You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જયરામ અને બેનિક્સ : લૉકડાઉનમાં દુકાન મોડે સુધી ખુલ્લી રાખનાર પિતા-પુત્રનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ
તમિલનાડુમાં કોરોના કેસોની વધારે સંખ્યાને પગલે લૉકડાઉન હજી અમલી છે ત્યારે દુકાન મોડે સુધી ખુલ્લી રાખનાર પિતા-પુત્રના કથિત રીતે પોલીસ અત્યાચારને પગલે મૃત્યુની ઘટના સામે આવી છે.
58 વર્ષીય પીય જયરાજ અને તેમના 38 વર્ષીય પુત્ર બેનિક્સની નિયત કરેલા કલાકો કરતાં વધારે સમય સુધી દુકાન ખુલ્લી રાખવાના કેસમાં પોલીસે ધરપકડ કરી હતી.
બેઉને પોલીસની કસ્ટડીમાં આખી રાત રાખવામાં આવ્યા અને એ પછી બે દિવસમાં જ એક પછી એક બેઉનું મૃત્યુ થયું.
મૃત્યુ પામનારના સ્વજનોનો આરોપ છે કે તેમની સાથે પોલીસે બર્બર વ્યવહાર કર્યો અને તેમને ખૂબ ટૉર્ચર કરવામાં આવ્યા.
આ ઘટનાનો લોકો મોટાપાયે વિરોધ કરી રહ્યાં છે. વિપક્ષના નેતાઓ શેરીમાં ઊતરી આવ્યા પછી સ્થાનિક અદાલતે પણ આની નોંધ લીધી છે.
લોકો આ ઘટનામાં પગલાં લેવા માટે અને ન્યાય માટે માગણી કરી રહ્યા છે.
આ ઘટનામાં બે પોલીસકર્મીની ધરપકડ કરાઈ છે, બે પોલીસકર્મીઓની બદલી કરી દેવાઈ છે અને મૃત્યુ પામનારના પરિવારજનોને 10 લાખનું વળતર ચૂકવવામાં આવ્યું છે.
તાજેતરમાં અમેરિકામાં જ્યૉર્જ ફ્લોઇડની પોલીસ દ્વારા હત્યાનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો ત્યારે લોકોએ સોશિયલ મીડિયામાં પણ આ અંગે વાત કરી રહ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોશિયલ મીડિયાની ચર્ચામાં શરૂઆતમાં આ ઘટનાનો એ જ રીતે વિરોધ કરાઈ રહ્યો છે. કેટલાક લોકોએ એમ પણ કહ્યું કે જ્યૉર્જની હત્યા વખતે બોલનારા હવે કેમ ચૂપ છે.
જાણીકા ક્રિકેટર શિખર ધવન અને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આ ઘટનાનો વિરોધ કર્યો.
શું ઘટના હતી?
જયરાજ તુતિકોરિનના શાંથાકુલમના રહેવાસી હતા. એમના પુત્ર બેનિક્સની શાંતાકુલમમાં જ મોબાઇલની દુકાન છે. 19 જૂને બેનિક્સને સ્થાનિક પોલીસ સાથે દુકાન બંધ કરાવવા બાબતે ઝઘડો થયો હતો.
આ ઘટનામાં પોલીસે બેનિક્સ અને તેમના પિતા સામે પોલીસ ફરિયાદ નોંધી હતી અને જયરાજની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. બેનિક્સ તેમના પિતાને જોવા પોલીસ સ્ટેશન ગયા તો તેમની ધરપકડ કરી દેવાઈ અને તેમને તેમના પિતા સાથે રાખી દેવામાં આવ્યા.
પોલીસ ફરિયાદ મુજબ જયરાજ અને બેનિક્સે પોલીસના કામમાં ખલેલ પાડી હતી અને તેમને ફરજ નિભાવવા નહોતી દીધી તથા પોલીસનું અપમાન પણ કર્યું હતું. જયરાજ અને બેનિક્સ સામે આઈપીસી 18. 269, 294(બ), 353 અને 506(2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો.
21 જૂને તેમને કોવિલપત્તી સબ જેલમાં મોકલી દેવામાં આવ્યા. પોલીસ ફરિયાદમાં લખાયું છે કે બેઉએ પોલીસનું અપમાન કર્યું અને ઘર્ષણ થયું એમાં તેઓ નીચે પડી ગયા અને આંતરિક ઈજાઓ થઈ.
બેનિક્સનું સોમવારે રાત્રે અને પિતા જયરાજનું મંગળવારે સવારે કોવિલપત્તીની સરકારી હૉસ્પિટલમાં મૃત્યુ થયું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો