કોરોના વાઇરસ અપડેટ : ભારતમાં હાલ કેવી સ્થિતિ છે?

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

કેન્દ્રીય આરોગ્યમંત્રાલયના આંકડા અનુસાર ભારતમાં હાલમાં કોરોનો વાઇરસના ચેપગ્રસ્ત દરદીઓની કુલ સંખ્યા 1,38,5,522 થઈ ગઈ છે, જેમાંથી 4,67,882 સક્રિય કેસ છે.

વાઇરસના ચેપને લીધે અત્યાર સુધી 32,063 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 8,85,577 સારવાર બાદ સાજા પણ થઈ ગયા છે.

ગત 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના 48,661 નવા કેસો સામે આવ્યા જ્યારે 705 દરદીઓનાં મૃત્યુ થયાં.

તો આ દરમિયાન પ્રતિ દસ લાખ લોકોમાં પરીક્ષણ કરવાની સંખ્યા વધીને 11,485 કરી દેવાઈ છે.

દેશના અલગઅલગ રાજ્યોમાં સંક્રમણની સ્થિતિ કંઈક આવી છે :

રાજસ્થાનમાં સામે આવેલા નવા 611 મામલા સાથે કોરોના વાઇરસના સંક્રમણના કુલ કેસોની સંખ્યા 35,909 થઈ ગઈ છે.

ઓડિશામાં 1,376 નવા કેસો નોંધાયા છે અને આ સાથે જ રાજ્યમાં કુલ ચેપગ્રસ્ત દરદીઓની સંખ્યા 25,389 થઈ ગઈ છે.

તેલંગણામાં નવા 1,593 કેસો નોંધાયા અને આ સાથે જ કુલ ચેપગ્રસ્ત દરદીઓની સંખ્યા 54,059 થઈ ગઈ છે.

line

ભારતે કોરોનાથી તેનાં લાખો લોકોના જીવ બચાવ્યા : નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Ani

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં કહ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓથી આખા દેશે એકજૂટ થઈને જે રીતે કોરોનાનો મુકાબલો કર્યો છે, એનાથી અનેક આશંકાઓ ખોટી સાબિત થઈ છે.

તેમણે કહ્યું કે કોરોનાનો ખતર હજી ટળ્યો નથી એટલે સૌએ સતર્ક રહેવાની જરૂર છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "એક પણ વ્યક્તિની ગુમાવવી એ દુખદ છે પણ ભારત એના લાખો દેશવાસીઓનો જીવ બચાવવામાં સફળ રહ્યું છે."

"કેટલીક જગ્યાઓએ કોરોના વાઇરસ ઝડપથી પ્રસરી રહ્યો છે એટલે આપણે હજી સતર્ક રહેવાની જરૂર છે."

line

વિશ્વમાં શી છે સ્થિતિ?

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

કોરોના વાઇરસનું સંક્રમણ દુનિયાભરમાં સતત ફેલાઈ રહ્યું છે. રવિવાર સવાર સુધીમાં દુનિયાભરમાં સંક્રમિતોની કુલ સંખ્યા એક કરોડ 59 લાખથી પણ વધી ચૂકી છે.

આ મહામારીની ચપેટમાં આવવાથી છ લાખ 43 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.

અમેરિકામાં સંક્રમણ રોકાવાનું નામ નથી લઈ રહ્યું. અમેરિકામાં સંક્રમિતોની કુલ સંખ્યા 41 લાખ 74 હજારથી ઉપર પહોંચી ગઈ છે.

અત્યાર સુધીમાં અમેરિકામાં એક લાખ 46 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.

બીજા ક્રમે બ્રાઝિલમાં સંક્રમિતોની કુલ સંખ્યા 24 લાખ પાસે પહોંચી ગઈ છે. જો કે દેશમાં મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા 85,000થી વધુ છે.

આ યાદીમાં ત્રીજા ક્રમે ભારત છે, અત્યાર સુધી 13 લાખ 37 હજારથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને મરણાંક 31 હજારથી વધી ગયો છે.

તો બીજી તરફ બ્રિટને સ્પેનથી આવનારા લોકો માટે બે અઠવાડિયાં સુધી હોમ-ક્વોરૅન્ટીનમાં રહેવાનો નિયમ બનાવ્યો છે.

સ્પેનમાં પાછલા કેટલાક દિવસોથી સતત કેસ વધી રહ્યા છે. માનવામાં આવે છે કે બ્રિટને તકેદારીના ભાગરૂપે આ પગલું લીધું છે.

line

સ્નિફર ડૉગ કરી શકે છે કોરોના સંક્રમિતની ઓળખ

સ્નિફર ડૉગ

ઇમેજ સ્રોત, EPA

જર્મનીના સંશોધકોનું માનીએ તો સ્નિફર ડૉગને જો તાલીમ આપવામાં આવે તો તે જાણી શકે છે કે કઈ વ્યક્તિ કોરોના વાઇરસથી સંક્રમિત છે.

આ વાત સાંભળવામાં વિચિત્ર લાગતી હશે પણ યુનિવર્સિટી ઑફ વેટનરી મેડિસિન હેનોવરના વૈજ્ઞાનિકોને તેમના અભ્યાસમાં આ અંગે ભાળ મળી છે.

આ રિસર્ચ સ્ટડી માટે જર્મનની આર્મીના આઠ સ્નિફર ડૉગ લેવામાં આવ્યા અને એક અઠવાડિયાની તાલીમ પછી આ કૂતરાં મ્યુક્સ અને સેલ્વિયાના આધારે કોરોના સંક્રમિતોને ઓળખવામાં સફળ થયાં.

વેટનરી મેડિસિન વિભાગના ચૅરપર્સન હોલ્ગર વોલ્ક પ્રમાણે આ એક પાઇલટ અભ્યાસ હતો પણ હવે આને વિસ્તૃત રૂપ આપવામાં આવશે, જેથી સ્નિફર ડૉગનો ઉપયોગ કોરોના સંક્રમિતોને ઓળખવામાં કરી શકાય.

લાઇન

શનિવાર, 25 જુલાઈ, 2020

નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

લાઇન

ગુજરાતમાં દરદીઓની કુલ સંખ્યા 54000થી વધુ

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાઇરસના 1081 નવા કેસો નોંધાયા છે. જ્યારે વધુ 22 દરદીઓનાં મૃત્યુ થયાં છે.

આ સાથે જ રાજ્યમાં કુલ દરદીઓની સંખ્યા 54,712 થઈ ગઈ છે, જ્યારે મૃતકોની કુલ સંખ્યા 2,305 થઈ ગઈ છે.

ગુજરાત સરકારના આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગને ટાંકીને સમાચાર સંસ્થા પીટીઆઈએ સંબંધિત માહિતી આપી છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

line

કોરોના વાઇરસ : આગામી વર્ષે જ સ્થિતિ સામાન્ય થઈ શકશે?

ઍન્થની ફાઉચી

ઇમેજ સ્રોત, Reuters

અમેરિકાના પ્રમુખ અને વરિષ્ઠ સ્વાસ્થ્યવિશેષજ્ઞ ડૉક્ટર ઍન્થની ફાઉચીએ કહ્યું છે કે આપણે સ્થિતિ સામાન્ય થવાની આશા આગામી વર્ષે જ વ્યક્ત કરવી જોઈએ.

તેમણે અમેરિકન અખબાર 'વૉશિંગ્ટન પોસ્ટ'ને કહ્યું, "મને લાગે છે કે આપણે સ્થિતિ સામાન્ય થવાની વાત આગામી વર્ષ 2021માં જ કરવી જોઈએ."

ડૉક્ટર ફાઉચીએ એવું પણ કહ્યું કે આ વર્ષના અંત સુધીમાં અમેરિકામાં કોરોના વાઇરસની 'સુરક્ષિત અને અસરકારક' વૅક્સિન તૈયાર હશે પણ સમગ્ર વિશ્વમાં તેને પહોંચાડતાં કેટલાય મહિના લાગી જશે.

line

શિવરાજસિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ

શિવરાજસિંહ ચૌહાણ

ઇમેજ સ્રોત, AFP

મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

તેમણે ટ્વીટ કરતાં લખ્યું, "મારા પ્રિય દેશવાસીઓ મને કોવિડ19નાં લક્ષણો હતાં, ટેસ્ટ પછી મારો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે."

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

"મારી તમામ સાથીઓની અપીલ છે કે જે કોઈ પણ મારા સંપર્કમાં આવ્યા છે, તેઓ તેમને કોરોના ટેસ્ટ કરાવી લે. મારી નિકટ રહેલા લોકો ક્વોરૅન્ટીનમાં થઈ જાય."

line

ફરીથી વિશ્વવ્યાપી લૉકડાઉન વિશે ડૉ. ફાઉચીએ શું કહ્યું?

ડૉ. ફાઉચી

ઇમેજ સ્રોત, Reuters

અમેરિકાના વરિષ્ઠ સંક્રામક રોગનિષ્ણાત ડૉ. ઍન્થની ફાઉચીએ કહ્યું છે કે વિશ્વવ્યાપી લૉકડાઉન ફરીથી લાગુ પાડવું બિનજરૂરી છે.

અમેરિકામાં કોરોના વાઇરસના કેસ સતત વધવાનો ક્રમ હજી પણ યથાવત્ છે અને ગુરુવારે અમેરિકામાં વિક્રમી સંખ્યામાં કેસ નોંધાયા, જે બાદ કુલ કેસની સંખ્યા 40 લાખને પાર પહોંચી ચૂકી છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડૉક્ટરો તરફથી લખવામાં આવતી જરૂરી દવાઓની કિંમત ઘટાડવા માટે ચાર આદેશો ઉપર હસ્તાક્ષર કર્યા છે.

દવાની વધુ કિંમતો માટે ટ્રમ્પની હંમેશાંથી ટીકા થતી રહી છે. જે પછી એમણે કહ્યું છે કે આ આદેશ જરૂરી દવાઓનું બજારમાં પુનર્ગઠન કરશે.

નવા આદેશના નિયમો પ્રમાણે દવા પર છૂટ આપી શકાશે અને વિદેશથી સસ્તી દવાની આયાત કરી શકાશે.

line

USમાં તૂટ્યા કોરોનાના અત્યાર સુધીના તમામ રેકર્ડ

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના પાંચ રાજ્ય, અલાબામા, હવાઈ, ઇંડિયાના, મિસોરી અને ન્યૂ મૅક્સિકોમાં કોરોના વાઇરસના સંક્રમણના અત્યાર સુધીના તમામ રેકર્ડ તૂટી ગયા છે.

સાથે જ ફ્લોરિડા અને ટેનેસીમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ને લીધે અત્યાર સુધીના સૌથી વધારે મૃત્યુ થયાં છે.

જૉહ્ન્સ હૉપ્કિન્સ યુનિવર્સિટી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં કોરોના વાઇરસના સંક્રમણના રેકર્ડ 68,663 નવા કેસ સામે આવ્યા અને 1,114 લોકોનાં કોવિડ-19ને લીધે મૃત્યુ થયાં.

તજજ્ઞો માને છે કે અમેરિકામાં સંક્રમણ પહેલાં કરતાં પણ ઝડપથી વધી રહ્યું છે.

અમેરિકામાં કોરોના સંક્રમણના કેસ માત્ર 15 દિવસમાં 30 લાખથી વધીને 40 લાખ થઈ ગયા છે.

અમેરિકન અખબાર 'ધ વૉશિંગ્ટન પોસ્ટ' પ્રમાણે, કોરોના સંક્રમણના કેસ 10 લાખથી 20 લાક થવામાં 45 દિવસ અને 20 લાખથી 30 લાખ થવામાં 27 દિવસ લાગ્યા હતા.

લાઇન

શનિવાર, 25 જુલાઈ, 2020

નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

લાઇન

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1068 કેસ

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

કોરોના અપડેટ : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1068 કેસો નોંધાયા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 1068 કેસો નોંધાયા છે. જ્યારે વધુ 26 દરદીઓનાં મૃત્યુ થયાં છે.

રાજ્યના આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગે આપેલી માહિતી અનુસાર આ સાથે જ રાજ્યમાં કુલ ચેપગ્રસ્ત દરદીઓની સંખ્યા 53613 થઈ ગઈ છે.

line

લૉકડાઉનને પગલે ધરતી પરનો કોલાહલ અડધો થયો : રિસર્ચ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લૉકડાઉનના લીધે ધરતી પર થનારા કોલાહલમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે.

શોધ અનુસાર માણસના ચાલવા-દોડવા અને ટ્રાફિક જેવી હિલચાલથી ધરતી પર જે કોલાહલ થતો હતો, તે વર્ષના મધ્યમાં વિશ્વના અલગઅલગ ભાગોમાં લાગુ લૉકડાઉનને લીધે લગભગ અડધો થઈ ગયો.

આ સંશોધન બેલ્જિયમની 'રૉયલ ઑબ્ઝર્વૅટરી'ની આગેવાની હેઠળ થયું, જેમાં 70થી વધુ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. તેમણે વિશ્વની અલગઅલગ 300 જગ્યાઓ પરથી મેળવાયેલા ડેટાનો અભ્યાસ કરીને આ નિષ્કર્ષ કાઢ્યો છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પ્રવાસન અને લોકોની આવજામાં આવેલા ઘટાડાને લીધે ધરતી પરના કોલાહલમાં ઘટાડો નોંધાયો છે.

line

અમેરિકામાં 40 લાખથી વધારે કોરોના સંક્રમિત, ડોનાલ્ડ ટ્રમ્પે રદ કર્યું પાર્ટી અધિવેશન

ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Reuters

અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 40 લાખ પર પહોંચી રહી છે તો બેરોજગારોની સંખ્યામાં પણ મહિનાઓ પછી ફરી વધારો નોંધાયો છે.

ભારતમાં કોરોના સંક્રમણો આંકડો 12 લાખને પાર કરી ગયો છે અને મરણાંક 30 હજાર નજીક પહોંચ્યો છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે આફ્રિકન દેશોમાં 10 હજારથી વધારે આરોગ્યકર્મીઓ કોરોના પૉઝિટિલ મળી આવ્યા છે.

ઑસ્ટ્રેલિયામાં બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી મોટી બજેટ ખાદ્ય સર્જાઈ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના મહામારીને લઈને ફ્લોરિડામાં યોજાનારું પાર્ટી અધિવેશન રદ કરી કરી દીધું છે. આ અઠવાડિયે જ જૈક્સનવિલેના શેરીફે ચેતવણી આપી હતી કે આટલા મોટાં મેળાવડા માટે શહેર તૈયાર નથી. ડોનાલ્ડ ટ્રમ્પે અધિવેશન રદ કરવાનું કારણ લોકોની સુરક્ષા ગણાવ્યું છે. ઉલ્લેખનીય છે રિપબ્લિકન પાર્ટીના આ અધિવેશનમાં ટ્રમ્પને ઔપચારિક રીતે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના ઉમેદવાર જાહેર કરવામાં આવત.

ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે સલાહ આપી છે કે ગંભીર કેસોમાં હાઇડ્રૉક્સીક્લોરોક્વીન દવાનો ઉપયોગ ન કરવામાં આવે. સ્વાસ્થય મંત્રાલયનું કહેવું છે કે આ દવા સાધારણ કેસોમાં જ આપવી જોઈએ. ઉલ્લેખનીય છે કે આ દવા મેલેરિયાની દવા છે અને કોવિડ-19માં તેના ઉપયોગથી ફાયદો થતો હોવાનો દાવો શરૂઆતથી જ કરવામાં આવી રહ્યો છે. આ દવાની શોધ બીજા વિશ્વયુદ્ધ વખતે કરવામાં આવી હતી.

કોરોના મહામારીને પગલે અમેરિકાની ફિલ્મ પ્રોડ્કશન કંપની ડિઝનીએ ફિલ્મોની રિલીઝ સ્થગિત કરી દીધી છે. અવતાર અને સ્ટાર વૉરની રિલીઝ એકાદ વર્ષ માટે સ્થગિત થઈ છે તો મુલાનની રિલીઝને પૂણ રીતે રદ કરવામાં આવી છે.

WHOના પ્રમુખે અમેરિકાના વિદેશ મંત્રીનો ચીનની તરફેણનો આરોપ ફગાવી દીધો છે. અમેરિકાના વિદેશ મંત્રીએ મંગળવારે કહ્યું હતું કે ચીનને કારણે ડૉક્ટર ટેડ્રોસ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખપદે ટકી રહ્યાં છે. ગુરૂવારે જીનિવામાં ડૉય ટેડ્રોસે કહ્યું કે, એમનું નિવેદન ખોટું, અસ્વીકાર્ય અને બેબુનિયાદ છે. હાલ સંગઠનનું સમગ્ર ધ્યાન લોકોનો જીવ કેમનો બચાવવો એના પર છે. આવી ટિપ્પણીઓથી સંગઠન વિચલિત નહીં થાય.

લાઇન

શુક્રવાર,24 જુલાઈ, 2020

નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

લાઇન

23 જુલાઈ : ગુજરાતમાં એક દિવસનો સૌથી મોટો ઉછાળ, 1078 નવા કેસ નોંધાયા

દરદની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં 718 દરદી સાજા થઈ ગયા છે, આ સાથે જ કુલ સંખ્યા 37 હજાર 958 ઉપર પહોંચી છે.

ગુજરાતમાં એક દિવસનો સૌથી મોટો ઉછાળ નોંધાયો છે. ગત 24 કલાક દરમિયાન 1078 નવા કેસ નોંધાયા હતા. સતત ત્રીજા દિવસે નવા કેસની સંખ્યા એક હજાર કરતાં વધુની રહી હતી.

રાજ્ય સરકારની આંકડા પ્રમાણે, નવા દરદીઓની સંખ્યાની દૃષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં 12મા ક્રમે છે. જ્યારે ઍક્ટિવ કેસની સંખ્યાની દૃષ્ટિએ દેશમાં આઠમા ક્રમે છે.

રાજ્યમાં કોવિડ-19ના 12 હજાર 348 કેસ છે, જેમાંથી 89 વૅન્ટિલેટર ઉપર છે.

24 કલાક દરમિયાન 28 દરદી મૃત્યુ પામ્યા હતા, આ સાથે જ કુલ મરણાંક 2257 ઉપર પહોંચ્યો છે. 14 મૃત્યુ સાથે સુરત જિલ્લો પ્રથમ તથા પાંચ અવસાન સાથે અમદાવાદ આ યાદીમાં બીજા ક્રમે હતું.

line

...તો રૂ. એક લાખનો દંડ

માસ્કધારી મહિલાની તસવીર

ઇમેજ સ્રોત, AFP

ઝારખંડમાં માસ્ક પહેરવો ફરજિયાત કરી દેવાયો છે અને ન પહેરનાર વિરુદ્ધ હવેથી ગુનો દાખલ કરાશે. અહીં માસ્ક ન પહેરનાર વિરુદ્ધ વધુમાં વધુ બે વર્ષની સજા કે એક લાખ રૂપિયાનો દંડ અથવા બન્ને એક સાથે ફટકારવાની જોગવાઈ કરાઈ છે.

આ નવો નિયમ કૅબિનેટ દ્વારા 'ઝારખંડ સંક્રામક મહામારી વિધેયક' પાસ કરાયા બાદ લાગુ કરાયો છે.

રાજ્યના મુખ્ય મંત્રી હેમંત સોરેને બુધવારે સાંજે આ જાણકારી આપી.

તેમણે કહ્યું, "સરકારને ક્યારેક-ક્યારેક કઠોર નિર્ણય લેવા પડે છે. કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી અમારી કૅબિનેટે આ નિર્ણય લીધો છે. મારી અપીલ છે કે લોકો માસ્ક વગર ઘરની બહાર ન નીકળે, બાકી કાયદો પોતાનું કામ કરશે. આ વ્યવસ્થા તમામ ખાસ અને સામાન્યને લાગુ પડશે."

ઝારખંડમાં 6000થી વધુ લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગી ચૂક્યો છે અને 60થી વધુ દરદીઓનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.

આ પહેલાં બુધવારે વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી સી.પી. સિંહનો રિપોર્ટ પણ પૉઝિટિવ આવ્યો હતો.

ભારતમાં એક જ દિવસમાં 45 હજાર કેસ, સંક્રમણનો આંક 12 લાખને પાર

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

છેલ્લા 24 કલાકમાં દેશમાં 45,720 નવા કેસ નોંધાયા છે જે અત્યાર સુધીનો સૌથી ઊંચો દૈનિક આંક છે. આ સાથે દેશમાં સંક્રમિતોનો અત્યાર સુધીનો કુલ આંક 12 લાખ 38 હજાર 635 થઈ ગયો છે.

સમાચાર એજન્સી એએનઆઈએ સ્વાસ્થ્ય મંત્રાલયના આપેલા આંકડા અનુસાર પાછલા 24 કલાકમાં દેશમાં 1129 લોકોનાં મૃત્યુ થયાં છે. એ સાથે દેશમાં મહામારીનો કુલ મૃત્યુ આંક 29861 થઈ ગયો છે.

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

દેશમાં નોંધાયેલા ઍક્ટિવ કેસ હાલ 4 લાખ 26 હજાર 167 છે જ્યારે કે સારવાર બાદ સ્વસ્થ થયેલા દરદીઓની સંખ્યા 7 લાખ 82 હજાર 606 છે.

ઇન્ડિયન મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(ICMR)ના આંકડા પ્રમાણે પાછલા 24 કલાકમાં દેશમાં 3 લાખ 50 હજાર 823 પરીક્ષણ કરવામાં આવ્યા. આ સાથે અત્યાર સુધી દેશમાં થયેલા પરીક્ષણની કુલ સંખ્યા 1 કરોડ 50 લાખ 75 હજાર 369 થઈ છે.

line

2021 પહેલાં કોરોનાની વૅક્સિનની કોઈ આશા નથી - WHO

માઇક રેયાન

ઇમેજ સ્રોત, Getty Images

વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)નું કહેવું છે કે આવતા વર્ષ એટલે કે 2021 પહેલાં કોરોના વાઇરસની વૅક્સિન બનવાની કોઈ આશા નથી.

વિશ્વ આરોગ્ય સંસ્થાના કાર્યકારી નિર્દેશક માઇક રેયાને કહ્યું કે કોરોના વાઇરસની વૅક્સિન બનાવવાના મામલે સંશોધનકર્તાઓને સાચી સફળતા મળી રહી છે પરંતુ વર્ષ 2021ના શરૂઆતી દિવસો પહેલાં એની આશા રાખી શકાય તેમ નથી.

તેમણે એમ પણ કહ્યું કે જરૂરી છે કે વૅક્સિન બનાવવાની ગતિ ભલે થોડી મંદ પડે પરંતુ તેના સુરક્ષા માપદંડોમાં કોઈ કમી ન રહેવી જોઈએ.

એમણે કહ્યું, "આપણામાં આપણી આંખોમાં જોવાની હિંમત હોવી જોઈએ અને લોકો સાથે આંખ મેળવવાની પણ હિંમત હોવી જોઈએ. સામાન્ય લોકોને આ વૅક્સિન આપતા પહેલાં આપણે એમને ભરોસો આપવાનો છે કે વૅક્સિનને સુરક્ષિત અને અસરકારક બનાવવા માટે આપણે તમામ શક્ય સાવચેતીઓ રાખી છે. આપણે આમ કરવામાં થોડો ઓછો સમય લઈ શકીએ છીએ. પરંતુ હકીકતમાં જોવામાં આવે તો આવતા વર્ષે આપણે રસીકરણ શરૂ કરી શકીશું."

એમણે કહ્યું કે આ સંભવિત વૅક્સિન પોતાના ટ્રાયલના ત્રીજા તબક્કામાં છે અને કોઈ પણ વૅક્સિન સુરક્ષા માપદંડો અથવા અસરકારક હોવા મામલે હજુ સુધી અસફળ થઈ નથી.

line

શું છે દુનિયાની આજની સ્થિતિ?

જહૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટી અનુસાર અત્યાર સુધી દુનિયામાં દોઢ કરોડથી વધુ લોકો સંક્રમિત થયાં છે અને 6 લાખ 22 હજારથી વધુ લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ ચૂકી છે.

અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન ડી.સી.માં મેયરે સાર્વજનિક જગ્યા ઉપર માસ્ક પહેરવું અનિવાર્ય જાહેર કરી દીધું છે.

અમેરિકામાં સંક્રમિતોનો કુલ આંક 40 લાખની નજીક પહોંચી ગયો છે. જ્હોન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના અપડેટ થયેલા આંક પ્રમાણે અમેરિકામાં સંક્રમિતોની કુલ સંખ્યા 39 લાખ 69 હજાર 786, જ્યારે મરણાંક 1 લાખ 43 હજાર 178 થઈ ગયો છે.

દક્ષિણ આફ્રિકા હવે સંક્રમિતોની સંખ્યાની રીતે વિશ્વમાં પાંચમા ક્રમનો સૌથી અસરગ્રસ્ત દેશ છે. દક્ષિણ આફ્રિકામાં કુલ કેસ 4 લાખ પાર પહોંચ્યા છે. જોકે, ત્યાં મૃત્યુદર ઘણો ઓછો છે અને સૌથી વધુ મૃત્યુની યાદીમાં વિશ્વમાં તે 18માં ક્રમે છે. દક્ષિણ આફ્રિકામાં અત્યાર સુધી 5940 મૃત્યુ થયાં છે.

પૅન અમેરિકન હેલ્થ ઑર્ગેનાઇઝેશનના પ્રમુખે કહ્યું છે કે અમેરિકામાં કોરોનાના પ્રકોપમાં ઘટાડો થવાના હાલ કોઈ સંકેત નથી.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલસેનારો ફરીથી કોરોના પૉઝિટિવ આવ્યા છે. બે અઠવાડિયા પહેલા એમણે કહ્યું હતું કે કોરોના ટેસ્ટની તપાસમાં તેઓ પૉઝિટિવ નીકળ્યા છે.

માનવઅધિકારના ક્ષેત્રમાં કામ કરનારા બે સંગઠનોએ ચેતવણી આપી છે કે લાંબા લૉકડાઉનને કારણે દક્ષિણ અને દક્ષિણ-પૂર્વી એશિયાઈ દેશોમાં બાળકો ખાસ કરીને બાળકીઓનાં શોષણની આશંકા વધી ગઈ છે. પ્લેન ઇન્ટરનેશનલ અને સેવ ધ ચિલ્ડ્રન નામની સંસ્થાઓનું કહેવું છે કે લગભગ એક કરોડ બાળકો કોરોના મહામારી સમાપ્ત થયા પછી પણ કદાચ ક્યારેય ફરીથી શાળાએ નહીં જઈ શકે.

કોરોના સામે લડત માટે પાકિસ્તાનને 25 કરોડ ડૉલરની લોન મળી છે. ચીન સમર્થિત એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક (AIIB)એ બુધવારે કહ્યું કે તેઓ કોરોના સામે લડત માટે પાકિસ્તાનને 25 કરોડ ડૉલરની લોન આપશે. સમાચાર એજન્સી રોઇટર્સ અનુસાર AIIB ઉપરાંત વિશ્વ બૅન્ક પણ આ લોનમાં ભાગીદાર હશે.

લાઇન

ગુરૂવાર, 23 જુલાઈ, 2020

નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

લાઇન

22 જુલાઈ - ગુજરાતમાં સતત બીજા દિવસે 1000+ કેસ

ટેસ્ટની તસવીર

ઇમેજ સ્રોત, Nur Photo

સુરત જિલ્લામાં વધુ 19 મૃત્યુ થયાં છે, આ સાથે જ જિલ્લામાં કોરોને કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા 309 ઉપર પહોંચી ગઈ છે.

વધુ 28 મૃત્યુને કારણે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2,229 ઉપર પહોંચ્યો છે.

વધુ 837 દરદીને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને કુલ ડિસ્ચાર્જની સંખ્યા 37 હજાર 240 ઉપર પહોંચી છે.

રાજ્યમાં સતત બીજા દિવસે એક હજાર કરતાં વધુ કેસ (1,020) નોંધાયા હતા. આ સાથે જ કુલ ઍક્ટિવ કેસની સંખ્યા 12 હજાર 16 ઉપર પહોંચી છે, જેમાંથી 78 પેશન્ટ વૅન્ટિલેટર ઉપર છે.

અમદાવાદ તથા સુરતમાં ત્રણ-ત્રણ હજાર કરતાં વધુ કેસ છે. અન્ય પ્રભાવિત જિલ્લામાં વડોદરા, રાજકોટ તથા ભાવનગર ટોચ ઉપર છે. જ્યારે ડાંગ, પોરબંદર તથા દેવભૂમિ દ્વારકા સૌથી ઓછા પ્રભાવિત જિલ્લા છે.

line

ચીની ઉપર રિસર્ચ ચોરીનો આરોપ

ચીન

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકન કાયદામંત્રાલયે ચીન પર કોવિડન-19ની વૅક્સિન તૈયાર કરનારી લૅબને નિશાન બનાવવા માટે હૅકરોને સ્પૉન્સર કરવાનો આરોપ લગાવ્યો છે.

ફરિયાદીઓનો દાવો છે કે જાન્યુઆરીમાં તેમની બાયૉટેક ફર્મની જાસૂસી થઈ હતી. આ ફર્મમાં વૅક્સિન બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા હતા.

આના એક સપ્તાહની અંદર જ હૅકરોએ કોવિડ-19 પર રિસર્ચ કરી રહેલી મૅરિલૅન્ડની એક કંપનીમાં પણ ખાતર પાડ્યું હતું.

અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે કેટલાક ખાનગી હૅકરો છે, જેમને છાશવારે ચાઇનીઝ ગુપ્તચર સંસ્થાઓ અને ચીનની 'મિનિસ્ટ્રી ઑફ સ્ટેટ સિક્યૉરિટી'ના અધિકારીઓથી મદદ મળે છે.

ગત સપ્તાહે બ્રિટન, અમેરિકા અને કૅનેડાએ રશિયા પર કોવિડ-19 સંબંધિત રિસર્ચ સામગ્રી ચોરવાનો આરોપ લગાવ્યો હતો.

line

ભારતમાં પ્રતિકલાક 1500થી વધારે કોરોના કેસ અને 27 મૃત્યુ

તપાસની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 37,724 નવા કેસ આવ્યા છે અને 648 લોકોનાં મૃત્યુ થયાં છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મુજબ, ભારતમાં કોરોના વાઇરસથી કુલ ચેપગ્રસ્તોની સંખ્યા 11 લાખ 92 હજાર 915 થઈ ગઈ છે અને અત્યાર સુધી કુલ 28, 732 લોકોનાં મૃત્યુ થયાં છે.

દેશમાં સક્રિય કેસની સંખ્યા 4 લાખ 11 હજાર 133 છે જ્યારે 7 લાખ 53 હજાર 49 લોકો અત્યાર સુધી કોરોના સંક્રમણમાંથી સાજા થયા છે.

ભારતની રાજધાની દિલ્હીમાં રહેનારા દર 4 પૈકી લગભગ એક વ્યક્તિ કોરોના વાઇરસના સંપર્કમાં આવી છે.

દિલ્હીમાં અનેક લોકોના સૅપ્મલ લઈને ઍન્ટિબૉડી ટેસ્ટ કરવામાં આવ્યા ત્યારે આ વાત સામે આવી હતી.

આ સરકારી સર્વે માટે 21, 387 લોકોનાં નમૂના લેવામાં આવ્યા હતા જેની તપાસમાં ખબર પડી હતી કે આમાંથી 23.48 ટકા લોકોના શરીરમાં કોવિડ-19ના ઍન્ટિબૉડીની હાજરી હતી.

આ સર્વે પ્રમાણે રાજધાનીમાં જેટલા કેસની પુષ્ટિ થઈ છે, સંક્રમણનો ફેલાવ તેના કરતા ઘણો વધારે છે.

દિલ્હીમાં અત્યાર સુધી સંક્રમણના 123,747 કેસ દાખલ થયા છે જે અહીંની એક કરોડ 98 લાખની વસતીનો એક ટકો પણ નથી.

જો સર્વેના હિસાબથી જોઈએ તો 23.48 ટકા લોકોમાં ઍન્ટિબૉડી મળવાનો અર્થ છે કે રાજધાનીમાં સંક્રમણના 46 લાખ 50 હજાર કેસ છે.

line

આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે સાત દિવસ પૅઇડ ક્વોરૅન્ટીન

દિલ્હી પહોંચનાર આંતરરાષ્ટ્રીય યાત્રિકોને હવે સાત દિવસ માટે પોતાના ક્વોરૅન્ટીનનું ભાડું પોતે ખર્ચવું પડશે.

હાલની ગાઇડલાઇન્સ મુજબ ત્યાર પછી તેમણે હોમ ક્વોરૅન્ટીનમાં રહેવું પડશે.

ક્વોરન્ટીનમાં જતા પહેલા યાત્રિકોને બે વખત અનિવાર્ય સ્ક્રીનિંગમાંથી પસાર થવું પડશે.

ભારત કોરોના વાઇરસથી સૌથી વધારે પ્રભાવિત દેશોમાં આવી ગયું છે. અહીં સંક્રમિતોની સંખ્યા દસ લાખને પાર કરી ગઈ છે. સૌથી વધારે સંક્રમિતોના કેસની યાદીમાં ભારત ત્રીજા ક્રમે છે.

અહીં રાજધાની દિલ્હીમાં જૂન મહિનામાં ચેપગ્રસ્તોની સંખ્યા ઝડપથી વધી હતી. પરંતુ થોડા અઠવાડિયા પછી દિલ્હીમાં કેસ ઘટતા દેખાતા હતા. આરોગ્ય મંત્રાલય મુજબ અત્યાર સુધી 1,20,000થી વધારે કેસ સામે આવી ચૂક્યા છે અને 3,663 લોકોનાં મૃત્યુ થયાં છે.

લાઇન

બુધવાર, 21 જુલાઈ, 2020

નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

લાઇન

21 જુલાઈ : ગુજરાતમાં કુલ કેસની સંખ્યા 50 હજારને પાર

તપાસની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતની 'ડાયમંડ નગરી' સુરતમાં કોરોનાની સ્થિતિ વકરતી જણાય રહી છે. ગત 24 કલાક દરમિયાન જિલ્લામાં વધુ 21 મૃત્યુ થતા કુલ મરણાંક 290 ઉપર પહોંચ્યો છે. સુરત જિલ્લામાં ઍક્ટિવ કેસની સંખ્યા ત્રણ હજારને પાર કરીને 3025 ઉપર પહોંચી છે.

સત્તાવાર વેબસાઇટ ઉપરના આંકડા મુજબ, વધુ 34 મૃત્યુ સાથે કુલ મરણાંક કુલ 2196 ઉપર પહોંચ્યો છે. જોકે, સત્તાવાર વિજ્ઞપ્તિ મુજબ આ આંકડ 2201 ઉપર પહોંચી ગયો છે.

રાજ્યમાં વધુ 744 દરદીએ કોરોનાના રોગને માત આપી છે અને સાજા થનારા પેશન્ટની કુલ સંખ્યા 36 હજાર 423 ઉપર પહોંચી છે.

રાજ્યમાં એક દિવસમાં નવા કેસની સંખ્યાએ પ્રથમ વખત એક હજારનો આંકડો પાર કર્યો છે. 24 કલાક દરમિયાન 1026 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાના ઍક્ટિવ કેસ 11 હજાર 760 છે. વિજ્ઞપ્તિ પ્રમાણે, 82 પેશન્ટ વૅન્ટિલેટર ઉપર છે.

રાજ્યના પાંચ સૌથી વધુ પ્રભાવિત જિલ્લામાં અમદાવાદ (3677), સુરત (3025), વડોદરા (583), રાજકોટ (650) અને ભાવનગર (495) ઍક્ટિવ કેસ ધરાવે છે.

line

વિશ્વમાં મરણાંક છ લાખને પાર

ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

વિશ્વભરમાં કોરોના વાઇરસ સંક્રમણના કુલ કેસ 1 કરોડ 47 લાખથી વધુ થઈ ગયા છે, જ્યારે કે કુલ મરણાંક 6 લાખ 10 હજારની નજીક પહોંચી ગયો છે.

અમેરિકાની જ્હૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના ડૅશ-બૉર્ડ પર 21 જુલાઈએ સવારે 10 વાગ્યે અપડેટ થયેલા આંકડા પ્રમાણે વિશ્વમાં સંક્રમિતોનો કુલ આંક 1 કરોડ 47 લાખ 03 હજાર 293 થઈ ચૂક્યો છે.

વિશ્વમાં આ મહામારીને કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 6 લાખ 09 હજાર 887 થઈ ગઈ છે.

આ મહામારીથી વિશ્વમાં સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકામાં સંક્રમિતોનો આંક 38 લાખ 30 હજારની ઉપર પહોંચ્યો છે અને મૃત્યુ આંક 1 લાખ 40 હજાર 906 થઈ ગયો છે.

સંક્રમિતોની સંખ્યા અને મૃત્યુના મામલે વિશ્વમાં બીજો સૌથી વધુ પ્રભાવિત દેશ બ્રાઝિલ છે જ્યાં સંક્રમિતોની કુલ સંખ્યા 21 લાખ 18 હજાર 646 થઈ ગઈ છે અને મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 80,120 છે.

ભારત 11 લાખ 55 હજારથી વધુ કુલ સંક્રમિતો સાથે આ સંખ્યાની દૃષ્ટિએ વિશ્વમાં ત્રીજો સૌથી વધુ પ્રભાવિત દેશ છે.

સંક્રમિતોની કુલ સંખ્યાની રીતે ત્યાર પછીના ક્રમે રશિયા, દક્ષિણ આફ્રિકા, પેરુ, મેકિસકો , ચિલી ,યુકે અને ઈરાન પ્રથમ દસ સૌથી વધુ પ્રભાવિત દેશોમાં છે.

પાકિસ્તાન સંક્રમિતોની સંખ્યાની દૃષ્ટિએ સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં 11મા ક્રમે પહોંચી ગયું છે. પાકિસ્તાનમાં સંક્રમિતોનો કુલ આંક 2 લાખ 66 હજારથી વધુ થઈ ગયો છે.

અમેરિકામાં ન્યૂયોર્ક હજુ પણ સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે જ્યાં 32,506 લોકોએ જીવ ગુમાવ્યા છે. મરણાંકની રીતે ત્યાર પછીના ક્રમે અમેરિકાના ન્યૂ જર્સી, માસાચ્યૂસેટ્સ, કૅલિફોર્નિયા, ઇલિનોઇસ અને પૅન્સિલ્વેનિયા રાજ્યો આવે છે.

ચીનમાં પાછલા 24 કલાકમાં સંક્રમણના નવા 11 કેસ નોંધાયા છે. એક દિવસ પહેલા કોરોનાના વધુ 22 કેસ ચીનમાં નોંધાયા હતા. નવા 11 કેસમાંથી 8 શિન્જિયાંગ પ્રાંતમાં છે જ્યારે ત્રણ કેસ ચીનની બહારથી આવેલી વ્યક્તિઓના છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઇરસને ફરી ચાઇના વાઇરસ કહ્યો છે. તેમના માસ્ક પહેરેલા ફોટોને તેમના સત્તાવર ટ્વીટર હૅન્ડલ પર મૂકતા તેમણે લખ્યું કે અદ્રશ્ય ચાઇના વાઇરસ સામેની લડાઈમાં આપણે બધા સંગઠિત છીએ. તેમણે સાથે લખ્યું કે ઘણા લોકો પ્રમાણે જ્યારે તમે સોશિયલ ડિસ્ટન્સ ન જાળવી શકતા હો તો માસ્ક પહેરવું એ દેશભક્તિની નિશાની છે, તો મારાથી વધુ દેશભક્ત કોઈ નથી, તમારા પસંદગીના રાષ્ટ્રપતિ.

line

ભારતમા 24 કલાકમાં દેશમાં 37,148 નવા કેસ

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં દેશમાં પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 37,148 કેસ સામે આવ્યા જ્યારે કે 587 મૃત્યુ નોંધાયા છે.

સમાચાર એજન્સી એએનઆઈએ સ્વાસ્થ્ય મંત્રાલયના આપેલા આંકડા પ્રમાણે આ સાથે દેશમાં મહામારીનો મરણાંક 28,084 થઈ ગયો છે ,જ્યારે અત્યાર સુધીના સંક્રમિતોની કુલ સંખ્યા 11 લાખ 55 હજાર 191 થઈ ગઈ છે.

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

આમાંથી 4 લાખ 02 હજાર 529 ઍક્ટિવ કેસ છે જ્યારે કે 7 લાખ 24 હજાર 578 દરદીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે જાહેર કરેલા આંકડા પ્રમાણે પાછલા 24 કલાકમાં દેશમાં કુલ 3 લાખ 33 હજાર 395 પરીક્ષણ કરવામાં આવ્યા, જે સાથે દેશમાં થયેલા કુલ પરીક્ષણની સંખ્યા 1 કરોડ 43 લાખ 81 હજાર 303 થઈ છે.

લાઇન

મંગળવાર, 21 જુલાઈ, 2020

નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

લાઇન

ટી-20 વર્લ્ડકપ મોકૂફ

ક્રિકેટ કપ

ઇમેજ સ્રોત, Getty Images

સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે આ વર્ષે યોજાનાર ટી-20 વર્લ્ડકપને મોકૂફ રાખવાનો નિર્ણય આઈસીસી દ્વારા લેવાયો છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસના સંક્રમણની વર્તમાન સ્થિતિ જોતાં ટી-20 વર્લ્ડકપ યોજી શકવાની શક્યતા દેખાઈ રહી નથી.

બદલો X કન્ટેન્ટ, 5
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 5

આ વર્ષે ટી-20 વર્લ્ડકપ ઑસ્ટ્રેલિયામાં યોજાનાર હતો.

આ અગાઉના ટી-20 મૅન્સ વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ વિજેતા બની હતી.

line

ગુજરાતમાં 35 હજાર સાજા થયા

માસ્કધારી મહિલાની તસવીર

ઇમેજ સ્રોત, AFP

ગુજરાતમાં ગત 24 કલાક દરમિયાન 998 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં ઍક્ટિવ કેસ 11 હજાર 613 છે, જેમાંથી 78 વૅન્ટિલેટર ઉપર છે.

રાજ્યના પાંચ જિલ્લામાં 500 કરતાં વધુ ઍક્ટિવ કેસ છે ; જેમાં અમદાવાદમાં ત્રણ હજાર 689, સુરતમાં બે હજાર 921, રાજકોટમાં 599, વડોદરામાં 571 તથા ભાવનગરમાં 508 કેસ સામેલ છે.

રાજ્યમાં વધુ 20 મૃત્યુ થતાં કુલ મરણાંક 2167 ઉપર પહોંચ્યો છે, જેમાં સુરત જિલ્લો 11, અમદાવાદ જિલ્લો 4 (કુલ 1551), નવસારી બે, વડોદરા કૉર્પોરેશન બે, તથા ગીર સોમનાથમાં એક મૃત્યુ નોંધાયા છે.

આ ગાળા દરમિયાન વધુ 777 પેશન્ટે કોરોનાને માત આપી છે,આ સાથે જ રાજ્યમાં સાજા થનારા દરદીઓની સંખ્યા (35 હજાર 659) પર પહોંચી છે.

line

ભારતમાં એક દિવસમાં 40,425 નવા કેસ

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં પાછલા 24 કલાકમાં દેશમાં વિક્રમી સંખ્યામાં નવા 40,425 કેસ નોંધાયા. આ સાથે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 11 લાખ 18 હજાર 043 થઈ ગઈ છે. સમાચાર એજન્સી એએનઆઈએ સ્વાસ્થ્ય મંત્રાલયના આપેલા આંકડા પ્રમાણે દેશમાં પાછલા 24 કલાકમાં 681 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા છે. જે સાથે દેશમાં મહામારીનો કુલ મૃત્યુ આંક 27,497 થઈ ગયો છે.

દેશમાં હાલ 3 લાખ 90 હજાર 459 ઍક્ટિવ કેસ છે, જ્યારે સ્વસ્થ થયેલા સંક્રમિતોની સંખ્યા 7 લાખ 087 છે.

મુંબઈમાં પાછલા 24 કલાકમાં નવા 1,046 કેસ સાથે સંક્રમિતોનો કુલ આંક 1 લાખ 01 હજાર 224 પર પહોંચ્યો છે. પીટીઆઈએ આપેલી મુંબઈ મહાનગરપાલિકાની માહિતી અનુસાર મુંબઈમાં ઍક્ટિવ કેસની સંખ્યા હાલ 23,828 છે. વધુ 64 સંક્રમિતોનાં મૃત્યુ સાથે મુંબઈમાં મહામારીનો કુલ મરણાંક 5711 થઈ ગયો છે.

મહારાષ્ટ્રમાં નવા 9518 કેસ સાથે સંક્રમિતોની કુલ સંખ્યા 3 લાખ 10 હજાર 455 થઈ છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 258 સંક્રમિતોનાં મૃત્યુ થયાં. આ સાથે રાજ્યમાં કોરોના મહામારીનો કુલ મરણાંક 11,854 થયો છે.

દિલ્હી સરકારે આપેલા આંકડા પ્રમાણે દિલ્હીમાં અત્યાર સુધી કુલ 8 લાખ 18 હજાર 989 પરીક્ષણ થયા છે. પાછલા 24 કલાકમાં દિલ્હીમાં 14,444 રૅપિડ ઍન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યા જ્યારે RTPCR સહિતના પરીક્ષણની સંખ્યા 5762 હતી.

પશ્ચિમ બંગાળમાં કોરોના મહામારીનો મૃત્યુ આંક 1100ને પાર થઈ ગયો છે. પાછલા 24 કલાકમાં 36 સંક્રમિતોએ જીવ ગુમાવતા રાજ્યમાં મહામારીનો કુલ મરણાંક 1112 થઈ ગયો છે. સમાચાર સંસ્થા પીટીઆઈએ આપેલા રાજ્ય આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે નવા 2278 કેસ સાથે પશ્ચિમ બંગાળમાં સંક્રમિતોની કુલ સંખ્યા 42487 થઈ ગઈ છે.

મધ્ય પ્રદેશમાં સંક્રમિતોનો કુલ આંક 22,000ને પાર થઈ ગયો છે. રાજ્યમાં પાછલા 24 કલાકમાં નવા 837 કેસ નોંધાયા, જે સાથે સંક્રમિતોની કુલ સંખ્યા 22,600 થઈ. વધુ 15 મૃત્યુ સાથે રાજ્યમાં મરણાંક 721 થયો છે એમ રાજ્ય આરોગ્ય વિભાગના આંકડા જણાવે છે.

લાઇન

સોમવાર, 20 જુલાઈ, 2020

નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

લાઇન
line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો