ગુજરાતના આ 17 જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી - TOP NEWS

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ સહિત ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે ખેડૂતો સહિત સામાન્ય લોકોને ખૂબ જ માઠી અસર પહોંચી છે.
સુરતમાં છેલ્લા ત્રણ દિવસમાં 50 ઈંચથી પણ વધુ વરસાદને લીધે પૂરની સ્થિતિ સર્જાઈ છે. સુરતના ખાડીકાંઠા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે.
વડોદરામાં વિશ્વામિત્રીની સપાટી વધતાં અનેક વિસ્તારોમાં પૂરનું જોખમ છે, તો બીજી તરફ મધ્ય ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ નદીઓ બે કાંઠે વહી રહી છે.
ભારતીય હવામાનવિભાગે હજુ બે દિવસ વરસાદ વરસવાની આગાહી કરી છે.'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર સમગ્ર ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ વરસી શકે છે.17મી ઑગસ્ટના રોજ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સાથે જ બનાસકાંઠા, પાટણ, આણંદ, સુરેન્દ્રનગર અને મોરબી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, સુરત, નવસારી, વલસાડ, જામનગર, જૂનાગઢ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

પીએમ-કૅર ફંડની માહિતી આપવાનોPMOનો ઇન્કાર

ઇમેજ સ્રોત, Getty Images
'ધ હિંદુ' અખબારના અહેવાલ અનુસાર વડા પ્રધાનના કાર્યાલયે પીએમ-કૅર ફંડની માહિતી માગતી આરટીઆઈ અરજીનો જવાબ આપવાનો ઇન્કાર કરી દીધો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પીએમ-કૅર ફંડ મામલે થયેલી આરટીઆઈ મામલે વડા પ્રધાનના કાર્યલાયે જવાબ ન આપતાં એવો તર્ક આપ્યો છે કે 'કાર્યાલાયનાં સંસાધનોને અસંગત રીતે બદલવા પડશે.'
આ જવાબની ભારતના પ્રથમ ઉચ્ચ માહિતીકમિશનર વજાહત હબીબુલ્લાએ ટીકા કરી છે અને કહ્યું છે કે આ રીતે કાયદાનો ગેરઉપયોગ થઈ રહ્યો છે.

રાજસ્થાન : પાઇલટ સહિત કૉંગ્રેસી ધારાસભ્યોની ફરિયાદ માટે કમિટીની રચના

ઇમેજ સ્રોત, PTI
રાજસ્થાનમાં કૉંગ્રેસના રાજકીય સંટકના અંત બાદ પાર્ટીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સચીન પાઇટલ સહિત વિદ્રોહી ધારાસભ્યોની માગ પર ત્રણ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે.
'NDTV ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર આ કમિટીમાં અહમદ પટેલ, કે. સી. વેણુગોપાલ અને અજય માકનને સામેલ કરવામાં આવ્યા છે.
કૉંગ્રેસના વિદ્રોહી નેતાઓએ ઉઠાવેલા મુદ્દાઓનું સમાધાન કરવા માટે આ કમિટી કાર્ય કરશે.
આ સાથે જ રાજસ્થાન કૉંગ્રેસના પ્રભારી મહાસચિવ તરીકે અજય માકનને પસંદ કરવામાં આવ્યા છે. અવિનાશ પાંડેની જગ્યાએ હવે માકન સંગઠનને લગતી કામગીરી કરશે.

ગુજરાતની દરિયાઈ સીમામાંથી ચાર પાકિસ્તાની બોટ સહિત એકની ધરપકડ
ભારત-પાકિસ્તાનની દરિયાઈ સીમા સંલગ્ન કચ્છના 'હરામી નાળા' ખાતે પાકિસ્તાનની ચાર બોટ સહિત એકની ધરપકડ કરવવામાં આવી છે.
'ટાઇમ્સ નાઉ ન્યૂઝ'ના અહેવાલ અનુસાર બીએસફ (બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ)ના પેટ્રોલિંગ દરમિયાન 'હરામી નાળા' ખાતે બોટની ગતિવિધિ અંગે માલૂમ પડ્યું હતું.
બીએસએફની કાર્યવાહીમાં એક પાકિસ્તાની માછીમાર ઝડપાયો છે, જ્યારે બાકીના નાસી છૂટવામાં સફળ થયા હતા.
બીએસએફના અધિકારીઓના જણાવ્યા અનુસાર ઝડપાયેલા માછીમાર પાસેથી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ સામગ્રી મળી આવી નથી.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












