BBC TOP NEWS - દિલ્હીના રામલીલા મેદાનમાં ખેડૂતોનું આંદોલન, 'અયોધ્યા નહીં, કર્જ માફી ચાહિયે'ના સૂત્રો

'એનડીટીવી'ના અહેવાલ અનુસાર દિલ્હીના રામલીલા મેદાનમાં હજારોની સંખ્યામાં ખેડૂતો આંદોલન માટે ભેગા થયા છે.

દેવાંમાં માફી અને પાકની પડતર કિંમત કરતા દોઢ ગણી વધુ રકમની માગ સાથે દેશભરમાંથી વિવિધ સંગઠનોના નેતૃત્વમાં તેઓ સંસદ કૂચ કરવાના છે.

અહેવાલ અનુસાર ખેડૂતોએ 'અયોધ્યા નહીં, કર્જ માફી ચાહિયે' જેવા સૂત્રોચ્ચાર કર્યા છે.

રામલીલા મેદાનમાં અંદાજે 13 હજાર ખેડૂતો એકઠા થયા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ના દલિત કેસમાં 11 જણાને આજીવન કેદની સજા

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ ગુજરાતના ગીર-સોમનાથ જિલ્લામાં આવેલા ઊનામાં છ વર્ષ પહેલાં એક દલિતને પ્રેમ પ્રકરણના મામલે જીવતો સળગાવી દેવાના કેસમાં 11 જણાને આજીવન કેદની સજા કરવામાં આવી છે.

ઉનાની સ્પેશિયલ કોર્ટના ન્યાયાધિશ એસ. એલ. ઠક્કર દ્વારા 11 જણાને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.

વર્ષ 2012માં લાલજી સરવૈયા નામની વ્યક્તિને એક યુવતી સાથે લગ્નેતર સંબંધો હતા.

યુવતી આ યુવક સાથે લગ્ન કરવાના ઇરાદે ભાગી ગઈ હતી. પરંતુ યુવતીના ભાઈ અને અન્યોએ યુવકના ઘરે હુમલો કરી ઘર સળગાવી દેતા લાલજી સરવૈયાનું મોત થયું હતું.

જોકે, તેમના પરિવાર આ પૂર્વે જીવ બચાવવા અન્ય ગામમાં હિજરત કરવી પડી હતી.

ઍર ઇન્ડિયના બચાવવા સરકારની નવી યોજના

નુકસાનમાં ચાલી રહેલી સરકારી ઍરલાઇન્સ કંપની ઍર ઇન્ડિયા પર વધી રહેલો આર્થિક બોજ ઓછો કરવા માટે સરકાર નવી યોજના બનાવી રહી છે.

યોજના અંતર્ગત કંપનીનું 29 હજાર કરોડનું દેવું એક ખાસ નવી કંપનીને ટ્રાન્સફર કરવામાં આવશે.

નાગરિક ઊડ્ડયન મંત્રાલયના વરિષ્ઠ અધિકારી અનુસાર આ માટે એક ખાસ યુનિટ ઍર ઇન્ડિયા ઍસેટ હૉલ્ડિંગ બનાવવામાં આવ્યું છે.

આથી ઍર ઇન્ડિયાને 29 હજારના વ્યાજની અસર નહીં થશે.

જોકે આ પહેલા તેમણે કરજદાતાઓની મંજૂરી લેવી પડશે. ઍર ઇન્ડિયા પર કુલ 55 હજાર કરોડનું દેવું છે.

29 હજારનું કરજ ટ્રાન્સફર થયા બાદ ઍર ઇન્ડિયાએ 26 હજાર કરોડનું દેવું ગમે તેમ કરીને ચૂકવવું પડશે.

નોટબંધી એક મોટો આંચકો : અરવિંદ સુબ્રમણ્યન

'લાઇવમિંટ'ના અહેવાલ મુજબ મોદી સરકારમાં આર્થિક સલાહકાર રહી ચૂકેલા અરવિંદ સુબ્રમણ્યને નોટબંધીને એક મોટો આંચકો ગણાવ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે નોટબંધી અર્થશાસ્ત્ર માટે એક ખતરનાક અને મોટો આંચકો હતી. આનાથી અર્થતંત્રનો વિકાસ ઝડપથી ઘટવા લાગ્યો હતો.

તેમણે પોતાના પુસ્તક 'ઑફ કાઉન્સેલઃ ધ ચૅલેન્જ ઑફ ધ મોદી-જેટલી ઇકૉનૉમી'માં નોટબંધી સહિત અર્થવ્યવસ્થાના અનેક મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા છે.

જોકે, તેમણે આ પુસ્તકમાં એ વાતનો ખુલાસો કર્યો નથી કે તેમને નોટબંધીની અગાઉથી જાણ કરવામાં આવી હતી કે નહીં.

અરવિંદ સુબ્રમણ્યને પોતાના પુસ્તકમાં લખ્યું છે કે નોટબંધીએ અર્થતંત્રને એક મોટો અને ખતરનાક આંચકો આપ્યો હતો.

નોટબંધીને કારણે 86 ટકા ચલણ રદ કરવામાં આવ્યું હતું.

સુબ્રમણ્યને વધુમાં જણાવ્યું કે આર્થિક વિકાસ અગાઉથી જ ધીમો હતો અને નોટબંધી પછી તે વધુ મંદ પડ્યો હતો.

સ્પેસ ટૅક્સી ચલાવવાની યોજના

વર્ષ 2019માં જમીન પરથી આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન વચ્ચે મનુષ્યને લાવવા-લઈ જવા માટે ખાસ પ્રકારની ટૅક્સી ચલાવવામાં આવશે.

અમેરિકાની અવકાશ સંસ્થા 'નાસા' અને તેની સાથે કામ કરનારી કંપની બોઇંગ તથા સ્પેસઍક્સ આગામી વર્ષે તેનું પરિક્ષણ શરુ કરશે.

પહેલાં ખાસ કૅપ્સૂલ ટૅક્સીનું પરીક્ષણ કરવામાં આવશે જે માનવરહિત હશે અને ત્યાર બાદ યાત્રીઓને મોકલવામાં આવશે.

સ્પેસઍક્સ વર્ષ 2019માં જાન્યુઆરીમાં જ્યારે બૉઇંગ વર્ષ 2019ના માર્ચ મહિનામાં તેમની ટેસ્ટ ફ્લાઇટ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન માટે રવાના કરશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો