You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#Balakot : શું છે પેલોડ અને કેટલું ઘાતક છે MIRAGE
- લેેખક, બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે મંગળવારે સવારે ટ્વીટ કરીને દુનિયાને જાણકારી આપી કે 'ભારતીય સેનાનાં લડાકુ વિમાનોએ ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા (એલઓસી) પાર કરી.'
મેજર જનરલ ગફુરે કહ્યું કે પાકિસ્તાની વાયુસેનાએ તાત્કાલિક જવાબી કાર્યવાહી કરી, જેના કારણે ભારતીય વિમાનોએ ભાગવું પડ્યું.
જોકે ભાગતાં ભાગતાં તેઓએ ઉતાવળમાં પેલોડ ફેંક્યા કે જે બાલાકોટમાં પડ્યા.
આખરે સવાલ એ થાય કે આ પેલોડ છે શું?
પેલોડ એક તકનિકી શબ્દ છે, જેનો અર્થ થાય છે વિસ્ફોટક શક્તિ.
સરળ શબ્દોમાં કહીએ તો કોઈ પણ મિસાઇલ, વિમાન, રૉકેટ કે ટૉરપીડો સ્વરૂપે વિસ્ફોટકને લઈ જવાની ક્ષમતાને પેલોડ કહે છે.
કોઈ વિમાન કે મિસાઇલની પેલોડ કેટલી છે એ જે તે વિમાન કે મિસાઇલની વિશેષતાને દર્શાવે છે
જો કોઈ એવું કહે કે ભારતીય લડાકુ વિમાનોએ પેલોડ ફેંક્યા તો એનો મતલબ સ્પષ્ટ છે કે ભારતીય લડાકુ વિમાનોએ બૉમ્બ ફેંક્યા.
ભારતે આ ઑપરેશનમાં મિરાજ-2000 વિમાનોનો ઉપયોગ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
આવો જાણીએ મિરાજ વિમાનની કેટલીક ખાસિયતો
મિરાજ-2000 ફ્રાન્સની કંપનીએ બનાવેલું અત્યાધુનિક લડાકુ વિમાન છે.
ફ્રાન્સની કંપની ડાસો ઍવિયેશને આ વિમાનનું નિર્માણ કર્યું છે, એ જ કંપની જેણે રફાલ બનાવ્યાં છે.
મિરાજ- 2000 વિમાનની લંબાઈ 47 ફૂટ અને તેનું વજન 7600 કિલો છે.
મિરાજ-2000ની મહત્તમ ગતિ 2000 કિલોમિટર પ્રતિ કલાક છે.
મિરાજ-2000 વિમાન 13,800 કિલો ગોળાબારુદ સાથે 2336 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ઊડી શકે છે.
મિરાજ-2000 વિમાનોએ પહેલી વાર 1970ના દશકમાં ઉડાણ ભરી હતી. તે ચોથી પેઢીનું ડબલ એંજિન મલ્ટિરોલ લડાકુ વિમાન છે.
ભારતે 80ના દશકમાં પહેલી વાર 36 મિરાજ-2000 ખરીદવાનો ઑર્ડર આપ્યો હતો.
કારગિલ યુદ્ધમાં આ વિમાનોએ મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી.
વર્ષ 2015માં કંપનીએ અપગ્રેડેડ મિરાજ-2000 લડાકુ વિમાન ભારતીય વાયુસેનાને સોંપ્યાં.
આ અપગ્રેડેડ વિમાનોમાં નવું રડાર અને ઇલેક્ટ્રોનિક સિસ્ટમ લાગેલી છે, જેના કારણે વિમાનની મારક અને જાસૂસી કરવાની ક્ષમતામાં ઘણો વધારો થયો છે.
ફ્રાન્સે આ વિમાન માત્ર ભારતને જ વેચ્યાં નથી, પણ આજની તારીખમાં 9 દેશોની વાયુસેના આ વિમાનનો ઉપયોગ કરે છે.
સિંગલ એંજિનને કારણે વિમાનનું વજન ઓછું રહે છે અને વિમાનનું હલનચલન પણ સરળ થઈ જાય છે.
પરંતુ એક જ એંજિન હોવાને કારણે એંજિન ફેલ અને વિમાન ક્રેશ થવાની આશંકા રહે છે.
જ્યારે એકથી વધુ એંજિન હોય તો એક એંજિન ફેલ થઈ જાય તો અન્ય એંજિનથી કામ ચાલી શકે છે.
તેમજ પાઇલટ અને વિમાન બંને સુરક્ષિત રહે છે. મિરાજ-2000માં પણ ટ્વિન એંજિન છે.
મિરાજ-2000 મલ્ટિરોલ વિમાન છે. એટલે કે આ વિમાન એક સાથે ઘણાં કાર્યો કરી શકે છે.
આ વિમાન દુશ્મનોનાં ઠેકાણાંઓ પર વધુમાં વધુ બૉમ્બ કે મિસાઇલ ફેંકવા સક્ષમ છે. આ સિવાય વિમાન હવામાં દુશ્મનોનો મુકાબલો પણ કરી શકે છે.
મિરાજ લડાકુ વિમાન DEFA 55A ઑટોકૈનથી સજ્જ છે, જેમાં 30 મિમી રિવૉલ્વર પ્રકારની તોપ છે.
આ તોપ 1200થી લઈને 1800 રાઉન્ડ પ્રતિ મિનિટ પર આગ ઓકી શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો