વિરાટ-અનુષ્કાનાં લગ્ન ઇટલીમાં થયાં હતાં, જુઓ તસવીરો

વિરાટ કોહલીએ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે ઇટલીમાં લગ્ન કર્યા છે.

વિરાટ કોહલીને હાર પહેરાવતા અનુષ્કા શર્મા

ઇમેજ સ્રોત, TWITTER/VIRAT KOHLI

ઇમેજ કૅપ્શન, લગ્ન થશે કે નહીં થાય આ સવાલોનો જવાબ 11 ડિસેમ્બરે મળી ગયો. આખરે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ લગ્ન કરી લીધાં છે અને તેઓ હવે 'વિરુષ્કા' બની ગયાં છે.
વિરાટ- અનુષ્કા સાથે મહેમાનો

ઇમેજ સ્રોત, TUSHAR UGALE

ઇમેજ કૅપ્શન, વિરાટ અને અનુષ્કાનાં લગ્ન પંજાબ રીતરિવાજ સાથે થયાં. લગ્નમાં નજીકના મિત્રો અને પરિવારજનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

ઇમેજ સ્રોત, @ANUSHKASFANCLUB

ઇમેજ કૅપ્શન, લગ્ન બાદ હવે અનુષ્કા અને વિરાટ કોહલી મુંબઈના વર્લી વિસ્તારમાં પોતાના નવા ઘરમાં શિફ્ટ કરી જશે.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

ઇમેજ સ્રોત, TWITTER/ANUSHKA SHARMA

ઇમેજ કૅપ્શન, વિરાટ કોહલી અને અનુષ્કાએ શર્માએ ભારતથી દૂર ઇટલીના ટસ્કેનીના રિસોર્ટમાં લગ્ન કર્યા હતા. તેની તસવીર બન્નેએ ટ્વિટર પર શેર કરી હતી.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, લગ્ન બાદ હવે વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ટીમ સાથે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવાના છે. અનુષ્કા પણ તેમની સાથે જશે જ્યાંથી નવું વર્ષ મનાવીને જાન્યુઆરીનાં પહેલા અઠવાડીયામાં તેઓ પરત ફરશે.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

ઇમેજ સ્રોત, TWITTER

ઇમેજ કૅપ્શન, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લાંબા સમયથી પ્રેમમાં હતા. બન્નેએ કેટલીક જાહેરાતોમાં સાથે કામ કર્યું છે.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

ઇમેજ સ્રોત, STR/AFP/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, અનેકવાર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એક સાથે જોવા મળ્યાં છે.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, લગ્ન બાદ દિલ્હી અને મુંબઈમાં રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે.