Rajasthan Election 2018 : ભાજપના સાંસદે કહ્યું, 'ખબર હતી હારી જઈશું'
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ, 1
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીના પરિણામના પ્રારંભિક વલવને પગલે કૉંગ્રેસ ગેલમાં જણાઈ રહી છે. જોકે, ભાજપ પણ ધીમી ધારે ટક્કર આપી રહ્યો છે. આ દરમિયાન ભાજપના રાજ્યસભાના સાંસદ સંજય કાકડેએ કહ્યું, "મને ખબર હતી કે અમે રાજસ્થાન અને છત્તીસગઢમાં હારી જઈશુ. પરંતુ મધ્ય પ્રદેશના ચૂંટણી પરિણામો આશ્ચર્યજનક છે. મને લાગે છે કે આવું એવા માટે થયું કે અમે વર્ષ 2014માં મોદીએ કરેલા વિકાસના વાયદાઓ ભૂલી ગયા અને પ્રતિમા તેમજ રામમંદિર પર ધ્યાન કેન્દ્રિત કર્યું."

04 : 50: હાલમાં કૉંગ્રેસ 104 બેઠકો અને ભાજપ 69 બેઠકો પર આગળ છે.
ચૂંટણી પંચે 25 બેઠકોનું પરિણામ જાહેર કર્યું છે.
જેમાંથી કૉંગ્રેસનાં ખાતામાં 12 બેઠકો ગઈ છે. જ્યારે ભાજપને સાત બેઠકો મળી છે. 4:46 રાજસ્થાનમાં કૉંગ્રેસ આગળ
અત્યાર સુધીના વલણ પ્રમાણે રાજસ્થાનમાં 38 બેઠક પર કૉંગ્રેસનો વિજય થયો છે, જ્યારે 22 બેઠક પર ભાજપનો વિજય થયો છે. આ ઉપરાંત બીએસપીના પણ ત્રણ ઉમેદવારોનો વિજય થયો છે.
જોકે, રાજસ્થાનમાં કુલ 200 વિધાનસભા બેઠક પર મતદાન થયું હતું અને મતગણતરીની પ્રક્રિયા હજુ ચાલી રહી છે.
04: 15 : કૉંગ્રેસ 103 બેઠકો પર આગળ ચાલી રહી છે તો ભાજપ 69 બેઠકો પર આગળ ચાલી રહ્યો છે. કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સચિન પાઇલટે જણાવ્યું છે કે બુધવાર સવારે ધારાસભ્યોની બેઠક યોજાશે.
03 : 05 ગુજરાત મૉડલ પર ગહેલોતના પ્રહારો
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવી રહ્યાં છે, એ વચ્ચે રાજસ્થાનના પૂર્વ મુખ્ય મંત્રી અને કૉંગ્રેસના નેતા અશોક ગહલોતે ભાજપના ગુજરાત મૉડલ પર પ્રહાર કર્યા છે.
તેમણે ટ્વીટ કર્યું કે ગુજરાતમાં નૉન ઇશ્યૂને ઇશ્યૂ બનાવ્યા, ભાવનાત્મક મુદ્દાઓ લાવ્યા, ક્યારેક મણિશંકર તો ક્યારેક પાણીમાં પ્લેન ઉતાર્યું. ક્યારેક ગુજરાતનું અપમાન કર્યું તો ક્યારેક મારું અપમાન કર્યું, આખા સમાજનું અપમાન કર્યું. પીએમની ભાષા આવી હોય? એ ન તો ભાજપની જીત હતી, ન તો કૉંગ્રેસની હાર હતી અને આ વાત આખો દેશ માને છે.
તેમણે અન્ય એક ટ્વીટમાં કહ્યું કે રાહુલજી ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતા હતા, યુવાનોને નોકરી નહોતી મળતી, રફાલમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઊઠ્યો હતો. અમિત શાહના દીકરાનો ઇશ્યૂ ઉઠાવ્યો હતો અને મોંઘવારીનો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો.

02 : 45 : 14:15 : રાજ્યનાં મુખ્ય મંત્રી વસુંધરા રાજે ઝાલરાપાટણ બેઠક પરથી જીતી ગયાં છે.
તો કૉંગ્રેસનો ચહેરો રહેલા અશોક ગેહલોત અને સચિન પાઇલટનો પણ વિજય થયો છે. ગહલોત સરદારપુરા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા. જ્યારે સચિન પાઇલટ ટોંક બેઠક પરથી નસીબ અજમાવી રહ્યા હતા.
01:20: કૉંગ્રેસે પણ બે બેઠકો પર વિજયથી ખાતું ખોલાવ્યું છે. પરબતસરથી રામનિવાસ ગાવડીયા અને કામા ઝાહિદાનો વિજય થયો છે.
01:10: પ્રથમ વિજય ભાજપના નામે રહ્યો. ભાજપના બે ઉમેદવાર જીતી ગયા છે. પિંડવારાથી સમાં રામ ગરાસિયા અને શાહપુરાથી કૈલાશ ચંદ્ર મેઘવાળ જીતી ગયા છે.
12 : 58 : માત્ર રાજસ્થાન જ નહીં, અન્ય રાજ્યોમાં પણ કૉંગ્રેસ સારું પ્રદર્શન કરી રહી છે, જેને પગલે રાજસ્થાનથી લઈ દિલ્હીના કૉંગ્રેસ કાર્યાલય સુધી કાર્યકરો ઉજવણી કરી રહ્યા છે.
12 : 45 : રાજસ્થાન કૉંગ્રેસના નેતા સચિન પાઇલટે જણાવ્યું, ''રાજસ્થાનમાં કૉંગ્રેસ પૂર્ણ બહુમતીથી સરકાર બનાવી રહી છે એ સ્પષ્ટ થઈ ગયું છે. અંતિમ આંકડા માટે રાહ જોવી જોઈએ. કૉંગ્રેસની નેતાગીરી અને ધારાસભ્યો નક્કી કરશે કે કોણ મુખ્યમંત્રી બનશે.''
પાઇલટે એવું પણ ઉમેર્યું કે 'રાહુલ ગાંધી બરોબર એક વર્ષ પહેલાં આજના દિવસે જ પક્ષના અધ્યક્ષ બન્યા હતા એટલે આ પરિણામ તેમના અપાયેલી ભેટ છે. કૉંગ્રેસ ત્રણ રાજ્યોમાં સરકાર રચશે.'
12 : 30 : રાજસ્થાનમાં આગળ ચાલી રહેલી કૉંગ્રેસ સરકાર બનાવે એવી શક્યતા રચાઈ છે. ત્યારે અશોક ગહેલોતે મુખ્યમંત્રીનો ચહેરો પક્ષ નક્કી કરશે એવું જણાવ્યું છે.
નોંધનીય છે કે રાજ્યમાં કૉંગ્રેસ જીતે તો અશોક ગહેલોત કે સચિન પાઇલટના નામ મુખ્યમંત્રી તરીકે ચર્ચાઈ રહ્યાં છે.

12 : 25 : પૂર્ણ બહુમતી મળી રહી છે પણ...
કૉંગ્રેસના રાજસ્થાન અધ્યક્ષ સચિન પાઇલટે જણાવ્યું, ''અમે સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યા છે અને મને ખાતરી છે કે અંતિમ આંકડા સામે આવ્યા બાદ એ સ્પષ્ટ પણ થઈ જશે. એમ છતાં સમાન વિચારધારા ધરાવતા અને ભાજપવિરોધી પક્ષોનું સ્વાગત કરીએ છીએ.''
મહત્ત્વપૂર્ણ છે કે પ્રારંભિક વલણમાં કૉંગ્રેસ આગળ ચાલી રહી હતી. જોકે, એ બાદ ભાજપ અને કૉંગ્રેસ લગોલગ ચાલવાં લાગ્યાં હતાં.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1

12 : 22: ભાજપના કાર્યાલયોમાં સન્નાટો

અમદાવાદમાં ભાજપના કાર્યલય ખાતે પત્રકારો સાથે વાત કરવા ભાજપના કોઈ નેતા જોવા મળ્યા નથી.
છોટુભાઈ વસાવાનો 'ભારતીય ટ્રાઇબલ પાર્ટી' રાજસ્થાનમાં એક બેઠક પર આગળ ચાલી રહી છે.
ભારતીય ટ્રાઇબલ પાર્ટી મૂળ ગુજરાતનો રાજકીય પક્ષ છે.

11 : 35 : 'રાહુલ ગાંધીને વિજયની ભેટ'
સચિન પાઇલટે જણાવ્યું કે 'રાહુલ ગાંધી બરોબર એક વર્ષ પહેલાં આજના દિવસે જ પક્ષના અધ્યક્ષ બન્યા હતા એટલે આ પરિણામ તેમના અપાયેલી ભેટ છે. કૉંગ્રેસ ત્રણ રાજ્યોમાં સરકાર રચશે.'
સચિન પાઇલટે જણાવ્યું, ''રાજસ્થાનમાં કૉંગ્રેસ પૂર્ણ બહુમતીથી સરકાર બનાવી રહી છે એ સ્પષ્ટ થઈ ગયું છે. અંતિમ આંકડા માટે રાહ જોવી જોઈએ. કૉંગ્રેસની નેતાગીરી અને ધારાસભ્યો નક્કી કરશે કે કોણ મુખ્યમંત્રી બનશે.''
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2

11 : 17: કૉંગ્રેસની સરકાર?
રાજસ્થાનમાં આગળ ચાલી રહેલી કૉંગ્રેસ સરકાર બનાવે એવી શક્યતા રચાઈ છે. ત્યારે અશોક ગહેલોતે મુખ્યમંત્રીનો ચહેરો પક્ષ નક્કી કરશે એવું જણાવ્યું છે. નોંધનીય છે કે રાજ્યમાં કૉંગ્રેસ જીતે તો અશોક ગહેલોત કે સચિન પાઇલટના નામ મુખ્યમંત્રી તરીકે ચર્ચાઈ રહ્યાં છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3

11: 05 રાજસ્થાનમાં કૉંગ્રેસ ઉત્સાહમાં

100નો આંકડો પાર થતાંની સાથે જ પક્ષના કાર્યકરોનો આત્મવિશ્વાસ વધતો નજરે પડી રહ્યો છે. પક્ષના પ્રદેશ કાર્યાલય ખાતે કૉંગ્રેસનો ઝંડો લહેરાવવામાં આવી રહ્યો છે. આગામી એક કલાક ખૂબ મહત્ત્વની મનાઈ રહી છે.

10 : 45 : કૉંગ્રેસનો 100નો આંક પાર

ઇમેજ સ્રોત, Getty Images
રાજસ્થાનમાં કૉંગ્રેસ 101 નંબર પર આગળ ચાલી રહી છે. જ્યારે ભાજપ 79 બેઠકો પર આગળ ચાલી રહ્યો છે. જ્યારે અન્ય 17 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે.
કૉંગ્રેસના પૂર્વ મુખ્ય મંત્રી રાજસ્થાનની સરદારપુરા બેઠક પર ભાજપના ઉમેદવારથી આગળ ચાલે છે. જ્યારે નાથદ્વારા બેઠકથી કૉંગ્રેસના ઉમેદવાર સી.પી.જોશી આગળ ચાલે છે.

10 : 35 કોણ, કેટલાં આગળ?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
ચૂંટણી પંચ અનુસાર રાજસ્થાનનાં મુખ્ય મંત્રી વસુંધરા રાજે 8845 મતો સાથે ઝાલરાપાટણ બેઠક પરથી, અશોક ગહેલોત 5112 મતો સાથે સરદારપુરા બેઠક પરથી અને સચિન પાઇલટ 5296 મતો સાથે ટોંક બેઠક પરથી આગળ ચાલી રહ્યાં છે.

10 : 26 : ગૃહમંત્રી રાજનાથસિંહે પાંચેય રાજ્યોની ચૂંટણીનાં વલણો પર જણાવ્યું, ''આ પ્રારંભીક વલણ છે. આશા છે કે અમે સારું પ્રદર્શન કરીશું.''

10:15 ઝાલરાપટણ બેઠક પરથી વસુંધરા રાજે આગળ ચાલી રહ્યાં છે, જ્યારે સરદારપુરા બેઠક પરથી અશોક ગહેલોત પણ વલણ અનુસાર આગળ ચાલી રહ્યા છે.

10 : 00 વલણોમાં કૉંગ્રેસની લીડ યથાવત્

ઇમેજ સ્રોત, Getty Images
પ્રદેશ કાર્યાલયમાં કાર્યકરોએ ઉજવણી શરૂ કરી દીધી છે. સવારે 10 વાગ્યા સુધી કૉંગ્રેસ 96 બેઠકો પર આગળ ચાલી રહી હતી. જ્યારે ભાજપ 78 બેઠકો પર આગળ હતો.

09: 55 ત્રણ રાજ્યોમાં કૉંગ્રેસ આગળ ચાલી રહી છે.

ઇમેજ સ્રોત, c-voter

09 : 50 : કૉંગ્રેસ એક વખત ફરી આગળ વધતી જણાઈ રહી છે. હાલમાં કૉંગ્રેસ 89 બેઠકો પર આગળ છે, જ્યારે ભાજપ 76 બેઠક પર આગળ ચાલી રહ્યો છે.
બીએસપી 03, આઈએનડી 05 અને અન્ય 03 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે.
કૉંગ્રેસને મળી રહેલી લીડને કારણે ભાજપના પ્રદેશ કાર્યલયમાં સ્તબ્ધતા છવાઈ ગઈ છે. બીબીસીના સંવાદદાતા નીતિન શ્રીવાસ્તવ ભાજપ પ્રદેશ કાર્યાલય પર હાજર છે. આ તસવીર તેમણે જ ટ્વીટ કરી છે.

9: 40 : સૅન્સેક્સમાં 500 પોઇન્ટ્સનો કડાકો
પાંચ વિધાનસભાની મતગણતરીનાં પ્રાથમિક વલણો અને રિઝર્વ બૅન્ક ઑફ ઇંડિયાના ગવર્નર ઉર્જિત પટેલના બાદ ખુલતા સાથે જ સેન્સેક્સ 500 પોઇન્ટ તૂટ્યો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5

09 : 35 : હાલના વલણો અનુસાર અત્યાર સુધી ભાજપ 75 બેઠકો પર આગળ ચાલી રહ્યો છે, જ્યારે કૉંગ્રેસ 86 બેઠકો પર આગળ ચાલી રહી છે.
બસપા સહિત અન્ય 10 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે.

9.30 ઝાલરાપાટણથી મુખ્ય મંત્રી વસુંધરા રાજે સિંધિયા આગળ ચાલી રહ્યાં છે અને કૉંગ્રેસના ઉમેદવાર માનવેન્દ્રસિંહ પાછળ ચાલી રહ્યા છે.

09 : 17 સચિન પાઇલટને શુભકામના

ઇમેજ સ્રોત, c-voter
કૉંગ્રેસના સમર્થકોએ સ્થાનિક અખબારમાં જાહેરાત આપી સચિન પાઇલટને શુભકામના પાઠવી છે.
જાહેરાતમાં અશોક ગહેલોતને 2019ની લોકસભાની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કરવા જણાવ્યું છે.
જાહેરાતમાં અશોક ગહેલોત માટે લખવામાં આવ્યું છે, 'તમે ભિષ્મ પિતામહની માફક સચિન પાઇલટના સંરક્ષકની ભૂમિકા નિભાવી છે.'

09 : 11 કૉંગ્રેસ 64 બેઠકો પર આગળ

ઇમેજ સ્રોત, c-voter
ભાજપ 53 બેઠકો પર આગળ

9: 05 કૉંગ્રેસમાં ઉજવણી
પાંચેય રાજ્યોની ચૂંટણીના પરિણામોના પ્રારંભિક વલણને પગલે કૉંગેસના કાર્યકરો ગેલમાં આવી ગયા છે.
દિલ્હીમાં કૉંગ્રેસના કાર્યાલય ખાતે કૉંગ્રેસના નેતા જગદિશ શર્માની કાર્યકારો સાથે ઉજવણી
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 6

9: 00 ટોંક બેઠક પરથી રાજસ્થાન કૉંગ્રેસના પ્રમુખ સચિન પાઇલટ આગળ ચાલી રહ્યા છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 7

8: 50 કૉંગ્રેસ ઉજવણીના મૂડમાં
રાજસ્થાનમાં કૉંગ્રસ 44 પર આગળ
ભાજપ 32 પર આગળ
જયપુરમાં કૉંગ્રેસ કાર્યાલય બહાર કૉંગ્રેસના કાર્યકરો ફટાકડા સાથે
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 8

08:45પ્રારંભિક વલણોમાં કૉંગ્રેસની ઝડપ
રાજસ્થાનમાં પ્રથમ રાઉન્ડની મતગણતરી દરમિયાન 33 બેઠકો પર કૉંગ્રેસ આગળ.
જ્યારે 21 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યો છે.

8 : 37 કૉંગ્રેસ આગળ

ઇમેજ સ્રોત, Getty Images
રાજસ્થાનમાં કૉંગ્રેસ 22 બેઠકો પર આગળ
જ્યારે ભાજપ 8 બેઠકો પર આગળ ચાલી રહ્યો છે.

8:30 રાહુલ ગાંધીના ઘર બહાર હવન
દિલ્હી ખાતે રાહુલ ગાંધીના નિવાસસ્થાનની બહાર સવારમાંથી જ કૉંગ્રેસના કાર્યકર્તાઓનો જમાવડો જોવા મળ્યો હતો. કેટલાક લોકોએ અહીં હવન પણ કર્યો હતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 9

8: 20 રાજસ્થાનમાં ભાજપ પાંચ, કૉંગ્રેસ 8 બેઠકો પર આગળ

ઇમેજ સ્રોત, c-voter
પ્રારંભિક વલણો અનુસાર રાજસ્થાનમાં કૉંગ્રેસ આઠ બેઠકો પર, ભાજપ પાંચ બેઠકો પર આગળ

8:10 પ્રથમ રાઉન્ડની ગણતરી શરૂ
હાલ પ્રથમ રાઉન્ડની ગણતરી થઈ રહી છે. જેમાં પોસ્ટલ બૅલેટની ગણતરી થશે. જે બાદ ઈવીએમમાંથી મતગણતરી થશે. પ્રથમ રાઉન્ડના અંતે જાણવા મળશે કે કયા રાજ્યમાં કોણ આગળ છે.

8:00 પાંચ રાજ્યોમાં મતગણતરી શરૂ
મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોની ગણતરી શરૂ થઈ ગઈ છે. થોડીવારમાં જ પ્રાથમિક વલણો જાણવા મળશે. ઈવીએમ ઓપન કર્યા બાદ કોણ કયા રાજ્યમાં આગળ છે તેની પ્રાથમિક જાણકારી મળશે.

7:40 રાજસ્થાનના આંકડાઓ શું કહે છે?

રાજ્યમાં કુલ 200 વિધાનસભાની બેઠકો છે, જેમાં 199 બેઠકો પર મતદાન થયું હતું.
ચૂંટણી પંચે અલવર જિલ્લાની રામગઢ બેઠક પર બીએસપી ઉમેદવાર લક્ષ્મણસિંહના નિધનના કારણે ચૂંટણી સ્થગિત કરી દીધી હતી.
2013માં થયેલી ચૂંટણીઓમાં લગભગ 75 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. રાજ્યમાં કુલ 47,223 મતદાન મથકો ઊભાં કરવામાં આવ્યાં હતાં.
કુલ 200 બેઠકોમાંથી ભાજપે 163 બેઠકો પર જીત હાંસલ કરી હતી. જ્યારે કૉંગ્રેસને માત્ર 21 બેઠકો મળી હતી.

7:30 રાજસ્થાન વિધાનસભા 2018 ચૂંટણી : એક નજર

ઇમેજ સ્રોત, Getty Images
- રાજસ્થાનની તમામ બેઠકો પર મતદાન ઈવીએમ અને વીવીપેટ મશીનો દ્વારા યોજાયું હતું.
- મતદાન સવારે આઠ વાગ્યે શરૂ થયું અને સાંજે પાંચ વાગ્યા સુધી મતદાતાઓએ મતદાન કર્યું હતું.
- ચૂંટણીમાં મતદાન માટે રાજ્યભરમાં કુલ 52 હજાર પૉલિંગ બૂથ બનાવવામાં આવ્યાં હતાં.
- ચૂંટણી મેદાનમાં ભાજપ અને કૉંગ્રેસ સહિત કુલ 88 પક્ષો મેદાનમાં છે.
- આ પક્ષોના કુલ 2274 ઉમેદવારો પોતાનું ભાગ્ય આ ચૂંટણીમાં અજમાવી રહ્યા છે.
- ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે નોંધાયેલા મતદાતાઓની સંખ્યા લગભગ 4.75 કરોડ છે.
- જેમાં લગભગ 2.47 કરોડ પુરુષ મતદારો અને 2.27 કરોડ મહિલા મતદારો છે.
- આ ચૂંટણીઓ લગભગ 20 લાખ યુવા મતદાતાએ પહેલીવાર મતદાન કર્યું. આમાં સૌથી વધારે સંખ્યા જયપુરમાં યુવા મતદાતાઓની છે.

તમે આ વાંચ્યું કે નહીં?

7 : 10ચૂંટણી સાથે જોડાયેલી અન્ય માહિતી

ઇમેજ સ્રોત, Getty Images
- 2013માં થયેલી ચૂંટણીઓમાં લગભગ 75 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. રાજ્યમાં કુલ 47,223 મતદાન મથકો ઊભાં કરવામાં આવ્યાં હતાં.
- કુલ 200 બેઠકોમાંથી ભાજપે 163 બેઠકો પર જીત હાંસલ કરી હતી. જ્યારે કૉંગ્રેસને માત્ર 21 બેઠકો મળી હતી.
- બીએસપીના ત્રણ ઉમેદવારો ગત ચૂંટણીમાં જીત હાંસલ કરી શક્યા હતા. જ્યારે સાત અપક્ષ ઉમેદવારો વિધાનસભા પહોંચ્યા હતા.
- 2008ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 78, કૉંગ્રેસે 96 અને અન્યને 26 બેઠકો મળી હતી.
- 1998 પછી કોઈ પણ સરકાર બીજા કાર્યકાળ માટે ચૂંટાઈ શકી નથી.
- કૉંગ્રેસે કોઈનું નામ મુખ્ય મંત્રીના ઉમેદવાર તરીકે આગળ ધર્યું નથી. જોકે, એવું માનવામાં આવે છે કે જો પક્ષમાં સત્તામાં આવ્યો તો સચિન પાઇલટ અને અશોક ગહેલોત બે ચહેરા હશે.
- જ્યારે ભાજપમાં મુખ્ય મંત્રી તરીકેનો ચહેરો વર્તમાન મુખ્ય મંત્રી વસુંધરા રાજે જ હશે.

7: 00ચૂંટણી સભાઓ
મીડિયાના અહેવાલો મુજબ રાજ્યમાં તમામ પક્ષોએ મેરાથોન ચૂંટણી સભાઓ કરી હતી.
ભાજપને રાજ્યમાં કુલ 223 ચૂંટણીસભાઓ કરી છે, જેમાં પક્ષના 15 દિગ્ગજ નેતાઓએ ભાગ લીધો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કુલ 12 સભાઓ કરી. જ્યારે અમિત શાહે 20, યોગી આદિત્યનાથે 24 અને રાજ્યનાં મુખ્ય મંત્રી વસુંધરા રાજેએ 75 સભાઓ કરી હતી.
કૉંગ્રેસ ચૂંટણી સભાઓ કરવાની દોડમાં ભાજપથી ક્યાંય આગળ રહી. પક્ષે રાજ્યમાં કુલ 433 સભાઓ કરી. જેમાં 15 દિગ્ગજ નેતાઓએ ભાગ લીધો હતો.

7: 00નવા ખેલાડીઓ, બાગી ઉમેદવારો અને મુદ્દાઓ

ઇમેજ સ્રોત, Getty Images
ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસના બાગી ઉમેદવારો પણ મેદાનમાં છે, તેમાં ભાજપના ચાર મંત્રીઓ પણ સામેલ છે.
નવી બનેલી રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી અને ભારત વાહિની પાર્ટીએ પરસ્પર સમજૂતી કરીને 123 ઉમેદવારો ઊભા રાખ્યા છે.
અપક્ષ ધારાસભ્ય હનુમાન બેનીવાલ અને આ નવી પાર્ટીએ કેટલીક બેઠકો ત્રિકોણીયો જંગ કરી દીધો છે.
બેનીવાલ પ્રભાવશાળી જાટ સમુદાયમાંથી આવે છે. તેમની પાર્ટીએ પચાસથી વધારે ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
રાજ્યમાં સત્તા માટે નીકળેલા ભાજપ અને કૉંગ્રેસના નેતાઓએ શરૂમાં વિકાસને મુદ્દો બનાવવાની વાત કહી, જોતજોતામાં મંદિર, જ્ઞાતિ અને ધર્મ-આસ્થાના મુદ્દાઓ પર આવી ગયા હતા.
જેમાં વાત એટલી આગળ વધી કે ગોત્ર સુધી બંને પક્ષો આવી ગયા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો