You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું નરેન્દ્ર મોદી કરન થાપર સાથે 'બદલો’ લઈ રહ્યા છે ?
જાણીતા પત્રકાર કરન થાપરને વર્ષ 2007માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલો ઇન્ટરવ્યૂ ખૂબ જ લોકપ્રિય છે. મોદી એ ઇન્ટરવ્યૂને વચ્ચે છોડીને જ જતા રહ્યા હતા.
બીબીસી સંવાદદાતા રેહાન ફઝલે કરન થાપર સાથે ખાસ વાતચીત કરી અને એ દિવસની સમગ્ર વાત જાણી હતી.
કરન થાપરે કહ્યું એ સમયે કેવી રીતે નરેન્દ્ર મોદી એક સવાલથી હેરાન થઈને ઇન્ટરવ્યૂ છોડીને જતા રહ્યા હતા.
હવે તેઓ પોતાના મંત્રીઓ અને પાર્ટી નેતાઓને તેમને ઇન્ટરવ્યૂ આપવાની ના પાડે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
જોકે કરન થાપર કહે છે કે નરેન્દ્ર મોદી તેમના સવાલોથી નારાજ થયા નહોતા પરંતુ તેમણે સંયમી જવાબ આપ્યા હતા.
તેમણે કહ્યું કે ત્રણ મિનિટનો ઇન્ટરવ્યૂ થયો હતો ત્યાર બાદ તેઓ વચ્ચે છોડીને જ જતા રહ્યા હતા.
મોદીને 'નીરો' કહ્યા
કરન થાપરે કહ્યું, "જો બરાબર યાદ કરુ તો મારો પહેલો સવાલ હતો કે તમે મુખ્યમંત્રી તરીકે બીજી ચૂંટણીથી 6 અઠવાડિયા દુર છો. ઇંડિયા ટુડે અને રાજીવ ગાંધી ફાઉન્ડેશને આપને સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રી ગણાવ્યા છે.”
“બીજી તરફ હજારો મુસલમાનો આપને હત્યારાની જેમ જુએ છે. શું આપની સામે ઇમેજની સમસ્યા છે?”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“એના જવાબમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે બહુ ઓછા લોકો આવું વિચારે છે અને મોટા ભાગના લોકોને એવું નથી લાગતું.”
પરંતુ એના જવાબમાં કરન થાપરે કહ્યું હતું કે આવું માનનારો વર્ગ ઓછો નથી.
તેમણે કહ્યું, "સુપ્રીમ કૉર્ટના ચીફ જસ્ટિસે આપને આધુનિક સમયના એવા નીરો કહ્યાં છે, જેમણે માસૂમ બાળકો અને નિર્દોષ મહિલાઓની કત્લ થઈ રહી હતી ત્યારે મોઢુ ફેરવી નાંખ્યું હતું."
કરન થાપરે એ વાત પર પણ નરેન્દ્ર મોદીનું ધ્યાન દોર્યું કે કુલ 4500 કેસમાંથી આશરે 2600 કેસ ગુજરાતની બહાર લઈ જવાયા છે.
"સુપ્રીમ કોર્ટે આ પ્રકારની કેટલીક ટિપ્પણીઓ કરી હતી. આ તમામ બાબતો એ તરફે ઇશારો કરે છે કે એવા લોકો ઓછા નહીં પરંતુ ઘણા છે."
ફરી ઇન્ટરવ્યૂ માટે નરેન્દ્ર મોદી રાજી ન થયા
ત્યારે નરેન્દ્ર મોદીનું કહેવું હતું કે જે લોકો એવું કહે છે, તેઓ ખુશ રહે. ત્યાર બાદ તેમણે કરન થાપર પાસે પાણી મંગાવ્યું હતું.
"પરંતુ પાણી તો તેમની પાસે જ રાખ્યું હતું. ત્યારે મને સમજાયું કે પાણી તો ફક્ત બહાનું છે અને તેઓ ઇન્ટરવ્યૂ સમાપ્ત કરવા માંગે છે. તેમણે માઇક બહાર કાઢ્યું અને ઇન્ટરવ્યૂ પૂરો થઈ ગયો."
કરન થાપરનું કહેવું છે કે તેમણે બીજી વાર ઇન્ટરવ્યૂ શરૂ કરવા માટે નરેન્દ્ર મોદીને ખૂબ મનાવ્યા હતા. પરંતુ તેઓ ઇન્ટરવ્યૂ માટે રાજી ન હતા થયા.
તેઓ કહે છે, "નરેન્દ્ર મોદીની મહેમાનગતિ ઘણી સારી હતી. તેઓ મને ચા, મીઠાઈ, અને ઢોકળાનો આગ્રહ કરતા રહ્યાં, પરંતુ તેઓ ઇન્ટરવ્યૂ માટે રાજી ન થયા."
એક કલાકના પ્રયાસ બાદ કરન થાપર જતા રહ્યા.
મોદીને 30 વાર વીડિયો બતાવ્યો ?
કરન થાપરે રાજનૈતિક લેખક અને નેતા પવન વર્માનો ઉલ્લેખ કરતા કહ્યું કે ચૂંટણીના વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે તેમને કહ્યું હતું કે વર્ષ 2014ના ચૂંટણીઓ માટે તૈયાર કરવા તેમણે નરેન્દ્ર મોદીને આ સીન ઓછામાં ઓછો 30 વખત બતાવ્યો હતો.
પરંતુ પવન વર્માએ એ વાત નકારી દીધી. તો સત્ય શું છે?
એના જવાબમાં કરન થાપરે દાવો કર્યો કે પવન વર્માએ તેમને એ વાત કરી હતી.
તેમણે કહ્યું કે, "મને યાદ છે તેમની નજર એ તસવીર પર પડી જેમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માઇક કાઢીને ઇન્ટરવ્યૂ વચ્ચે છોડીને જતા રહ્યા હતા.”
“પવને પૂછ્યું કે આ એજ ક્ષણ છે , જ્યારે તેઓ નિકળી ગયા હતા. મે કહ્યું હા."
"ત્યાર બાદ પવને મને કહ્યું કે પ્રશાંત કિશોરે મને કહ્યું હતું કે તેમણે ત્રણ મિનિટની આ ક્લિપ નરેન્દ્ર મોદીને 20-30 વાર દર્શાવી હતી. જેથી તેમને શીખવી શકાય કે મુશ્કેલ સવાલો અને સ્થિતિનો સામનો કેવી રીતે કરી શકાય.”
“તેમણે આનો ઉપયોગ બોધની જેમ કર્યો હતો. પરંતુ નરેન્દ્ર મોદીએ પ્રશાંત કિશોરને કહ્યું કે તેઓ ક્યારે ભૂલી નહી શકે અને તેએ બદલો જરૂર લેશે."
તો શું આ બદલો છે કે વર્ષ 2016 બાદ ભાજપના કોઈ નેતાએ કરન થાપર સાથે વાતચીત ન કરી ?
તેમણે કહ્યું "મેં વર્ષ2017માં ભાજપના નેતાનો છેલ્લો ઇન્ટરવ્યૂ લીધો હતો. એ ઇન્ટરવ્યૂ રામ માધવનો હતો. ભાજપના અનેક મંત્રીઓ અને પ્રવક્તાઓએ મને કહ્યું આ વાતનો ઉલ્લેખ ચોપડીમાં છે. તેઓને કહેવામાં આવ્યું છે કે મને કોઈ પણ પ્રકારનો ઇન્ટરવ્યૂ આપે નહી."
પૂર્વાગ્રહના આરોપો પર શું વિચારે છે કરન થાપર ?
કરન થાપર આ આરોપોને નકારે છે તેઓ કહે છે કે તેઓ કોઈ પૂર્વાગ્રહથી પીડિત નથી.
તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી માટે કોઈ પત્રકારનો બહિષ્કાર કરવો યોગ્ય નથી.
કરન થાપરનું પુસ્તક "ડેવિલ્સ એડવૉકેટ : ધી અનટોલ્ડ સ્ટોરી' તાજેતરમાંજ પ્રકાશિત થઈ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો