અમેરિકાના 7 વર્ષના બાળકે કેવી રીતે બે અબજ રૂપિયાની કમાણી કરી?

રેયાન ટૉય્ઝ

ઇમેજ સ્રોત, YOUTUBE

સાત વર્ષના બાળકની કમાણી કેટલી હોઈ શકે? આ સવાલ સાંભળીને પહેલાં તો તમે એ જ પૂછશો કે શું નાની ઉંમરનાં બાળકો કામ પણ કરે છે?

જોકે, સાત વર્ષના રેયાનની વાત કંઈક અલગ છે. રેયાન દર અઠવાડીયે યૂટ્યૂબ પર રમકડાંના રિવ્યૂ કરે છે.

આ રિવ્યૂના કારણે રેયાનના માતાપિતા અત્યાર સુધી કરોડોની કમાણી કરતાં હતાં હવે આ આવક અબજમાં પહોંચી ગઈ છે.

રેયાને ગત વર્ષે 11 મિલિયન ડૉલર એટલે કે રૂપિયા 75 કરોડથી પણ વધારેની કમાણી કરી હતી.

આ વર્ષે રેયાનની આવક બમણી થઈ ગઈ છે.

રેયાનના યૂટ્યૂબ રિવ્યૂના કારણે આ વર્ષે તેમના માતાપિતાએ 22 મિલિયન ડૉલર એટલે કે 2 અબજ રૂપિયાની કમાણી કરી છે.

રેયાનના માતાપિતા યૂટ્યૂબ પર ટૉય્ઝરિવ્યૂઝ નામથી એક ચેનલ ચલાવે છે.

ગત વર્ષની માહિતી મુજબ, 'રેયાન્સવર્લ્ડ' નામની બ્રાન્ડનાં કપડાં અને રમકડાં વૉલમાર્ટના 2,500 સ્ટોર્સ તથા તેની વેબસાઇટ પર પણ વેચવાની જાહેરાત કરાઈ હતી.

લાઇન

ઇમેજ સ્રોત, Alamy

લાઇન

ઇમેજ સ્રોત, Alamy

સ્ટાર્સની યાદીમાં રેયાન

રેયાન ટૉય્ઝ

ઇમેજ સ્રોત, PLAYBACK/YOUTUBE/RYAN TOYSREVIEW

રેયાન આ યૂટ્યૂબ ચેનલ દ્વારા તેમના દર્શકોને રમકડાંની દુનિયામાં લઈ જાય છે.

ફોર્બ્સ મૅગેઝિનની યાદી મુજબ, રેયાનનો સમાવેશ વર્ષ 2017માં દુનિયાના સૌથી વધુ કમાણી કરતા સ્ટાર્સની યાદીમાં થયો હતો.

માર્ચ 2015માં શરૂ થયેલા રેયાન ટૉય્ઝરિવ્યૂઝના વીડિયોને 16 અબજથી વધારે વ્યૂઝ મળ્યા છે.

જોકે, આટલી લોકપ્રિયતા હોવા છતાં વિશ્વમાં કોઈના પાસે રેયાન વિશે ખાસ માહિતી નથી. રેયાન અમેરિકાના રહેવાસી છે.

line

યૂટ્યૂબ ચેનલ

રેયાન ટૉય્ઝ

ઇમેજ સ્રોત, PLAYBACK/YOUTUBE/RYAN TOYSREVIEW

ગત વર્ષે વૉશિંગ્ટન પોસ્ટને આપેલા એક ઇન્ટરવ્યૂમાં રેયાનના માતાએ જણાવ્યું, "રેયાન નાનપણમાં રમકડાંની યૂટ્યૂબ ચેનલ જોવા લાગ્યો હતો ત્યારે અમારા મગજમાં યૂટ્યૂબ ચેનલ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો."

પોતાની ઓળખ ન આપવાની શરતે રેયાનના માતાએ જણાવ્યું, "રેયાને એક દિવસ મને કહ્યું કે અન્ય બાળકોની જેમ હું કેમ યૂટ્યૂબ ચેનલમાં નથી."

"અમે રેયાનને કહ્યું કે આપણે ચેનલ શરૂ કરી શકીએ છીએ. અમે રમકડાંની દુકાને ગયા, ત્યાંથી એક લીગો ટ્રેન ખરીદી અને ચેનલ શરૂ કરી."

રેયાનનો એક વીડિયો 80 કરોડથી વધારે લોકોએ નિહાળ્યો છે.

માર્ચ, 2015થી શરૂ થયેલી તેમની યૂટ્યૂબ ચેનલને માર્ચ 2016 સુધીમાં એક વર્ષની અંદર 10 લાખથી વધુ સબ્સક્રાઇબર્સ મળી ગયા હતા.

હાલમાં રેયાનની ચેનલના સબ્સક્રાઇબર્સ એક કરોડથી વધારે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો