ટૂંકા કપડાંને લઈને મહિલાઓ વચ્ચે થયો ઝઘડો, સોશિયલ મીડિયા પર ચર્ચા

વાયરલ વીડિયોમાં મહિલા

ઇમેજ સ્રોત, VIRAL VIDEO

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલાનો કેટલીક યુવતીઓ સાથે ઝઘડો થઈ રહ્યો છે.

યૂઝર શિવાની ગુપ્તાએ આ વીડિયો તેના ફેસબુક પેજ પર શૅર કર્યો છે.

શિવાનીનો આરોપ છે કે રેસ્ટોરાંમાં એક મહિલાએ તેમનાં વસ્ત્રો પર વાંધો ઉઠાવતા કેટલાક યુવકોને તેની સાથે દુષ્કર્મ કરવા કહ્યું.

શિવાનીએ પોસ્ટ શૅર કરતાં લખ્યું કે, "આજ મને અને મારા મિત્રોને એક રેસ્ટોરાંમાં એક મહિલાએ હેરાન કર્યાં, કારણ કે મેં ટૂંકાં વસ્ત્રો પહેર્યાં હતાં."

વીડિયોમાં દેખાઈ રહેલી આધેડ મહિલાએ રેસ્ટોરાંમાં સાત યુવકોને મારી સાથે દુષ્કર્મ કરવા કહ્યું, કારણ કે તેમના મતે મારાં ટૂંકાં વસ્ત્રોને કારણે મારી સાથે આવું જ થવું જોઈએ."

આખો વીડિયો લગભગ નવ મિનિટનો છે.

પોસ્ટમાં આગળ લખ્યું છે, "તેમની રૂઢિચુસ્ત માનસિકતાનો વિરોધ કરવા માટે સહકર્મચારીઓના સહયોગથી અમે તેમને બાજુના એક શૉપિંગ સેન્ટરમાં લઈ ગયાં."

"અમે તેમને માફી માગવાની તક આપી, પણ કોઈ ફાયદો ન થયો."

" તેમને કોઈ ફેર ન પડ્યો. ત્યાં ઉપસ્થિત અન્ય મહિલાઓએ પણ તેમને માફી માગવા કહ્યું હતું."

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

માફી માગવાનો ઇનકાર

વાયરલ વીડિયોમાં મહિલા

ઇમેજ સ્રોત, FACEBOOK/SHIVANI GUPTA

આ ઘટના હરિયાણાના ગુરુગ્રામની છે.

વીડિયોમાં દેખાય છે કે એક શૉપિંગ સેન્ટરમાં ઉપસ્થિત મહિલાઓ વચ્ચે ઉગ્રતાથી દલીલો થઈ રહી છે અને જે મહિલા પર આરોપ લગાવાઈ રહ્યા છે તે પોલીસને બોલાવવાની વાત કહે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલાનો વીડિયો બનાવાઈ રહ્યો છે અને એક યુવતી તેમને માફી માગવા માટે વારંવાર કહી રહી છે.

તેમજ માફી ન માગે તો વીડિયો વાઇરલ કરવાની ધમકી પણ આપી રહી છે.

વીડિયોમાં બે મહિલાઓ વચ્ચે વાતચીત થઈ રહી છે.

જે મહિલાનો વીડિયો બનાવાઈ રહ્યો છે તે કહે છે, "હું તમારી સાથે વાત કરવા નથી માગતી."

આ સમયે એક યુવતી કહે છે, "એક મહિલા હોવા છતાં તમે આવી નિમ્ન વાત કરી કે એક રૂમમાં રહેલા બધા યુવકો એક યુવતી પર દુષ્કર્મ આચરે."

લાઇન

આપને આ પણ વાંચવું ગમશે

લાઇન

આ વાત પર તે 'મહિલા' રાઇટ કહી હસીને નીકળી જાય છે.

પછી બીજી એક યુવતી બોલવા લાગે છે, "હવે આગળ શું? મારાં કપડાંની લંબાઈને લઈને તમારું ભાષણ ક્યાં ગયું? મારી સાથે દુષ્કર્મ થવું જોઈએ, તમે એમ જ કહ્યું હતું ને?"

ત્યારે જ મહિલા શૉપિંગ સેન્ટરના સ્ટાફને પોલીસ બોલાવવાનું કહેવા લાગે છે.

પછી તે જ યુવતી કહે છે, "તમને ખબર હોવી જોઈએ કે હું પુરાવાના ભાગરૂપે રેસ્ટોરાંમાંથી ફૂટેજ લેવાં જઈ રહી છું. "

"તમારે હવે માફી માગવી પડશે. તમે અત્યારે જ માફી માગો... "

"જો તમે માફી નહીં માગો તો હું તમારું જીવવું મુશ્કેલ કરી દઈશ. તમારો વીડિયો વાઇરલ કરી દઈશ."

પણ મહિલા માફી માગવાની ના કહે છે અને ત્યાંથી જવા માટે કહે છે.

line

'બધાનું ધ્યાન ખેંચવા માટે ટૂંકાં કપડાં પહેરવાં ઇચ્છે છે'

ફેસબુક પોસ્ટ

ઇમેજ સ્રોત, FACEBOOK/SHIVANI GUPTA

આ પછી મામલો વણસે છે.

શૉપિંગ સેન્ટરનો સ્ટાફ આ ઝઘડાને શાંત પાડવા પ્રયાસ કરે છે.

ત્યારે જ અન્ય એક મહિલા પોતાની વાત મૂકે છે.

તે કહે છે, "મારે પણ બે દીકરી છે અને મને એ વાતનો કોઈ ફેર નથી પડતો તે શું પહેરે છે. તમને કોઈનાં કપડાં વિશે ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી."

"તમારે આ યુવતીની માફી માગવી જ જોઈએ."

આ પછી પણ વિવાદ ચાલતો રહે છે અને યુવતીઓ શૉપિંગ સેન્ટરની બહાર જઈ વાત કરવાનું કહે છે.

બંને પક્ષો એકબીજા સામે બૂમો પાડવા લાગે છે.

લાઇન

આપને આ પણ વાંચવું ગમશે

લાઇન

વીડિયોના અંતમાં દેખાય છે કે એક મહિલા કહે છે, " હેલો ગાયઝ, આ યુવતીઓ બધાનું ધ્યાન ખેંચવા માટે ટૂંકાં કપડાં પહેરવાં ઇચ્છે છે."

"કેટલી સારી વાત છે. બધી મહિલાઓએ દુષ્કર્મ થાય તે માટે ટૂંકાં કપડાં પહેરવાં જોઈએ અથવા નગ્ન રહેવું જોઈએ."

"જો તમે આમનાં માતાપિતા છો તો આ યુવતીઓને કાબૂમાં રાખો, તેમના વ્યવહાર અને કપડાંઓ વિશે કેળવણી આપો."

આ પછી યુવતીઓ એ મહિલાને કહે છે કે 'આંટી, તમે પહેરેલી કુર્તી પણ ઘણી ચુસ્ત છે તો તમારી સાથે પણ ક્યાંક કંઈક અઘટિત ન બને.'

આ પછી પણ વિવાદ શમતો નથી. શિવની ગુપ્તાની પોસ્ટ 20 હજારથી વધારે વાર શૅર થઈ છે અને કેટલાય લોકોએ તેના પર કૉમેન્ટ કરી છે.

મોટાં ભાગનાં લોકો શિવાનીનું સમર્થન કરે છે, પણ કેટલાકને શિવાનીના વીડિયો પોસ્ટ કરવા સામે વાંધો ઉઠાવ્યો છે.

line

સોશિયલ મીડિયા પર ચર્ચા

કમેન્ટ

ઇમેજ સ્રોત, FACEBOOK/SHIVANI GUPTA

યૂઝર શીતલ યુવરાજ સિંહ પરહારે કૉમેન્ટ કરી, "મહિલાની માનસિકતા જોઈ ઘણું દુ:ખ થયું. સાથે જ એ દેખાય છે કે કેવી રીતે પરિપક્વ લોકો પોતાની પરિપક્વતા ગુમાવી દે છે."

તો બીજી તરફ એક યૂઝર વાણી મેગોને વીડિયો પોસ્ટ કરવા સામે સવાલો ઉઠાવ્યા છે.

તેમણે લખ્યું, "તેમણે જે કર્યું તે ખોટું હતું, પણ તમને તેમની સહમતી વિના આ વીડિયો પોસ્ટ કરવાનો અધિકાર નથી."

"તે તેમનો વિચાર છે, પણ તેમનો ચહેરો સોશિયલ મીડિયા પર બતાવીને તમને કોઈ લાભ નહીં થાય."

કમેન્ટ

ઇમેજ સ્રોત, FACEBOOK/SHIVANI GUPTA

અન્ય એક યૂઝર ભરત અસાનીએ સવાલ પૂછ્યો છે, "લોકોને એ જ્ઞાન કેવી રીતે મળે છે કે કઈ લંબાઈનાં કપડાં પહેરવાંથી દુષ્કર્મ આચરાય છે?"

"શું મોટા ભાગના દુષ્કર્મ આચરનારાઓએ આ વાતનો સ્વીકાર કર્યો છે?"

"એવું લાગે છે કે ભારતીયોને બીજાને કેવું લાગશે તે વિચાર્યા વિના જે મનમાં આવે તે કહી દેવાની આદત છે."

કમેન્ટ

ઇમેજ સ્રોત, FACEBOOK/SHIVANI GUPTA

આ વીડિયોમાં બંને પક્ષની મહિલાઓ વારેવારે પોલીસ બોલાવવાની વાત કહી રહી છે, પણ જ્યારે બીબીસી હિંદીએ ગુરુગ્રામના જોઇન્ટ કમિશનર ઑફ પોલીસ સાથે વાતચીત કરી તેમણે કહ્યું કે તેમની પાસે આવી કોઈ ફરિયાદ આવી નથી.

લાઇન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો