કોરોના વાઇરસ : દર્દીઓની કાળજી લેનારો નર્સિંગ સ્ટાફ કઈ રીતે કામ કરે છે?

ઇમેજ સ્રોત, Tejal Padhariya
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી ગુજરાતી
"હૉસ્પિટલમાં કામે ચઢતાં પહેલાં આર્મીનાં ઉદાહરણો આપીને જુસ્સો બુલંદ રાખીએ છીએ. કામ શરૂ કરતાં પહેલાં અમે પ્રાર્થના પણ કરીએ છીએ. આ એક વૈશ્વિક મહામારી છે અને આપણી જેમ જ બીજા પણ એનો સામનો કરી રહ્યા છે એવું પોતાને યાદ કરાવીએ છીએ."
ઉપરના શબ્દો છે એસવીપી હૉસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઑફ નર્સિંગનાં ડેપ્યુટી નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ તેજલબહેન વિપુલભાઈ પધારિયાના.
કોરોના વાઇરસની મહામારીમાં નર્સિંગ સ્ટાફ કેવી રીતે કામ કરે છે, એ વિશે બીબીસી ગુજરાતીએ એમની સાથે વાત કરી.
અમદાવાદમાં સિવિલ હૉસ્પિટલ તેમજ એસવીપી (સરદાર વલ્લભભાઈ પટેલ) હૉસ્પિટલમાં કોરોના વાઇરસના દર્દીઓની સારસંભાળ માટે ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફ ખડેપગે કામ કરી રહ્યા છે.

કોવિડ-19 અને અન્ય દર્દીઓમાં ફરક

- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો
કોરોના વાઇરસના દર્દીની સારસંભાળ નર્સ કેવી રીતે રાખે છે અને કેવી કાળજી રાખવી પડતી હોય છે એ વિશે તેજલબહેને જણાવ્યું:
"અન્ય દર્દી અને કોરોના વાઇરસના દર્દીની સારસંભાળ લેતાં નર્સ માટે કામકાજની દૃષ્ટિએ ઘણો ફરક હોય છે."
"કોવિડ-19 દર્દીની સારસંભાળ લેતી વખતે નર્સે ખૂબ ધ્યાન રાખવું પડે છે અને એની અમે પૂરતી કાળજી લઈએ છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એમણે કહ્યું કે, "નર્સિંગ સ્ટાફે શરીરનો દરેક ભાગ ઢંકાઈ જાય એ પ્રકારની મેડિકલ પી.પી.ઈ. કિટ એટલે કે પર્સનલ પ્રૉટેક્ટિવ ઇક્વિપમૅન્ટ પહેરવી પડે છે. આંખે પણ ગૉગલ્સ પહેર્યાં પછી જ દર્દીના સંપર્કમાં આવવાનું હોય છે."
તેજલબહેને જણાવ્યું, "મેડિકલમાં આ પ્રકારની સ્થિતિમાં કામ કરતી વખતે કઈ પ્રક્રિયાઓનું પાલન કરવું તેની આચારસંહિતા છે અને તેનું પાલન થાય તેની તકેદારી રાખવાની હોય છે."
એમણે કહ્યું, "કૉન્ટેક્ટ પ્રિકોશન એટલે કે શરીર પર યોગ્ય જરૂરી મેડિકલ કિટ પહેર્યાં વગર ક્યાંય અડવું ન જોઈએ. મતલબ કે શરીરનો ખુલ્લો ભાગ ક્યાંય સ્પર્શ ન થવો જોઈએ."
તો શું પીપીઈ કિટ વજનમાં ભારે હોય છે? આ સવાલનો જવાબ આપતાં તેજલબહેને કહ્યું:
"ના એનું વજન નથી હોતું. આપણે જે કપડાં પહેરીએ એ પ્રકારનું જ એનું વજન હોય છે. એનું મટીરિયલ પ્લાસ્ટિક જેવું હોય છે."
કોરોના વાઇરસની મહામારીને પગલે લોકોમાં પણ ભય અને ચિંતા જોવા છે, ત્યારે નર્સિંગ સ્ટાફ એ ભય અને ચિંતા પર કેવી રીતે અંકુશ મેળવે છે?
આ સવાલના જવાબમાં તેજલબહેને કહ્યું , "હા મનમાં થોડી ચિંતા તો હોય છે પરંતુ અમારા બધાનો એટલે કે નર્સિંગ સ્ટાફનો જુસ્સો બુલંદ રહે એ માટે પૂરતું ધ્યાન રાખવામાં આવે છે."
એમનું કહેવું છે કે "સિનિયરની ટીમ સતત નર્સિગ સ્ટાફના સંપર્કમાં રહે છે અને તેમનું નિયમિત બ્રીફિંગ કરે છે તેમજ મોટિવેટ પણ કરે છે."
તેજલબહેનનું કહેવું છે કે, "નર્સિંગ સ્ટાફ માનસિક રીતે સ્વસ્થ અને મજબૂત રહી શકીએ એના પર ખાસ ધ્યાન આપવામાં આવે છે."

આર્મીનાં ઉદાહરણો
તેજલબહેન કહે છે, "તેઓ નર્સિંગના પ્રોફેશનમાં જોડાયા ત્યારે લેવડાવાયેલી શપથ યાદ કરવાથી લઈને આર્મીનાં ઉદાહરણો આપીને જુસ્સો બુલંદ રાખવામાં આવે છે."
"નર્સિંગ સ્ટાફ કામે ચઢે એ પહેલાં તેઓ માનસિક રીતે સ્વસ્થ અને મજબૂત રહે એનું અમે ધ્યાન રાખીએ છીએ."
"કામ શરૂ કરતાં પહેલાં અમે પ્રાર્થના પણ કરીએ છીએ કે આ એક વૈશ્વિક મહામારી છે, એવું નથી કે માત્ર આપણે જ સામનો કરી રહ્યા છીએ."
એમનું કહેવું છે કે 'પ્રાર્થનાને લીધે એક પૉઝિટિવ વાતાવરણ રચાય છે અને એ પછી નર્સિંગ સ્ટાફને રાખવાની તકેદારી વિશે જણાવીએ છીએ.'

દરરોજ મેડિકલ તપાસ

ઇમેજ સ્રોત, Getty Images
નર્સિંગના વ્યવસાયમાં આવનાર કોરોના વાઇરસની મહામારીની ગંભીરતા અને તેનો ચેપ લાગવાનો ભય સમજતા હોય છે અને તો પણ એની વાત કરવામાં આવે છે.
તેજલબહેન કહે છે કે, "નર્સોને બધી ખબર જ હોય છે પણ એ છતાં કોઈ ભૂલથી પણ બેદરકાર ન રહે કે તકેદારીમાં અમથી પણ ચૂક ન કરી બેસે એ માટે એની એ જ વાતો વારંવાર અમે તેમને જણાવીએ છીએ."
"તેઓ યોગ્ય પોષણયુક્ત આહાર સમયસર લે છે કે નહીં તેનું પણ અમે ધ્યાન રાખીએ છીએ, કારણ કે નર્સિંગ સ્ટાફનું આરોગ્ય સ્વસ્થ રહેવું જરૂરી છે."
"આ સિવાય દરરોજ મેડિકલ તપાસ પછી જ નર્સિંગ સ્ટાફ કામે ચઢે છે."
તેજલબહેને અન્ય વિગતો જણાવતાં કહ્યું હતું, "અમે નર્સિંગ સ્ટાફનો અઠવાડિક ડ્યૂટી ચાર્ટ બનાવ્યો છે. કોઈની તબિયતની સમસ્યા સર્જાય કે લૉકડાઉનને કારણે ન આવી શકે એમ હોય તો અમારી બીજી ટીમ પણ તૈયાર રહે છે."
"જે ટીમ એક અઠવાડિયું કોવિડ-19ના દર્દીઓની સારસંભાળ કરે, એ ટીમને પછી બીજા અઠવાડિયે નૉનકોવિડ દરદીઓની સારસંભાળનું કામ આપવામાં આવે છે."

ઘરે પણ ઘેરો ઓછાયો

ઇમેજ સ્રોત, Twitter/VijayNehra
નર્સિંગ સ્ટાફ હૉસ્પિટલથી ઘરે જાય ત્યારે તેમણે શું તકેદારી રાખવી પડે છે? એ વિશે જણાવતાં તેજલબહેને કહ્યું:
"હૉસ્પિટલથી ઘરે જઈએ ત્યારે તરત હાથ ધોવાના અને ઘરમાં ક્યાંય સ્પર્શ કર્યા વગર તરત નાહી લઈએ છીએ."
"નર્સો આ સ્થિતિમાં ઘરે પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે છે. ઘરની કોઈ પણ વ્યક્તિથી દોઢેક મીટર દૂર રહીને કામ કરે એ નિયમ પણ અમે પાળીએ છીએ."
"કોરોના વાઇરસનું કોઈ પણ લક્ષણ સહેજ પણ ન હોય તો પણ અમે હાઇડ્રૉક્સીક્લોરોક્વિનની ગોળી નર્સિંગ સ્ટાફને આપતા હોઈએ છીએ."
"જે નર્સિંગ સ્ટાફ અઠવાડિયું કોવિડ-19ના દર્દીની સારસંભાળ લે તેમને શરૂઆતમાં એટલે કે પહેલે દિવસે હાઇડ્રોક્સીક્લોરોક્વિનનો બુસ્ટર ડોઝ આપવામાં આવે છે. એ પછી પણ તેમને અપાય છે, જોકે રોજેરોજ નથી અપાતો."
"કોવિડ-19 દર્દીઓની સારવારમાં હોય તે નર્સિગ સ્ટાફ છથી આઠ કલાક કામ કરે છે. તેમના કામના કલાકો અમે નથી વધારતા, પણ વહીવટી સ્ટાફે મહામારીની આ સ્થિતિમાં ઑવરટાઇમ કરવો પડતો હોય છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












