You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અભિનેતા પ્રકાશ રાજ ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી બની ગયા?
- લેેખક, ફૅક્ટ-ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
રાજનેતા બનેલા દક્ષિણ ભારતીય અભિનેતા પ્રકાશ રાજની કેટલીક તસવીરો એ દાવા સાથે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે કે તેઓ ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી બની ગયા છે.
આ દાવા સાથે આ તસવીરો એ સમયે વાઇરલ થઈ જ્યારે તેઓ રવિવારે બૅંગલુરૂના બેથેલ ચર્ચ ગયા હતા.
પ્રકાશ રાજની ચર્ચના પાદરી સાથે લેવામાં આવેલી તસવીરને ફેસબુક ગ્રૂપ 'વી સપોર્ટ અજિત ડોવાલ'એ શૅર કરીને અભિનેતાને એવા પાખંડી જણાવ્યા છે જેઓ ભગવાન અયપ્પાને નથી માનતા.
ટ્વીટ કરીને કહેવામાં આવ્યું કે પ્રકાશ રાજ આ મામલાને 'ભગવાન અયપ્પા વિરુદ્ધ ભગવાન ઈસુ'ના રંગે રંગવા માગે છે.
ઘણા હિંદુત્વ સમર્થકોએ પ્રકાશ રાજ પર હિંદુઓને નફરત કરવા અને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાનો આરોપ મૂક્યો હતો.
ટ્વિટર હૅન્ડલ 'રમેશ રામચંદ્રન'એ ટ્વીટ કરીને પ્રકાશ રાજ પર આરોપ લગાવ્યો છે કે તેઓ એવા ઢોંગી પાદરીની સાથે પ્રાર્થના કરી રહ્યા છે જેમણે કર્ણાટકમાં હજારો હિંદુઓનું ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરાવ્યું છે.
ઘણાં ટ્વીટર હેન્ડલોએ 'ખ્રિસ્તી નાસ્તિક' કહીને તેમની ટીકા કરી છે.
અમારી તપાસમાં જાણવા મળ્યું કે આ વાઇરલ થયેલી તસવીરો ભ્રામક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમને જાણવા મળ્યું કે આ તસવીરો અસલ છે પરંતુ તેમનો સંદર્ભ એ નથી, જે સોશિયલ મીડિયામાં દર્શાવાય છે.
ગ્રૂપ્સ અને ટ્વિટર હૅન્ડલ્સે પ્રકાશ રાજની ધાર્મિક સ્થળો, જેવા કે મસ્જિદ, ગુરુદ્વારા અથવા મંદિર જવાની તસવીરો શૅર નથી કરી.
તમે આ વાંચ્યું કે નહીં?
ધાર્મિક સ્થળોની યાત્રા
એવું નથી કે પ્રકાશ રાજ ફક્ત ચર્ચોમાં જ જાય છે. તેમના સત્તાવાર ટ્વિટર અને ફેસબુક પેજ પર તેમની મસ્જિદ, ચર્ચ, મંદિર અને ગુરુદ્વારા જવાની તસવીરો પણ છે.
તેમણે ટ્વીટ કર્યું છે, "તમામ ધર્મોનું સન્માન કરવું, બદલામાં તમામ તરફથી સન્માન અને આશિર્વાદ મેળવવા આપણા દેશની આત્મામાં છે. આવા સમાવેશી ભારતનું ગુણગાન કરીએ, સમાવેશી ભારત સુનિશ્ચિત કરીએ."
પ્રકાશ રાજે બીબીસીને જણાવ્યું કે આ રીતનાં સંદેશ આગામી ચૂંટણીઓને સાંપ્રદાયિક રંગમાં રંગવાના પ્રયત્નરૂપે શૅર કરવામાં આવી રહ્યા છે.
તેમણે કહ્યું, "હું ચર્ચ, મસ્જિદ, ગુરુદ્વારા અથવા મંદિરમાં ત્યારે જાઉં છું જ્યારે ત્યાં લોકો ધર્મનિરપેક્ષતા માટે પોતાની રીતે પ્રાર્થના કરવા ઇચ્છે છે. અને હું આ વાતનું સન્માન કરું છું."
"ભક્ત જે રીતે અપનાવી રહ્યા છે, તેમની પાસેથી તેમની વિચારધારાની બાબતે જાણકારી મળે છે કે તેઓ કેવી રીતે દેશમાં નફરત ફેલાવી રહ્યા છે."
ભગવાન અયપ્પાને લઈને કરવામાં આવ્યા દાવા
પ્રકાશ રાજ પોતાને નાસ્તિક માને છે. સોશિયલ મીડિયા પર પણ આ મામલે તેમના પર નિશાન તાકવામાં આવ્યું હતું કે તેઓ ભગવાન અયપ્પાને નથી માનતા પરંતુ ખ્રિસ્તી ધર્મમાં વિશ્વાસ ધરાવે છે.
આ દાવા પ્રકાશ રાજના સોશિયલ મીડિયા પેજ પર ઉપલબ્ધ એક વીડિયોના આધારે કરવામાં આવ્યા હતાં, જેમાં તેમણે મહિલાઓને કેરળના સબરીમલા મંદિરમાં પ્રવેશ કરવાથી અટકાવવાના સંદર્ભે વાત કરી હતી.
વીડિયોમાં પ્રકાશ રાજને એવું કહેતા સાંભળી શકાય છે, "કોઈ પણ ધર્મ જે કોઈ મહિલાને, મારી માને, પૂજા કરતા અટકાવે છે, તે મારો ધર્મ નથી."
"જો કોઈ ભક્ત મારી માને પૂજા કરતા અટકાવશે, તો એ મારા માટે એ ભક્ત નથી. જો કોઈ ભગવાન નથી ઇચ્છતો કે મારી મા એની પૂજા કરે, તો તે મારા માટે ભગવાન નથી."
આ નિવેદન એ મહિલાઓના સમર્થનમાં આપવામાં આવ્યું હતું જેઓ સબરીમલા મંદિરમાં પ્રવેશના અધિકાર માટે પ્રદર્શન કરી રહ્યાં હતાં.
પોતાના ધર્મની બાબતે કરવામાં આવી રહેલા ખોટા દાવાઓની બાબતે પ્રકાશ રાજે પોતાના ટ્વિટર હૅન્ડલ પર એક વીડિયો શૅર કર્યો છે, જેમાં તેઓ કહે છે, "ભગવાનને માનવા કે ન માનવા અગત્યનું નથી. અગત્યની વાત એ છે કે અન્યોના વિશ્વાસનું સન્માન કરવું. ધર્મમાં રાજનીતિ ના લાવો."
દેશમાં વધી રહેલા ફેક ન્યૂઝ ઉપર વાત કરતા પ્રકાશ રાજે બીબીસીને કહ્યું કે આ સમાચારો ત્યારે વાઇરલ થાય છે, જ્યારે કેટલાંક લોકોનો સમૂહ અવાજ ઉઠાવનારાઓને 'ઍન્ટી નેશનલ', 'અર્બન-નક્સલ', 'ટુકડા-ટુકડા ગૅંગના સભ્ય' અથવા 'હિંદુ વિરોધી' ઠેરવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો