રામજન્મભૂમિ : રામ પર ભરોસો પણ રામમંદિર ટ્રસ્ટ પર કોને કેટલો વિશ્વાસ?

ટ્રસ્ટના સભ્યોની તસવીર

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

ઇમેજ કૅપ્શન, ટ્રસ્ટના સભ્યોની તસવીર
    • લેેખક, ફૈસલ મોહમ્મદ અલી
    • પદ, બીબીસી સંવાદદાતા

સોમવારે બપોર પછી શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્રના મહામંત્રી ચંપત રાયે જાહેરાત કરી કે તેઓ આ કાર્યક્રમને ખૂબ ભવ્ય બનાવવા માગતા હતા, પરંતુ કોરોના વાઇરસની મહામારીના કારણે 5 ઑગસ્ટે શિલાન્યાસ કાર્યક્રમમાં "ભારતની માટીમાં જન્મેલી 36 મુખ્ય પરંપરાઓના 135 પૂજ્ય સંતો-મહાત્માઓ અને અન્ય વિશેષવ્યક્તિઓ સહિત અંદાજે પોણા બસો લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે."

શિલાન્યાસ કાર્યક્રમમાં બાબરી મસ્જિદના કેસના એક પક્ષકાર ઇકબાલ અન્સારી અને અયોધ્યાવાસી પદ્મશ્રી મોહમ્મદ શરીફને પણ આમંત્રણ મોકલવાની વાત કહેવામાં આવી છે અને કહ્યું છે કે નેપાળના જાનકીમંદિરમાંથી લોકો કાર્યક્રમમાં સામેલ થવા આવી રહ્યા છે, કારણ કે સીતાના જનકપુરનો અયોધ્યા સાથે જૂનો સંબંધ છે.

બીજી તરફ, રામમંદિર આંદોલન સાથે લાંબો સમય સુધી જોડાયેલા એવા અનેક લોકો છે જેમને શિલાન્યાસ કાર્યક્રમનું આમંત્રણ મળ્યું નથી.

સ્પષ્ટ છે કોરોના વાઇરસની મહામારીને કારણે સીમિત સંખ્યામાં લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. પણ અતિથિઓની યાદીને લઈને વિવિધ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે.

શિલાન્યાસ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે, જ્યારે મુખ્ય મહેમાન રાષ્ટ્રીય સ્વયંસેવકના સરસંઘચાલક મોહન ભાગવત હશે.

બુધવારે કાર્યક્રમની જાહેરાતના સમયે ચંપત રાય સિવાય અન્ય અનેક લોકો સ્ટેજ પર જોવા મળ્યા, પરંતુ નજરમાં ન આવ્યા તીર્થક્ષેત્રના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલદાસ.

અયોધ્યાના સૌથી મોટા અખાડામાંથી એક, મની રામદાસજી છાવણીના પીઠાધીશ્વર, મહંત નૃત્યગોપાલદાસ દાયકાઓથી રામજન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલા રહ્યા.

આ ઉપરાંત વર્ષોથી રામજન્મભૂમિ ન્યાસના પ્રમુખ રહ્યા છે, પરંતુ હાલના દિવસોમાં ટ્રસ્ટના કામને લઈને તેમનાં નિવેદનો ખૂબ ઓછાં સાંભળવાં મળે છે.

નૃત્યગોપાલદાસ વીએચપી સાથે જોડાયેલા છે, પરંતુ તેઓ આરએસએસ અથવા વીએચપીના કાર્યકર્તા અથવા નેતા નથી રહ્યા.

સરકારે રામમંદિરના નિર્માણ માટે જે ટ્રસ્ટનું ગઠન કર્યું છે તેનું નામ શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ છે. એના એક સભ્ય ડૉક્ટર અનિલ મિશ્રે બીબીસી સાથેની વાતચીતમાં મહંત નૃત્યગોપાલદાસની ગેરહાજરીને લઈને ચાલી રહેલી ચર્ચાઓ પર કહ્યું કે મીડિયાવાળા અનેક પ્રકારની વાતો બનાવતા રહે છે.

તેમનું કહેવાનું હતું, "નૃત્યગોપાલદાસજી પોતાના આશ્રમમાં છે, કારણ કે તેમને હરવા-ફરવામાં તકલીફ થાય છે."

અયોધ્યા અને હિંદુત્વ પર અનેક પુસ્તકો લખી ચૂકેલા ધીરેન્દ્ર ઝા કહે છે, "રામમંદિર આંદોલનના સમયની ડર્ટી જોબ હવે પૂર્ણ થઈ ગઈ છે, હવે વસ્તુઓ કાયદાકીય રીતે થઈ રહી છે. સુપ્રીમ કોર્ટના આદેશને આધારે તો રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ) વસ્તુઓ પોતાના કંટ્રોલમાં લઈ રહ્યું છે. ચંપત રાય તેમનો જ ચહેરો છે."

વિશ્વ હિંદુ પરિષદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો જ એક ભાગ છે, જેને સંઘની શબ્દાવલીમાં આનુષંગિક સંગઠન કહે છે. વિશ્વ હિંદુ પરિષદના ઉપાધ્યક્ષ ચંપત રાય મંદિરનિર્માણ માટે બનેલા ટ્રસ્ટના મહામંત્રી પણ છે.

નવ નવેમ્બર, 2019એ પાંચ જજોની એક ખંડપીઠે પોતાના નિર્ણયમાં બાબરી મસ્જિદની વિવાદિત 2.77 એકર જમીન શ્રીરામ જન્મભૂમિને આપવાનો નિર્ણય સંભળાવતા મુસ્લિમોને રામજન્મભૂમિ પરિસરથી અલગ મસ્જિદ બનાવવા માટે પાંચ એકર જમીન આપવાનો, અને રામમંદિરનિર્માણ માટે ત્રણ મહિનામાં ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપ્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ ફેબ્રુઆરી, 2020એ 'દેશ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ' રામમંદિરના નિર્માણ માટે એક સ્વાયત્ત ટ્રસ્ટ-શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ન્યાસની જાહેરાત લોકસભામાં કરી હતી.

line

ત્રણ દાવેદાર

તસવીર

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

ઇમેજ કૅપ્શન, તસવીર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું કહેવું હતું કે આ નિર્ણય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો છે. શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ન્યાસમાં સરકારના પ્રતિનિધિઓ સહિત કુલ 15 સભ્ય છે.

મંદિરના નિર્માણ અને દેખરેખ પર કોનું નિયંત્રણ રહેશે આને લઈને સુપ્રીમ કોર્ટના નિર્ણયના કેટલાક દિવસો પછી જ રામજન્મભૂમિ ન્યાસ, રામાલ્યા ટ્રસ્ટના અને મંદિરનિર્માણ ન્યાસ તરફથી પોતપોતાના દાવા રજૂ કરવામાં આવ્યા હતા.

રામજન્મભૂમિ ન્યાસ વિશ્વ હિંદુ પરિષદ (આરએસએસ) સાથે જોડાયેલું છે અને મંદિરનિર્માણને લઈને જે કાર્યશાળા કારસેવકપુરમમાં 1990ના દાયકાથી કામ કરતી રહી છે તે આની જ દેખરેખમાં કામ કરી રહી છે.

જ્યારે રામાલ્યા ટ્રસ્ટનું ગઠન પૂર્વ વડા પ્રધાન નરસિમ્હા રાવની પહેલના કારણે થયું હતું અને આને દ્વારકાપીઠ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સિવાય અનેક બીજા સંત સામેલ હતા.

ત્રીજા સંગઠન 'મંદિરનિર્માણ ન્યાસ' માટે કોઈ વ્યક્તિને સરકાર તરફથી બનાવેલા ન્યાસ-શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર—માં કોઈ પ્રતિનિધિત્વ મળ્યું નથી, આ સંગઠનની માગ રહી છે કે મંદિરનિર્માણ સાથે જોડાયેલાં તમામ સંગઠનોને પ્રતિનિધિત્વ આપવામાં આવે, ન કે માત્ર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા લોકોને જ.

રામજન્મભૂમિ માટે દાયકાઓ સુધી આંદોલન કરનાર નિર્મોહી અખાડા અને હિંદુ મહાસભાનો તો નિર્માણ અને નિયંત્રણનો હક આપવાને લઈને પોતપોતાના તર્ક આપી રહ્યા છે.

નિર્મોહી અખાડાના દીનેન્દ્ર દાસને શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ન્યાસમાં રાખવામાં આવ્યા છે, પરંતુ નિર્મોહી અખાડાના પ્રવક્તા કાર્તિક ચોપરાએ બીબીસી સંવાદદાતા સલમાન રાવીની સાથે વાતચીતમાં કહ્યું કે અખાડા તરફથી જેમને સામેલ કરવામાં આવ્યા છે તે તેની સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા વિના થયું છે અને તે સંગઠનના પ્રતિનિધિ નથી.

કાર્તિક ચોપરાએ આરોપ લગાવ્યો હતો કે આ આયોજનને "કેન્દ્ર અને રાજ્ય સરકારે આરએસએસ, વીએચપી, ભારતીય જનતા પાર્ટી અને ઉદ્યોગપતિઓએ સીમિત કરી નાખ્યું છે."

line

શિવસેનાનું વલણ

ઉદ્ધવ ઠાકરે

ઇમેજ સ્રોત, THE INDIA TODAY GROUP

ઇમેજ કૅપ્શન, ઉદ્ધવ ઠાકરે

સમાચાર એજન્સી પીટીઆઈએ સમાચાર આપ્યા છે કે શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંદિરના શિલાન્યાસના કાર્યકર્મમાં હાજર નહીં રહે.

ઉદ્ધવ ઠાકરે ગત કેટલાંક વર્ષોમાં અનેક વખત અયોધ્યાનો પ્રવાસ કરી ચૂક્યા છે અને તેમની પાર્ટીએ અવાજ ઉઠાવ્યો છે કે રામમંદિર આંદોલન કોઈ એક રાજકીય દળ સુધી સીમિત ન હતું અને તેમના નેતાને અયોધ્યાના કાર્યક્રમમાં બોલાવવા દેવા જોઈએ.

શિવસેનાના નેતા પ્રતાપ સરનાઈકે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ વાતની માગ કરી હતી કે રામજન્મભૂમિ ટ્રસ્ટમાં શિવસેનાનો પ્રતિનિધિ સામેલ થવો જોઈએ.

પ્રતાપ સરનાઈકે યાદ અપાવ્યું હતું કે શિવસેનાના સંસ્થાપક બાલ ઠાકરેએ મસ્જિદને તોડવાની જવાબદારી ખુલ્લેઆમ સ્વીકારી હતી, જ્યારે છ ડિસેમ્બર, 1992એ મસ્જિદને તોડ્યા પછી રામમંદિર આંદોલનના હીરો બનેલા લાલકૃષ્ણ અડવાણીએ આને "પોતાના જીવનની સૌથી દુઃખદ ક્ષણ" કહી હતી.

શિવસેનાના મુખપત્ર 'સામના'એ લખ્યું છે કે તેના લોકોએ "બાબરી મસ્જિદને તોડવામાં ખૂબ મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો. અને પોતાનું લોહી પણ વહાવ્યું, પરંતુ ક્યારેય આની પર રાજકીય રોટલા શેકવાનું કામ કર્યું નથી."

લેખમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ટ્રસ્ટમાં પસંદ કરવામાં આવેલાં સભ્યો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નજદીકી છે અથવા તેમનો સંબંધ આરએસએસ સાથે જોડાયેલાં સંગઠનો સાથે છે અને આનો ફાયદો ભાજપ 2024ની ચૂંટણીમાં ઉઠાવશે.

અડવાણી અને છ ડિસેમ્બરે તેમની સાથે અયોધ્યામાં હાજર ભાજપના પૂર્વ અધ્યક્ષ મુરલી મનોહર જોશી પણ શિલાન્યાસ કાર્યક્રમમાં નથી જઈ રહ્યા. જ્યારે આંદોલનના પ્રમુખ નેતાઓમાંથી એક ઉમા ભારતીને શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્રે આમંત્રિત કર્યા છે.

પરંતુ ઉમા ભારતીએ પણ ટ્વીટ કરીને કહ્યું કે તેઓ શિલાન્યાસ કાર્યક્રમમાં સામેલ નહીં રહે. તેમણે કહ્યું કે 'વડા પ્રધાનના સ્વાસ્થ્યની ચિંતા કરીને તેઓ આવું' કરી રહ્યાં છે, તેમણે પોતાના ટ્વીટમાં કહ્યું કે સરયૂ કિનારે હાજર રહેશે અને 'વડા પ્રધાન ચાલ્યા જાય પછી રામલલાનાં દર્શન' કરશે.

કાર્યક્રમમાં સામેલ ન થવાની તેમની જાહેરાતમાં અનેક વાતો જાણવા મળી રહી છે અને તેમને નારાજ કહેવામાં આવી રહ્યા છે.

line

કોઈ દલિત હાથે શિલાન્યાસ કરાવવાની વાત કરી

અયોધ્યા

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES Via Getty Images

કેટલાક દિવસો અગાઉ ટ્વિટર પર એ ચર્ચા થઈ હતી કે મંદિરના પાયાનો પથ્થર કોઈ દલિત પાસે રખાવવામાં આવવો જોઈએ, આનું કારણ એ હતું કે 1989માં વડા પ્રધાન રાજીવ ગાંધીની સરકારે અયોધ્યામાં બિહારના એક દલિત કામેશ્વર ચૌપાલના હાથે શિલાન્યાસ કરાવ્યો હતો.

કામેશ્વર ચૌપાલને આ વખતે પણ શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્રમાં સભ્ય બનાવવામાં આવ્યા છે.

ચોપાલ ફરીથી સમાચારમાં આવ્યા હતા જ્યારે તેમના હવાલે સમાચાર આવ્યા કે મંદિરના 200 ફૂટ નીચે એક 'ટાઈમ કૅપ્સૂલ' એટલે કાળપત્ર દાટવામાં આવશે, જેથી ભવિષ્યમાં લોકોને આ પવિત્ર સ્થળની સાચી જાણકારી મળી શકે.

પરંતુ કોઈ પ્રકારનો સમય બગાડ્યા વિના, ઠીક બીજા દિવસે, તીર્થક્ષેત્રના મહામંત્રી ચંપત રાયે નિવેદન જાહેર કર્યું કે ટાઈમ કૅપ્સૂલની વાત ન માત્ર 'ખોટી' કહી, પરંતુ તેને 'મનઘઢંત' કહી દીધી.

વિશ્વ હિંદુ પરિષદના ઉપાધ્યક્ષે પોતાના નિવેદનમાં લોકોને એ પણ આગ્રહ કર્યો કે 'જ્યારે રામજન્મભૂમિ ટ્રસ્ટ તરફથી કોઈ અધિકૃત નિવેદન આવે, તેને જ આપ યોગ્ય માનજો.'

સોમવારે ચંપત રાયે દલિતોના મામલાને ઊઠતા કહ્યું કે સાધુ બન્યા પછી વ્યક્તિ માત્ર ઇશ્વરનો થઈ જાય છે. અને આ બાબતમાં આ પ્રકારની વાત કરવી ઠીક નથી.

line

‘અમારી પાસેથી કોઈ સલાહ નહીં’

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, FACEBOOK/JANKI MANDIR

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદી

આયોજન માટે મળતાં સમાચાર પ્રમાણે જે મુહૂર્ત કાઢવામાં આવ્યું છે તે પાંચ ઑગસ્ટે 12 વાગ્યાને 15 મિનિટ અને 15 સેકન્ડનું છે. મુહૂર્ત માત્ર 32 સેકન્ડનું જ છે.

આ પૂજા માટે વારાણસી અને અન્ય બીજી જગ્યાઓથી પંડિત અયોધ્યા આવી રહ્યા છે અને તેમણે જ ક્યાં-ક્યાં દેવની પૂજા થશે અને કંઈ-કંઈ પદ્ધતિઓથી થશે તે નક્કી કર્યું છે.

રામલલા વિરાજમાન અને તેના પછી બનેલા અસ્થાયી મંદિરમાં 30 વર્ષ સુધી પૂજારી રહેલા સત્યેન્દ્રદાસ કહે છે બુધવારે જે પૂજા-અર્ચના થઈ રહી છે, તેમાં તેમની પાસેથી કોઈ 'સલાહ-પરામર્શ કરવામાં આવ્યા નથી' અને ભવ્ય મંદિર બનાવ્યા પછી તે રામજન્મભૂમિમાં પૂજારી હશે અથવા નહીં તે તો રામ જ જાણે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો