કુંભ મેળો 2019 : શું આ ઝગમગતી તસવીર ખરેખર ઉત્તર પ્રદેશના પ્રયાગના કુંભની છે?

    • લેેખક, ફૅક્ટ ચેક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

'રાષ્ટ્રવાદી સરકાર પસંદ કરવાનો' કેટલો ફાયદો થાય છે! તેનો ઉલ્લેખ કરતા ઘણા દક્ષિણપંથી વલણ ધરાવતા ફેસબુક અને ટ્વિટર યૂઝર્સે ગત વર્ષે એક તસવીર પોસ્ટ કરી હતી કે જે ફરી એક વખત શૅર કરાઈ રહી છે.

આ તસવીરને 'યોગી સરકાર દ્વારા ઇલાહાબાદ કુંભ મેળાની તૈયારીનું દૃશ્ય' ગણાવવામાં આવી છે.

કેટલાક લોકોએ લખ્યું છે કે ઉત્તર પ્રદેશની યોગી સરકારે વિકાસ અને વ્યવસ્થાના મામલે દરેકને પાછળ છોડી દીધા છે.

એક જગ્યાએ તે એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે આ ઝગમગતી તસવીર સાઉદી અરેબિયાની નહીં પણ કુંભ મેળાને લઈને યોગી સરકારની તૈયારીનું દૃશ્ય છે.

પરંતુ આ બધા દાવા ખોટાં છે. બીબીસીએ ગત મહિને આ તસવીરની તપાસ કરી હતી.

આ તસવીર હજ (મક્કા મદીના)ના સમયની છે.

ઓગસ્ટ 2018માં આ તસવીરને સાઉદી અરેબિયાની કેટલીક મીડિયા સંસ્થાઓએ છાપી પણ હતી.

જે જગ્યાની આ તસવીર છે તેને મીના વૈલી કહેવામાં આવે છે.

સાઉદી અરેબિયામાં ઘણા બધા લોકો મીના વૈલીને ટેંટ સિટીના નામે પણ ઓળખે છે.

જે પુલની આસપાસ ટેંટનો જમાવડો જોવા મળી રહ્યો છે તે કિંગ ખાલિદ બ્રિજના નામે પ્રખ્યાત છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો