ક્યારેક કૉંગ્રેસ-ક્યારેક ભાજપ! આખરે કોણ છે આ બુરખાધારી?

ઇમેજ સ્રોત, SM VIRAL POST
- લેેખક, ફૅક્ટ ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
સોમવારે થયેલા ચોથા તબક્કાના મતદાન સાથે જોડીને બુરખો પહેરેલી એક વ્યક્તિની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. તસવીરમાં આ વ્યક્તિને બે લોકોએ પકડેલી જોઈ શકાય છે.
આ તસવીરો સાથે લખવામાં આવ્યું છે, "બુરખો પહેરીને શમીનાના નામે કૉંગ્રેસને બોગસ મત આપતા ઝડપાયેલો કૉંગ્રેસી કાર્યકર."
દક્ષિણપંથી વલણ ધરાવતા ફેસબુક પેજ @Namo2019PM પર આ બન્ને તસવીરો આ જ દાવા સાથે પોસ્ટ કરવામાં આવી છે, જેને 9200 લોકો શૅર કરી ચૂક્યા છે.
આ બન્ને તસવીરો અમને બીબીસીના વાચકોએ પણ વૉટ્સઍપના માધ્યમથી મોકલી અને તેની સત્યતા જાણવા ઇચ્છા વ્યક્ત કરી.

તમે આ વાંચ્યું કે નહીં?

ફૅક્ટ ચેકનું પરિણામ

ઇમેજ સ્રોત, SM VIRAL POST
વાઇરલ તસવીરોની તપાસમાં અમે જાણ્યું છે કે લોકસભા ચૂંટણી 2019 સાથે આ તસવીરનો કોઈ સંબંધ નથી.
આ બન્ને તસવીરો વર્ષ 2015ની છે.
રિવર્સ ઇમેજ સર્ચની મદદથી અમને આ તસવીર સાથે જોડાયેલા ચાર આર્ટિકલ મળ્યા કે જે ક્ટોબર ઑક્ટોબર 2015માં છપાયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ દરેકમાં બુરખો પહેરેલી આ વ્યક્તિની તસવીરનો ઉપયોગ કરાયો હતો.
આમાંના સૌથી જૂના આર્ટિકલ 'સ્કૂપ-વ્હૂપ' અનુસાર આ તસવીર કથિતરૂપે એ સંઘકાર્યકરની છે, જેમને ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં સ્થાનિક લોકોએ મંદિરમાં ગૌમાંસ ફેંકતા પકડ્યા હતા.

ઇમેજ સ્રોત, SCOOPWHOOP
અન્ય રિપોર્ટ અનુસાર બુરખો પહેરેલી આ વ્યક્તિની તસવીરો એ સમયે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગઈ હતી.
જોકે, ત્યારબાદ આ ઘટના સાથે સંબંધિત લગભગ દરેક ટ્વીટ્સ અને ફેસબુક પોસ્ટ્સને હટાવી દેવામાં આવી હતી.
આ રિપોર્ટ્સના આધારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તરફથી આ વાતની ઔપચારિક પુષ્ટિ થઈ શકી નથી કે સંઘ સાથે જોડાયેલા કોઈ કાર્યકરની ખરેખર ધરપકડ થઈ હતી કે કેમ?
પરંતુ જૂના અહેવાલો પરથી ચોક્કસ સ્પષ્ટ થાય છે કે હાલ ચાલી રહેલી લોકસભા ચૂંટણી સાથે આ બન્ને તસવીરોનો કોઈ સંબંધ નથી.


બીજા કેટલાક દાવા

ઇમેજ સ્રોત, SM VIRAL POST
લોકસભા ચૂંટણી 2019માં પહેલા તબક્કાના મતદાન બાદ પણ આ બન્ને જૂની તસવીરો સોશિયલ મીડિયા પર ખોટા દાવા સાથે શૅર કરવામાં આવી હતી.
કેટલાક ફેસબુક ગ્રૂપમાં વ્યક્તિને ઉત્તર પ્રદેશના મુઝ્ઝફરનગરની ગણાવવામાં આવી હતી, તો કેટલાકમાં આ તસવીરોને ઉત્તર પ્રદેશના જ સહારનપુરની ગણાવવામાં આવી હતી અને લખવામાં આવ્યું કે આ માણસ ભાજપનો કાર્યકર છે.

ઇમેજ સ્રોત, SM VIRAL POST
બીબીસી તેની સ્વતંત્ર પુષ્ટિ કરી શકતું નથી કે આ તસવીરો કઈ ઘટના સાથે જોડાયેલી છે. પરંતુ એટલું સ્પષ્ટ છે કે 2019ની લોકસભા ચૂંટણી સાથે તેનો કોઈ સંબંધ નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












