You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમિત શાહ કાશ્મીરના મુદ્દે રાજનાથ સિંહથી કેટલા અલગ?
- લેેખક, ખાલિદ શાહ
- પદ, ઍસોસિયેટ ફેલો, ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન
ગૃહમંત્રી અમિત શાહે લોકસભા અને રાજ્યસભામાં ભાષણ આપતાં કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો. જે મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન કાશ્મીરની નીતિને સ્પષ્ટ કરે છે.
મોદી સરકારના પહેલા કાર્યકાળમાં કાશ્મીરની નીતિને લઈને ઘણો ઊહાપોહ થયો હતો.
જોકે આ ભાષણ પછી લાગે છે કે નવી સરકાર એક નવી નીતિ સાથે કાશ્મીરના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
મોદી સરકારના પહેલા કાર્યકાળમાં કાશ્મીરને લઈને એક યોગ્ય અને મજબૂત નીતિ સામે આવી ન હતી. આનું કારણ એ પણ હતું કે પીડીપી અને બીજેપીનાં રાજકીય હિત અલગઅલગ હતાં.
બીજેપી-પીડીપી ગઠબંધનમાં એક પાર્ટી કાશ્મીર નીતિને નરમ અલગાવવાદ તરફ ખેંચી રહી હતી.
જ્યારે બીજી પાર્ટી કોઈ પણ રીતે સમાધાન કરવા માટે તૈયાર ન હતી અને ઉગ્રવાદ, અલગાવવાદ પ્રત્યે કઠોર વલણ અપનાવવાને તેમણે એકમાત્ર વિકલ્પ માન્યો.
આનું પરિણામ એ આવ્યું કે બંનેમાંથી એક પણ નીતિ યોગ્ય રીતે લાગુ ન કરી શકાઈ. બંને પાર્ટીઓના વલણમાં રહેલા વિરોધાભાસે કાશ્મીરને અંધકારમાં ધકેલી દીધું હતું.
પરંતુ અમિત શાહનું ભાષણ કાશમીર પર બીજેપીની નવી નીતિ વિશે કહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વાજપેયીનું નામ ખાલી જુમલો જ હતો?
આ નીતિના બે ત્રણ પાસાં નક્કી છે. પહેલો એ કે કાશ્મીરમાં ઉગ્રવાદની સામે ઑપરેશન ઑલઆઉટ ચાલુ રહેશે.
બીજું પાસું એ કે ઉગ્રવાદીઓની સામે લશ્કરી દળનું કાઈનેટિક ઑપરેશન ચાલુ રહેશે.
આની સાથે જ એનઆઈએ હુર્રિયત સહિત બીજા તમામ અલગાવવાદી સંગઠનની સામે પોતાની તપાસ ચાલુ રાખશે, જેથી ઉગ્રવાદીઓને મળતું આર્થિક, લૉજિસ્ટિકલ અને વૈચારિક સમર્થન ઓછું મળે.
પરંતુ અમિત શાહના ભાષણમાં અટલ બિહારી વાજપેયીનો નારા કાશ્મીરિયત, જમ્હુરિયત અને ઇન્સાનિયતનો પ્રયોગ કરવાની વાત સૌથી ચોંકાવનારી વાત હતી.
રાજકીય દળો અને તમામ બીજા પક્ષોએ સમયાંતરે કાશ્મીરને લઈને વાજપેયીની નીતિને સમર્થન આપ્યું છે.
જોકે હવે એવું લાગે છે કે વાજપેયીનો રસ્તો વર્તમાન સરકારની કાશ્મીર નીતિ માટે એક જુમલા જેવો થઈ ગયો છે.
ગૃહમંત્રીની કાશ્મીરિયત, જમ્હુરિયત અને ઇન્સાનિયતની પરિભાષા અટલ બિહારી વાજપેયીની ઘણી મહેનતથી વાતચીતના રસ્તે વિવાદને દૂર કરવાની નીતિથી વિપરીત છે.
ગૃહમંત્રીએ પોતાના ભાષણમાં ચોખ્ખું કહ્યું છે કે ઉગ્રવાદીઓ સાથે કોઈ પણ પ્રકારની વાતચીત નહીં થઈ શકે.
કાશ્મીરમાં સારા અને ખરાબ લોકો
પોતાની હાલની કાશ્મીરયાત્રામાં તેમણે સ્થાનિક પાર્ટીઓ જેવી કે નેશનલ કૉન્ફરન્સ અને પીડીપીની સાથે મળવાનું યોગ્ય સમજ્યું ન હતું.
ગૃહમંત્રીના ભાષણને સાંભળીને એવું લાગે છે કે કેન્દ્ર સરકારે કાશ્મીરમાં સારાં, ખરાબ અને નઠારાં તત્ત્વોની ઓળખ કરી લીધી છે.
આમાં સૌથી નઠારા લોકો સામે ઑપરેશન ઑલઆઉટ કામ કરશે અને એનઆઇએની તપાસ ચાલુ રહેશે.
આ પછી ખરાબ લોકો પર દબાણ કરવામાં આવશે, તેમને મનાવવામાં આવશે અને સાચા રસ્તા પરથી ભટકવા માટેની સજા પણ આપવામાં આવશે.
આની સાથે જ સારા લોકોને વિકાસની યોજનાઓનો લાભ આપવામાં આવશે.
શાહે પોતાના ભાષણમાં સંકેત આપ્યો કે સરકાર વિકાસ અને પ્રશાસન માટે વિશેષ પગલું લેવા માગે છે.
એ વાતની અપેક્ષા કરવી સમજદારી નહીં હોય કે ઉગ્રવાદી અને અલગાવવાદીઓ પ્રત્યે કઠોર વલણ અપનાવવાથી જમ્મુ-કાશ્મીરમાં શાંતિ આવશે.
પરંતુ એવું લાગે છે કે નવી સરકાર કાશ્મીરને લઈને પોતાના પહેલા કાર્યકાળની સરખામણીએ સારી નીતિની સાથે આગળ વધવા માગે છે.
જોકે કાશ્મીરમાં ગત કેટલાંક વર્ષોમાં વાસ્તવિક સ્થિતિ બહુ ઝડપી બદલાઈ ગઈ છે.
નિયંત્રણમાં ઉગ્રવાદી સંગઠન
વર્ષ 2017માં ચૂંટણીમાં હિંસા અને ઓછા મતદાનના કારણે અનંતનાગ લોકસભા સીટ પર ઉપચૂંટણી રદ્દ થયા પછી એવું લાગ્યું કે રાજ્ય પ્રશાસને હાથ અધ્ધર કરી દીધા છે.
પરંતુ તે સમયે સ્થિતિ ઘણી નિયંત્રણમાં આવી ગઈ હતી. જોકે હાલની લોકસભા ચૂંટણીમાં કોઈ મોટી હિંસાની ઘટના સામે આવી ન હતી.
આની સાથે જ હુર્રિયતનું બદલાયેલું વલણ, વિશેષ કરીને વાતચીતની દિશામાં મીરવાઈઝ ઉમર ફારુકનું હકારાત્મક નિવેદન કહે છે કે અલગાવવાદીઓનું એક જૂથ એનઆઈએના દબાણના કારણે ઝૂકી ગયું છે.
જોકે કેન્દ્ર સરકારે મીરવાઈઝના સંકેતોને નજરઅંદાજ કરતાં જમ્મુ-કાશ્મીરના મુખ્ય દળોને તપાસનાં કેન્દ્રમાં લાવવામાં આવ્યાં છે.
ઓમર અબ્દુલ્લાહે ગૃહમંત્રી અમિત શાહની પહેલી કાશ્મીરયાત્રા પર કહ્યું કે, 'મને આશા છે કે (કેન્દ્ર સરકારમાં કાશ્મીરની) સ્થિતિઓની જમીની હકીકત અને રાજ્યને લઈને નીતિમાં બદલાવની જરૂરિયાત માટે સારી સમજણ છે.'
આના કેટલાક દિવસ પછી લોકતંત્ર સંસદમાં ગૃહમંત્રી અમિત શાહના ભાષણનો મહત્ત્વનો ભાગ બન્યો.
તેમણે પોતાનો મોટો સમય લોકતંત્ર અને ચૂંટણી પર વાત કરવામાં ખર્ચ કર્યો, કૉંગ્રેસ સરકારની ભૂલોને ગણાવી.
તેમણે કહ્યું કે ચૂંટણીઓમાં થયેલી ગેરરીતિના કારણે કાશ્મીરીઓ અને નવી દિલ્હીની વચ્ચે અવિશ્વાસ ઊભો થયો.
શાહે ચોખ્ખું કહ્યું કે હવે લોકતંત્રનું હનન ક્યારેય નહીં થાય. તેમણે રાજ્યમાં ઊભી થયેલી ખરાબ સ્થિતિ માટે પીડીપી, નેશનલ કૉન્ફરન્સ અને કૉંગ્રેસને જવાબદાર ઠેરવ્યા.
આનાથી આગળ જઈને કેન્દ્ર સરકાર સિસ્ટમને સાફ કરવા માટે ભ્રષ્ટાચારી રાજકારણીઓની વિરુદ્ધ ફાઈલો ખોલવા માટે તૈયાર જોવા મળી રહી છે.
કાશ્મીરીઓનો ભરોસો જીતવાના પ્રયત્નો
અમિત શાહે પોતાના ભાષણમાં નેશનલ કૉન્ફરન્સની વાત કરતાં ચૂંટણીમાં ગેરરીતિ કરીને રાજ્યમાં લોકતંત્રનું હનન કરવાના ઇતિહાસ પર વાત કરી. તેમણે આ કહીને સામાન્ય કાશ્મીરીઓનો કેન્દ્ર સરકાર પ્રત્યેના જૂના ગુસ્સા પર ધ્યાન ખેંચ્યું છે.
સંસદમાં જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીમાં ગેરરીતિ ઓછી જ થાય છે.
પરંતુ અમિત શાહે ભાષણમાં આનો ઉલ્લેખ કરીને કાશ્મીરીઓમાં થોડો વિશ્વાસ ઊભો કરી શકે છે.
પંરતુ જમ્હુરિયતની સાચી પરીક્ષા ત્યારે થશે જ્યારે કેન્દ્ર સરકાર જલદીથી જલદી કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજશે.
માણસાઈ વિશે વાત કરતાં અમિત શાહે સમાજ કલ્યાણ અને વિકાસની યોજનાઓમાં વિકાસની વાત કરી.
પરંતુ આ માણસાઈ શબ્દની બહુ જ સામાન્ય વ્યાખ્યા છે. કારણ કે વાજપેયીના સંબંધ સુધારવાના પ્રયત્નોએ જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિઓને બદલી નાખી છે.
આ પહેલાં મનમોહન સરકાર સહિત કેટલીયે સરકારોએ કાશ્મીર માટે મોટા આર્થિક અને વિકાસના પૅકેજની જાહેરાત કરી છે.
પરંતુ કેન્દ્ર સરકારે આનાથી એક પગલું આગળ વધીને લોકોના દિલ અને મગજ જીતવાના પ્રયત્નો કરવા જોઈએ.
કાશ્મીરીઓના મનમાં ડર
રાજ્યસભાના પોતાના ભાષણમાં અમિત શાહે કહ્યું કે કાશ્મીરીઓએ ડરવાની જરૂર નથી.
પરંતુ કાશ્મીરના લોકોમાં હાલ સૌથી મોટો ડર એ છે કે બીજેપી સરકાર આર્ટિકલ 370 કે જે કાશ્મીરની ઓળખની રક્ષા કરે છે, તેને સમાપ્ત કરી દેશે.
બીજેપીના મોટા નેતાઓ, જેમાં રામમાધવનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે હવે આર્ટિકલને હઠાવવો જ પડશે. એવાં નિવેદનોએ કાશ્મીરિયોના હૃદયમાં ડર પેદા કર્યો છે.
જોકે, આમાં કોઈ બે મત નથી કે કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થામાં ભારે વધારો થયો છે.
આની સાથે જ ગૃહમંત્રીનો કાશ્મીરિયત, જમ્હુરિયત અને ઇન્સાનિયતનો નારો કાશ્મીરના લોકો માટે એક હકારાત્મક સંદેશ છે.
પરંતુ આની સાથે જે આ કહેવું જરૂરી છે કે એક નાની જ્વાળા પણ કાશ્મીરને સળગાવી શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો