You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બજેટ 2019: મધ્યમ વર્ગ, ખેડૂતો અને શ્રમજીવીઓ માટે પીયૂષ ગોયલ બજેટમાં શું છે?
મોદી સરકારનું વચગાળાનું બજેટ મંત્રી પીયૂષ ગોયલે આજે લોકસભામાં રજૂ કર્યું છે.
આ બજેટમાં નોકરિયાતો, ખેડૂતો અને મહિલાઓ માટે ઘણી જાહેરાતો કરવામાં આવી છે.
સૌથી અગત્યની જાહેરાત આવકવેરાની છૂટ બાબતે કરવામાં આવી છે.
આ બજેટમાં કરાયેલી જાહેરાત પ્રમાણે હવે 5 લાખ રૂપિયા સુધીનું વેતન મેળવનારા લોકોને કોઈ ટૅક્સ નહીં આપવો પડે. જાણો બીજું શું ખાસ છે આ બજેટમાં.
ટૅક્સમાં શું લાભ મળ્યો?
• મધ્યમ વર્ગને લલચાવવા માટે ટૅક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પાંચ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ઉપર ટૅક્સ નહીં આપવો પડે. 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ ઉપર ટૅક્સ નહીં લાગે. ટૅક્સ છૂટની મર્યાદા 2.5 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાથી સૌથી મોટો લાભ મધ્યમ વર્ગને મળશે.
• સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધારી દેવામાં આવી છે, જેને હવે 40 હજાર રૂપિયાથી વધારીને 50 હજાર રૂપિયા કરી દેવામાં આવી છે અને આ ઉપરાંત હવે ફિક્સ્ડ ડિપૉઝીટ ઉપર 40 હજાર રૂપિયાનું વ્યાજ હશે તો કોઈ ટૅક્સ નહીં લાગે.
• હવે નોકરી-ધંધાદારી લોકો, બે ઘરો માટે એચઆરએની અરજી કરી શકે છે. એચઆરએ ઉપર ટૅક્સમાં મુક્તિ 1.80 લાખ રૂપિયાથી વધારીને 2.40 લાખ કરી દેવામાં આવી છે.
• જો તમારું મહત્તમ રોકાણ 1.5 લાખ સુધી કરો છો અને તમારી કમાણી સાત લાખ છે, તો તમારે કોઈ ટૅક્સ નહીં ભરવો પડે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
• જો તમે હોમ લૉન પણ લીધી છે તો નવ લાખ સુધીની વાર્ષિક કમાણી ઉપર ટૅક્સ ભરવાથી બચી શકો છો.
• ટૅક્સ રિફંડ માટે હવે ઑફીસ નહીં જવું પડે. ઑનલાઈન જ રિફંડ મેળવવાની વ્યવસ્થા હશે.
તમે આ વાંચ્યું કે નહીં?
ખેડૂતો-શ્રમજીવીઓ માટે બજેટમાં શું છે?
• બે હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવશે. આ છ હજાર 2-2 હજારના ત્રણ હપ્તામાં આવશે.
• એનાથી 12 કરોડ ખેડૂતોને લાભ થશે. પહેલી ડિસેમ્બર 2018થી આ યોજનાનો અમલ કરવામાં આવશે. ઝડપથી યાદી બનાવીને તેમનાં ખાતાંમાં એનો પહેલો હપ્તો મોકલી દેવામાં આવશે. આ માટે સરકાર ઉપર 75 હજાર કરોડનું બજેટ રાખવામાં આવ્યું છે.
• માનધન શ્રમધન યોજનાની જાહેરાત, શ્રમજીવીઓને ઓછામાં ઓછા ત્રણ હજાર રૂપિયા મહિને પેન્શનનો લાભ.
• 21 હજાર સુધીનું વેતન મેળવતા લોકોને 7 હજાર રૂપિયા સુધીનું બોનસ મળશે. શ્રમિકનું મરણ થવાના કિસ્સામાં વળતર હવે વધારીને છ લાખ રૂપિયા કરી દેવાયું છે.
વચગાળાના બજેટમાં પીયૂષ ગોયલે આ તમામ જોગવાઈઓ નાણાંકીય વર્ષ 2019-20 માટે કરી છે.
ઉદ્યોગલક્ષી જાહેરાત
- નાના-મોટા ઉધોગપતિઓને આગળ વધવાની તક આપી.
- રિટર્ન ફાઇલ કરનારાઓની સંખ્યા વધી. 12 લાખ કરોડ ટૅક્સ જમા થયો. 6.85 કરોડ લોકોએ ટૅક્સ ભર્યો.
- 99.54 ટકા રિટર્ન તરત મંજૂર કર્યા
- 24 કલાકમાં રિફંડ મળશે
- ટૅક્સ ઓછો કરવો એ પ્રાથમિકતા. ટૅક્સમાં ઘટાડો કરાયો
- 21 હજારનું વેતન ધરાવનારને 7 હજારનું બોનસ મળશે. શ્રમિકનું મૃત્યુ થતાં વળતર 6 લાખ.
- ગ્રૅચ્યુઇટીની મર્યાદા રૂ. 10 લાખથી વધારીને રૂ. 30 લાખ કરવામાં આવી.
- આંગણવાડી અને આશા બહેનોના પગારમાં 50 ટકાનો વધારો
- 12,000થી ઓછી આવકવાળા માટે 'પીએમ શ્રમયોગી માનધન યોજના'
- 42 કરોડ અનઑર્ગેનાઈઝ્ડ કામદારો, કડિયાકામ, બીડી, રિક્ષાવાળા, હસ્તઉદ્યોગ કારીગરો, ઘરઘાટીઓને વૃદ્ધાવસ્થા માટે માસિક મહત્તમ રૂ. 300નું પેન્શન
- 'આયુષ્યમાન ભારત', 'પ્રધાન મંત્રી જીવનજ્યોતિ વીમા યોજના 'ઉપરાંત પેન્શનનો લાભ મળશે.
- ઇપીએફઓ સભ્યતામાં 2 કરોડનો વધારો
- સમયે લોન ચુકવી દે તો વધારાના ત્રણ ટકાની છૂટ અપાશે.
- સરળ અરજીથી ખેડૂતોને જોડવા ઝુંબેશ શરૂ કરાશે.
- કુદરતી આફતો વખતે પાકનું વળતર મેળવવા માટે દરેક ખેડૂતોને 'નેચરલ ડિઝાસ્ટર રિલીફ ફંડ'માંથી 2 ટકા સબસિડી આપીશું
- 'રાષ્ટ્રીય ગોકુલ મિશન' માટે રૂ. 1750 કરોડની જોગવાઈ.
- 'રાષ્ટ્રીય કામધેનુ આયોગ' - ગાયની ઉત્પાદન ક્ષમતા અને સુરક્ષા માટે પ્રયત્ન
લોકરંજક બજેટ
બજેટ પૂર્વે લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું, "સરકાર દ્વારા લોકરંજક બજેટ અને જાહેરાતો કરવામાં આવશે, પરંતુ તેને લાગુ કરવા માટે સરકાર પાસે સમય ક્યાં છે?"
બીજી બાજુ, કૉંગ્રેસના નેતા મનીષ તિવારીએ કહ્યું હતું, "કેન્દ્રીય પ્રધાનો દ્વારા મીડિયામાં બજેટ અંગે બ્રિફ્સ આપવામાં આવી રહી છે, જે બજેટની ગુપ્તતાનો ભંગ કરે છે."
ચૂંટણીની અસર
ગુરુવારે રાષ્ટ્રપતિ રામનાથા કોવિંદે સરકારના 4.5 વર્ષની કામગીરીનો ઉલ્લેખ કરતા કહ્યું કે વર્તમાન સરકારે નવા ભારતના નવીન નિર્માણ માટે કામ કર્યુ છે.
2014 પહેલાં દેશ અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યો હતો.
સામાન્ય રીતે વચગાળાના બજેટમાં આગામી નાણાકીય વર્ષના ચાર મહિનાના ખર્ચ માટે સંસદની મંજૂરી લેવામાં આવે છે અને પૂર્ણ બજેટ લોકસભાની ચૂંટણી બાદ બનતી નવી સરકાર રજૂ કરે છે.
લોકસભાનું બજેટ સત્ર 13 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ બજેટમાં સરકારનો આગામી ચાર માસનો ખર્ચ મંજૂર થશે.
આ બજેટ સત્રમાં ટ્રિપલ તલાક તેમજ નાગરિકત્વ સહિતના મહત્ત્વના બિલ સામેલ છે.
અરુણ જેટલીની તબિયત સારી ન હોવાથી પિયુષ ગોયલને બજેટ રજૂ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ બજેટમાં તેઓ મોદી સરકાર માટે કેવી રાહત જાહેર કરે છે તે જોવા મળશે.
બજેટ અંગેની અનેક અટકળોને અટકાવવા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ વચગાળાનું જ બજેટ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો