એ ગુજરાતી 'રાધા' જે ભારત જ નહીં, વિશ્વ માટે પણ ખાસ છે

ઇમેજ સ્રોત, BBC/ GALAXY HOSPITAL, PUNE
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
"મારી આંખોમાંથી આંસુ અટકતાં નહોતાં. એટલા માટે નહીં કે મેં દીકરીને જન્મ આપ્યો હતો. એ તો ખુશીના આંસુ હતાં. તેમાં છેલ્લાં પાંચ બાળકોને ગુમાવવાનું દુઃખ હતું. તમે માત્ર સાંભળીને અનુમાન ન લગાવી શકો કે હું કેટલી ખુશ છું. આ સમજવા માટે તમારે મારા જેટલું જ દુઃખ સહન કરવું પડે."
17 મહિનાથી પુણેની ગૅલેક્સી હૉસ્પિટલમાં સારવાર કરાવી રહેલાં મીનાક્ષી વાળાએ 18 ઑક્ટોબરે સીઝેરીયન થકી એક દીકરીને જન્મ આપ્યો અને એક જ દિવસમાં તે દેશભરમાં સિલિબ્રિટી બની ગઈ.
તેનું કારણ એ છે કે તે સંપૂર્ણ એશિયા-પ્રશાંતમાં ગર્ભાશયના ટ્રાન્સપ્લાન્ટથી જન્મેલી એ પ્રથમ બાળકી છે.
ગુજરાતના ભરૂચનાં રહેવાસી મીનાક્ષી દેશના પ્રથમ મહિલા છે, જેઓ ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટથી માતા બન્યાં છે.

ઇમેજ સ્રોત, BBC/ GALAXY HOSPITAL. PUNE
17 મહિના પહેલાં તેઓ આ હૉસ્પિટલના ડૉક્ટર શૈલેષ પુટંબેકરને મળ્યાં ત્યારે ઘણાં નિરાશ હતાં.
ડૉક્ટર પુટંબેકર દેશભરમાં યુરેટસ (ગર્ભાશય) ટ્રાન્સપ્લાન્ટ માટે જાણીતા છે અને પુણેની ગૅલેક્સી હૉસ્પિટલમાં કાર્યરત છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ડૉક્ટર સાથેની પ્રથમ મુલાકાતમાં તેમણે કહ્યું હતું,"હું માત્ર 28 વર્ષની છું. મને ત્રણ વખત કસુવાવડ થઈ ચૂકી છે.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
''બે બાળકો મૃત પેદા થયાં હતાં. ડૉક્ટરો કહે છે હું ક્યારેય મા નહીં બની શકું. પણ મારે પોતાનું બાળક જોઈએ છે. હું સરોગસીથી માતા બનવાં માંગતી નથી. હું બાળક દત્તક પણ લેવા માંગતી નથી."
જોકે, 17 મહિના બાદ તેમની આ નિરાશા ગાયબ થઈ ગઈ.

ઇમેજ સ્રોત, Getty Images
આંખમાં આવેલાં આંસુને ખુશીથી લૂછતાં મીનાક્ષીએ કહ્યું, "અમે ભગવાનને નથી જોયા પરંતુ એ ચોક્કસથી ડૉક્ટર જેવા જ લાગતા હશે. આથી અમે દીકરીનું નામ ડૉક્ટર પાસે જ પડાવ્યું."
ડૉક્ટર શૈલેષ કહે છે, "મીનાક્ષી ગુજરાતનાં છે. ત્યાં ભગવાન કૃષ્ણને પૂજવામાં આવે છે. આથી એ દીકરી રાધા જ ગણાયને?"
મારી સમજમાં તો દીકરીનું નામ રાધા જ હોવું જોઈએ.
ડૉક્ટરનું કહેવું હતું કે રાધાના જન્મ પ્રસંગે હૉસ્પિટલમાં જલેબી અને મીઠાઈ પણ વહેંચવામાં આવી હતી.

રાધાનું સ્વાસ્થ્ય કેવું છે?
રાધા 32 સપ્તાહ જ માતાના ગર્ભમાં રહી. જન્મ સમયે તેનું વજન 1.45 કિલો હતું.
તો શું રાધા પ્રિ- મૅચ્યૉર બર્થ ગણાય અને તેનું ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે?
આ મામલે ડૉક્ટર શૈલેષ કહે છે કે રાધા પ્રિ-મૅચ્યૉર તો છે જ પરંતુ હાલ આઈસીયુમાં રાખવામાં આવી નથી.


પહેલાં 12 ઑક્ટોબરે ડિલિવરીની તારીખ નક્કી થઈ હતી.
પરંતુ 17 તારીખની રાત્રે મીનાક્ષીનું બ્લડ-પ્રેશર વધી જતાં 18 તારીખે સી-સેક્શન કરવું પડ્યું.
હાલ માતા અને બાળકી બન્ને સ્વસ્થ છે.
રાધાનું વજન 2 કિલોનું ન થઈ જાય ત્યાં સુધી તે હૉસ્પિટલમાં જ રહેશે.

સીઝેરીયન કેમ કરવું પડ્યું?

ઇમેજ સ્રોત, BBC/ GALAXY HOSPITAL, PUNE
પરંતુ શું 32 સપ્તાહમાં જન્મેલી બાળકીના જીવને જોખમ ન હોય?
આ વિશે ડૉ. શૈલેષ કહે છે, "મીનાક્ષીને તેમનાં માતાનું ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. તેમની ઉંમર 48 વર્ષની છે. આથી ગર્ભાશયની ઉંમર પણ 48 વર્ષ છે. આટલી ઉંમરના ગર્ભાશયને બાળક ધારણ કરવાની આદત નથી હોતી."
"તેમનાં માતા 20 વર્ષ પહેલાં ગર્ભવતી થયાં હતાં. આથી સીઝેરીયન સિવાય કોઈ અન્ય વિકલ્પ નહોતો."
આ પ્રક્રિયાને વિસ્તારપૂર્વક સમજાવતા ડૉ. શૈલેષે કહ્યું, "યૂરેટસ ટ્રાન્સપ્લાન્ટ વેળા માત્ર યૂરેટસ ટ્રાન્સપ્લાન્ટ થાય છે. તેની સાથે નસોનું ટ્રાન્સપ્લાન નથી થઈ શકતું. આથી આ પ્રકારની ગર્ભાવસ્થામાં પ્રસવ પીડા નથી થતી."
સામાન્ય રીતે આ પ્રકારના ટ્રાન્સપ્લાન્ટમાં ડૉનરની ઉંમર 40થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

'અર્શમાન સિન્ડ્રોમ'

ઇમેજ સ્રોત, Thinkstock
મીનાક્ષીના ગર્ભમાં બાળક રહેતું નહોતું કેમ કે તેમને અર્શમાન સિન્ડ્રોમ નામની બીમારી હતી.
તેમાં મહિલાઓને માસિક ના આવવાની તકલીફ રહેતી હોય છે અને ગર્ભાશય વર્ષો સુધી કામ કરી શકતું નથી.
એક પછી એક કસુવાવડ થવાંને કારણે આ બીમારી થાય છે. આ સિવાય પહેલી ડિલિવરી પછી ગર્ભાશયમાં કોઈ ઘા થવાને કારણે પણ આવું થઈ શકે.
'આંતરરાષ્ટ્રીય જનરલ ઑફ ઍપ્લાઇડ રિસર્ચ'માં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર વિશ્વમાં 15 ટકા મહિલાઓ અલગઅલગ કારણે માતા નથી બની શકતી.
તેમાં ત્રણથી પાંચ ટકા મહિલાઓને ગર્ભાશયની તકલીફ જવાબદાર હોય છે.
મીનાક્ષી છેલ્લે બ વર્ષ પહેલાં ગર્ભવતી થયાં હતાં.



ટ્રાન્સપ્લાન્ટ વિશે આંકડાઓ શું કહે છે?

ઇમેજ સ્રોત, BBC/ GALAXY HOSPITAL, PUNE
ડૉ. શૈલેષ અનુસાર સમગ્ર વિશ્વમાં અત્યાર સુધી માત્ર 26 મહિલાઓનું ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. તેમાંથી માત્ર 14 કિસ્સામાં જ સફળતા મળી છે.
જ્યારે મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિશ્વમાં 42 ટ્રાન્સપ્લાન્ટ થયા છે. જેમાં માત્ર 8 સફળ રહ્યા છે. એટલે કે આઠ મહિલાઓએ ગર્ભ ધારણ કર્યા હતા.
તેમાં સાત સ્વિડન અને એક અમેરિકામાં થયું હતું. મીનાક્ષીનો કેસ એશિયા પ્રશાંત ક્ષેત્રનો પ્રથમ કેસ છે.
ડૉ. શૈલેષ અનુસાર યૂરેટસ ટ્રાન્સપ્લાન્ટની પ્રથમ શરત એ છે કે ડૉનર મહિલાના માતા કે બહેન અથવા માસી હોવા જોઈએ.
ભારતમાં હાલ આ મામલે કોઈ કાયદો નથી પરંતુ વિજ્ઞાનના આ ક્ષેત્રમાં વધુ સફળતા હાંસલ કરવાની હજુ વાર છે.
ડૉ. શૈલેષ અનુસાર એક વાર ડૉનર મળી જાય તો પછી લૅપ્રોસ્કોપીથી ગર્ભાશય કાઢવામાં આવે છે.
તેમાં જીવિત મહિલાનું જ ગર્ભાશય લેવામાં આવે છે. સમગ્ર પ્રક્રિયામાં દસથી બાર કલાકનો સમય લાગે છે.
અન્ય ઑર્ગન ડૉનેશનની જેમ કોઈ મહિલાનાં મૃત્યુ બાદ તેનું ગર્ભાશય (યૂરેટસ) ન કાઢી શકાય.

જોખમી ગર્ભાવસ્થા
ડૉ. શૈલેષ અનુસાર એકવાર યૂરેટસ ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય ત્યારબાદ ઓછામાં ઓછાં એક વર્ષ બાદ તે ગર્ભ રાખવા માટે તૈયાર થઈ શકે છે.
જોકે, ટ્રાન્સપ્લાન્ટ બાદ રિજેક્શનનું જોખમ પણ રહે છે.
એટલે કે મોટાભાગના કેસમાં શરીર બહારના અવયવોને સ્વીકારતું નથી. આથી એક વર્ષ સુઘી મૉનિટરીંગ કરવું પડે છે.


ટ્રાન્સપ્લાન્ટ બાદ મહિલાને બાળક જોઈતું હોય તો ગર્ભ લૅબોરેટરીમાં વિકસાવવો પડે. ત્યાર બાદ તેને મહિલાના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે.
ગર્ભ બનાવવા માટે માતાનાં અંડકોશ અને પિતાનાં શુક્રાણુનો ઉપયોગ કરવામાં આવે છે.
મીનાક્ષીના કેસમાં પણ આવું જ કરાયું હતું.

સાતથી દસ લાખ રૂપિયાનો ખર્ચ
'આંતરરાષ્ટ્રીય જનરલ ઑફ ઍપ્લાઇડ રિસર્ચ'માં અનુસાર યૂરેટસ ટ્રાન્સપ્લાન્ટમાં સાતથી દસ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.
પરંતુ મીનાક્ષીને કેસ દેશનો પ્રથમ કેસ છે, આથી હૉસ્પિટલે તેની કોઈ ફી નથી લીધી.
ડૉ. શૈલેષ આ પ્રકારની પ્રસૂતિને જોખમી ગણાવે છે. તેમના અનુસાર મીનાક્ષીનો પરિવાર અને તેમની ટીમ પણ કોઈ પ્રકારનું જોખમ લેવા માગતા ન હતા.
આ પ્રકારની પ્રસૂતિ વિશે ચર્ચા કરતા ડૉક્ટર શૈલેષ કહે છે, "મીનાક્ષી કેટલીક પ્રકારની ઇમ્યૂન-સપ્રેસેંટ દવાઓ લઈ રહ્યાં છે. આથી પ્રસૂતિ દરમિયાન ડાયાબિટિસ થવાનું જોખમ વધી જાય છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












