Rafale Verdict : સુપ્રીમ કોર્ટમાં રફાલ મામલે પુનર્વિચારણાની અરજીઓ ફગાવી દેવાઈ

ઇમેજ સ્રોત, Getty Images
સુપ્રીમ કોર્ટે રફાલ મામલે પુનર્વિચારણાની તમામ અરજીઓ ફગાવી દીધી છે.
ફ્રાન્સ પાસેથી 36 રફાલ જેટ ખરીદવામાં કથિત ભ્રષ્ટાચાર થયાના આરોપને લઈને પુનર્વિચારણાની કેટલીક અરજીઓ દાખલ કરવામાં આવી હતી.
આ પહેલાં સુપ્રીમ કોર્ટે રફાલ સોદામાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર થયાની વાતને ખારિજ કરી દીધી હતી.
તો રફાલ સાથે જ સંકળાયેલા અન્ય એક મામલામાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની માફીનો સ્વીકાર કરી લીધો છે.
રાહુલ ગાંધીએ ચૂંટણીપ્રચાર દરમિયાન સુપ્રીમ કોર્ટને ટાંકીને 'ચોકીદાર ચોર હૈ'ના નારાનો ઉપયોગ કર્યો હતો.

રફાલ ડીલ

ઇમેજ સ્રોત, DASSAULT
રફાલ ડીલ મુદ્દે સુપ્રીમ કોર્ટે 14 ડિસેમ્બર, 2018ના રોજ પોતાના ચુકાદામાં કેન્દ્રની મોદી સરકારને ક્લીન ચીટ આપી હતી.
જોકે આ નિર્ણયની ફરીથી સમીક્ષા કરવા માટે અદાલતમાં ઘણી બધી પીટીશન કરવામાં આવી હતી.
10 મે, 2019એ સુપ્રીમ કોર્ટે આ પિટિશન પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુપ્રીમ કોર્ટમાં પૂર્વ મંત્રી અરુણ શૌરી, યશવંત સિંહા, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ અને આમ આદમી પાર્ટીના સંસદ સભ્ય સંજય સિંહે ફ્રાન્સ પાસેથી 36 રફાલ ફાઈટર જેટની લેવડદેવડને પડકારતી અરજી કરી હતી.

રાહુલ ગાંધીનું નિવેદન

ઇમેજ સ્રોત, Getty Images
સુપ્રીમ કોર્ટે કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીની સામે થયેલી અરજી પર પણ નિર્ણય સંભળાવ્યો.
2019ની સામાન્ય ચૂંટણી દરમિયાન ત્યારના કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટનો સંદર્ભ ટાકીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 'ચોકીદાર ચોર છે' કહીને સંબોધિત કર્યાં હતા.
તેમના પર રફાલ ડીલને લઈને આરોપ લગાવ્યો હતો. જેને લઈને ભાજપનાં સંસદસભ્ય મીનાક્ષી લેખીએ સુપ્રીમ કોર્ટમાં અવમાનનાની અરજી કરી હતી. જેમાં રાહુલ ગાંધીની સામે ક્રિમિનલ કેસ ચલાવવાની માગ કરાઈ હતી.
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી પોતાની વ્યક્તિગત ટીકાઓમાં સુપ્રીમ કોર્ટના સંદર્ભ ટાંકી રહ્યા છે.
આમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે એક રાજકીય પાર્ટીના નેતાએ વડા પ્રધાન સામે આ પ્રકારના શબ્દનો પ્રયોગ કરવો જોઈએ નહીં.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














