You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુષમા સ્વરાજે હરીશ સાલ્વેને જ્યારે કહ્યું 'કાલે આવી 1 રૂપિયો ફી લઈ જાજો'
પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજે મંગળવારે રાત્રે અંતિમ શ્વાસ લીધા. કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું નિધન થયું.
સુષમા સ્વરાજે મંગળવારે સાંજે એક ટ્વીટ કર્યું હતું જે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યું છે.
આ ટ્વીટમાં સુષમાએ કલમ 370ના સંદર્ભમાં લખ્યું છે, "વડા પ્રધાનજી, તમારો ખૂબ આભાર. હું મારા જીવનમાં આ દિવસ જોવા માટે પ્રતીક્ષા કરી રહી હતી."
સુષમાની ફોન પર છેલ્લી વાત કોની સાથે થઈ હતી?
દુ:ખ વ્યક્ત કરવામાં આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં કુલભૂષણ જાધવનો કેસ લડનારા હરીશ સાલ્વે પણ છે.
સાલ્વેનું કહેવું છે કે મંગળવારે રાત્રે 8.45 વાગ્યે ફોન પર તેમની વાત સુષમા સ્વરાજ સાથે થઈ હતી.
સાલ્વેએ ન્યૂઝ ચેનલ 'ટાઇમ્સ નાઉ'ને આપેલા ઇન્ટરવ્યૂમાં આ અંગે વાત કરી હતી.
સાલ્વેએ કહ્યું હતું, "હું ખૂબ જ હેરાન છું. મેં મંગળવારે સુષમાજી સાથે 8.45 વાગ્યે વાત કરી હતી. તેમની તબીયત સારી નહોતી. સુષમાજીના નિધનની ખબર સાંભળી હું સ્તબ્ધ છું. તેમની વિદાય દેશ માટે નુકસાન છે અને ખાસ કરીને મારું વ્યક્તિગત નુકસાન પણ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"સુષમાજી સાથે થયેલી મારી વાતચીત ખૂબ જ લાગણીશીલ હતી. તેમણે મને મળવાનું કહ્યું હતું. તેમણે એવું કહ્યું હતું 'હું તમને કુલભૂષણ જાધવ કેસની ફી એક રૂપિયો આપીશ.' તેમણે મને છ વાગ્યે બોલાવ્યા હતા."
સાલ્વેએ સુષમાના નિધન પર દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું, "તેઓ ખૂબ ખુશ હતાં. તેઓ ઉત્કૃષ્ટ નેતા હતાં. મને લાગી રહ્યું છે કે હવે મારી મોટી બહેન નથી રહી."
1 રૂપિયામાં કુલભૂષણનો કેસ
વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કુલભૂષણ જાધવનો કેસ લડી રહ્યા છે.
આ અંગે સાલ્વેએ નેધરલૅન્ડ્સના હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય કોર્ટ ખાતે બીબીસી સાથે વાતચીત કરી હતી.
સાલ્વેએ કહ્યું હતું તેમને ફી પેટે એક રૂપિયો મળી રહ્યો છે.
સાલ્વે 18 જુલાઈના રોજ બીબીસીને જણાવ્યું હતું, "હજુ સુધી મને ફીનો એક રૂપિયો મળ્યો નથી. સુષમાજી સાથે ફોન પર વાત થઈ છે. તેમણે કહ્યું હતું કે ભારત આવશો ત્યારે તમારો એક રૂપિયો લઈ લેજો."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો