You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પુલવામા અને બાલાકોટની ઘટનાઓ બાદ ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધોનું ભવિષ્ય શું?
- લેેખક, હારુન રાશીદ
- પદ, વરિષ્ઠ પત્રકાર
પુલવામામાં થયેલા ઉગ્રવાદી હુમલા બાદ 26 ફેબ્રુઆરીએ ભારતે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણા બરબાદ કર્યા હોવાનો દાવો કર્યો હતો.
તેના એક દિવસ પછી એટલે કે 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાને પોતાના યુદ્ધ વિમાન ભારતીય સીમાની અંદર મોકલ્યા.
ભારતીય વાયુસેનાએ પોતાના મિગ-21 બાઇસન અને સુખોઈ વિમાનોની મદદથી તેમને પોતાની સીમા બહાર હાંકી કાઢવાના પ્રયત્ન કર્યા.
આ દરમિયાન ભારતનું એક મિગ-21 બાઇસન સીમા પાર પાકિસ્તાનની સેનાના નિશાના પર આવી ગયું અને ત્યાર બાદ ભારતીય વાયુ સેનાના પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનને પાકિસ્તાની સેનાએ પકડી લીધા.
પછી એ જ દિવસે બંને દેશોનું વાક્યુદ્ધ શરૂ થયુ, જેમાં બંને તરફથી દાવા કરવામાં આવ્યા.
પછીના દિવસે એટલે કે ગુરુવારે પાકિસ્તાને અભિનંદનને ભારતને પરત કરવાની જાહેરાત કરી અને શુક્રવારે સાંજે મુક્ત પણ કરી દીધા.
આ પહેલાં ગુરૂવારે સાંજે જ ભારતની ત્રણે સેનાઓના વડાની સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સ થઈ.
જેમાં ભારત પ્રશાસિત કાશ્મીરમાં સેનાના કૅમ્પ પર હુમલા માટે પાકિસ્તાને એફ-16 યુદ્ધ વિમાનનો .ઉપયોગ કર્યો હોવાના પુરાવા રજૂ કરવામાં આવ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, બંને દેશો વચ્ચેના આ તણાવની સ્થિતિ દરમિયાન કેટલા વિમાન ક્ષતિગ્રસ્ત થયા અને કેટલા પાઇલટ પાકિસ્તાનના કબજામાં છે, એ મુદ્દે ઘણા કલાકો સુધી અસમંજસની સ્થિતિ રહી.
છેલ્લા ત્રણ દિવસોમાં બંને દેશો વચ્ચે ઊભી થયેલી આ સ્થિતિને કઈ રીતે જોવી, એ અંગે બીબીસી સંવાદદાતા વંદનાએ પાકિસ્તાનમાં રહેલા વરિષ્ઠ પત્રકાર હારૂન રાશીદ સાથે વાત કરી.
હારૂને આ વાતચીતમાં શું કહ્યું વાંચો.
આંતરરાષ્ટ્રીય કૂટનીતિની ભૂમિકા હતી?
પાકિસ્તાન પહેલા દિવસથી જ કહે છે કે તે લડાઈને હવે આગલ વધારવા ઇચ્છતું નથી.
વડા પ્રધાન ઇમરાન ખાનનું નિવેદન પાકિસ્તાનના ભારત સાથે સામાન્ય સંબંધ કરવાના અને તણાવની સ્થિતિ ઓછી કરીને વધુ ખરાબ ન થવા દેવાની દિશામાં આપવામાં આવ્યું છે.
ઇમરાન ખાને કી દેશનું નામ ન લીધું કે ન એ જણાવ્યું કે પાઇલટને મુક્ત કરવા માટે તેમના પર કોઈ દેશનું દબાણ હતું.
પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું, અમે તણાવ ઓછો કરવાની દિશામાં હકારાત્મક સંકેત જોઈ રહ્યા છીએ.
પછી સાઉદી અરબના વિદેશ પ્રધાન અચાનક ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનો સંદેશ લઈને પાકિસ્તાન પહોચવું-એ દર્શાવે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલની સ્થિતિમાં તણાવ ઓછો કરવામાં આંતરરાષ્ટ્રિય ભૂમિકા પણ છે.
ઇમરાન ખાનનુંવલણ
સોશિયલ મીડિયા પર ઘણા લોકો ભારત મુદ્દે ઇમરાન ખાનના વલણના વખાણ કરી રહ્યા છે.
આ દરમિયાન તેમણે પતાને એક રાજનેતા સાબિત કરવાના પ્રયત્ન કર્યા છે.
તેમના પર હાલ પાકિસ્તાનની સ્થિતિને સુધારવાની જવાબદારી છે.
ભારતીય મીડિયામાં તેમના પર એવા આક્ષેપ થયા કે તે માત્ર એક કઠપૂતળી છે અને તેના હાથમાં કોઈ સત્તા નથી, હકીકતમાં સેના જ પાકિસ્તાનની સત્તા ચલાવે છે.
તેથી આ નિર્ણય સાથે તેઓ દુનિયાને એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે તેઓ ખુદ ડ્રાઇવિંગ સીટ ઉપર છે.
પાકિસ્તાનના સેનાઓના વડાને તેની સાથે કોઈ સંબંધ નથી અને તેઓ જ દરેક રાજકીય નિર્ણય લઈ રહ્યા છે.
તમે આ વાંચ્યું કે નહીં?
ભારત અને પાકિસ્તાન માટે આગળનો રસ્તો શું છે?
આપણે તણાવ ઓછો થવાની અને સ્થિતિ સામાન્ય થવાની અપેક્ષા જ રાખી શકીએ છીએ.
એવું જાણવા મળ્યું છે કે આગામી દિવસોમાં પાકિસ્તાની અને ભારતીય નેતાઓ ટેલિફોન પર વાતચીત કરશે, જેથી તણાવ ઓછો કરી શકાય.
ખાસ કરીને જ્યારે પાકિસ્તાન ભારતીય પાઇલટને પરત મોકલી દેશે એટલે સમયની સાથે સ્થિતિ સામાન્ય થશે.
પાકિસ્તાન પાસે કેટલા ભારતીય પાઇલટ છે?
આ અંગે શરૂઆતમાં થોડી મૂંઝવણ હતી કે પાકિસ્તાનના કબજામાં બે ભારતીય પાઇલટ છે, પણ બાદમાં પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ સ્પષ્ટ કરી દીધું કે તેમની સીમામાં માત્ર એક જ ભારતીય પાઇલટ પકડાયા છે.
જ્યારે યુદ્ધ વિમાનની સંખ્યાનો સવાલ છે તો, પાકિસ્તાન એવું જ કહી રહ્યું છે કે તેમણે બે ભારતીય વિમાન તોડી પાડ્યા છે.
તેમના મતે એક પાકિસ્તાની અને એક ભારતની સીમામાં પડ્યું છે, પણ તેનો કોઈ કાટમાળ હજૂ મળ્યો નથી.
ભારતનો દાવો છે કે તેમણે પણ પાકિસ્તાના એક એફ-16 વિમાનને તોડી પાડ્યું છે, પણ પાકિસ્તાન તરફથી તેનો કોઈ નિષ્પક્ષ પુરાવો મળ્યો નથી.
તેથી આપણે ચોક્કસપણે એટલું જ કહી શકીએ કે એક ભારતીય વિમાનને તોડી પડાયું છે.
બાકીના બધા જ આરોપ-પ્રતિઆરોપ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો