U19 વર્લ્ડ કપ: ભારતની જીતના હીરો શુભમનને ઓળખો છો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સૂર્યાંશી પાંડે
- પદ, બીબીસી સંવાદદાતા
અંડર-19 વિશ્વકપમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન સેમીફાઇનલ મેચ અને પછી 94 બૉલ પર 102 રન અને એ પણ નોટ આઉટ. આ સિદ્ધિઓનો અહીં જ અંત આવતો નથી.
શુભમનને આ મેચ માટે 'મેન ઑફ ધ ટૂર્નામેન્ટ'થી નવાજવામાં આવ્યા હતા.
ભારતને 272 રનના જુમલા સુધી પહોંચાડનારા શુભમન ગિલની આ સદીથી, માતા કીરત ગિલની આંખોમાં આંખોમાં હરખના આંસુ આવી ગયા હતા.
તમને આ પણ વાંચવું ગમશે
ન્યૂ ઝીલૅન્ડમાં ક્રાઇસ્ટચર્ચના મેદાન પર ભારતે 203 રનથી પાકિસ્તાન વિરુદ્ધ જીત મેળવી અને તુરંત જ પંજાબના મોહાલીમાં રહેતા શુભમન ગિલના માતા પિતાના ઘરે શુભકામનાઓના ફોન આવવા લાગ્યા હતા.

ઇમેજ સ્રોત, SOCIAL MEDIA
શુભમનના માતા કીરત જણાવે છે, "અમે પંજાબના ફઝિલ્કા જિલ્લાના એક ગામમાં રહીએ છીએ.
"મારા પતિ લખવિંદરને ક્રિકેટ જોવાનો શોખ તો છે જ, સાથે જ તેઓ સચિનના ખૂબ મોટા પ્રશંસક છે.
"તેમનું આ ઝનૂન મારા દીકરામાં પણ જોવા મળ્યું. ત્રણ વર્ષની ઉંમરે જ તેઓ ક્રિકેટ રમવા માટે બેટ શોધવા લાગ્યા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, SOCIAL MEDIA
શુભમનના પિતા લખવિંદર સિંહ ફઝિલ્કામાં પોતાની જમીન પર ખેતી કરાવે છે.
પરંતુ પોતાના દીકરાના ઝનૂનને યોગ્ય દિશામાં લઈ જવા માચે શુભમનના માતા પિતાએ ફઝિલ્કા છોડવાનો નિર્ણય કર્યો હતો.
કીરત ગિલના કહેવા પ્રમાણે, ફઝિલ્કામાં ક્રિકેટ માટે કોઈ વ્યવસ્થા નહોતી.
મોહાલી જઈને જ એ ક્ષેત્રમાં આગળ વધી શકાય તેમ હતું. વર્ષ 2007માં તેઓ મોહાલી આવી ગયા હતા.

કેવા ખેલાડી છે શુભમન?

ઇમેજ સ્રોત, SOCIAL MEDIA
એ નિર્ણયે જાણે શુભમનના સપનાને પાંખો આપી દીધી.
અંડર-19ના આ બેટ્સમેને જ્યારે પહેલી વખત અંડર-16ની વિજય મર્ચન્ટ ટ્રોફી માટે ગેમ રમી પંજાબ માટે તેમણે 200 રન બનાવ્યા હતા.
એટલું જ નહીં, BCCI દ્વારા શુભમનને વર્ષ 2013-14 અને 2014-15માં 'બેસ્ટ જુનિયર ક્રિકેટર'ના પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.
અને IPLની હરાજીમાં આ ખેલાડીના બેટ પર ભરોસો રાખીને કોલકાતા નાઇટ રાઇડર્સે 1.8 કરોડમાં શુભમનને ખરીદ્યા છે.

શુભમનના પિતા છે કોચ?

ઇમેજ સ્રોત, SOCIAL MEDIA
શુભમનની બેટિંગના હુનર વિશે જ્યારે બીબીસીએ તેમની માતાને પૂછ્યું તો તેમણે કહ્યું, "શરૂઆતના સમયગાળા દરમિયાન શુભમનને જ્યારે ટ્રેનિંગ માટે મોકલ્યા
"જોકે, બાળકોની સંખ્યા ખૂબ વધારે હોવાને કારણે કોચ એક-એક ખેલાડીને માંડ પાંચ મિનિટ આપી શકતા હતા."
"શુભમનના પિતા ફઝિલ્કામાં તેને ક્રિકેટ શીખવતા હતા અને મોહાલી આવીને પણ તેમણે શુભમનને તાલીમ આપવાની જવાબદારી પોતાના શિરે ઉઠાવી લીધી હતી."
લખવિંદર સિંહ મિત્રના ઘરે નેટ-પ્રેક્ટીસ કરાવવી, ખેતી દરમિયાન બૉલ નાખવો, લગભગ ત્રણથી ચાર કલાક રોજ પ્રેક્ટિસ કરાવતા હતા.
કીરત ગિલ જણાવે છે, "મારા દીકરાના કોચ મારા પતિ છે. તેમણે મારા દીકરાને ટ્રેનિંગ આપવામાં કોઈ કચાશ રાખી નથી."

શુભમનની ઉંમર નાની, પણ બાળક નથી!

ઇમેજ સ્રોત, Getty Images
શુભમનની બેટિંગ પર ક્રિકેટ વિશેષજ્ઞ આકાશ ચોપડાએ કહ્યું કે, "શુભમનની ગેમ જે લોકો જોતા આવ્યા છે, તેમને આશ્ચર્ય થયું નહીં હોય.
"જો U-19 વર્લ્ડકપના ક્વાર્ટર ફાઇનલ મેચની વાત કરીએ તો ત્યાં પણ 86 રન બનાવવામાં તેઓ સફળ રહ્યા હતા.
"આ ખેલાડીની ઉંમર નાની છે, પરંતુ મેદાનમાં તેઓ પોતાની ઉંમર કરતા ઘણા વધારે સમજદાર દેખાય છે."
રાહુલ દ્રવિડના વખાણ કરતા આકાશ ચોપડાએ કહ્યું, "U-19ની ટીમની જીતના અસલ સૂત્રધાર તો આ ટીમના કોચ છે.
"જેમણે ટીમને એ રીતે ટ્રેનિંગ આપી છે કે જેના પરિણામ આજે આપણી સામે છે."
3 ફેબ્રુઆરીના રોજ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારત U-19 વર્લ્ડકપની ફાઇનલ મેચ રમવા મેદાને ઉતરશે.
શુભમનની બેટિંગ હોય, ઇશાન પોરેલ અને કમલેશ નાગરકોટીની ફાસ્ટ બૉલિંગ હોય કે પછી અનુકૂલ રૉયની સ્પિન હોય, U-19ના ખેલાડીઓને જોઈને લાગે છે કે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય ઉજ્જવળ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












