You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#Abhinandan: શું અભિનંદનનાં 'પત્ની'ને નરેન્દ્ર મોદીએ ફોન કર્યો?
- લેેખક, ફૅક્ટ ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
સોશિયલ મીડિયા પર બે વીડિયો વાઇરલ થઈ રહ્યા છે, જેની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો ભારતીય વાયુ સેનાના કમાન્ડર અભિનંદનનાં પત્નીનો છે.
બીબીસીને તપાસમાં જાણવા મળ્યું કે આ બન્ને વીડિયો ફેસબુક, ટ્વિટર અને વૉટ્સઍપ પર શૅર કરાઈ રહ્યો છે અને હજારો વખત જોવાઈ ચૂક્યો છે.
તમે આ વાંચ્યું કે નહીં?
પહેલો વીડિયો
દાવો કરવામાં આવ્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિંગ કમાન્ડર અભિનંદનનાં પત્ની સાથે ફોન પર વાત કરી હતી.
યુ-ટ્યૂબ ચેનલ 'આજતક ક્રિકેટ' પર પોસ્ટ કરવામાં આવ્યો છે અને તેને અલગઅલગ વૉટ્સઍપ ગ્રૂપ અને ફેસબુક પર શૅર કરવામાં આવી રહ્યો છે. કૉંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુ સહિત હજારો લોકોએ બીજો વીડિયો શૅર કર્યો છે.
જોકે, અમે તપાસ કરી તો જાણવા મળ્યું કે આ વીડિયો 2013નો છે, જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા. નરેન્દ્ર મોદીની વેબસાઈટ પર આ ઑરિજિનલ વીડિયો 2 નવેમ્બર, 2013માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
તેઓએ આ મામલે ટ્વીટ પણ કર્યું હતું.
વીડિયોમાં મોદી ભારતીય જવાન મુન્ના શ્રીવાસ્તવનાં પત્ની સાથે વાત કરી રહ્યા છે, મુન્ના શ્રીવાસ્તવે 2013માં પટણામાં થયેલા સિરીયલ બ્લાસ્ટમાં જીવ ગુમાવ્યો હતો. મોદીએ 2013માં પટણામાં યોજાયેલી રેલીમાંથી શહીદનાં પત્ની સાથે ફોન પર વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોદીએ એવું કહેતા સંભળાય છે, "હું તમારા ઘરે આવવા માગતો હતો પણ ખરાબ હવામાનને કારણે હેલિકૉપ્ટર ઉતરાણ ન કરી શક્યું. અમારા કાર્યકરો તમને મળવા આવશે અને પાર્ટી તમારા પરિવારની સારસંભાળ રાખશે."
આ વીડિયો પુલવામા હુમલા સાથે જોડીને સોશિયલ મીડિયા પર વાઈરલ કરાઈ રહ્યો છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નરેન્દ્ર મોદીએ પુલવામા હુમલાના શહીદો પૈકી એક શહીદની વિધતા સાથે ફોન પર વાત કરી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
બીજો વીડિયો
બીજો વીડિયો એવા દાવા સાથે શૅર થઈ રહ્યો છે કે અભિનંદનનાં પત્ની ભાજપને વિનંતી કરી રહ્યાં છે કે આ પરિસ્થિતિને રાજકારણ સાથે ન જોડવી જોઈએ.
વીડિયોમાં મહિલા કહે છે, "દરેક સુરક્ષાદળોના પરિવાર તરફથી હું ભારતીયોને, ખાસ કરીને રાજકીય નેતાઓ, રાજનીતિજ્ઞોને વિનંતી કરું છે કે અમારા બલિદાન પર રાજકારણ ન રમો. એક સૈનિક બનવા માટે ઘણો સમય લાગે છે."
"અને કલ્પના તો કરો કે અભિનંદનનો પરિવાર હાલમાં કેવી કપરી પરિસ્થિતિ, પીડામાં પસાર થઈ રહ્યો છે."
ભારતીય યુવા કૉંગ્રેસની ઑનલાઈન પત્રિકા 'યુવા દેશ' પર આ વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો છે અને કૉંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ, સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય રાજેશે પણ વીડિયો શૅર કર્યો હતો.
આ વીડિયોને હજારો વાર શૅર કરાયો છે અને જોવામાં આવ્યો છે.
જોકે, આ વીડિયો અભિનંદનનાં પત્નીનો નથી. વીડિયોમાં મહિલા પોતાને સેનાના એક અધિકારની પત્ની ગણાવે છે. જ્યારે વિંગ કમાન્ડર અભિનંદન એક વાયુસેના અધિકારી છે.
આપને આ પણ વાંચવું ગમશે
સાથે-સાથે આ વીડિયોમાં મહિલા 'અભિનંદનના પરિવાર વિશે વિચાર' કરવા કહે છે. તેઓ એવું નથી કહેતાં કે અમારા પરિવાર વિશે વિચાર કરો.
વીડિયોને રિવર્સ સર્ચ કરતા અમને વિંગ કમાન્ડર અભિનંદનનાં પત્નીની જે તસવીરો મળી એ વીડિયોમાં દેખાતાં મહિલાની તસવીર કરતાં તદ્દન અલગ છે.
અભિનંદનના પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખતા અમે તેમના પરિવારજનોની તસવીર પ્રકાશિત ન કરવાનો નિર્ણય કર્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો