પીએમ મોદીની ફિલ્મ ઇન્ડસ્ટ્રિઝનાં લોકો સાથે કોણે મુલાકાત કરાવી અને શા માટે કરાવી?

    • લેેખક, બીબીસી ફેક્ટ ચેક ટીમ
    • પદ, બીબીસી ગુજરાતી

ગુરુવારે સવારે દિલ્હીમાં બોલિવુડના કેટલાંક જાણીતા કલાકારોની વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતની તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ.

ફિલ્મ ઇન્ડસ્ટ્રિસના લોકો ઉપરાંત વડા પ્રધાને પણ આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો, જેને અત્યાર સુધી 22 લાખ લોકો લાઇક કરી ચૂક્યા છે.

પણ આ જ ફોટોની એક નકલ પણ શૅર થઈ રહી છે જેમાં બોલિવુડ કલાકારોના માથા પર "જય શ્રી રામ" લખેલી પટ્ટી જોવા મળે છે.

ફેસ બુક પર અનેક મોટા ક્લોઝ્ડ ગ્રૂપમાં અને વ્હોટ્સેપ પર આ તસવીર એવા દાવા સાથે પોસ્ટ થઈ રહી છે કે "બોલિવુડના લોકોએ પીએમ મોદી સામે અયોધ્યામાં રામ મંદિર બનાવવાની માગ મૂકી."

કેટલાક લોકોએ ટ્ટિટર અને ફેસ બુક પર બોલિવુડના આ પ્રતિનિધિ મંડળમાં એક પણ "ખાન" કલાકાર ન હોવા પર અચરજ પ્રગટ કર્યુ તો કેટલાક લોકોએ કહ્યું કે "રામ મંદિર પર ચર્ચા માટે ફક્ત હિંદુ કલાકારોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું."

આ દાવાઓમાં કેટલો દમ છે મિટિંગમાં કોણ-કોણ લોકો હતા અને આ મિટિંગ કોણે કરાવી એ જાણવા માટે બીબીસીએ ઈઆ મિટિંગમાં સામેલ કલાકારો પૈકી થોડાં લોકો સાથે વાત કરવાની કોશિશ કરી.

મિટિંગનું કારણ

મુંબઈમાં હાજર બીબીસીના સહયોગી મધુ પાલને કરણ જોહરની ટીમે આ મિટિંગનું કારણ કહ્યું.

એમણે કહ્યું કે "આ ખાસ મુલાકાત ભારતીય સંસ્કૃતિ અને સમાજ પર પડી રહેલી ફિલ્મોની અસર પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવી હતી. પીએમ મોદીએ મનોરંજનની મદદથી દેશમાં કેવો સુધારો સંભવ છે એ અંગે વાત કરી."

કરણ જોહરની ટીમે કહ્યું કે "મિટિંગમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રિસનાં લોકોએ પીએમ મોદી સાથે જીએસટી વિશે પણ વાત કરી અને કેટલાક નવા વિચારો રજૂ કર્યા જેના પર ફિલ્મ ઇન્ડસ્ટ્રિસ ભવિષ્યમાં કામ કરશે."

તમે આ વાંચ્યું કે નહીં?

ફિલ્મ નિર્માતા એકતા કપૂર, અભિનેતા રાજકુમાર રાવ, આયુષ્યમાન ખુરાના અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ જણાવ્યા મુજબ આ મિટિંગ સારી રહી અને નવા કલાકારો પ્રત્યે મોદીનું વલણ એમને ગમ્યું.

પણ કરણ જોહરની ટીમે આ મિટિંગમાં રામ મંદિર કે અન્ય કોઈ રાજકીય મુદ્દે ચર્ચા થઈ હોવાની વાતને અફવા ગણાવી.

રણવીર સિંહે પીએમ મોદી સાથેની પોતાની તસવીરને "જાદુની ઝપ્પી" એવું શીર્ષક આપ્યું હતું.

બોલિવુડના લોકોનું આ પ્રતિનિધિ મંડળ ગુરુવારે એક ખાસ વિમાન દ્વારા દિલ્હી પહોંચ્યું હતું. એકતા કપૂરે આ યાત્રાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

મિટિંગનાં સૂત્રધાર

એવું કહેવામાં આવે છે કે વાયરલ ફોટો સેલ્ફીમાં સૌથી ઓછી જગ્યા રોકી રહેલાં ફિલ્મ નિર્માતા મહાવીર જૈન અને મૌલિક ભગત જ આ મિટિંગનાં સૂત્રધાર છે જેમણે કરણ જોહરની મદદથી આ તમામ કલાકારોને મિટિંગ માટે બોલાવ્યા હતા.

મહાવીર જૈન અને મૌલિક ભગત બે એવા લોકો છે જેઓ બોલિવુડના કલાકારોની વડા પ્રધાન સાથે થયેલી આગળની બે અધિકૃત મુલાકાતોમાં સામેલ હતા.

કેટલાક મીડિયા અહેવાલો મુજબ મૌલિક ભગત ગુજરાતના અમદાવાદમાં એક સોફટવૅર મીડિયા કંપનીના માલિક છે જેમને નરેન્દ્ર મોદીની "નજીક" ગણવામાં આવે છે.

મૌલિક ભગત મુજબ જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાત જ્યારે ગુજરાતનાં મુખ્ય મંત્રી હતા ત્યારે તેઓ તેમના રાજકીય ઓનલાઇન અને સોશિયલ મીડિયા કેમ્પેઇનના સંયોજક હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો