કોંગ્રેસની બેઠકમાં 'પાકિસ્તાન જિંદાબાદ'ના સૂત્રોનું સત્ય શું છે?

ઇમેજ સ્રોત, FACEBOOK
વિધાનસભા ચૂંટણીઓના માહોલ વચ્ચે સાચા-જૂઠ્ઠાં મૅસેજ સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહ્યા છે.
આવી ખબરોનું સત્ય જાણવા માટે એક ખાસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનું નામ છે 'એકતા ન્યૂઝરૂમ'.
પ્રોજેક્ટ હેઠળ વિધાનસભા ચૂંટણી સમયે સોશિયલ મીડિયા મારફતે વાઇરલ થઈ રહેલા વીડિયો અને તસવીરો સત્યતા ચકાસવાનું કામ કરવામાં આવે છે.

કોંગ્રેસની બેઠકમાં પાકિસ્તાનનાં સૂત્રોચ્ચાર - ફેક ન્યૂઝ

ઇમેજ સ્રોત, FACEBOOK
રાજસ્થાનમાં એક જૂની તસવીર વૉટ્સઍપ અને સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહી.
આ તસવીર રાજસ્થાનમાં ટ્વિટર પર ટ્રૅન્ડ્સમાં પણ આવી ગઈ હતી.
દક્ષિણપંથી ઝુકાવ ધરાવતાં કેટલાક ફેસબુક પેજ પર એક વીડિયો પણ શેર કરવામાં આવી રહ્યો હતો. વીડિયોની સાથે લખ્યું હતું કે તેમાં 'પાકિસ્તાન જિંદાબાદ'ના સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે.
આ વીડિયોના સાથે કૅપ્શન લખ્યું છે, "રાજસમંદમાં 'પાકિસ્તાન જિંદાબાદ'ના સૂત્રોચ્ચાર"

તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર


ઇમેજ સ્રોત, Reuters
વીડિયો એક બેઠક દરમિયાન રેકર્ડ કરવામાં આવ્યો છે અને તેમાં કેટલાક યુવકો સૂત્રોચ્ચાર કરતા જોવા મળી રહ્યા છે. તેમાં એક બૅનર પણ જોવા મળી રહ્યું છે જેના પર લખ્યું છે, 'નગર કોંગ્રેસ કમિટી-રાજસમંદ'.
વીડિયો પહેલી વખત જોતા એવું જ લાગે છે કે કેટલાક યુવકો 'પાકિસ્તાન જિંદાબાદ'ના સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.
"કોંગ્રેસની બેઠકમાં થયા 'પાકિસ્તાન જિંદાબાદ'ના સૂત્રોચ્ચાર" મૅસેજ સાથે વહેતા થયેલા આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે.
વીડિયો કોંગ્રેસ સમર્થિત પેજ અને કોંગ્રેસનાં નેતાઓના પેજ પર પણ શેર કરવામાં આવી રહ્યો છે અને સાથે લખ્યું છે,"ભાજપવાળા દુષ્પ્રચાર કરી રહ્યા છે''
''ભાટી સાહબ જિંદાબાદ'ના સૂત્રોને 'પાકિસ્તાન જિંદાબાદ'ના સૂત્રોચ્ચાર ગણાવી સોશિયલ મીડિયા પર તેને શેર કરી રહ્યા છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
અમે આ વીડિયો મામલે તપાસ કરી તો બહાર આવ્યું કે તેને 25 નવેમ્બરે બપોરે રેકર્ડ કરવામાં આવ્યો હતો.
25 નવેમ્બરના રોજ રાજસમંદ જિલ્લાના કાંકરોલીમાં ગોપાલ કૃષ્ણ વાટિકામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વીડિયો એ જ બેઠકનો છે.
વીડિયોની સત્યતા ચકાસવા તેની દરેક ફ્રૅમનું વિશ્લેષણ કર્યું, જેમાં ખબર પડી કે આ વીડિયોમાં 'પાકિસ્તાન જિંદાબાદ'ની જગ્યાએ ભાટી જિંદાબાદના સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે.
ઉતાવળમાં કરવામાં આવેલા સૂત્રોચ્ચારના કારણે 'ભાટી જિંદાબાદ'ની જગ્યાએ 'પાકિસ્તાન જિંદાબાદ' જેવું કંઈક સંભળાઈ રહ્યું છે.
પરંતુ વીડિયોને અલગ મૅસેજ સાથે શેર કરવામાં આવી રહ્યો હતો.
અમે એ પણ માલૂમ કર્યુ કે જે ભાટી સાહેબના નામથી સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે, તેઓ નારાયણસિંહ ભાટી છે અને તેઓ રાજસમંદથી કોંગ્રેસના ઉમેદવાર છે.
રાજસ્થાનમાં 7 ડિસેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે અને ક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર ચાલે છે.


શું સાચે જ મોદી સરકારે મસ્જિદ તોડાવી? - ફેક

ઇમેજ સ્રોત, FACEBOOK
કેટલાક ફેસબુક પેજ અને ગ્રૂપમાં ચાર તસવીરો શેર કરવામાં આવી રહી છે. આ તસવીરો અલ્હાબાદની છે એવું કહેવામાં આવી રહ્યું છે.
તેની સાથે કૅપ્શનમાં લખ્યું છે, "આ અલ્લાહાબાદની તસવીર છે. મસ્જિદ પર છેલ્લાં વીસ વર્ષોથી કોર્ટ કેસ ચાલી રહ્યો હતો.''
''કાલે મોદી સરકારે તેને તોડાવી દીધી અને કોઈ પણ મીડિયા તેના કવરેજ માટે આવ્યું નહીં. જો તમે સાચા મુસલમાન હો અને તમારામાં ઈમાન બચ્યું હોય, તો આ પોસ્ટને એટલી શેર કરો કે તેમની ઊંઘ હરામ થઈ જાય."
અલ્લાહબાદનું નામ પ્રયાગરાજ કર્યા બાદ અહીં રાજકીય માહોલમાં પહેલાં કરતાં થોડો વધુ ગરમાટો છે.
વળી દેશમાં કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે અલ્લાહબાદના નામથી આવી તસવીરો શેર કરવામાં આવી રહી છે.
મસ્જિદ તોડવા મામલે મોદી સરકારને જવાબદાર ગણવામાં આવી રહી છે.



ઇમેજ સ્રોત, Getty Images
સોશિયલ મીડિયા પોસ્ટમાં ચાર તસવીરો છે. તેમાંથી એક તસવીરમાં એક ઇમારત અડધી તૂટેલી જોવા મળી રહી છે, જેમાં તૂટેલી મસ્જિદનું માળખું જોવા મળે છે.
બાકીની ત્રણ તસવીરોમાં પોલીસ મુસ્લિમ સમુદાયનાં કેટલાક લોકોને ફટકારી રહી છે.
આ પોસ્ટ 'નબી કા દિવાન' ગ્રૂપમાં જે પણ ઉમેરાશે તે તેના 70 મિત્રોને ઉમેરશે (એડ કરશે) તે ગ્રૂપમાં શેર કરવામાં આવી હતી.
આવું એક સ્ક્રિનગ્રૅબથી પ્રતિત થાય છે, પરંતુ તેને ઍડિટ કરવામાં આવી હોય એવું લાગે છે.
આ ચાર તસવીરોનું વિશ્લેષણ કરતા માલૂમ પડ્યું કે તેમાંથી એક પણ તસવીર અલ્લાહબાદની નથી.

ઇમેજ સ્રોત, PA
તેમાંથી પહેલી તસવીર 6 વર્ષ જૂની છે અને તેનો મસ્જિદ તોડવા સાથે કોઈ સંબંધ નથી.
આ તસવીર દિલ્હીમાં થયેલા વિરોધ પ્રદર્શનમાં આંદોલનકારી અને પોલીસ વચ્ચેની અથડામણની તસવીર છે.
બીજી અને ત્રીજી તસવીર કાશ્મીરમાં થયેલા એક આંદોલનની છે. ત્રીજી તસવીર સંબંધિત ઘણી તસવીર અમને ગૅટી ઇમૅજિસમાં મળી આવી.
તેની સાથે લખ્યું છે કે આ તસવીર 26 સપ્ટેમ્બર 2012માં જમ્મુ-કાશ્મીરમાં નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનની છે.
છેલ્લી તસવીરમાં તૂટેલી ઇમારતનું એક માળખું જોવા મળી રહ્યું છે.
આ તસવીરની તપાસ કરતા જાણવા મળ્યું કે તે પણ અલ્લાહબાદની નથી. ખરેખર તે તસવીર કર્ણાટકની છે.
આ તસવીર અને જોવા મળતી ઇમારત અમને કેટલાક વીડિયોમાં જોવાં મળ્યાં. તે કર્ણાટકના સ્થાનિક મીડિયામાં જોવા મળ્યાં.
વીડિયોમાં જોવા મળ્યું કે આ ઇમારત કર્ણાટકના રાયચૂરીની છે. તેને માર્ગ પહોળો કરતી વખતે તોડવામાં આવી હતી.
જોકે આ ઇમારત મસ્જિદ છે કે નહીં તે મામલે પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે.
પરંતુ અલગ-અલગ સમય અને સ્થળની આ તસવીરો એકસાથે રાખીને અલ્હાબાદની તસવીરો હોય તે રીતે શેર કરવામાં આવી રહી છે. અને તેને અલ્હાબાદમાં તોડવામાં આવેલી મસ્જિદ તરીકે બતાવાવમાં આવી રહી છે.
આ દાવા પૂરી રીતે ખોટા છે. ફેક છે.
(આ કહાણી ફેક ન્યૂઝ સામે લડવા માટે બનાવવામાં આવેલા 'એકતા ન્યૂઝરૂમ'નો ભાગ છે.)
જો તમારી પાસે આવી ખબર, વીડિયો, તસવીર અથવા દાવાઓ આવે છે. જેના પર તમને શંકા હોય તો તેમના સત્યની તપાસ માટે તમે તેને એકતા ન્યૂઝરૂમને આ નંબર +91 89290 23625 પર વૉટ્સઍપ કરો અથવા અહીં ક્લિક કરો.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














