You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્લૉગ: ખરું કહ્યું, દેશને તલાટી ચલાવે છે કે વડા પ્રધાન
- લેેખક, રાજેશ જોશી
- પદ, રેડિયો એડિટર, બીબીસી હિન્દી
ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ અંદાજો છે કે જો તલાટી આડો ચાલે તો કીચડમાં ફસાયેલા વિકાસરથને કોઈ બહાર નહીં કાઢી શકે. આથી તેમણે લખનૌમાં કહ્યું કે દેશને કાં તો વડા પ્રધાન ચલાવે છે અથવા તો તલાટી.
તલાટીને હંમેશાથી પોતાની તાકતનો ખ્યાલ હતો જ. તેને ખબર હતી કે જો તેની કૃપા ન થઈ તો તહસીલની ફાઇલ જામ કરી શકાય છે.
દાયકાઓમાં પહેલી વખત કોઈ વડા પ્રધાનને આ શક્તિનો અહેસાસ થયો છે, એટલું જ નહીં, તે મંચ પરથી જાહેર પણ કર્યું, "અમારી પાસે ઇરાદો છે અને તાકત પણ."
સરકારી હોદ્દાને કારણે તલાટીને જે વાતની જાણ હતી તે વાતનો અહેસાસ હવે પૂર્ણ બહુમતીવાળી સરકારના વડા પ્રધાનને પણ થઈ ગયો છે.
અન્યથા મોદીની પહેલાં ખીચડી સરકારો ચલાવનારાં વડા પ્રધાનોના ચહેરાઓ પર થાક સ્પષ્ટ રીતે વર્તાતો હતો.
સારું છે કે અત્યારસુધી કોઈ વડા પ્રધાન સાથે પનારો નથી પડ્યો. એક અંતર સાથે વી. પી. સિંહ, એચ.ડી. દેવેગૌડા અને પી. વી. નરસિંહ્મારાવ સાથે વાત થઈ છે, પરંતુ ક્યારે વડા પ્રધાનની નજીક પહોંચીને તેમની પાસે બેસીને પૂછી શકીએ, 'કેમ છો?'
હા, તલાટીએ એક વખત એટલો હેરાન-પરેશાન કરી મૂક્યો હતો કે આજે પણ તે વાત યાદ આવે છે તો હાંફ ચડી જાય છે.
વડા પ્રધાનોનાં સ્નેહ-ઝોન સુધી પહોંચવા માટે ઘણાં વર્ષ અગાઉથી મહેનત કરવી પડે છે, જે નેતાઓમાં વડા પ્રધાન બનવાની શક્યતા જણાતી હોય, તેવાં નેતાઓની ઓસરીઓમાં બેસીને કલાકો સુધી રાહ જોવી પડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'દેશવાસીઓને શું સંદેશ આપવા માગશો' વગેરે જેવાં સવાલોથી ભરપૂર ઇન્ટર્વ્યૂ લેવા પડે છે, એવું સાબિત કરવું પડે છે કે તમારી સાથે જ છું, પારકો ન સમજશો.
અનેક વિખ્યાત પત્રકારો તમને પ્રભાવશાળી નેતાઓની ઓરીમાં રાહ જોતાં જોવા મળી રહેશે.
એક સમયે અટલ બિહારી વાજપેયીના ઘરે ફોન કરવો હોય તો તેઓ સહેલાઈથી ફોન પર આવતા હતા અને બેધડક રીતે વાત પણ કરતા હતા.
ક્યારેક કોઈ સભા-સમારંભમાં મળી જાય તો મુક્ત રીતે હસતા અને ક્યારેક સીધો સવાલ પૂછીએ તો નારાજ પણ થઈ જતા.
તમે આ વાંચ્યું કે નહીં?
1999ની લોકસભા ચૂંટણી વખતે તેઓ લખનૌની બેઠક પરથી સંસદની ચૂંટણી લડવાના હતા, એ સમયે ભાજપના કેટલાક નિવેદનબાજ નેતાઓએ મહાત્મા ગાંધીની ઉપર નિશાન સાધતા હતા.
કોઈ નેતાએ નિવેદન આપ્યું હતું કે ભારતના કોઈ રાષ્ટ્રપિતા ન હોય શકે.
ઉમેદવારી પત્રક દાખલ કરીને બહાર નીકળેલા વાજપેયીને ભીડની વચ્ચેથી અટકાવીને મેં પણ એ સવાલ જ પૂછ્યો હતો.
એક સમયગાળામાં વાજપેયીએ કહ્યું હતું કે ગાંધીવાદી સમાજવાદ એ ભાજપની વિચારધારા છે. એ સમયે હિંદુત્વ, સાંસ્કૃત્તિક રાષ્ટ્રવાદ જેવા શબ્દો ચલણમાં નહોતા આવ્યા.
આથી જ્યારે તેમની જ પાર્ટીના લોકો એવું કહેવા લાગ્યા કે ભારતના કોઈ રાષ્ટ્રપિતા ન હોય શકે, ત્યારે આ સવાલ તેમને પૂછાવો જ જોઈતો હતો.
આ સવાલ સાંભળીને તેઓ ખચકાયા અને બે સેકંડ માટે આંખો બંધ કરી લીધી.
વાજપેયીને તરત જ સમજાઈ ગયું હતું કે પત્રકારો હેડલાઇન શોધી રહ્યાં છે તેઓ અંગ્રેજીમાં બોલ્યા - બટ, ધીસ ઇઝ અ લોડેડ ક્વેશ્ચન.
મતલબ કે આ સવાલ નિર્દોષભાવે નથી પૂછવામાં આવ્યો. તેના ગૂઢાર્થો છે. તેઓ નારાજ જણાતા હતા.
મે 1996માં વાજપેયી પહેલી વખત 13 દિવસ માટે વડા પ્રધાન બન્યા હતા, તે સમયે પાકિસ્તાનમાં બેનઝીર ભુટ્ટો વડાં પ્રધાન હતાં.
એ દિવસે સાંજે 11 અશોક રોડ પર ભાજપના કાર્યાલય ખાતે ભવ્ય પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે મારે સ્વીકારવું રહ્યું કે મારા સવાલમાં શરારત છૂપાયેલી હતી. સૌથી છેલ્લે મેં પૂછ્યું: "અટલજી, આજે રાત્રે તમે પાડોશી દેશની તમારી (પછી હું સહેજ અટક્યો) કાઉન્ટરપાર્ટને શું સંદેશ આપશો?"
કુંવારા અટલ બિહારી વાજપેયી મારું વાક્ય પૂર્ણ થાય તે પહેલાં જ સમજી ગયા હતા કે સવાલ ક્યાંથી ક્યાં પહોંચ્યો છે એટલે તેઓ મુક્ત રીતે હસ્યા.
તેમની સાથે મીડિયા પણ મુક્તપણે હસ્યું, થોડી ક્ષણો બાદ ગંભીર થઈને વાજપેયીએ ભારત-પાકિસ્તાન સંબંધો વિશે પોતાનો અભિપ્રાય આપ્યો હતો.
આવો મજાકસભર સવાલ હોય - કે કોઈ ગંભીર સવાલ - કોને પૂછવો ? વિચારતાં જ કંપારી છૂટી જાય છે.
વડા પ્રધાન પ્રેસ કોન્ફરન્સ બોલાવતા નથી. વર્ષમાં એકાદ વખત પત્રકારોને મળે છે અને થોડો સમય બાદ તેઓ ભાજપના કાર્યાલયમાંથી 'સેલ્ફી લેલી રે...' ગાતા નીકળે છે.
મોદી અને મીડિયા
નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી બન્યા તે પહેલાંથી જે લોકો તેમને ઓળખે છે, તેઓ જાણે છે કે મોદીને કોઈ ડંખ રહ્યો હોય તો પણ તેઓ ક્યારેય વર્તન દ્વારા જણાવા દેતા ન હતા.
તેઓ જ્યારે પણ મળતાં, સ્મિત સાથે ધીરજપૂર્વક મળતાં અને હાથ પકડીને વાત કરતાં હતાં. વિશેષ કરીને પત્રકારો સાથે તેમના સંબંધ મધૂર રહેતાં.
કરણ થાપરે તેમના પુસ્તક 'ડેવિલ્સ એડ્વોકેટ'માં મોદી વિશે લખ્યું છે કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના તત્કાલીન સર સંઘ સંચાલક કુપ્પ. સી. સુદર્શનને પૂછવાને લાયક કપરાં સવાલ સૂચવ્યા હતા.
મોદી સંઘના ચરિત્ર નિર્માણમાં ઓતપ્રોત ખાંટુ રાજકીય કાર્યકર્તા હતા, તેમણે હજુ સુધી કોઈ 'નક્કર પગલાં' લીધા ન હતા.
મોદી સાથે મારી પહેલ મુલાકાત થઈ ત્યારે તેમણે મને ગુજરાતનાં રાજકારણ તથા તેમાં ભાજપની સામાન્ય હાજરી વિશે ધીરજપૂર્વક સમજાવ્યું હતું.
એ સમયે તેઓ ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા ન હતા અને ગુજરાતમાં ગોધરાકાંડ થયું ન હતું, ત્યારે અમદાવાદની બહાર કદાચ જ કોઈકે નરોડા પાટિયા, બેસ્ટ બેકરી, ગુલબર્ગ સોસાયટીના નામ સાંભળ્યા હતા.
ત્યાર સુધી નરેન્દ્રની નેતૃત્વ શક્તિ કે તેમની 'મક્કમ' નેતૃત્વ વિશે કોઈ પુરાવા મળ્યા ન હતા.
ફેબ્રુઆરી 2001માં ગુજરાત બદલાયું, દેશ બદલાયો, બહુમતી સમાજની વિચારસરણી બદલાઈ અને નરેન્દ્ર મોદી પણ બદલાયા. તેઓ ભવિષ્યમાં અનેક આકરાં નિર્ણયો લેવાના હતા.
ગાંધીનગરથી નીકળીને લુટિયન્સ દિલ્હી સુધી પહોંચવાના હતા.
ખેર, હાલમાં વડા પ્રધાનો તથા તલાટીઓની વાત ચાલી રહી છે.
રવિવારે લખનૌમાં વડા પ્રધાન મોદીએ ઉત્તર પ્રદેશની વિકાસગાથાને રજૂ કરતી વખતે કહ્યું, 'મેં પ્રદેશની જનતાને વચન આપ્યું હતું કે આપે મને જે પ્રેમ આપ્યો છે તેને વ્યાજ સહિત પરત કરીશ અને આજે મેં એ કામ કરી દીધું છે.'
ગૌતમ અદાણી અને કુમારમંગલમ્ બિરલા જેવા ઉદ્યોગપતિઓની હાજરીમાં તેમણે કહ્યું, "અમને ઉદ્યોગપતિઓની પડખે ઊભા રહેતાં ડર નથી લાગતો. તમે કેટલાંક લોકોને જોયાં હશે, ઉદ્યોગપતિ સાથે તમે એમનો એક ફોટોગ્રાફ પણ ન પાડી શકો."
જ્યારે મોદી એમ કહે કે હું ઉદ્યોગપતિઓ સાથે ઊભા રહેવાથી ડરતો નથી તો તેમના ખભ્ભા પર મુકેશ અંબાણીના હાથવાળી તસવીરને વ્યાજબી ઠેરવતાં જણાય છે અને કોંગ્રેસની છાપવાળો સમાજવાદ જમીનમાં વધુ ઊંડે દાટી રહ્યાં હોય તેમ જણાય છે.
ઉદ્યોગપતિઓની પડખે ઊભેલાં મોદી તલાટીને ન ભૂલ્યા. તેમણે કહ્યું કે વિકાસના પ્રોજેકટ્સ માટે યોગી સરકારે જમીનો મેળવી પડી હશે, આ બધુંય સુમતાથી પાર પડી ગયું, કારણ કે તલાટીએ તેમાં અવરોધ ઊભા નહોતાં કર્યાં. "દેશને કાં તો વડા પ્રધાન ચલાવે છે અથવા તો તલાટી."
મારું મન જાણે છે કે તલાટી કેવા-કેવા અવરોધ ઊભા કરી શકે છે, જ્યાં સુધી વડા પ્રધાનની વાત છે તો તે રાહુલ ગાંધીને પૂછો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો