You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાશ્મીરનાં અનાથ બાળકોની જિંદગી, 'મૃત્યુનો શોક અહીં પળાતો નથી'
- લેેખક, શકીલ અખ્તર
- પદ, બીબીસી ઉર્દૂ સંવાદદાતા
ભારત પ્રશાશિત કાશ્મીર વર્ષોથી અસ્થિર છે, એ તો સૌ કોઈ જાણે છે અને આ જ અસ્થિરતાએ હજારો બાળકોનાં માતાપિતા તેમની પાસેથી છીનવી લીધાં છે. આ બાળકો હાલમાં અનાથની જિંદગી જીવી રહ્યાં છે.
પણ આ અંગેના આંકડા ના તો સરકાર પાસે છે, ના તો બિનસરકારી સંગઠનો પાસે છે કે ના તો લોકોના અધિકારો માટે લડતાં લોકો પાસે.
દરેક સંગઠનના મતે આવાં બાળકોની સંખ્યા અલગઅલગ છે.
થોડાં વર્ષો પહેલાં મે આવા અનાથ બાળકો પર એક અહેવાલ તૈયાર કર્યો હતો.
એ અહેવાલમાં જાણવા મળ્યું હતું કે હિંસા અને ઉદાસીનતાના આ સમયમાં પણ કાશ્મીરીઓમાં મદદ અને માનવતાનો જુસ્સો હજુ બચેલો છે.
મને એવાં લોકો મળ્યાં જેમણે પોતાની સંપૂર્ણ જિંદગી, સંપૂર્ણ તાકત અને સંસાધનો આ બાળકોનાં ઉછેર, શિક્ષણ અને કલ્યાણ પાછળ ખર્ચી નાખ્યાં.
આ અસ્થિર વિસ્તારનું દરેક અનાથ બાળક દુઃખ અને પીડાની એક કહાણી રજૂ કરે છે.
મારી મુલાકાત મોટાભાગે નાની ઉંમરનાં બાળકો સાથે થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમનો નિર્દોષ અને ઢીલો અવાજ તેમની આપવીતીને વધુ દુઃખદાયક બનાવે છે.
પિતાને ગુમાવવા અને તેમની સાથે જોડાયેલી વાતો બાળકોના કુમળાં હૃદયોમાં ઊંડે સુધી દબાયેલી છે.
'મારા પિતાને લોકો ઉઠાવી ગયા...'
શ્રીનગરની એક સંસ્થામાં આઠ વર્ષના એક બાળકને મને કહ્યું કે તેમના પિતા બૉર્ડર સિક્યુરિટી ફોર્સમાં કર્મચારી હતી.
એ દિવસોમાં તેઓ પૂર્વોત્તર રાજ્યમાં ફરજ બજાવી રહ્યા હતા. ઈદની રજા પર તેઓ ઘરે આવ્યા હતા.
રાત્રે કેટલાક અજાણ્યા લોકો આવ્યા અને તેમના પિતાને ઉઠાવીને જતા રહ્યા.
સવારે ઘરની નજીક ગોળીઓથી વીંધાયેલો તેમનો મૃતદેહ મળ્યો.
સામાન્ય નોકરીઓની જેમ જ અહીંના કેટલાય લોકો સુરક્ષા દળો અને પોલીસમાં પણ જોડાયેલા છે.
થોડા દિવસો પહેલાં આવા જ ત્રણ પોલીસકર્મીઓનાં અપહરણ બાદ હત્યા કરી દેવામાં આવી હતી.
ઉગ્રવાદીઓએ કાશ્મીરીઓને ચેતવણી આપી છે કે તેઓ પોલીસ અને સુરક્ષાદળની નોકરીમાંથી રાજીનામું આપી દે.
તમે આ વાંચ્યું કે નહીં?
પાકિસ્તાન સાથે વાતચીત રદ થયા બાદ કાશ્મીરનો મુદ્દો અધ્ધરતાલે છે.
સરકાર અને અલગતાવાદીઓએ પણ વાતચીતની કેટલીય સારી તકો ગુમાવી છે.
વાતચીતના તમામ માર્ગ બંધ થતાં અલગતાવાદી સંગઠનોનાં નેતૃત્વની પ્રતિષ્ઠા પણ ખરડાઈ છે.
લાચારી અને પ્રામાણિક નેતૃત્વના અભાવે નિરાશા અને નફરતને જન્મ આપ્યો છે.
નવી પેઢી પાસેથી ભવિષ્યનાં તમામ સપનાં આંચકી લેવાયા છે અને તેમને હતાશાના કાદવમાં ધકેલી દેવાઈ છે.
ઉગ્રવાદમાં પણ હવે કોઈ લક્ષ્યની પ્રાપ્તિને બદલે યુવાનોની હતાશા અને નિરાશા નજરે પડે છે.
મૃત્યુ પર હવે અહીં શોક નથી મનાવાતો.
કાશ્મીરના મુદ્દાની સૌથી મોટી વિટંબણા એ છે કે તમામ પક્ષ આનો ઉકેલ હિંમત અને હિંસાથી લાવવા માગે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો