You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Fani Cyclone: ઓડિશાના પુરીમાં 34 લોકોનાં મૃત્યુ, મોટા પાયે નુકસાન
ઓડિશાથી મળતા અહેવાલો મુજબ ફોની વાવાઝોડામાં અત્યાર સુધી 34 લોકોનાં મૃત્યુ થયા છે, પુરીમાં 21 લોકોનાં મૃત્યુ થયાં છે.
સ્થાનિક પત્રકાર સુબ્રત કુમાર પતિ સાથે વાતચીતમાં રાહત અને બચાવ સચીવે આ વાતની પુષ્ટિ કરી હતી.
આ દરમિયાન નેવી અને એનડીઆરએફની ટૂકડીઓ બચાવ કાર્યમાં પહોંચી છે.
ઓડિશાના મુખ્ય મંત્રી નવીન પટનાયકના કહેવા પ્રમાણે, રાહત કૅમ્પો હજી 15 દિવસ ચાલુ રહશે અને ત્યાં લોકોને રાંધેલુ ભોજન આપવામાં આવશે.
તેમણે વીજળી અને પીવાનું પાણી લોકોને ઝડપથી મળી રહે તે માટે યુદ્ધને ધોરણે કામગીરી ચાલી રહી હોવાનું જણાવ્યું છે.
તેમણે કહ્યું કે સ્થિતિ ખૂબ ખરાબ છે અને આ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત થઈ છે.
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ઓડિશાની મુલાકાત લેવાના છે.
પૂરીના ખાસ રાહત અધિકારી કહ્યું કે વાવાઝોડાનો સમય પૂરો થયો છે પરંતુ તેને લીધે મોટાપાયે નુકસાન થયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પૂરી જિલ્લામાં મોટાભાગના કાચા મકાનો પડી ગયા છે. ખેતી અને પશુપાલનને મોટાપાયે નુકસાન થયું છે. તેમણે કહ્યું કે ટેલિકોમ્યુનિકેશનને પણ મોટાપાયે નુકસાન થયું છે અને તેને ઠીક કરવાની કામગીરી ચાલી રહી છે.
આની સાથ ઍર ઇન્ડિયાએ ભૂવનેશ્વર માટે વધારાની ફ્લાઈટની પણ જાહેરાત કરી છે.
મુખ્ય મંત્રી નવીન પટનાયકે કહ્યું છે કે નાશ પામેલા તમામ ઘરોને હાઉસિંગ યોજના હેઠળ આવરી લઈ ફરી બાંધવામાં આવશે.
આ ઉપરાંત તેમણે ખેતી, મતસ્યપાલન, પશુપાલન અને તમામ નુકસાનો સરવે કરી લોકોને વળતર ચૂકવવાની પણ જાહેરાત કરી છે.
રાજ્યમાં મોટા પાયે વૃક્ષો નાશ પામતાં ખાસ વૃક્ષારોપણ ઝુંબેશ પણ શરૂ કરવામાં આવશે એમ તેમણે જણાવ્યું છે.
મુખ્ય મંત્રીએ વાવાઝોડાથી બચાવ માટેના ઐતિહાસિક વિસ્થાપનની વાત કરીને ગઈકાલે મૃતાંક સિંગલ ડિજિટમાં હોવાનું કહ્યું હતું. જોકે, આજે આપેલા નિવેદનમાં હજી સુધી ચોક્કસ આંકડો આપ્યો નથી.
ફોનીની અસરને પગલે ઓડિશાની નીટની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.
બચાવ કામગીરીના વખાણ
ઓડિશાના મુખ્ય મંત્રી નવીન પટનાયકે બચાવ કામગીરીના વખાણ કરતાં કહ્યું કે ફકત 24 કલાકમાં 12 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા.
3.2 લાખ લોકોને ગંજમમાંથી, 1.3 લાખ લોકોને પૂરીમાંથી ખસેડવામાં આવ્યા. 7000 રસોડા અને 9000 શૅલ્ટર હોમ્સને રાતોરાત કાર્યરત કરવામાં આવ્યા અને આ મોટા કવાયતને 45,000 વૉલેન્ટિર્સે પાર પાડી.
સંયુક્ત રાષ્ટ્રની આપત્તિ નિવારણ સંસ્થાએ પણ મોટી હોનારતમાં ભારતે કરેલી બચાવની કામગીરીના વખાણ કર્યા છે.
તેમણે શૂન્ય માનવજીવન નુકસાનની નીતિને આવકાર્ય ગણાવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાંથી 12 લાખ લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યુ હતું.
અગાઉ જ્યારે વાવાઝોડું ત્રાટક્યું ત્યારે પુરીમાં પવનની ઝડપ 165થી 175 કિલોમિટર પ્રતિ કલાક હતી.
વાવાઝોડું અહીંથી પૂર્વોત્તર તરફ આગળ વધ્યું હતું. વાવઝોડાને લીધે બાંગ્લાદેશમાં 5 લોકોના મૃત્યુ થયા છે.
અગાઉ વિશેષ રાહત દળના કમિશનર બિશ્નુપદ સેઠીએ આ અંગેની જાણકારી આપતા કહ્યું હતુ કે અત્યાર સુધી દસ લાખ લોકોને દરિયાકિનારાના વિસ્તારોમાંથી સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે.
ઓડિશામાં NDRFની 28 અને ODRAFની 20 ટીમો બચાવ માટે તહેનાત કરવામાં આવી છે અને 900 જેટલા રાહત કૅમ્પો શરૂ કરવામાં આવ્યા છે.
વાવાઝોડાને પગલે રાજ્યના 15 જિલ્લાઓમાં અસર થઈ હતી., પશ્ચિમ બંગાળમાં પણ અસર થઈ હતી. અગાઉ રદ કરવામાં આવેલી ટ્રેન અને ફ્લાઇટ્સ સેવા ધીમેધીમે શરૂ કરવામાં આવી છે.
આ વાવાઝોડાથી ઓડિશાનાં 10,000 ગામો અને 52 શહેરો પ્રભાવિત થયાં છે.
આ દરમિયાન પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ ચૂંટણી રેલીઓ રદ કરી હતી. તેઓ પરિસ્થિતિના આકલન માટે ખડગપુરની મુલાકાત લીધી હતી.
બંધ કરવામાં આવેલું કોલકાતા એરપોર્ટ ફરી શરૂ કરવામાં આવ્યું છે. રેલવે તંત્ર દ્વારા 100 જેટલી ટ્રેન તકેદારીના ભાગરૂપે રદ કરવામાં આવી હતી તે આંશિક રીત ચાલુ કરવામાં આવી છે.
સાચો ઉચ્ચાર શો?
વાવાઝોડાના ઉચ્ચારને લઈને અલગઅલગ નામો સામે આવી રહ્યા છે ત્યારે મિનિસ્ટ્રી ઑફ અર્થ સાયન્સની પ્રેસ રિલીઝમાં વાવાઝોડાનો ઉચ્ચાર 'ફોની' કરવા જણાવાયું છે.
શુક્રવારે આઈએમડીના મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યા મુજબ આંધ્ર પ્રદેશમાં ચેતવણી હળવી કરી દેવામાં આવી હતી. આંધ્ર પ્રદેશના 3 જિલ્લાઓને ફોની વાવાઝોડાની અસર પહોંચી છે.
આંધ્ર પ્રદેશમાં રાહત અને બચાવ કામગીરી માટે ચૂંટણીપંચે આચારસંહિતા હળવી કરવાની જાહેરાત કરી છે. આંધ્ર પ્રદેશના ઇસ્ટ ગોદાવરી, વિશાખાપટ્ટનમ, વિઝિનાગ્રામ શ્રીકાકુલમ જિલ્લાઓને ફોની વાવાઝોડાની અસર પહોંચી છે.
અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક સહાય આપવામાં આવી રહી હોવાની વાત રાજસ્થાનની એક ચૂંટણી રેલીમાં કરી હતી.
કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આ અંગે ટ્ટીટ કરી લોકોને મદદરૂપ થવા કૉંગ્રેસ કાર્યકરોને વિનંતી કરી હતી.
આપને આ પણ વાચવું ગમશે
ઓડિશા કુદરતી આપત્તિની રાજધાની કેમ?
વાવાઝોડું ફોની છેલ્લા ત્રણ દાયકામાં ચોથું એવું તીવ્ર તોફાન છે જે દેશના પૂર્વના દરિયાકિનારે ટકરાયું છે.
વર્ષ 2013માં ફેલિન નામના વાવાઝોડાએ ઓડિશામાં તારાજી સર્જી હતી અને તે 1999 બાદ આવેલું સૌથી ભયાનક તોફાન હતું.
વર્ષ 2017માં ઓખી વાવાઝોડામાં 200 લોકો માર્યાં ગયા હતા અને હજારો લોકો બેઘર બન્યા હતા.
ઑક્ટોબર 2018માં તિતલી નામના વાવાઝોડાના કારણે ઓડિશામાં હજારો લોકોએ સ્થળાંતર કરવુ પડ્યું હતું.
ઓડિશાને કુદરતી આપત્તિની રાજધાની કહેવામાં આવે છે. વર્ષો સુધી રાજ્ય કુદરતી આપત્તિઓનો સામનો કરતું આવ્યું છે.
ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇકૉનૉમી ગ્રોથના સુદામીની દાસ પોતાના રિસર્ચ પેપર ઇકૉનૉમિક્સ ઑફ નેચરલ ડિઝાસ્ટરમાં લખે છે, "1900થી 2011 વચ્ચે ઓડિશામાં 59 વખત પૂર આવ્યાં, 24 વખત ભયંકર વાવાઝોડાં આવ્યાં, 42 વખત દુષ્કાળ પડ્યો, 14 વખત રાજ્યએ ભયંકર હિટવેવનો સામનો કર્યો અને 7 વાર ટૉર્નેડોનો સામનો કર્યો."
ઉપરોક્ત આંકડાઓને ધ્યાને લેતા રાજ્યે સરેરાશ 1.3 વર્ષે એક કુદરતી આપત્તિનો સામનો કર્યો છે.
તેમના આ રિસર્સ પેપરમાં દાસ જણાવે છે કે આ ગાળામાં 1965થી લગભગ દર વર્ષે રાજ્યે એકથી વધારે મોટી દુર્ઘટનાઓનો સામનો કર્યો છે.
ડાઉન ટુ અર્થના અહેવાલ પ્રમાણે છેલ્લી સદીમાં ભારતીય ઉપમહાદ્વીપમાં 1,035 જેટલાં વાવાઝોડાં આવ્યાં છે. જેમાં અડધાથી વધારે પૂર્વ તટ તરફ ટકરાયાં છે.
જેમાંથી 263 નાનાં-મોટાં વાવાઝોડાં ઓડિશાના દરિયાકિનારે ટકરાયાં છે.
આપને આ પણ વાચવું ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો