Assembly Election: તેલંગણામાં ટીઆરએસ સામે કૉંગ્રેસ અને ભાજપ કેમ જીતી શકતા નથી?

ઇમેજ સ્રોત, KALVAKUNTLACHANDRASHEKARRAO / FB
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
મંગળવારે પાંચ રાજ્યના ચૂંટણી પરિણામ સામે આવ્યાં, જેમાં તેલંગણાની જનતાએ વર્તમાન સરકારની તરફેણમાં સ્પષ્ટ ચુકાદો આપ્યો.
કેસીઆર (કે. ચંદ્રશેખર રાવ)ના નેતૃત્વમાં ફરી એક વખત ટીઆરએસ (તેલંગણા રાષ્ટ્ર સમિતિ) સરકાર બનાવશે.
2014માં તેલંગણાની સ્થાપના થઈ, ત્યારથી ટીઆરએસ સત્તા પર છે અને ફરી એક વખત કેસીઆરનું પુનરાગમન થઈ રહ્યું છે.
કૉંગ્રેસે પરાજય માટે ઈવીએમ (ઇલેક્ટ્રોનિક વૉટિંગ મશિન)ને જવાબદાર ઠેરવ્યાં છે, જ્યારે ટીઆરએસે ફરી તક આપવા બદલ જનતાનો આભાર માન્યો છે.
અહીં ટીડીપી અને કૉંગ્રેસ ગઠબંધન કરીને ચૂંટણી લડી રહ્યા હતાં અને ભાજપ પણ મેદાનમાં હતો. આમ છતાં ટીઆરએસને હરાવવામાં કોઈ સફળ થયું નહીં.
એવાં કયાં કારણો છે કે જેના કારણે ટીઆરએસના ચંદ્રશેખર રાવ અજય બની રહ્યા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

1. રાષ્ટ્રપતિની જેમ ચહેરો મહત્ત્વપૂર્ણ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી હોવા છતાં રાષ્ટ્રપતિની ચૂંટણી જેવો માહોલ હતો.
આ ચૂંટણીમાં કેસીઆર વિરુદ્ધ અન્ય કૉંગ્રેસ (તેલુગુ દેશમ્ પાર્ટી, તેલંગણા જનસમિતિ, ડાબેરી પક્ષોના ગઠબંધન સાથે), એઆઈએમઆઈએમ, ભાજપ હતા જેના કારણે સમગ્ર માહોલ એક તરફી બની ગયો હતો.

2. કેસીઆરનો મજબૂત ચહેરો
2014માં આંધ્ર પ્રદેશમાંથી અલગ તેલંગણા રાજ્યની રચના થઈ હતી અને તેની રચનામાં ટીઆરએસના ચંદ્રશેખર રાવની મહત્ત્વની ભૂમિકા હતી.
ચંદ્રશેખર રાવ તે બાદ તેલંગણના મુખ્ય મંત્રી બન્યા હતા. આ વખતની ચૂંટણીમાં પણ ચંદ્રશેખર રાવ ટીઆરએસના મુખ્ય મંત્રી પદના ઉમેદવાર હતા.
તેલંગણામાં મુખ્ય મંત્રી કેસીઆર મજબૂત ચહેરા તરીકે ઊભરી આવ્યા હતા.
બીજી તરફ વિરોધ પક્ષ પાસે કોઈ ચહેરો નહોતો. વિપક્ષ ચહેરાના અભાવે ચૂંટણીમાં ઊણો ઊતર્યો હતો.


3. ખેડૂત માટે યોજના

ઇમેજ સ્રોત, KALVAKUNTLACHANDRASHEKARRAO / FB
તેલંગાણામાં ટીઆરએસ સરકારે તમામ વર્ગો માટે લાભકારી યોજનાઓ બનાવી હતી.
ખેડૂતને રાઈતુ બંધુ યોજના હેઠળ દર એક ઍકર જમીનના બદલામાં 8,000 રૂપિયાની સહાય અપાઈ હતી.
અન્ય રાજ્યોમાં ખેડૂતોએ સત્તારૂઢ પક્ષ વિરુદ્ધ મતદાન કર્યું, ત્યારે તેલંગણામાં કૃષક વર્ગ સત્તાપક્ષની પડખે રહ્યો.

4. માછીમારો અને ઘેટાપાલકોને સહાય
ડૂતોને સહાય કર્યાની સાથે સાથે ટીઆરએસની સરકારને અન્ય વર્ગોનો પણ ખયાલ રાખ્યો હતો.
તેમાં ખાસ કરીને માછીમાર વર્ગને ટીઆરએસ આકર્ષવામાં સફળ રહ્યો હતો.
પોતાની સરકારમાં ચંદ્રશેખર રાવે માછીમારો માટે પણ સહાય કરતી યોજના જાહેર કરી હતી.
તેમને પૈસાના બદલામાં માલની સહાયતા આપીને મદદ કરાઈ હતી
ઉપરાંત ઘેટાંનો ઉછેર કરતા લોકોને ઘેટાંની સહાય આપવામાં આવી હતી.

5. મહાગઠબંધન
ટીઆરએસની લોકપ્રિયતા કે તેમની સામે એકલા હાથે લડવાની અસર્મથતા જે હોય તે પણ ટીડીપી અને કૉંગ્રેસે બંનેએ સાથે મળીને ગઠબંધન કરી લીધું.
આ મહાગઠબંધને ટીઆરએસ સામે લડવાનું નક્કી કર્યું. જોકે, તેમની ગણતરીઓ ઊંધી પડી અને ફરી ટીઆરએસનો વિજય થયો.
તેમના ગઠબંધનમાં કોઈ એક ચહેરો ન હતો જેને લોકો મુખ્ય મંત્રી પદ તરીકે જોઈ શકે.
જેના કારણે તમામ પક્ષો અને સામે ટીઆરએસ થઈ ગયા, જેથી ટીઆરએસના મતનું વિભાજન ના થયું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















