અમિત રાજ ઠાકરે-મિતાલીનું લગ્ન અને 'રાજ' કારણ

ઇમેજ સ્રોત, Mitali Barude/Facebook
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેના પુત્ર અમિત 27 મી જાન્યુઆરીએ મિતાલી બોરુડે સાથે લગ્ન કરશે.
અમિત અને મિતાલી લગ્ન માટે લોકોને આમંત્રિત કરવા રાજ ઠાકરે વિવિધ ક્ષેત્રના લોકોની મુલાકાત લઈ રહ્યા છે. મહેમાનીની આ યાદીથી રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે.
શનિવારે રાજે શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેને માતોશ્રીમાં મળીને આમંત્રણ આપ્યું.
એક ચર્ચા પણ છે કે તેમના માતોશ્રીમાં મળવા પાછળ કોઈ રાજકીય સંકેત છે. રાજ ઠાકરે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળીને આમંત્રણ પાઠવે તેવી પણ શક્યતા છે.
ગયા મહિને રાજ ઠાકરે કનૈયાકુમાર અને હાર્દિક પટેલને પણ મળ્યા, જેણે ઘણી ચર્ચાઓ શરૂ કરી છે. અમિતના લગ્નના પ્રસંગે, તેઓ જુદા જુદા ક્ષેત્રોના અન્ય નેતાઓ અને પ્રતિષ્ઠિતો સાથે મુલાકાત કરી રહ્યા છે.

ફેશન ડિઝાઇનર મિતાલી ઠાકરે પરિવારની વહુ બનશે

ઇમેજ સ્રોત, Mitali Barude/Facebook
મિતાલી બોરુડે ઓબેસિટી સર્જન ડૉ. સંજય બોરુડેના પુત્રી છે. અમિત અને મિતાલીની સગાઈ 11 ડિસેમ્બર 2017 ના રોજ થઈ હતી.
રાજ ઠાકરેની પુત્રી ઉર્વશી અને મિતાલી બંને મિત્રો છે અને તેમણે બાંદ્રા-ખારમાં "ધ રેક" નામથી કપડાંનું બ્રાંડિંગ પણ શરૂ કર્યું છે.
મિતાલીએ ફેશન ડિઝાઇનિંગ કોર્સ પૂર્ણ કર્યો છે અને તે રૂઆયા કૉલેજના વિદ્યાર્થિની છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમિતે રૂપારેલ કૉલેજમાંથી ગ્રેજ્યુએશન પછી વેલિંગંકર કૉલેજમાંથી એમબીએ કર્યુ છે.
તેમના મિત્ર મહેશ ઓવે કહે છે કે તેમને ફૂટબૉલ, સાઇકલિંગ, કિક બૉક્સિંગ અને કાર્ટૂનમાં ખાસ રસ છે.
ઓવેએ બીબીસીને કહ્યું હતું કે આ બંને એકબીજાને કૉલેજથી ઓળખે છે અને હવે તેઓ લગ્ન કરી રહ્યાં છે.
મિત્ર તરીકે અમિત અત્યંત ખુલ્લા વિચારો ધરાવે છે, તેની કોઈ ખરાબ આદતો નથી, તે કાર્યકરો સાથે સહજતાથી કામ કરે છે.

અમિત ઠાકરેનું વ્યક્તિત્વ

ઇમેજ સ્રોત, Facebook/kiritkumar shinde
છેલ્લા એક વર્ષથી બેઠકો અને જાહેર સભાઓમાં અમિત ઠાકરે જોવા મળ્યા છે.
રાજ ઠાકરે અને મનસેની રાજકીય ભૂમિકા પર 'દગલબાજ રાજ' પુસ્તક લખનાર લેખક કાર્તિક કુમાર શિંદે હાલમાં અમિત ઠાકરેની પ્રવૃત્તિઓની દેખરેખ રાખે છે.
બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું, "અમિતનું વ્યક્તિત્વ આકર્ષક અને મનોહર છે, બીજા વ્યક્તિને સાંભળે છે તેને અને જાહેર જીવનને સમર્થન આપે છે."

તમે આ વાંચ્યું કે નહીં?

મનસે પ્રવૃત્તિઓમાં ભાગ લેવો
શિંદે કહે છે, "મનસેના કાર્યકરો અને પદાધિકારીઓ અમિત રાજકારણમાં સક્રિય બને તેવું ઇચ્છે છે."
શિંદે માને છે, "પાર્ટીની વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં તેમની હાજરી ભવિષ્ય માટે તેમની રાજકીય સક્રીયતાનો અંદાજ આપે છે."

લગ્ન અને રાજકારણ અલગ અલગ છે

ઇમેજ સ્રોત, Facebook/Kiritkumar Shinde
વરિષ્ઠ પત્રકાર સંદીપ આચાર્યના જણાવ્યા મુજબ રાજ અમિતનાં લગ્ન પાછળ રાજ ઠાકરેની કોઈ રાજકીય ચાલ તરીકે ન જોવી જોઇએ.
તેઓ કહે છે, "રાજ ઠાકરેને લોકોને મળવું અને આ પ્રકારની પ્રવૃત્તિઓનો ભાગ બનવું પસંદ છે. તેને એ જ સંદર્ભમાં જોવું જોઈએ."
તેઓ સૌ પ્રથમ રતન તાતાને મળવા ગયા અને પછી ઉદ્ધવ ઠાકરેને માતોશ્રીમાં મળવા ગયા, જેનો અર્થ છે કે તેઓ પરિવાર અને રાજકારણ બંનેને અલગ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.
અમિતના રાજકારણમાં જોડાવા બાબતે સંદીપ આચાર્ય કહે છે, "છેલ્લા થોડાં વર્ષોમાં કાર્યકરો સાથે મુલાકાત કરવી, શાખાઓની મુલાકાત લેવી, કાયકરોની વાત સાંભળવા જેવી પ્રવૃત્તિઓમાં અમિત સક્રિય છે."
"જ્યાં રાજ ઠાકરે પહોંચી શકે તેમ નથી ત્યાં અમિત હાજરી આપીને સંભાળે છે. સામાન્ય રીતે રાજકીય પ્રવેશની જાહેરાત કરવા માટે ખાસ સમારોહનું આયોજન કરવામાં આવતું હોય છે."
"જોકે, અમિત પહેલાંથીજ વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય છે, તેથી તેને આગળ વધારવી કે વિશેષ જાહેરાત કરવી એ નિર્ણય રાજ ઠાકરે જ લેશે."

આપને આ પણ વાચવું ગમશે

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












