ગુજરાતમાં અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી

વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન થઈ ગયું છે અને આવનારા પાંચ દિવસ માટે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં શુક્રવારે વરસાદ પડ્યો છે.

દક્ષિણ પશ્ચિમ મૉનસૂનના આગળ વધવાને કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગણા, કર્ણાટક અને તમિલનાડુમાં શનિવારે પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

ઇન્ડિયન એક્સપ્રેસ અખબાર મુજબ ભારતીય હવામાન વિભાગ દ્વારા દરરોજ જાહેર કરવામાં આવતા બુલેટિન મુજબ મધ્ય અરબ સાગર, કર્ણાટક, તમિલનાડુ, પુદ્દુચેરી અને કરાઇકલ તથા બંગાળની ખાડીના દક્ષિણ પશ્ચિમ અને પૂર્વ-મધ્ય ભાગમાં બે દિવસ માટે દક્ષિણ પશ્ચિમ મૉનસૂન આગળ વધશે.

આવતા 24 કલાકમાં ભારતના ઉત્તર પશ્ચિમના મેદાની વિસ્તાર અને પશ્ચિમી હિમાલય ભાગમાં વરસાદની સંભાવના છે. જોકે 24 કલાક પછી વરસાદ ઓછો થવાની શક્યતા છે.

ગુજરાત, મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તાર, આંધ્ર પ્રદેશ, તેલંગણા, કર્ણાટક અને તમિલનાડુમાં પણ આવનારા 3-4 દિવસમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

ઉપરાંત કેરળ, કોંકણ અને ગોવામાં પણ આવનારા બે દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.

line

ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે વરસાદ

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં રવિવારે બોટાદ, અમરેલી, જુનાગઢ, મોરબી, સુરેન્દ્ર નગર, જામનગર, ગીર સોમનાથ, દીવ તથા કચ્છના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

ત્યારે સોમવારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, નવસારી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

મંગળવારથી ગુરુવાર સુધી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. વિભાગ મુજબ સમગ્ર રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે.

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં શુક્રવારે પણ વરસાદ જોવા મળ્યો હતો. એ સિવાય ભારતના અનેક ભાગો જેમકે પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના વિદર્ભ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસ પ્રમાણે ગુજરાતના બોડેલી-વડોદરા હાઈવે પર શુક્રવારે ભારે વરસાદ આવતા મધ્ય ગુજરાતમાં જોરદાર પવન સાથે ભારે વરસાદને કારણે એક ગાડી પર ઝાડ પડી જતા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

કોરોના વાઇરસ
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો