ગુજરાત પેટાચૂંટણી: સી. આર. પાટીલ માટે ડાંગ, કપરાડાની આદિવાસી બેઠકોનો ત્રિપાંખિયો જંગ કેમ મહત્ત્વનો?

સી. આર. પાટીલ

ઇમેજ સ્રોત, cr patil/fb

    • લેેખક, ઋષિ બેનરજી
    • પદ, બીબીસી ગુજરાતી

3 નવેમ્બરના રોજ ગુજરાતની આઠ વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણી યોજાનાર છે.

ડાંગ વિધાનસભા બેઠક અને વલસાડ જિલ્લાની કપરાડા (અનુસૂચિત જનજાતિ) બેઠકની પેટાચૂંટણી આ વખતે ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ માટે મહત્ત્વપૂર્ણ છે.

ભાજપે ડાંગ બેઠક માટે વિજય પટેલની અને કપરાડા માટે જિતુ ચૌધરીની પસંદગી કરી છે. કૉંગ્રેસે હજી ઉમેદવાર જાહેર કર્યા નથી. જો ભાજપ બંને બેઠકો જીતી જાય તો દક્ષિણ ગુજરાતમાં કૉંગ્રેસ પાસે માત્ર વ્યારા, નિઝર અને માંડવી બેઠકો રહી જશે.

ભાજપ જો બન્ને બેઠક જીતી જાય તો આદિવાસી વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ વધારવાની તક મળશે, જ્યારે કૉંગ્રેસનું માળખું નબળું પડશે.

ડાંગ વિધાનસભા બેઠક વર્ષ 1975-2002 સુધી કૉંગ્રેસ પાસે હતી. કૉંગ્રેસના નેતા માધુભાઈ ભોયે વર્ષ 2002 સુધી આ બેઠકથી ચૂંટાઈ આવ્યા હતા.

line

ડાંગ અને કપરાડા બેઠકની સ્થિતિ

કૉંગ્રેસ

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષ 2007માં ભાજપ ઉમેદવાર વિજય પટેલે માધુભાઈ ભોયેને 7883 વોટથી હરાવી દીધા હતા. વર્ષ 2012માં કૉંગ્રેસની ટિકિટ પર મંગળ ગાવિતે 2422 મતોથી વિજય પટેલને માત આપી હતી.

વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ 768 મતોથી ફરી ચૂંટાઈ આવ્યા હતા.

'ઇલેકશન ઇન ઇન્ડિયા' વેબસાઇટ અનુસાર ડાંગ વિધાનસભા બેઠકમાં 1,66,443 મતદારો છે, જેમાં 50.13 ટકા પુરુષ મતદારો અને 49.87 ટકા સ્ત્રી મતદારો છે.

આદિવાસી વસતી ધરાવતી કપરાડા બેઠક વર્ષોથી કૉંગ્રેસ પાસે છે. વર્ષ 2002માં જીતુભાઈ ચૌધરી કપરાડા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા અને ત્યારથી તેમણે સતત આ બેઠક પર જીત મેળવી છે. જિતુ ચૌધરી હવે ભાજપની ટિકિટ પર લડશે.

'ઇલેકશન ઇન ઇન્ડિયા' વેબસાઇટ અનુસાર 2,32,230 મતદારો છે, જેમાં 50.61 ટકા પુરુષ મતદારો અને 49.39 ટકા સ્ત્રી મતદારો છે.

વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 84 ટકા મતદારોએ પોતાના મતાધિકારોનો ઉપયોગ કર્યો હતો.

કૉંગ્રેસના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી 170 મતોની પાતળી સરસાઈથી ચૂંટણી જીતી ગયા હતા. જિતુભાઈ ચૌધરીને 93,000 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર માધુભાઈ રાઉતને 92,830 મત મળ્યા હતા.

2012માં ભાજપના ઉમેદવાર જિતુભાઈ સામે 18,685 વોટથી વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા. ચૂંટણીમાં ભાજપના પ્રકાશ પટેલને 67095 મત મળ્યા હતા અને જિતુભાઈને 85780 મત મળ્યા હતા.

ભાજપ

ઇમેજ સ્રોત, Getty Images

જિતુભાઈ એક સમયે વલસાડ જિલ્લાના અગ્રણી કૉંગ્રેસ નેતા કિશન પટેલના સૌથી નજીક ગણાતા હતા. ઘણા લોકો કિશન પટેલને તેમના રાજકીય ગુરુ પણ માને છે.

વર્ષ 2007 અને વર્ષ 2012માં જિતુ ચૌધરીને કપરાડા બેઠકની ટિકિટ મળે એ માટે કિશન પટેલે એડીચોટીનું જોર લગાવ્યું હતું. વર્ષ 2004 અને 2009માં કિશન પટેલ વલસાડ-ડાંગના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જિતુભાઈએ જણાવ્યું, "લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે ભાજપમાં જોડાયો છું. અમારા વિસ્તારમાં કામો કરાવવા માટે ભાજપમાં જોડાયો છું."

તેઓ કહે છે કે કપરાડા વિધાનસભા ગ્રામીણ વિસ્તાર છે અને અહીં વિકાસ કાર્યો થાય એ સમયની માગ છે. "1995થી વિરોધ પક્ષમાં છું અને લોકોની સમસ્યા હલ કરવા માટે ભાજપમાં સામેલ થયો છું."

line

સી. આર. પાટીલ માટે આ ચૂંટણી કેમ મહત્ત્વપૂર્ણ છે?

સી. આર. પાટીલ

ઇમેજ સ્રોત, cr patil/fb

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય નિરીક્ષક નરેશ વરિયા બીબીસી ગુજરાતીને જણાવે છે, "સી. આર. પાટીલ દક્ષિણ ગુજરાતના હોવાના કારણે ડાંગ અને કપરાડા બેઠકની પેટાચૂંટણી તેમના માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. જો ભાજપ બંને બેઠકો જીતી જાય તો આવનારી વિધાનસભા ચૂંટણીમાં તેઓ જોરશોરથી પ્રચાર કરી શકશે."

"તેમણે 2021ની વિધાનસભા ચૂંટણીમાં 180 બેઠકો જીતવાનો દાવો કર્યો છે અને એ માટે જરૂરી છે ભાજપ પેટાચૂંટણીમાં બંને બેઠકોમાં જીતે અને એ પણ સારી સરસાઈથી."

"ભાજપ જો પેટાચૂંટણી જીતી જાય તો આદિવાસી વિસ્તારમાં પક્ષનું સ્થિતિ સારી થશે. કપરાડા અને ડાંગ બેઠકો મુખ્યત્વે કૉંગ્રેસ પાસે જ રહી છે અને ભાજપની જીતથી અહીં ભાજપનું સંગઠન વધુ મજબૂત બનશે."

તેઓ જણાવે છે કે રોજગારી અને વિકાસ એ ચૂંટણીમાં મુખ્ય મુદ્દો હશે.

પત્રકાર ફૈસલ બકીલીનું માનવું છે કે બંને બેઠકોમાં કૉંગ્રેસનું આધિપત્ય છે અને ભાજપ સતત મહેનત કરી રહ્યો હોવા છતાં માત્ર એક વાર બંને બેઠકો જીતી શક્યો છે. જે પુરવાર કરે છે કે કૉંગ્રેસ પેટા ચૂંટણીમાં સારી લડત આપી શકે છે.

જિતુભાઇ ચૌધરી અને મંગળ ગાવિતના ભાજપમાં જવાથી શું ફેર પડશે. તેના જવાબમાં તેઓ જણાવે છે, "કૉંગ્રેસ પક્ષને આદિવાસી વિસ્તારમાં જાણીતો ચહેરો ગુમાવશે. કૉંગ્રેસ પક્ષ ઉમેદવારના કારણે અત્યાર સુધી બંને બેઠકો જીતતી આવી છે. હવે પક્ષને મહેનત કરવી પડશે."

line

બીટીપી પણ મેદાને

છોટુ વસાવા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીય ટ્રાઇબલ પાર્ટીના છોટુ વસાવા શરદ પવાર સાથે

ભારતીય ટ્રાઇબલ પાર્ટીના (બીટીપી)એ જાહેરાત કરી છે કે પક્ષ ડાંગ અને કપરાડા વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઊભા રાખશે. બીટીપીના નેતા મહેશ વસાવાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે પક્ષ ટૂંક સમયમાં પોતાના ઉમેદવારોનાં નામો જાહેર કરશે.

તેઓ વધુમાં જણાવે છે, "ભાજપ અને કૉંગ્રેસ પક્ષોએ આદિવાસી વિસ્તારોમાં યોગ્ય વિકાસ કર્યો નથી. આજે પણ આદિવાસી ક્ષેત્રોમાં પાયાની સુવિધાઓનો અભાવ છે અને અમે આ મુદ્દાઓ પર ચૂંટણી લડીશું."

બીટીપીને કેમ લાગે છે કે તે ચૂંટણી જીતી શકે છે?

તેના જવાબમાં તેમણે જણાવ્યું, "જિતુભાઈ ચૌધરી અને મંગળભાઈ ગાવિતે લોકોનો વિશ્વાસ ગુમાવી દીધો છે. મતદારો જાણે કે બંને નેતાઓ કેમ કૉંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે. અમને વિશ્વાસ છે કે લોકો આ વખતની ચૂંટણીમાં બીટીપીને સપોર્ટ કરશે."

line

સામાજિક ગણતરી

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

કપરાડા બેઠકમાં વારલી સમાજનું વર્ચસ્વ છે, જેમની વસતી 55 ટકા જેટલી છે. તે બાદ ઢોડિયા સમાજ છે, જેની વસતી 30 ટકા છે અને કૂકણા સમાજની વસતી 20 ટકા છે.

ડાંગ બેઠકમાં પણ કૂકણા સમાજનું વર્ચસ્વ છે, જેમની વસતી 45 ટકા જેટલી છે. તે બાદ વારલી સમાજ છે, જેની વસતી 40 ટકા છે અને કૂકણા વસાવા સમાજની વસતી 5-8 ટકા છે.

બેઠકમાં કોળચા, આદિમજૂથ અને મુસ્લિમ મતદારો પણ નોંધપાત્ર સંખ્યામાં છે. બંને બેઠકોમાં રોજગારી, પિયતની સુવિધા, રસ્તાઓ, શિક્ષણ અને આરોગ્ય મુખ્ય સમસ્યાઓ છે.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો