આ કારણોસર લોકો બને છે ઠગાઈનો ભોગ

    • લેેખક, સ્ટેસી વુડ
    • પદ, મનોવૈજ્ઞાનિક

તમારા મેલ બોક્સમાં દરરોજ જન્ક મેલ આવતા હશે, તમારા ફોનમાં સ્પેમ મેસેજ આવતા હશે અને કેટલાક રોબૉ કૉલ્સ પણ આવતા હશે.

અણગમતા મેસેજ અને ફોનથી આપણે બધા ખૂબ પરેશાન થતા હોઈએ છીએ. આપણામાંથી ઘણા લોકો આની સામે આંખ આડા કાન કરે છે અને એને ડિલીટ કરી ભૂલી જાય છે.

પણ બધા આવું કરી શકતા નથી. દર વર્ષે અસંખ્ય લોકો અને સંસ્થાઓ આવી છેતરપિંડીનો ભોગ બનતા હોય છે.

છેતરપિંડીનો ભોગ બનેલા લોકો માનસિક હતાશામાં સરી પડે છે અને એમની તંદુરસ્તી પર અસર પડતી હોય છે.

છેતરપિંડી સિવાય બીજો એવો કોઈ ગુનો નથી કે જેનો આટલી મોટી સંખ્યામાં લોકો ભોગ બન્યા હોય. તમામ ઉંમર, ક્ષેત્ર અને વ્યવસાયના લોકો આની જાળમાં ફસાઈ જતાં હોય છે.

લોકો કેમ ફસાઈ જાય છે ?

મેં અને મારા સહયોગીઓએ આનો જવાબ મેળવવાની શરૂઆત કરી તો કેટલાક તારણો પહેલાંથી જ શોધી કઢાયેલા નિષ્કર્ષો જેવા જ નીકળ્યાં.

પરંતુ છેતરપિંડી અંગેની ધારણાઓ સામે કેટલાક તારણો પડકારરૂપ છે.

ઘોડેસવારી, લૉટરી અને બજાર સાથે જોડાયેલી છેતરપિંડી તો સામાન્ય બની ગઈ છે.

બૅટર બિઝનેસ બ્યૂરોનાં જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ વર્ષોમાં ઘોડેસવારી અને લૉટરી સાથે જોડાયેલી લગભગ પાંચ લાખ ફરિયાદો મળી હતી.

જેના કારણે 35 કરોડ અમેરિકન ડૉલરનું નુકસાન થયું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

પહેલાં આ પ્રકારની છેતરપિંડી કેટલાક સ્થાનિક લોકો જ કરતા હતા અને મોટે ભાગે સામ-સામે થતાં સોદોઓમાં જ છેતરપિંડી થતી હતી.

જેમ કે, નાણાંના રોકાણ અંગેનો સેમિનાર કે પછી રિયલ એસ્ટેટનાં સોદાઓમાં છેતરપિંડી થવાનું જાણવા મળતું હતું.

આજે પણ પહેલા જેવી જ છેતરપિંડીની ફરિયાદો જોવા મળે છે, પણ હવે એના કરતાં ઘણી મોટી સંખ્યામાં નવી રીતે છેતરપિંડી થતી જોવા મળી રહી છે.

આની પાછળ આંતરરાષ્ટ્રીય સમૂહોનો હાથ હોઈ શકે છે. આવાં ઘણાં જૂથો જમૈકા, કોસ્ટારિકા, કેનેડા અને નાઇજીરિયા જેવા દેશોમાં છે.

ટેકનિકની મદદનો આધાર

આધુનિક ટેકનિકને કારણે આંતરરાષ્ટ્રીય છેતરપિંડીનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે.

હવે એકસાથે લાખો લોકો સુધી પહોંચી શકાય છે અને ખર્ચો પણ ખૂબ જ ઓછો આવે છે.

ટેકનૉલૉજીએ, ઠગાઈ કરતા લોકોને પકડવાનું અને સજા આપવાનું અઘરું બનાવી દીધું છે.

ઉદાહરણ તરીકે, એક રોબૉ કૉલથી એવો ભ્રમ પેદા થાય છે કે કોઈ તમારા શહેરમાંથી જ ફોન કરી રહ્યું છે, પણ હકીકતમાં એ કૉલ કોઈ બીજા જ દેશમાંથી કરવામાં આવ્યો હોઈ શકે છે.

એક સાથે સંખ્યાબંધ લોકોને ટાર્ગેટ કરનારી છેતરપિંડીની સ્કીમમાં લોકો કેમ ફસાઈ જાય છે, એ જાણવા માટે આવી 25 સફળ સ્કીમોનો અભ્યાસ કરવામાં આવ્યો.

આવી સ્કીમો અંગેની જાણકારી લૉસ ઍન્જલ્સ પોસ્ટલ ઇન્સ્પેક્ટર ઑફિસમાંથી મેળવવામાં આવી.

લોકપ્રિય બ્રાન્ડ જેવા કે મેરિયટ અને ટાટાનો ઉપયોગ કરવો સરળ છે.

ભરોસો વધારવા માટે છેતરપિંડી કરનારા લોકો જાણીતી ધંધાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા હોવાનો દેખાડો કરે છે.

હળવા-મળવા માટે તેઓ સ્થાનિક કોડનો ઉપયોગ કરતા હોય છે.

તમને લલચાવવા માટે રંગીન ફોટાઓ વાળા ઇ-મેલ મોકલવામાં આવે છે.

એમાં ઇનામની રકમ અને પ્રથમ વિજેતાઓને આકર્ષક રીતે દેખાડવામાં આવે છે.

ઘણી વખતે વિશ્વાસ ઊભો કરવા માટે કાયદાની ભાષા વાપરવામાં આવે છે.

અમે એક પાનાની નમૂના ચિઠ્ઠી તૈયાર કરી, જેમાં ગ્રાહકોને એ જણાવવામાં આવ્યું હતું કે તેઓ વિજેતા છે અને ઇનામની રકમ લેવા માટે તેમને કેટલાક નંબર પર સંપર્ક કરવાનો છે.

ચિઠ્ઠીનાં ચાર નમૂના તૈયાર કરવામાં આવ્યા, જેમાં એમ કહેવામાં આવ્યું હતું કે, અમને તમારો નંબર 'ટાર્ગેટ' દ્વારા મળ્યો.

તમે આ તારીખ જેમ કે 30 જુલાઈ પહેલાં સંપર્ક કરો. અમારો હેતુ એ જાણવાનો હતો કે એવી કઈ વસ્તુ છે જે લોકોને જવાબ આપવા પ્રેરિત કરે છે.

પ્રથમ પ્રયોગમાં અમે ભાગ લેનારા 211 લોકોને પૂછ્યું કે ચિઠ્ઠીમાં લખેલા નંબર પર સંપર્ક કરવા તે કેટલા ઇચ્છુક છે. 10 પોઇન્ટનાં સ્કેલ પર અમે ફાયદા અને જોખમનું રેટિંગ આપવા જણાવ્યું.

શિક્ષણની ઉણપ એક કારણ

ભાગ લેનારા 48 ટકા લોકો ચિઠ્ઠીમાં લખેલી વાતો પર વધારે ધ્યાન ના આપતા તેમા આપેલા નંબર પર ફોન કરવા ઇચ્છુક હતા.

આવા પ્રતિભાગી ઓછું ભણેલા હતા અને તેમની ઉંમર નાની હતી. એમણે સંભવિત ફાયદાને વધુ મહત્ત્વ આપતા કૉલ કરવાનાં જોખમને ઓછું આંક્યું હતું.

બીજા પ્રયોગમાં અમે 291 પ્રતિભાગીને સામેલ કર્યાં. આ વખતે ઇનામની રકમ મેળવવા માટે એક ઍક્ટિવેશન ફી પણ ઉમેરી દેવામાં આવી.

કેટલાક પ્રતિભાગીઓને કહેવામાં આવ્યું કે જીતેલા ઇનામને મેળવવા માટે એમને પાંચ ડૉલર ઍક્ટિવેશન ફી તરીકે ચૂકવવાનાં રહેશે.

બાકીનાં પ્રતિભાગીઓ પાસે 100 ડૉલર માંગવામાં આવ્યાં. ચિઠ્ઠીનું બાકીનું માળખું પહેલાં જેવું જ હતું, પણ પ્રતિભાગીઓની આર્થિક હાલત જાણવા માટે એક- બે સવાલ ઉમેરી દેવામાં આવ્યા.

લાલચ એ મુખ્ય કારણ

અમારું એમ માનવું હતું કે જે લોકો 100 ડૉલર આપીને પણ ફોન કરવા ઇચ્છુક હતા તે છેતરપિંડીની સ્કીમમાં છેતરાવા માટે તૈયાર હતા.

ભાગ લેનારામાંથી ચોથા ભાગના પ્રતિભાગીઓએ એક્ટિવેશન ફી આપીને જણાવેલા નંબર પર ફોન કરવાની ઇચ્છા જણાવી. 100 ડૉલર આપીને એવું કરનારા 20 ટકા લોકો હતા.

પહેલા પ્રયોગની જેમ અહીંયા પણ જે પ્રતિભાગીઓને વધારે ફાયદો દેખાઈ રહ્યો હતો, તે સંપર્ક કરવા વધુ ઇચ્છુક હતા. ઉંમર કે લિંગનો કોઈ ખાસ ફર્ક પડતો નહોતો.

જોકે, 60 ટકા પ્રતિભાગીઓને લાગ્યું કે આ લલચાવતી સ્કીમ કૌભાંડ છે, તેમ છતાં પણ તેઓ આને એક ફાયદાની તક સમજતાં રહ્યાં.

એડ્વાન્સ ફી વાળી આ છેતરપિંડી એક લૉટરી જેવી છે. આને અજમાવી જોવાનું ખર્ચ ઓછું છે, જ્યારે નિષ્ફળ જવાની શક્યતાઓ ઓછી છે.

ગ્રાહકોને પૈસા ડૂબી જવાનો અણસાર તો હતો, પણ સાથે-સાથે એમને એ પણ લાલચ હતી કે કોઈ મોટી રકમ મળી શકે છે. કેટલાક લોકો આ જોખમ લેવા તૈયાર હોય છે.

એક વખત કોઈ વ્યક્તિ આવી લાલચવાળી ઑફર અંગે ફોન કરી લે છે કે પછી એની જાહેરાત પર ક્લિક કરી દે છે એટલે એ વ્યક્તિની ઓળખ બહાર પડી જાય છે.

ત્યાર બાદ આવા વ્યક્તિને ટાર્ગેટ કરતા ફોન કૉલ્સ, ઇમેલ અને મેસેજની ભરમાર લાગી જાય છે.

તો કેવી રીતે બચી શકાય આ છેતરપિંડીથી ?

ઘણાં લોકો માટે જન્ક મેલ, સ્પેમ અને રોબૉ કૉલ્સ ચીડનું કારણ બનતા હોય છે, પણ કેટલા લોકો માટે આ માત્ર માથાનો દુખાવો નહીં પણ ટાર્ગેટ બની જતા હોય છે.

છેતરપિંડીથી બચવા માટે ચેતતા રહેવાની જરૂર છે. એવી સેવાઓ અને એપ્સ ઉપલબ્ધ છે, જે છેતરપિંડી વાળા ફોન કૉલ્સને ઓળખી કાઢી તમને જાળમાં ફસાતાં રોકે છે.

ઘણી ટેલિકોમ કંપની આ પ્રકારની સેવાઓ માટે મંજૂરી આપે છે. આ પ્રકારની છેતરપિંડી માટે ગ્રાહકોની જાગરુકતા જ સૌથી ઉત્તમ છે.

ભ્રામક ઈ-મેલ,મેસેજ અને જાહેરાત પર ક્લિક કરતાં પોતાની જાતને અટકાવવી ખૂબ જરૂરી છે.

જે લોકો લલચામણી ઑફરને ઓળખી તરત જ સમય બગાડ્યા વગર એને ડિલીટ કરી દે છે એમની છેતરાવવાની સંભાવના ઘણી ઓછી હોય છે.

સંભવિત ફાયદા અને જોખમમાંથી જોખમ પર વધુ ધ્યાન આપવાથી સંભવિત ફાયદાનાં લોભમાં ફસાઈ જવાતું નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો