#U19CWC: ભારતે આઠ વિકેટે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, મનજોતની સદી

ઇમેજ સ્રોત, TWITTER @BCCI
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અંડર -19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ બૅ ઓવલ ખાતે રમાઈ હતી. જેમાં ભારતે આઠ વિકેટે જીત મેળવી છે.
ભારતે 38.5 ઓવરમાં 220 રન બનાવી 217 રનના લક્ષ્યાંકને પાર પાડ્યું હતું.
ભારતીય ટીમના કેપ્ટન પૃથ્વી 29 રન બનાવી આઉટ થયા હતા. મનજોત કાલરાએ સદી ફટકારી હતી. તેમણે અને હાર્વિક દેસાઈએ ભાગીદારીમાં 148 રન બનાવ્યા હતા.
મનજોત કાલરાને 'મેન ઑફ ધ મેચ' અને શુભમન ગિલને 'મેન ઑફ ધ ટુર્નામેન્ટ' જાહેર કરવામાં આવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાની ટીમ 47.20 ઓવરમાં 216 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતીય ટીમને 217 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.
ઓસ્ટ્રેલિયાના મર્લોએ સૌથી વધારે 76 રન બનાવ્યા હતા. ભારતીય બોલર્સ ઇશાન પોરેલ, અનુકૂલ રૉય, કમલેશ નાગરકોટી, અને શિવા સિંહે બે-બે વિકેટ ઝડપી હતી.
આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બંને ટીમમાં કોઈ ફેરફાર કરાયા નહોતા.

ઇમેજ સ્રોત, Getty Images
બન્ને ટીમ અત્યાર સુધીમાં ત્રણ-ત્રણ વખત આ કપ જીતી ચૂકી છે. અને ચોથા ટાઇટલ માટે બન્ને ટીમ સામ-સામે આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતે વર્ષ 2000, 2008 અને 2012 માં આ ટાઇટલ પોતાના નામે કર્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમ 1988, 2002 અને 2010 માં વર્લ્ડ કપ જીતી હતી.
2006 અને 2016 માં ભારતીય ટીમને ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

બંને ટીમો

ઇમેજ સ્રોત, AFP
ભારત : પૃથ્વી શૉ (કેપ્ટન), મનજોત કાલરા, શુભમન ગિલ, હાર્વિક દેસાઈ (વિકેટકીપર), અભિષેક શર્મા, અનુકૂલ રૉય, કમલેશ નાગરકોટી, શિવમ માવી, શિવા સિંહ, અને ઈશાન પોરેલ.
ઓસ્ટ્રેલિયા : મેક્સ બ્રાયન્ટ, જૈક એડવર્ડ્સ, જેસન સાંગા (કેપ્ટન), જોનાથન મર્લો, પરમ ઉપ્પલ, નાથન મૈક્સ્વિની, વિલ સદરલૅન્ડ, બૈકર હૉલ્ટ (વિકેટકીપર), જૈક ઇવાંસ, રાયન હેડલી, લૉયડ પૉપ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












