You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇજિપ્તના ઝૂએ ગધેડાને ઝીબ્રાની જેમ રંગ્યો, તસવીર વાઇરલ
ઝીબ્રાની જેમ રંગાયેલા ગધેડાની તસવીર વાઇરલ થયા બાદ ઇજિપ્તના એક પ્રાણીસંગ્રહાલયે ગધેડાને રંગવામાં આવ્યું હોવાનો ઇન્કાર કરી દીધો છે.
મોહમ્મદ સરહાન નામના એક વિદ્યાર્થીએ કૈરોની 'ઇન્ટરનેશનલ ગાર્ડન મ્યુનિસિપલ પાર્ક' નામના પ્રાણીસંગ્રહાલયની તસવીર ફેસબુક પોસ્ટ કરી હતી. જે હવે વાઇરલ થઈ ગઈ છે.
આ તસવીરમાં ઝીબ્રા કરતાં નાનું કદ અને અણીદાર કાન ધરાવતું પ્રાણી જોઈ શકાય છે. આ ઉપરાંત તેના ચહેરા પર પડેલો કાળો ડાઘ પણ જોવા મળે છે.
ફેસબુક પર આ તસવીર પોસ્ટ કરાયા બાદ તે ઝડપથી વાઇરલ થઈ હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
સ્થાનિક ન્યૂઝ ચેનલ 'ઍક્સ્ટ્રાન્યૂઝ.ટીવી'એ આ અંગે એક પશુચિકિત્સકનો સંપર્ક સાધ્યો.
તેમના મતે તસવીરમાં દેખાઈ રહેલા ઝીબ્રાના નાકની આસપાસનો ભાગ કાળો જણાઈ રહ્યો છે.
વળી, તેના પટ્ટા વધુ પડતાં સીધા અને એકસરખા છે.
જ્યારે કૂતરાને સિંહ બનાવાયો
આ અંગે સ્થાનિક રેડિયો સ્ટેશન નોગૌમ એફએમ દ્વારા પણ પ્રાણીસંગ્રહાલયનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રાણીસંગ્રહાલયના ડિરેક્ટર મોહમ્મદ સુલતાને એફએમને જણાવ્યું હતું, ''તસવીરમાં દેખાઈ રહેલું પ્રાણી નકલી નથી.''
જોકે, પ્રાણી સંગ્રહાલય દ્વારા મુલાકાતીઓની મૂર્ખ બનાવાયા હોય એવી આ પ્રથમ ઘટના નથી.
2009માં ઇઝરાયલની નાકાબંધી વખતે ગાઝાના એક પ્રાણીસંગ્રહાલયે બે ગધેડાંને ઝીબ્રાની જેમ રંગ્યા હતા.
ગાઝાના જ અન્ય એક પ્રાણીસંગ્રહાલયે વર્ષ 2012માં પ્રાણીઓની અછતને પગલે સ્ટફ્ડ (મૃત પશુની અંદર મસાલો ભરીને) પશુઓને પ્રદર્શન માટે મૂક્યાં હતાં.
વર્ષ 2013માં ચીનના હેનાન પ્રાંતના એક પ્રાણીસંગ્રહાલય દ્વારા એક તિબેટીયન મૅસ્ટિફ કૂતરાને આફ્રિકન સિંહ તરીકે રજૂ કરાયો હતો.
જ્યારે 2017માં ચીનના જ ગ્વાંગઝી પ્રાંતના એક પ્રાણીસંગ્રહાલયમાં પ્લાસ્ટિકનાં પૅન્ગ્વિન મૂક્યાં હતાં.
એના એક અઠવાડીયા બાદ અહીંના જ વધુ એક પ્રાણીસંગ્રહાલયે પ્લાસ્ટિકનાં પતંગીયાને પ્રદર્શન માટે મૂક્યાં હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો