હાર્દિક પટેલે કેમ કહ્યું કે "તમે મને હૅપ્પી વુમન્સ ડેની શુભેચ્છાઓ પાઠવી શકો છો."

કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલે ફેસબુક પર પોતાની એક મૉર્ફ કરેલી તસવીર પોસ્ટ કરી છે. ગુજરાતમાં કોઈ નેતાએ પોતાની જ મૉર્ફ તસવીર શૅર કરી હોય એવી આ કદાચ પહેલી ઘટના છે.

તેમણે આ તસવીર પોસ્ટ કરતા લખ્યું છે કે "મને આ ચિત્ર સાથે કોઈ સમસ્યા નથી. મારા માટે ચેહરામાં પર પણ તેઓ સ્ત્રીને જોવે છે. મહિલા તો મા દુર્ગા અને રાણી લક્ષ્મીબાઈ પણ છે."

તેઓ આગળ લખે છે કે "ભાજપનો આઈટી સેલ મહિલા સામે એટલી નફરત રાખે છે કે મારા ચેહરામાં પર પણ તે એક સ્ત્રીને જુવે છે. તેની કલ્પનામાં સ્ત્રી બનવું એ પાપ લાગે છે. મહિલાઓને પણ ખબર હોવી જોઈએ કે ભાજપનો આઈટી સેલ મહિલાઓને કેટલી નફરત કરે છે."

તેમણે ભાજપ પર આ તસવીરને ફોટોશૉપ કર્યા હોવાનો આરોપ લગાવતા લખ્યું છે, "હું છોકરીના રૂપમાં આટલો સુંદર હોઈશ એની કલ્પના મને નહોતી. તમારો આભાર. જે પણ વ્યક્તિએ આ ફોટો બનાવ્યો છે તે વ્યક્તિ પોતાની માતા-બહેનને પસંદ કરતો હશે કે નહીં...! આઈટી સેલવાળા છોકરાઓ આ તસવીરમાં પોતાની માતા, બહેન, ભાભી અને પત્નીને જોઈ શકે છે. તમામ મહિલાઓને આજના દિવસે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ."

તેમણે આગળ લખ્યું છે કે, "તમે મને હૅપ્પી વુમન્સ ડેની શુભેચ્છાઓ પાઠવી શકો છો... ! હું સુંદર લાગુ છું ને. છેલ્લે એટલું જ કહીશ કે ફોટો પાછળ જે મહેનત કરો છે, એ મહેનત પોતાના અધિકારની લડાઈ લડવા માટે કરતા હોત તો આજે બેરોજગાર ન ફરવું પડત."

જાહેર છે કે હાર્દિક પટેલ એક નેતા છે અને તેમનું સોશિયલ મીડિયા પર ખાસુ એવું ફૉલોઇંગ છે. સોશિયલ મીડિયા પર નેતાઓની ફોટોશૉપ કરેલા ચિત્રો અને મીમ્સ સામાન્ય રીતે જોવા મળતા હોય છે અને મોટી સંખ્યામાં શૅર પણ થતા હોય છે.

તેમની આ પોસ્ટને અનેક વખત શૅયર કરવામાં આવી છે અને લોકો અનેક પ્રકારની કમેન્ટ પણ કરી રહ્યા છે.

હાર્દિક પટેલે આ તસવીર બદલ ભાજપ આઈટી સેલનો આભાર માન્યો છે.

ગુજરાત ભાજપ આઈટી સેલના પંકડ શુક્લાએ કહ્યું કે આની સાથે ભાજપ આઈટી સેલને કંઈ લેવાદેવા નથી. હાર્દિક પટેલ સોશિયલ મીડિયામાં પોતાની હાજરી વધારવા માટે આ પ્રકારના આરોપ કરે છે, તેનો કોઈ આધાર નથી.

ગુજરાત ભાજના પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું કે આ બાબતે તેમને માહિતી નથી એટલે પ્રતિક્રિયા આપવી યોગ્ય નથી. તેમણે એમ પણ કહ્યું કે લાખો લોકોમાંથી કોઈએ કંઈક તસવીર પોસ્ટ કરી હોય તેના માટે ભાજપને જવાબદાર કેવી રીતે ઠેરવી શકાય.

રવીશ કુમારે પણ આપ્યો હતો આવો જ જવાબ

આ પહલે એનડીટીવી સાથે સંકળાયેલા વરિષ્ઠ પત્રકાર રવીશ કુમારે પણ ફેસબુક પોતાની આ પ્રકારની તસવીર પોસ્ટ કરી હતી. તેમની આ તસવીર ફોટોશૉપ કરવામાં આવી હતી.

તેમાં તેમણે લખ્યું હતું કે આઈટીસેલ સ્ત્રી સામે કેટલી નફરત ધરાવે છે કે મારા ચેહરામાં પણ તેને સ્ત્રી દેખાય છે. તેમની કલ્પનામાં સ્ત્રી હોવું એ પાપ છે.

તેમણે લખ્યું હતું કે, આ ચિત્ર જોવાવાળાના મગજમાં મારા બહાને મહિલાઓ પ્રત્યે નફરતને વધારે છે. મને આ તસવીર સામે કોઈ સમસ્યા નથી. આ તો સન્માનની વાત છે. ચરિત્રનું પ્રમાણપત્ર છે કે હું અહિંસક નથી. હું સ્ત્રી છું. મારામાં નફરતની સંભાવના નથી. આઈટી સેલના પુરુષ મજગ જેવો નથી એનું મને ગૌરવ છે. આઈટીસેલવાળા આ તસવીરમાં પોતાની માતા, બહેન, ભાભી, પત્ની અને પ્રેમિકાને જોઈ શકે છે.

તેમણે એમ પણ લખ્યું કે મારું માનવું છે કે બધા પુરુષોમાં થોડી સ્ત્રી હોય છે. પૂર્ણ રૂપે સ્ત્રી હોય તો વધારે સારું. હિંસા વિરુદ્ધ હોવું પણ સ્ત્રી હોવું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો