ગઈકાલના ચંદ્રની સુંદરતાએ કેટલાય લોકોને કવિ બનાવી દીધા હશે

21મી સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ ભારત સહિત વિશ્વના વિવિધ દેશોમાં જોવા મળ્યું.

રાત્રે 11:54 વાગ્યે ચાલુ થયેલા ગ્રહણમાં ચંદ્ર પહેલા કાળા અને પછી ધીમે ધીમે લાલ રંગમાં તબદીલ થઈ ગયો. ચંદ્રના આ સ્વરૂપને 'બ્લડ મૂન' કહેવામાં આવે છે.

લોકોએ કેટલાક કલાક સુધી ઘણા ઉત્સાહથી ચંદ્રગ્રહણની રાહ જોઈ. ભારતમાં ગ્રહણ દરમિયાન કેટલાક લોકોએ ગંગા સ્નાન પણ કર્યું.

અવકાશ વિજ્ઞાનની સંસ્થા 'નાસા' અનુસાર આ સદીનું સૌથી લાંબુ ગ્રહણ હતું. ગ્રહણની કુલ અવધિ 3 કલાક 55 મિનિટ કહેવામાં આવી. ભારતમાં આ અવધિ રાત્રે 10:44 વાગ્યાથી સવારે 04:58 સુધી જોવા મળ્યું હતું.

સૂર્યની પરિક્રમા દરમિયાન પૃથ્વી, ચંદ્ર અને સૂર્ય વચ્ચે એવી રીતે આવી જાય છે કે ચંદ્ર પૃથ્વીની છાયામાં આવી જાય છે.

આવું ત્યારે શક્ય બને છે, જ્યારે પૃથ્વી અને ચંદ્રની ભ્રમણકક્ષા એક જ રેખામાં આવી જાય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

પૂર્ણિમાના દિવસે જ્યારે સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવી જાય છે, ત્યારે તેની છાયા ચંદ્રમા પર પડતી હોય છે.

તેનાથી ચંદ્રમાનો છાયા ધરાવતો ભાગ અંધારાવાળો રહે છે. આથી આ સમયે ધરતી પરથી ચંદ્ર જોઈએ તો કાળો જોવા મળે છે. એટલે તેને ચંદ્રગ્રહણ કહે છે.

આ ગ્રહણ ઉત્તર અમેરિકા ઉપરાંત પૃથ્વીના ઘણા ભાગોમાં દેખાયું. પરંતુ પૂર્ણ ચંદ્રગ્રહણ યુરોપના મોટાભાગના ભાગો, મધ્યપૂર્વ, મધ્ય એશિયા અને ઑસ્ટ્રેલિયામાં જોવા મળ્યું.

ભારતમાં આ દુર્લભ ખગોળીય ઘટનાને દિલ્હી, પુના, બેંગલુરુ અને મુંબઈ સહિત અન્ય સ્થળોએ જોવા મળ્યું. કેટલીક ચેનલો અને વેબસાઇટ પર તેની તસવીરો પણ જોવા મળી.

ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર પૃથ્વીથી તેના સર્વાધિક અંતરે રહ્યો. આ ઘટનાને અપોગી પણ કહે છે.

જેમાં પૃથ્વી ચંદ્રથી વધુમાં વધુ 4,06,700 કિલોમીટરના અંતરે હોય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો