ગૌતમ ગંભીરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનાં તમામ ફૉર્મેટ્સમાંથી નિવૃત્તિ લીધી

ગંભીર

પૂર્વ ભારતીય ઑપનિગ બૅટ્સમેન ગૌતમ ગંભીરે ક્રિકેટના તમામ ફૉર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે.

મંગળવારે તેમણે ટ્વિટર અને ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કરીને પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી.

37 વર્ષના ગંભીરે ભારત તરફથી પોતાની ક્રિકેટની શરૂઆત 1999-2000થી કરી હતી, જે બાદ તેઓ બે દાયકાઓ સુધી ભારતીય ટીમ તરફથી રમ્યા હતા.

ગંભીરે પોતાની આંતરરાષ્ટ્રીય કૅરિયરમાં 58 ટેસ્ટ મૅચ રમ્યા અને 41.95ની સરેરાશથી 4154 રન પણ બનાવ્યા હતા.

ટેસ્ટ મૅચમાં ગંભીરે કુલ 9 સદી અને 22 અડધી સદી ફટકારી હતી.

ગભીરે 147 આંતરરાષ્ટ્રીય વન ડેમાં 39.68ની સરેરાશથી 5238 રન બનાવ્યા. જેમાં 2011 વર્લ્ડ કપ ફાઇનલની યાદગાર 97 રનની ઇનિંગ્સનો પણ સમાવેશ થાય છે.

બદલો Facebook કન્ટેન્ટ

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

Facebook કન્ટેન્ટ પૂર્ણ

ગંભીરે 37 ટી-20 મૅચ પણ રમ્યા હતા. જેમાં તેમણે સાત અડધી સદીની મદદથી 932 રન બનાવ્યા હતા.

ગંભીરે સહેવાગ સાથે મળીને ભારતની સૌથી મજબૂત ઑપનિંગ જોડીમાંની એક જોડી બનાવી હતી.

બંનેએ સાથે મળીને 87 ઇનિંગ્સમાં કુલ 4412 રન બનાવ્યા હતા.

ઉપરાંત ગંભીરે 2009માં આઈસીસી ટેસ્ટ પ્લેયર ઑફ ધ યરનો 2009માં ઍવૉર્ડ પણ જીત્યો હતો.

2011માં રમાયેલા વર્લ્ડ કપના ફાઇનલમાં ગંભીરે ત્રીજા નંબરે આવીને 97 રન કર્યા હતા અને ભારતની જીતનો પાયો નાખ્યો હતો.

જેમાં સચિન અને સહેવાગ જલદી આઉટ થયા હતા જે બાદ જો ગંભીરે બાજી ના સંભાળી હોત તો ભારતને કદાચ વર્લ્ડ કપ જીતવો અઘરો થઈ પડ્યો હોત.

લાઇન

ઇમેજ સ્રોત, Alamy

લાઇન

ઇમેજ સ્રોત, Alamy

તેમણે વીડિયોમાં કહ્યું કે પોતાના દેશ માટે 15 વર્ષોથી પણ વધારે સમય માટે ક્રિકેટ રમ્યા બાદ હું આ સુંદર રમતને અલવિદા કહેવા માગુ છું.

2009ના વર્ષમાં ગૌતમ ગંભીરે લગાતાર પાંચ સદી કરી હતી અને સતત પાંચ સદી કરનારા ખેલાડીઓમાં પોતાનું નામ અંકે કર્યું હતું.

આઈપીએલની વાત કરીએ તો તેમની કૅપ્ટનશીપ હેઠળ કોલકતા નાઇટ રાઇડર્સ બે વખત ચૅમ્પિયન બની હતી.

બાદમાં તેઓ દિલ્હી ડેરડેવિલ્સ સાથે પણ જોડાયા હતા, જેમાં ગત વર્ષે તેમને કૅપ્ટન પદેથી હટાવવામાં આવ્યા હતા.

ઉપરાંત હાલમાં જ દિલ્હી ફ્રેન્ચાઇઝીએ પણ રિલિઝ કરી દીધા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો