You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC TOP NEWS: સ્ટે્ચ્યુ ઑફ યુનિટીમાં સરકારી કંપનીઓએ આપેલાં નાણાં પર કેગના સવાલો
બિઝનેસ ટૂડેના અહેવાલ અનુસાર કમ્પટ્રોલર ઍન્ડ ઓડિટર જનરલ ઑફ ઇન્ડિયાએ સરદારની પ્રતિમા માટે સરકારી પેટ્રો કંપનીઓએ જે ભંડોળ આપ્યું છે તેના પર સવાલ ઉઠાવ્યા છે.
કંપનીઓને એજન્સીએ પૂછ્યું કે શું આ નાણાં સીએસઆર (કૉર્પોરેટ સોશિયલ રિસ્પૉન્સિબિલિટીસ) અતંર્ગત આપવામાં આવ્યા છે.
તમે આ વાંચ્યું કે નહીં?
7 ઑગસ્ટના રોજ સંસદમાં સીએજીનો આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.
તેમાં કહેવાયું છે કે સીએસઆર હેઠળ રાષ્ટ્રીય સ્મારકની જાળવણી માટે નાણાં ખર્ચી શકાય છે.
પરંતુ સરદારની પ્રતિમા રાષ્ટ્રીય ધરોહર નથી. આથી તેના માટે નાણાં કઈ રીતે વાપરવામાં આવ્યાં?
સરદારની પ્રતિમાના નિર્માણ માટે કેન્દ્રની જાહેર ક્ષેત્રની કંપનીઓ ઑઇલ એન્ડ નેચરરલ ગૅસ કૉર્પોરેશન, હિંદુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ, ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ, ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન લિમિટેડે 3000 કરોડનું ફંડ આપ્યું છે.
માત્ર પીવાનું પાણી મળશે, સિંચાઈનું નહીં : નીતિન પટેલ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'દિવ્ય ભાસ્કર'ના અહેવાલ મુજબ ગુજરાતમાં જળસંકટની સ્થિતિ ઊભી થઈ છે.
ચોમાસાની શરૂઆતથી લઈ અત્યાર સુધી સીઝનનો કુલ 53 ટકા વરસાદ પડ્યો છે.
તેમ છતાં જળાશયોની સ્થિતિમાં ઉનાળા કરતાં કોઈ ખાસ પરિવર્તન જોવા નથી મળ્યું.
અહેવાલ મુજબ 75થી વધુ જળાશયોમાં 50 ટકાથી ઓછું પાણી છે. જ્યારે 203 ડૅમોમાં 3 ટકા પાણી છે. વધુમાં સરદાર સરોવર ડૅમમાં પણ પાણીની સપાટી નીચે આવી ગઈ છે.
સમગ્ર સ્થિતિને કારણે સિંચાઈ માટેના પાણી અને પીવાના પાણીની પણ સમસ્યા સર્જાવાની ભીતિ સર્જાઈ છે.
દરમિયાન, 'ગુજરાત ગાર્ડીયન'ના અહેવાલ અનુસાર ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે આ મામલે કહ્યું હતું કે રાજ્યમાં સિંચાઈ માટે પાણી નહીં મળવાની શક્યતા છે. જોકે, વર્ષ દરમિયાન પીવાના પાણીની તકલીફ નહીં પડે.
તેમણે કહ્યું કે સરકાર વરસાદ નહીં પડતા સર્જાતી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ છે.
કેરળમાં પૂર-ભૂસ્ખલન, 23નાં મોત
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર કેરળમાં પૂર અને ભૂ-સ્ખલનના કારણે 23 લોકોનાં મોત થયાં છે.
અહેવાલ અનુસાર ચાર વ્યક્તિ લાપતા છે. ઇડુક્કી અને વાયાનડમાં બચાવકામગીરી ચાલી રહી છે.
એશિયાના સૌથી મોટા 'આર્ક' ડૅમની જળસપાટી વધતા જોખમમાં વધારો થયો છે. 24 ડૅમોના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે.
IAS અધિકારના પરિવારને વિમાનમાંથી ઉતારી દેવાયો
'એનડીટીવી'ના અહેવાલ અનુસાર ભારતની ઇન્ડિયન એન્જિનિયરીંગ સર્વિસીસના આઈએએસ અધિકારી અને તેમના પરિવારને બ્રિટિશ ઍરલાઇન્સે વિમાનમાંથી નીચે ઉતારી દીધાની ઘટના પ્રકાશમાં આવતા વિવાદ સર્જાયો છે.
અહેવાલ અનુસાર 24 જુલાઈના રોજ આ ઘટના બની હતી.
અધિકારીએ કહ્યું, "મારા બાળકે રડવાનું બંધ ન કરતા ફ્લાઇટ અટેન્ડન્ટે ધમકી આપી હતી કે જો બાળક રડવાનું બંધ નહીં કરે તો અમને નીચે ઉતારી દેવામાં આવશે."
ત્યારબાદ એક સુરક્ષાકર્મીને બોલાવીને તેમને નીચે ઉતારી દેવાયા હતા.
અધિકારીએ ઉડ્ડયનમંત્રી સુરેશ પ્રભુને ફરિયાદ કરતા તેમણે બ્રિટિશ ઍરલાઇન્સ પાસેથી ઘટનાનો રિપોર્ટ માંગવા ડીજીસીએને નિર્દેશ આપ્યા છે.
દેશના દરેક પોર્ટ પરથી પશુનિકાસ પર રોક
કેન્દ્રીય શિપીંગ મિનિસ્ટ્રીએ દેશમાં તમામ પોર્ટ પરથી પશુનિકાસ પર રોક લગાવવાનો નિર્ણય કર્યો છે. આ રોક અમુદતી સમય માટે અમલમાં રહેશે.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર પશુઓના અધિકાર માટે કામ કરતા એક્ટિવિસ્ટો તરફથી કરવામાં આવેલી રજૂઆતને પગલે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્યકક્ષાના મંત્રી મનસુખ માંડવીયાને ટાંકીને અહેવાલમાં કહેવાયું કે, "કચ્છના ટિના પોર્ટથી ઘેટાં અને બકરાંની નિકાસ કરવામાં આવતી હોવાની અમને માહિતી મળી હતી."
"પોર્ટથી જે જહાજ પશુઓને લઈ જવાનું હતું તે દુબઈ જઈ રઈ રહ્યું હતું. જેનો અર્થ કે પશુઓને કતલ માટે જ લઈ જવાતાં હતાં."
"આથી જનતાની રજૂઆતને પગલે નિકાસ પર રોક લગાવી દેવાઈ છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો