અયોધ્યા રામમંદિર શિલાન્યાસ: મુહૂર્ત, કોરોના અને ચૂંટણી અંગે ઊઠતા સવાલ

રામમંદિર

ઇમેજ સ્રોત, The India Today Group

    • લેેખક, સલમાન રાવી
    • પદ, બીબીસી સંવાદદાતા

પાંચ ઑગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવા રામમંદિરની આધારશિલા મૂકશે. તેમને ચાંદીની બનેલી પાંચ ઈંટોને માત્ર 32 સેકન્ડમાં મંદિરની આધારશિલામાં રાખવાની છે.

આ અનુષ્ઠાનની તિથિ અને સમયને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. જોકે શિલાન્યાસનું જેમણે મુહૂર્ત કાઢ્યું છે, તેમને જ્યોતિષવિદ્યાના પ્રખ્યાત વિદ્વાન માનવામાં આવે છે. તેઓ કાશીના રાજઘરાનાના ગુરુપરિવારનો હિસ્સો પણ છે.

આચાર્ય ગણેશ્વર રાજ રાજેશ્વર શાસ્ત્રી દ્રવિડ, કાશીની સાંગ્વેદ વિદ્યાલયના ગુરુ પણ છે, જે વિદ્યાલયના ઘણા પૂર્વ શાસ્ત્રીઓ અને વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિનું સન્માન પણ મળી ચૂક્યું છે.

આમ તો ભૂમિપૂજનનું અનુષ્ઠાન રક્ષાબંધનના દિવસથી શરૂ થઈ જશે, પરંતુ આધારશિલા રાખવા માટે જે મુહૂર્ત કાઢવામાં આવ્યું છે, એ પાંચ ઑગસ્ટનું છે અને એ પણ બપોરે 12.15થી લઈને 12.47 મિનિટ સુધી.

મુહૂર્ત પર વિવાદ પણ શરૂ થઈ ગયો છે, કેમ કે આચાર્ય દ્રવિડે શિલાન્યાસ માટે જે મુહૂર્ત કાઢ્યું છે, તેનો જ્યોતિષ્પીઠાધીશ્વર અને દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ વિરોધ કર્યો છે.

line

'શુભમુહૂર્ત'ને લઈને વિવાદ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

એક સમાચાર એજન્સી સાથે વાત કરતાં તેઓએ કહ્યું કે મંદિરનિર્માણ 'યોગ્ય રીત'થી હોવું જોઈએ અને 'આધારશિલા પણ યોગ્ય સમયે રખાવી જોઈએ.'

સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી અનુસાર હાલમાં જે તિથિ નક્કી કરાઈ છે એ 'અશુભ ઘડી' છે. જોકે આચાર્ય ગણેશ્વર રાજ રાજેશ્વર શાસ્ત્રી દ્રવિડે મુહૂર્ત પર સવાલ કરનારાઓને પડકાર ફેંકીને પોતાની સાથે શાસ્ત્રાર્થ કરવા કહ્યું છે.

જોકે હજુ સુધી કોઈ પણ આચાર્ય દ્રવિડ સાથે શાસ્ત્રાર્થ કરવા સામે આવ્યું નથી.

કાશીના યોગગુરુ ચક્રવર્તી વિજય નાવડે બીબીસી સાથે વાત કરતા કહ્યું, "નક્ષત્રવિજ્ઞાનના દેશના ટોચના વિદ્વાન આચાર્ય દ્રવિડ અત્યંત સૂક્ષ્મ જ્યોતિષી ગણના માટે જાણીતા છે. તેમની આ પ્રસિદ્ધિને કારણે શ્રી રામજન્મભૂમિ ન્યાસ ટ્રસ્ટે ચાતુર્માસકાળમાં જ ઝડપથી મુહૂર્ત કાઢવા માટે પંડિત ગણેશ્વર શાસ્ત્રીજીને અનુરોધ કર્યો હતો."

તેઓ કહે છે કે "હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર ચાતુર્માસકાળ (એટલે કે ભગવાન વિષ્ણુના શયનના ચાર મહિના)માં કોઈ પણ મંગળકાર્ય કરવું નિષેધ છે. જોકે વિશેષ પરિસ્થિતિઓમાં દોષનું નિવારણ કરીને વ્યવસ્થા કરી શકાય છે.

line

શિલાન્યાસના સમયને લઈને વિપક્ષના સવાલ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, NURPHOTO

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

તો રાજકીય પક્ષોએ પણ આ સમયે કેન્દ્ર અને ઉત્તરપ્રદેશમાં સત્તારૂઢ ભાજપ પર આરોપ લગાવતાં કહ્યું કે આ અનુષ્ઠાનનો ઉપયોગ તેઓ રાજકીય લાભ માટે કરવા માગે છે. ખાસ કરીને એવા સમયે જ્યારે 'બિહારમાં ચૂંટણી થવાની છે અને દેશમાં મહામારી ફેલાઈ રહી છે.'

કૉંગ્રેસ નેતા અને પૂર્વ કાયદામંત્રી વીરપ્પા મોઈલી કહે છે કે "રામમંદિરના નિર્માણ માટે ભગવાન રામના તીર-ધનુષવાળા રૂપની જગ્યાએ રામ, સીતા અને હનુમાનજીના ચિત્રનો ઉપયોગ થવો જોઈએ."

તેઓએ કહ્યું કે ભગવાન રામ આક્રમણકારી નહીં, પણ કરુણાવાળા હતા.

તો કૉંગ્રેસના અન્ય નેતા સલમાન ખુરશીદ માને છે કે શિલાન્યાસ સમારોહ માટે બધા રાજકીય પક્ષોને આમંત્રણ આપવું જોઈતું હતું.

રાષ્ટ્રીય જનતાદળના પ્રવક્તા મનોજ ઝાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે તેમને આ અનુષ્ઠાનના સમયને લઈને આશ્ચર્ય છે.

તેઓ કહે છે, "ભગવાન રામ માત્ર દશરથના પુત્ર નહોતા. તેઓ બધાની આસ્થા છે. આથી તેમના મંદિરનું નિર્માણ ગમે ત્યારે થઈ શકે છે. જ્યારે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે, તો નિર્માણ ગમે ત્યારે થઈ શકે છે. તેમાં ઉતાવળ કરવાની કોઈ જરૂર નહોતી."

ઝાનું કહેવું છે કે ભાજપ અને વડા પ્રધાનને ઉદાહરણના રૂપમાં આવવું જોઈએ. "જ્યારે મહામારી ફેલાઈ રહી છે અને ઘણાં રાજ્યોમાં સ્વાસ્થ્યસેવાઓ સંપૂર્ણપણે કથળી ગઈ છે. જ્યારે બિહાર જેવાં રાજ્યોમાં હૉસ્પિટલોમાં સંક્રમિત દર્દીઓને ભરતી કરવાની જગ્યા નથી. જ્યારે સામાજિક અંતર રાખવું જરૂરી છે. એવા સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ ઉદાહરણ પ્રસ્તુત કરવું જોઈતું હતું."

આના પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ પ્રાંત સંઘચાલક આલોકકુમારે બીબીસીને કહ્યું કે કોઈ પણ મુખ્યધારાની રાજકીય પાર્ટી મંદિરનિર્માણનો વિરોધ કરતી નથી.

તેઓએ કૉંગ્રેસ પાર્ટીનું પણ નામ લીધું અને કહ્યું કે શરૂમાં શરદ પવારે કેટલાંક નિવેદનો આપ્યાં હતાં, પણ બાદમાં તેઓએ સ્પષ્ટ કરી દીધું કે તેમનાથી ભૂલ થઈ ગઈ હતી.

line

'દરેક રાજકીય પક્ષોને આમંત્રણ કેમ નહીં?'

નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ

રહી વાત બધા રાજકીય પક્ષોને આમંત્રિત કરવાની તો, આલોકકુમાર કહે છે કે સામાજિક અંતર રાખવા માટે માત્ર 150 લોકોને અનુષ્ઠાનમાં સામેલ કરાયા છે. નહીં તો લાખો લોકો આ સમારોહમાં પહોંચી જાત.

તેઓએ કહ્યું કે "શ્રી રામની ઓળખ જ તીર-ધનુષ છે, આથી આમંત્રણમાં તેમની એ છબિનો ઉપયોગ કરાયો છે."

બીજી તરફ રાજકીય વિશ્લેષકોને લાગે છે કે કોઈ પણ વિપક્ષી દળ આ સમયે આ આયોજન પર કોઈ નિવેદન ન આપી શકે, કેમ તેનાથી તેમનાં દળોને રાજકીય નુકસાન થશે. આથી મોટા નેતાઓ કોઈ નિવેદન આપતા નથી.

લખનૌસ્થિત વરિષ્ઠ પત્રકાર વીરેન્દ્રનાથ ભટ્ટ કહે છે કે "આઝાદી પછીથી જ રાજકીય પક્ષોએ એવી રાજનીતિ કરી, જેનાથી સમાજને નુકસાન વધુ થયું અને લોકો આંતરિક રીતે વૈચારિક કે ધાર્મિક અને જાતિના આધારે વહેંચાયેલા રહ્યા. સૌથી મોટી પાર્ટી કૉંગ્રેસે પણ તેનો ફાયદો ઉઠાવ્યો અને ક્ષેત્રીય પક્ષોએ પણ."

તેઓએ સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, રાષ્ટ્રીય જનતાદળ અને વામદળોનો ઉલ્લેખ કરતા કહ્યું કે અલ્પસંખ્યકોમાં અસુરક્ષાનો ભય પેદા કરીને નેતાઓએ રાજકીય લાભ ચોક્કસ ઉઠાવ્યા.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

જોકે તેઓ કહે છે કે આખા પ્રકરણમાં જો સૌથી વધુ નુકસાન કોઈ રાજકીય પાર્ટીને થયું છે, તો એ કૉંગ્રેસ છે.

એટલા માટે તેનાં કેટલાંક પગલાં કે નિવેદનો અતિવાદી હોવાના રૂપમાં જોવામાં આવ્યાં, જેમ કે રામસેતુ અને રામમંદિરને લઈને તેણે કોર્ટમાં જે કંઈ કર્યું.

ભટ્ટ માને છે કે મંદિરની આધારશિલા બાદ સરકારે દક્ષિણ આફ્રિકાની જેમ ભારતમાં પણ એવો યોગ રચવો જોઈએ, જેનાથી ધર્મો અને જાતિઓના લોકો ફરીથી એકસાથે આવે અને વિભાજિત કરવાની અન્ય રેખાઓને મિટાવી શકાય. સમાજમાં મોજૂદ ધ્વંસ-તળ એટલે કે 'ફોલ્ટ-લાઇન્સ'ને ખતમ કરી શકાય.

ત્રણ દશક પહેલાં દક્ષિણ આફ્રિકામાં રંગભેદની સમાપ્તિ બાદ એક 'રેકંસિલિયેશન' આયોગ બનાવાયું હતું. આ આયોગ બન્યા પછી શ્વેત અને અશ્વેતોની વચ્ચે જે મનભેદના મામલાઓ હતા, તેનો એક-એક કરીને ઉકેલ લાવવામાં આવ્યો.

નેલશન મંડેલાના આ પગલાએ દક્ષિણ આફ્રિકામાં શાંતિના દરવાજા ખોલી દીધા. પછી બે વર્ષ પહેલાં જ્યારે સરકારે ત્યાં લાખો એકર જમીનનું અધિગ્રહણ કર્યું ત્યારે કોઈ વિરોધ થયો નહોતો.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો