દુશ્મનો માટે ભારતની 'ધનુષ' તોપ ખતરનાક સાબિત થશે?

    • લેેખક, જુગલ પુરોહિત
    • પદ, બીબીસી સંવાદદાતા

જ્યારે પુલવામા હુમલાના મપદંડો અને તીવ્રતાની તપાસ થઈ રહી હતી ત્યારે 18 ફેબ્રુઆરીએ રક્ષા મંત્રાલયે એક મહત્ત્વનો નિર્ણય લીધો.

પહેલી વખત ભારત સરકાર દ્વારા સંચાલિત વિશાળ ઔદ્યોગિક સંસ્થા ઑર્ડિર્નેસ ફૅક્ટરી બોર્ડને ભારતમાં જ મોટા પાયા પર હથિયાર બનાવવાનું કામ સોંપવામાં આવ્યું.

આ જ અઠવાડિયામાં સોમવારે ઑર્ડિર્નેસ ફૅક્ટરીએ પહેલી વખત 114 સ્વદેશી 155એમએમx45 કૅલિબર તોપના મોટા સ્તર પર ઉત્પાદન માટે લીલી ઝંડી બતાવવામાં આવી. આ તોપ છે, 'ધનુષ' જેને આર્ટિલરી ગન પણ કહે છે.

દૂર સુધી વાર કરી શકતી આ તોપ મુશ્કેલથી મુશ્કેલ રસ્તામાં પણ સરળતાથી ચાલી શકે છે. તેમજ દિવસના અજવાળા સાથે રાતના અંધારામાં પણ સચોટ નિશાન લગાવી શકે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

રક્ષા મંત્રાલયનું આ પગલું એક દૂરોગામી નિર્ણય કેમ છે, એ જાણવા માટે આપણે પહેલાં 'ધનુષ'ની પૃષ્ઠભૂમિ વિશે જાણવું પડશે.

1999માં થયેલાં કારગિલ યુદ્ધની સ્થિતી 'ધનુષ'ની કહાણી સમજવામાં મદદ કરી શકે છે.

કારગિલ યુદ્ધ દરમિયાન પહાડી વિસ્તારોમાં ભારતીય સેનાની લાંબી તોપો ગોઠવાયેલી હતી. તેમાંથી ધુંઆધાર ગોળીબાર થઈ રહ્યો હતો, જેથી પાકિસ્તાન પક્ષી ઘૂંસણખોરોને ભગાવી શકાય.

એ બોફોર્સ તોપો હતી. જેના સંદર્ભે બાદમાં ભ્રષ્ટાચારના આરોપ પણ લગાવાયા હતા અને આજે પણ એ મુદ્દો ચર્ચાતો રહે છે.

'ધનુષ'ની કહાણી બોફોર્સ અને યુદ્ધ બાદ પેદા થયેલી જટિલ પરિસ્થિતિઓ પછી શરૂ થાય છે.

અધૂરા દસ્તાવેજ અને 'ધનુષ'ની શરૂઆત

જ્યારે ભારતે 410 બોફોર્સ તોપો ખરીદી હતી તેમાં 1980નો 'ટૅકનૉલૉજીના સ્થળાંતર'નો એક અધૂરો દસ્તાવેજ તેના માટે શરૂઆતનું પગલું માનવામાં આવે છે.

પરંતુ બોફોર્સ તોપો બાબતે ભ્રષ્ટાચારના આક્ષેપ થયા બાદ તે અંગે આગળ કંઈ પણ થવું શક્ય નહોતું.

જ્યારે આ સોદા મુદ્દે બધું અટકેલું હતું ત્યારે જ કારગિલનું યુદ્ધ શરૂ થઈ ગયું.

તમે આ વાંચ્યું કે નહીં?

આ યુદ્ધમાં અંદાજ આવ્યો કે આ તોપ શું કરી શકે છે. સાથે જ એ પણ સમજાયું કે ભારત પાસે તે સમયના હથિયારો કેટલાં જૂનાં થઈ ચૂક્યાં હતાં.

બોફોર્સ 39 કૅલિબરની તોપ હતી. જેમાં 155 મીમી. ગોળા બારૂદનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેની રૅન્જ માત્ર 29 કિલોમિટર સુધીની હતી. જેમકે તે વખતે ટૅક્નૉલૉજી 45 કૅલિબર સુધી પહોંચી ગઈ હતી. તે વધુ દૂર સુધી વાર કરી શકતી હતી.

બોફોર્સને આધુનિક બનાવવાના ભારતના પ્રયત્નો સફળ તો થયા પણ તેની રૅન્જ 30 કિલોમિટરથી ન વધી શકી.

આખરે ઑક્ટોબર 2011માં ધનુષના નિર્માણનો રસ્તો સાફ થયો.

તપાસવામાં આવેલા તોપના નમૂના

તોપનું ઉત્પાદન કરવું અને ભારતીય સેનાને તે સોંપવું એ 'ધનુષ'ની સફળતા હતી.

નવેમ્બર 2012 સુધી 'ધનુષ'ના નમૂના બનાવીને તેમને બદલાતી જળવાયુ પરિસ્થિતિઓ અને વિસ્તારોમાં તપાસ કરવામાં આવી. ઓએફબીના મતે આ તોપ રણ, મેદાન અને સિયાચીન બેઝ કૅમ્પના વિસ્તારોમાં પણ 4599 રાઉન્ડ ફાયર કરી શકે છે.

આ સાધનની ક્ષમતા, ગતિ અને ગુણવત્તા પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં વર્ષ 2017માં સીબીઆઈએ આ તોપનાં ઉત્પાદનમાં હલકી ગુણવત્તાનો સામાન ઉપયોગમાં લેવાયા હોવાના આરોપોની તપાસ પણ કરી હતી.

જોકે, 18 ફેબ્રુઆરીએ ટીમ 'ધનુષ'ને ઉત્પાદનની મંજૂરી મળી તેને વિકાસ તરફનું પગલું અને ઉત્પાદનની શરૂઆત તરીકે જોવું જોઈએ.

ભારતીય સેનાને ધનુષથી શું ફાયદો થશે?

તેનું વજન 13 ટન છે અને દરેક તોપની કિંમત 13 કરોડ રૂપિયા છે. 'ધનુષ' એક સ્વચાલિત બંદૂક છે, જેમાં ગોળી ચલાવવા અને જાતે ભાગવાની ક્ષમતા છે જેથી પ્રતિકારથી બચી શકે. 'ધનુષ' પોતાની વરાળથી 5 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે.

'ધનુષ' પ્રોજેક્ટ સાથે જોડાયેલા જબલપુર આધારિત ગન કૅરેજ ફૅક્ટરીના વરિષ્ઠ નિદેશક રાજીવ શર્મા કહે છે, "અમે 18 તોપોથી શરૂઆત કરી રહ્યા છીએ. અમે તે સેનાને ડિસેમ્બર 2019માં સોંપીશું. અમારું લક્ષ્ય વર્ષ 2022 સુધીમાં બાકીની તોપો સોંપવાનું છે."

તેઓ કહે છે, "આ 114 તોપો સોંપાઈ ગયાં પછી ધનુષના ભવિષ્યની શક્યતાઓ વધી ગઈ છે. તોપ પરંપરામાં 155 મીમી પરિવારની તરફ ઉત્તરોત્તર આગળ વધવાના સેનાના નિર્ણયનો મતલબ છે કે ધનુષના વધવાની ખરેખર શક્યતાઓ છે."

આજે આ તબક્કામાં એક અધૂરા ટીઓટી દસ્તાવેજ લાવવા ઓએફબી, ભારતીય સેના અને સંબંધિત સંગઠનો દ્વારા થતા પ્રયત્નો પર વિશ્વાસ દર્શાવાનો છે. જોકે, તોપોનાં માપદંડો અને જટિલતાને જોતાં આ ઉત્પાદન પ્રક્રિયાને સ્થિર કરવી અને સેનાને સમર્થન આપવું એક સંપૂર્ણ અલગ બાબત છે.

છતાં સેના મુખ્યાલયમાં પૂર્વ મહાનિદેશક લેફ્ટનન્ટ જનરલ પી. આર. શંકરના શબ્દોમાં ધનુષ ભારતીય સેનાની મુખ્ય તાકાત રૂપે બહાર આવશે. આ ઘણી આર્ટિલરી પરિયોજનાઓમાંની એક છે, પરંતુ સફળ થશે.

કેટલીક અન્ય તોપો

ગયા નવેમ્બરમાં 145 એમ777 એ2 અલ્ટ્રા લાઇટ હોવિત્ઝર (155એમએમ X 39 કૅલિબરની તોપ) લાવવામાં આવી. તેનું વજન 4.5 ટનથી ઓછું છે અને તેને સરળતાથી કોઈ પણ વિસ્તારમાં તરત મોકલી શકાય છે.

એમ777 એ2ની સાથે દસ કે9 વજ્ર, ટૅન્ક સહિત સ્વચાલિત તોપ(155એમએમ X 52 કૅલિબર) પણ લાવવામાં આવી. જે રણ વિસ્તારો અને મેદાની વિસ્તારોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ 100 તોપ ભારતીય સેનાનો ભાગ બનશે.

લેફ્ટનન્ટ જનરલ પી. આર. શંકર જણાવે છે, "કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાએ 12 બોફોર્સ રેજિમેન્ટ્સ મોકલી હતી. દરેક જાણે છે કે એ વખતે આપણે કઈ રીતે કેર વરતાવ્યો હતો. હવે ધનુષ આવવાથી રૅન્જ અને રેજિમેન્ટની સંખ્યાના મુદ્દે ઘણી તાકાત વધી જશે."

તેઓ કહે છે, "મને એ કહેવામાં સંકોચ નથી કે ગનર્સ એક વૈશ્વિક તાકાત રૂપે ઊભરશે. ધનુષ અને આવા અન્ય સ્વદેશી પ્રયત્નોથી સારા દૂરોગામી પરિણામો મળશે "

તમે આ વાંચ્યું કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો