પાકિસ્તાનમાં ફસાયેલા ગુજરાતીઓ કેમ ભારત આવી શકતા નથી?
પાકિસ્તાને ભારત તરફ આવતી થાર અને 'સમજૌતા એક્સપ્રેસ' ટ્રેન બંધ કરી દીધી છે, જેના કારણે પાકિસ્તાન ગયેલા ગુજરાતી પરિવાર ફસાયા છે.
મોહમ્મદ અકરમ મામાને ઘરે લગ્ન હોવાથી કરાચીમાં આવ્યા હતા.
જોકે, હવે ગુજરાત પરત ફરવાનો કોઈ રસ્તો નથી.
આથી તેમની માગ છે કે તેમને વતનમાં પરત જવા દેવામાં આવે.
હાલમાં કરાચીના ગોધરા કૅમ્પમાં ગુજરાતી લોકોને આશ્રય આપવામાં આવ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો








