મહારાષ્ટ્રમાં વતન પરત જઈ રહેલા 16 મજૂરો ટ્રેન નીચે કચડાયા

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં પાટા પર 16 પ્રવાસી મજૂરો પર માલગાડી ચાલી જતા તેમનું મૃત્યુ થયું છે.

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે આ દુર્ઘટના જાલના અને ઔરંગાબાદ વચ્ચે દક્ષિણ મધ્ય રેલવેના નાંદેડ ડિવિઝન પાસે બની છે.

આ ઘટના શુક્રવારે વહેલી સવારે 5.30 વાગ્યે ઘટી હતી.

બીબીસી મરાઠીના સંવાદદાતા નિરંજન ચાનવાલ સાથેની વાતચીતમાં ઔરંગાબાદના એસપી મોક્ષદા પાટીલે જણાવ્યું છે કે આ મજૂરો ઔરંગાબાદ પાસેના જાલનામાં આવેલી એક સ્ટીલ ફેકટરીમાં કામ કરતા હતા.

પાટીલનું કહેવું છે કે તેઓ ભુસાવલ તરફ જઈ રહ્યા હતા. તેમને એવી જાણ હતી કે અહીંથી તેમને ટ્રેન મળી જશે.

દક્ષિણ મધ્ય રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઑફિસરની માહિતી પ્રમાણે RPF અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો