે.

અન્ય દેશોની વિપરીત, અમેરિકાની રાજકીય વ્યવસ્થામાં મુખ્યત્વે બે પક્ષોનું જ વર્ચસ્વ છે. બેમાંથી એક પક્ષનો ઉમેદવાર રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય છે.

અમેરિકામાં રિપબ્લિકન પાર્ટી સૌથી જૂના પક્ષ તરીકે જાણીતી છે. આ વખતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ પક્ષના ઉમેદવાર છે અને તેઓ બીજી વાર રાષ્ટ્રપતિ બનવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

ટૅક્સમાં ઘટાડો કરવા બદલ અને બંદૂક રાખવાનો અધિકાર આપવાના કારણે પક્ષ ચર્ચામાં આવ્યો હતો. રિપબ્લિકન પાર્ટીએ અમેરિકા આવતા પ્રવાસીઓ પર પણ કડક પ્રતિબંધ લાદ્યા હતા

દેશના મોટા ભાગના ગ્રામીણ વિસ્તારોમાં આ પક્ષનો પાયો બહુ મજબૂત છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિઓ જ્યોર્જ ડબલ્યુ. બુશ, રોનાલ્ડ રીગન અને રિચાર્ડ નિક્સન રિપબ્લિકન પાર્ટીના નેતા હતા.

અમેરિકાનો બીજો મોટો પક્ષ છે ડેમૉક્રેટ્સ લિબરલ પાર્ટી. આ વર્ષે યોજાનારી ચૂંટણીમાં જૉ બાઇડન આ પક્ષમાંથી રાષ્ટ્રપતિપદના ઉમેદવાર છે.

તેઓ એક અનુભવી નેતા છે. બરાક ઓબામા બે વખત અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. તેમના કાર્યકાળમાં જો બાઇડને દેશના ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી છે.

રાષ્ટ્રપતિ ચૂંટણીના બંને ઉમેદવારોએ તેમની ઉંમરના સાત દાયકા પૂર્ણ કર્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ 74 વર્ષના છે અને જો બાઇડન 78 વર્ષના છે.

બાઇડન જો રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય તો પ્રથમ કાર્યકાળમાં રાષ્ટ્રપતિ બનનારા તેઓ સૌથી વૃદ્ધ વ્યક્તિ હશે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો