બજેટ 2019 : આઠ લાખની કમાણી, 10 ટકા અનામતવાળા પર કેટલો લાગશે ટૅક્સ?

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પોતાનું વચગાળાના બજેટ 2019 દરમિયાન ટૅક્સની છૂટની મર્યાદા અઢી લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે.

શુક્રવારથી જ સામાન્ય વર્ગને આર્થિક આધાર પર કેન્દ્ર સરકારની તમામ નોકરીઓમાં 10 ટકા અનામત પણ લાગુ થઈ ગઈ છે.

આ અનામતનો લાભ લેવા માટે વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ, એ શરત રાખવામાં આવી છે.

જ્યારે 10 ટકા અનામતની જોગવાઈ લાવવામાં આવી તો એ સવાલ ઉઠ્યો કે જ્યારે 8 લાખની આવકવાળા 10 ટકા અનામતનો લાભ લઈ શકે છે તો આવકવેરમાં છૂટ માત્ર અઢી લાખ સુધી જ કેમ છે.

હવે બજેટ 2019માં આવકવેરાની મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે.

જોકે, આવકવેરો ભરતા લોકોમાં અસમંજસની સ્થિતિ બની છે કે ગરીબીના આધાર પર અનામતનો ફાયદો લેનારા એ લોકોએ ટૅક્સ આપવો પડશે જેમની વાર્ષિક આવક 5 લાખથી વધારે છે.

કેવી રીતે કરે ટૅક્સની છૂટની ગણતરી?

તમારે એ અસમંજસમાં રહેવાની જરૂર નથી કે કેમ કે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આવકવેરામાં છૂટ પાંચ લાખ રૂપિયા સુધી તો મળશે જ.

સરકારે બજેટમાં 2019માં સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં પણ 40 હજારથી વધારીને 50 હજાર રૂપિયા સુધીની છૂટ આપી છે.

તેના બાદ વિવિધ રોકાણોમાં કલમ 80C અંતર્ગત દોઢ લાખ રૂપિયાની છૂટ મળે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માં રોકાણ કરવાથી તમે કલમ 80C અંતર્ગત 1.5 લાખના રોકાણથી અલગ ટૅક્સની છૂટનો ફાયદો ઉઠાવી શકે છે.

તેમાં 50,000 રૂપિયા સુધીનું રોકાણ કરીને સેક્શન 80CCD(1b) અંતર્ગત ટૅક્સમાં છૂટનો લાભ ઉઠાવી શકો છો.

એ સિવાય કલમ 80D અંતર્ગત 25 હજાર રૂપિયા સુધી મેડિકલ ખર્ચ પર ટૅક્સ છૂટ ક્લેમ કરી શકવાની સુવિધા પણ આપવામાં આવી છે.

આ સિવાય રાજીવ ગાંધી ઇક્વિટી સેવિંગ સ્કીમનો ઉપયોગ કરીને 25 હજાર રૂપિયા સુધીની અલગ છૂટ લઈ શકો છો.

એટલે કે તમારે પાંચ લાખ રૂપિયા + પચાસ હજાર સ્ટાન્ડર્ડ ડિડક્શન + દોઢ લાખ 80C અંતર્ગત + એનપીએસમાં 50 હજારના રોકાણ પર + 25 હજાર મેડિકલ ખર્ચ પર ક્લેમ + 25 હજાર રાજીવ ગાંધી ઇક્વિટી સ્કીમમાં.

એટલે કે કુલ 8 લાખ રૂપિયા સુધી કોઈ ટૅક્સ ભરવો પડશે નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો